છોળ/રાવ: Difference between revisions
Jump to navigation
Jump to search
રાવ
(Created page with "{{SetTitle}} <center><big><big><big>'''રાવ'''</big></big></big></center> <poem> વળી વળી વલોણાનાં તાણો જો નેતરાં તો જાણો નવનીત કેમ નીકળે હો જાદવજી! દોણી ફોડો મ ઠાલી ઠીંકરે! ભાવતાં જો હોય ઘણાં, ભાવે જાચો ને ભલા! ...") |
(No difference)
|
Revision as of 00:15, 30 April 2024
વળી વળી વલોણાનાં તાણો જો નેતરાં
તો જાણો નવનીત કેમ નીકળે
હો જાદવજી! દોણી ફોડો મ ઠાલી ઠીંકરે!
ભાવતાં જો હોય ઘણાં, ભાવે જાચો ને ભલા!
છાલિયું લ્યો ખોબલાનું કરી,
મથુરામાં વેચીએ જિ મોં માંગ્યે દામ ઈ
તમને વણમૂલ દઈ ધરી!
રે નિજની મથામણનો પામો જો તાગ તો
પંડનીય ભેળી દઈં ભીખ રે!
હો જાદવજી! દોણી ફોડો મ ઠાલી ઠીંકરે!
આવો ઉધમાત નહીં જાણ્યો બરસાણે
આંહી વ્રજમાંહી વાત વધી ઘણી
ઠપકારી ઠેકાણે આણે તે સાન એવું
કોઈ ના તમારું ધણી-રણી?!
રે ઓરની ન છેક તો રાખો રાજ એક
ઓલ્યા ઉપરવાળાની થોડી બીક રે!
હો જાદવજી! દોણી ફોડો મ ઠાલી ઠીંકરે!
૧૯૯૨