માંડવીની પોળના મોર/અચરતલાલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 08:23, 12 May 2024

અચરતલાલ

આમ તો અમારે ને અચરતલાલને સીધો કોઈ નાતો કે સગપણ નહીં. પણ ગામસંબંધે અમે એને જમાઈ ગણતા. પાછલી શેરીવાળા મગન ભોટીની લલી એટલે કે લલિતાને એના વેરે દીધેલી. ત્રણ છોકરાં જણીને ચોથી દીકરી વખતે લલીનો કેસ બગડી ગયો. છોકરાંઓ ઉછરી જાય એટલા માટે મગનભઇએ પાછળ ને પાછળ ભાઈની દીકરી સવિતા દીધી અને એમ અચરતલાલનું ગાડું ગબડ્યું. અમે તો એને લલી સાથે પરણ્યો ત્યારથી ઓળખીએ. લગભગ અઠવાડિયે ગામનો એક આંટો તો ખરો જ. આવે ત્યારે અમને મોઢું દેખાડ્યા વિના ન જાય. નજર તો એવી કે કશુંય એનાથી છૂપું ના રહે. આંગણામાં પગ મૂકે ત્યારથી જ કામ ગોતતો આવે. એક વાર હું બહારથી ઘેર આવ્યો ત્યારે એ ડેલી ઉપર ચડેલો. જૂઈની વેલ ચારેબાજુ લચી પડેલી, તે તાર લઈને સરખી બાંધી દીધી. નીચે ઊતરીને કહે કે - ‘કાકા! આવી સરસ જૂઈ તો ચંઈ જોવા નો મળે!’ અમારા ઘરનાં કોઈ આ જમાઈને ચાનું ટીપું પાયા વિના જવા ન દે. દેખાવે પાંચ હાથ પૂરો. વાનેય ગોરો. મોટી મૂછો રાખે તો ગરાસિયો જ લાગે. ચા પીધા પછી ક્યાંય સુધી તમાકુનું સ્ટીલનું ભૂંગળું હાથમાં રાખે ને આમથી તેમ ફેરવે ને અલકમલકની વાતો કરતો જાય. આપણને થાય કે ‘ભાઈ! તું તમાકુ ખઈ લે ને, અટૂલ્યે વાત પૂરી થાય.’ એ ધીમી ગતિના સમાચારની જેમ ભૂંગળું ખોલે. પહેલાં ચૂનાવાળું ઢાંકણું ખોલે. નખથી ચણ્યા જેટલો ચૂનો કાઢે. ડાબી હથેળીમાં ધરી રાખે અને પછી એ જ ધીમી અદામાં ભૂંગળું ફેરવીને બીજી બાજુથી તમાકુ કાઢે. એકેએક પત્તીને ધ્યાનથી જોવે. કચરા જેવું કાળું હોય તો કાઢી નાંખે. હળવે હળવે જમણા હાથનો અંગૂઠો મૂકીને મસળે. ચપટીઓ ભરે, નાની નાની ટપાકીઓ પાડે અને છેવટે ચપટી ભરીને નીચલા હોઠમાં દબાવે ત્યારે આપણને શાંતિ થાય! ગામમાં આવે ત્યારે સફારી પહેરીને આવે. જાય ત્યારે એનું એ પહેરીને જાય. વચગાળામાં લેંઘો અને ઓપન શર્ટ પહેરે. તેલ તો એવું તબતબાવે કે ન પૂછો વાત! જ્યાં માથું અડાડે ત્યાં ડાઘો પાડ્યો જ સમજો. અચરતલાલ મગનભઈને ત્યાં ઝાઝું ટકે નહીં. ‘કાં, કાકા! ઘરે છો કે નઈ? શું કરો છો? કહીને અચૂક અમારે ત્યાં આવી જાય. આવે ત્યારે મનમાં કોઈ પ્રશ્ન લઈને આવે. ખરું તો એમ કે એ કોઈ જવાબ લઈને આવ્યો હોય! એક વાર મને પૂછયું : ‘કાકા! માયા એટલે શું?’ હું એની કાકી સામે જોઈને બોલ્યો : ‘એલા મને ઈ સમજાણું હોય તો હજી હુદી આયાં હોઉં જ શું કામ? ક્યારુંનો ગર્યમાં જઈને નો બેહી જયો હોંઉં!’ એની પાસે જવાબ તૈયાર હોય. છાપામાં આવેલા કોઈ કોલમનું કટિંગ ખિસ્સામાંથી કાઢીને મારી સામે ધરે. ‘લ્યો, જોવો! મોરારિબાપુ જેવા સંત હોતેન માયામાં જ માને છે! કહે છે કે પ્રભુ સાથેની માયા! કોઈ દિ’ ઓછી થાવી જ નો જોંઈ! ઈમને તો મોક્ષ જોતો જ નથી ને! વારંવાર આવવું છે ને પાછું ઈનું ઈ જ કરવું છે.. ‘લોકાભિરામમ્ રણરંગધીરમ્...’ હું હળવેકથી ટેબલફેનની સ્પીડ ધીમી કરવા પ્રયત્ન કરતાં કહું છું : ‘અચરતલાલ! આમાં મારે મોરારિબાપુ સાથે મતભેદ પાડવાનું કોઈ કારણ નથી!’ મેં જોયું કે - અચરતલાલે જોઈ લીધું છે કે ટેબલફેનના સ્પીડબટનમાં કંઈક તકલીફ છે. કાં તો એકદમ ફૂલ થાય છે અથવા સાવ બંધ. વચ્ચેની બે સ્પીડ કામ નથી આપતી. તરત અચરતલાલ દોડ્યો ને પાછલી નવેળીમાંથી સસરાના ઘેર. સ્કૂટરની ડેકીમાંથી પાનાં-પક્કડ-ડિસમીસ વગેરે હથિયારોની થેલી લઈ આવ્યો. પાંચ જ મિનિટમાં આખો પંખો ખોલી નાંખ્યો. સ્પીડબટનના કોન્ટેક્ટ તો બરાબર કર્યાં જ પણ સાથોસાથ બધું બહાર કાઢીને સર્વિસ પણ કરી આપી. ઓપરેશન કરીને ડોક્ટર જેમ ટાંકા લેતા હોય એમ, એક કલાકે એણે બધું હતું એમ કરી દીધું ત્યારે પંખો અવાજરહિત દશામાં બધી સ્પીડમાં કામ કરતો હતો! પંખો ફિટ કરીને વોશબેઝિનમાં હાથ ધોવા ગયો... આવ્યો ત્યારે ટપકતો નળ બંધ થઈ ગયેલો! કહીએ તો તો બધાં કરે. હુન્નર તો એના હાથમાં જ, પણ વગર કહ્ય સમજી જાય તે અચરતલાલ. મગનભઈનાં વહુ સરોજભાભી પણ જમાઈના વખાણ કરતાં થાકે નહીં. ‘અમારે અચરતલાલ ઘડીયે નવરા નો બેહે. કોઈ કામ એવું નહીં, જે અચરતલાલના હાથમાં ન શોભે... અમારી સવલીને પૂછો તેં કોઈ દિ’ તારા હાથે રાંધ્યું સે ખરું? તો તરત જ ના કહેશે. ઉપરથી એમ કે’શે કે આવડતું’તું ઈ યે ભૂલી જઈ! જમાઈ સવારે નવના ટકોરે તો દાળ-ભાત-શાક-રોટલી-કચુંબર બધું તૈયાર કરીને ડાઈનિંગ ટેબલ પર ગોઠવી દે. અમારે સવલીને પ્લેટફોરમેય નંઈ લૂખવાનું! પાછું એવું યે નંઈ કે કામ કરે ત્યારે બે દાડિયા ભેગા રાખે. ક્યારે શાક સુધારે, ક્યારે વધારે તમને કંઈ જાણ્ય જ નો થાવા દે. ચમચા-ચીપિયા ને હાંણસી વચ્ચે એવો હંપ કરાવી દે કે કુંણ કુંનું કામ કરે સે ઈની ય ખબર નો પડે...’ સવિતાની બેનપણીઓ ય મજાક કરવામાં પાછી નો પડે. રાધા જરા મોઢે ચડેલી તે કહે કે : ‘વર રાંધણિયો વર શિંધણિયો, વર ઘમ્મર ઘંટી તાંણે... સવલી! તારા વરે તો તને સોકરાં જણવાની યે કાંહટી કરવા નો દીધી! નંઈ?’ એમ પૂછીને લુચ્ચું હસે... ભૂકંપ વખતે મગનભઈનું ઘર ડખડખી ગયેલું. અચરતલાલ કહે કે - ‘હવે જો નાનો એવો આંચકોય આવશ્યે ને તો તમ્યે બધાં હમાં થઈન રે’શો. ઈ કરતાં તો પાડીન નવું કરી લેવીં ઈ જ હારું.’ મગનભઈ કે’ કે ‘મારામાં હામ નથી. તમ્યે ક્યો એટલા શૂટા કરું, પણ કંત્રાટી તમ્યે થાવાના હો તો જ...’ પૂરા છ મહિના લીધા, પણ મકાન ઓહો બનાવ્યું. પાછી પઈએ પઈની કરકસર! એવું નંઈ કે રૂપિયા ફાવે એમ ઉડાડયા. જ્યાં જે જોઈએ એ તો પાકેપાયે જોઈએ જ. પણ બિનજરૂરી પાંચિયું ય નો વાપરે! આજુબાજુનાંયે આ કામ જોયું ને અચરતલાલનો તો ધંધો જ બદલાઈ ગયો. પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા હતા તે ય છોડી દેવી પડી. થોડુંઘણું વાસ્તુશાસ્ત્રેય શીખ્યા ને બસ ફૂલટાઈમના કોન્ટ્રાક્ટર થઈ ગયા. હજી એક મકાન પૂરું થયું ન હોય ત્યાં તો બીજું શરૂ... પહેલાં તો અઠવાડિયે દસ દિવસે આવતા-જતા, હવે તો એમનું મોટરસાયકલ રોજ આમથી તેમ દોડતું જ હોય. કોઈ ગુજરી ગયું હોય ત્યારે ચિતા ખડકવામાં ય અચરતલાલને કોઈ ન પહોંચે. ક્યું લાકડું ઊભું મૂકવું, ક્યું આડું મૂકવું, ક્યાંથી હવા આવશે ને ક્યાં જશે? એ બધું લાકડાની સાઈઝ અને આકારને ધ્યાનમાં રાખીને ગોઠવે. ઓછા લાકડે બળે એવા ન હોય એનેય, વધારાનું એક્કેય નો દે તો નો જ દે! પાછા પોતે છેલ્લામાં છેલ્લું ય પતાવીને જાય. એવું નહીં કે અડધી-પોણી કલાક થાય એટલે બે હાથ જોડી જેશ્રીક્રશ્ન જેશ્રીક્રશ્ન કરીને રવાના... અચરતલાલ ક્યારેક કહે પણ ખરા કે ‘કોઈના આનંદના પ્રસંગે ન જવાય તો વાંધો નહીં, પણ દુઃખમાં ભાગ પડાવવા તો જાવું જ જોવે.’ સામેના માણસની ઉત્સુકતા જોવે તો ખિસ્સામાંથી એકાદું કટિંગ કાઢીને વાંચવા આપે અને મૃત્યુ કેવી કેવી રીતે મંગળઘટના છે તે સમજાવે. પાછું દરેક બાબત અંગે મોરારિબાપુએ શું શું કહ્યું છે તે પણ કહેતો જાય. જરૂર જણાય તો એકાદી ચોપાઈ પણ સંભળાવી દે! સરોજભાભીને અચરતલાલનું લાવેલું શાક જ સારું લાગે. શાકભાજી બાબતે મગનભઈને તો એવા ખખડાવી નાંખે કે આપણે તો જોતાં જ રહી જઈએ. પોતાનાં વખાણ ઝાઝા થાય તે ય પાછું અચરતલાલને નો ગમે. મારી સામે જોઈને કહે પણ ખરા : ‘ કાકા! હું કંઈ શાકભાજી ઉગાડવા થોડો જઉં છું? નજર ફરે ત્યાં માણહને ખબર પડી જાવી જોવે કે કિયું શાક લેવાય ને કિયું નો લેવાય! પાછી સિઝનેય જોવાની કે નંઈ? વધારામાં આ આખીયે બાબતને નસીબ સાથે જોડે ને કહે કે – ‘આ પેલું તુલસીદાસે નથી કહ્યું? એવું છે... ‘જોગ લગન ગ્રહ બાર તિથિ સકલ ભયે અનુકૂલ....’ તો જ સારાં શાકભાજી મળે!’ હું હસતાં હસતાં કહું કે ‘અચરતલાલ! આમાં તુલસીદાસને કે મોરારિબાપુને તકલીફ આપવાની જરૂર નહીં. ક્યાં ભગવાન રામનો જન્મ ને ક્યાં આ દૂધીરીંગણાં! ભગવાન તમારું ભલું કરે!’ ખસિયાણા પડે તે અચરતલાલ નહીં. ‘અરે કાકા! એ બહાને ભગવાનની નજીક રે’વાય કે નંઈ?’ પછી હું જરા ભારપૂર્વક કહું : ‘અચરતલાલ! જે ચોપાઈ જ્યાં લાગુ પડતી હોય ત્યાં પડે! એમ ગમે ત્યાં થોડું જ ઠઠાડી મારવાનું હોય?’ આમ તો અમારે ને અચરતલાલને સીધો કોઈ નાતો કે સગપણ નહીં. પણ ગામસંબંધે અમે એને જમાઈ ગણતા. પાછલી શેરીવાળા મગન ભોટીની લલી એટલે કે લલિતાને એના વેરે દીધેલી. ત્રણ છોકરાં જણીને ચોથી દીકરી વખતે લલીનો કેસ બગડી ગયો. છોકરાંઓ ઉછરી જાય એટલા માટે મગનભઈએ પાછળ ને પાછળ ભાઈની દીકરી સવિતા દીધી અને એમ અચરતલાલનું ગાડું ગબડ્યું. અમે તો એને લલી સાથે પરણ્યો ત્યારથી ઓળખીએ. લગભગ અઠવાડિયે ગામનો એક આંટો તો ખરો જ. આવે ત્યારે અમને મોઢું દેખાડયા વિના ન જાય. નજર તો એવી કે કશુંય એનાથી છૂપું ના રહે. આંગણામાં પગ મૂકે ત્યારથી જ કામ ગોતતો આવે. એક વાર હું બહારથી ઘેર આવ્યો ત્યારે એ ડેલી ઉપર ચડેલો. જૂઈની વેલ ચારેબાજુ લચી પડેલી, તે તાર લઈને સરખી બાંધી દીધી. નીચે ઊતરીને કહે કે – ‘કાકા! આવી સરસ જૂઈ તો ચંઈ જોવા નો મળે!’ અમારા ઘરનાં કોઈ આ જમાઈને ચાનું ટીપું પીધા વિના જવા ન દે. દેખાવે પાંચ હાથ પૂરો. વાનેય ગોરો. મોટી મૂછો રાખે તો ગરાસિયો જ લાગે. ચા પીધા પછી ક્યાંય સુધી તમાકુનું સ્ટીલનું ભૂંગળું હાથમાં રાખે ને આમથી તેમ ફેરવે ને અલકમલકની વાતો કરતો જાય. આપણને થાય કે ‘ભાઈ! તું તમાકુ ખઈ લે ને, અટ્લ્યે વાત પૂરી થાય.’ એ ધીમી ગતિએ ભૂંગળું ખોલે. પહેલાં ચૂનાવાળું ઢાંકણું ખોલે. નખથી ચણ્યા જેટલો ચૂનો કાઢે. ડાબી હથેળીમાં ધરી રાખે અને પછી એ જ ધીમી અદામાં ભૂંગળું ફેરવીને બીજી બાજુથી તમાકુ કાઢે. એકેએક પત્તીને ધ્યાનથી જોવે. કચરા જેવું કાળું હોય તો કાઢી નાંખે. હળવે હળવે જમણા હાથનો અંગૂઠો મૂકીને મસળે. ચપટીઓ ભરે, નાની નાની ટપાકીઓ પાડે, ચૂનો ઉડાડે અને છેવટે ચપટી ભરીને નીચલા હોઠમાં દબાવે ત્યારે આપણને રાહત થાય! ગામમાં આવે ત્યારે સફારી પહેરીને આવે. જાય ત્યારે એનું એ પહેરીને જાય. વચગાળામાં લેંઘો અને ઓપન શર્ટ પહેરે. તેલ તો એવું તબતબાવે કે ન પૂછો વાત! જ્યાં માથું અડાડે ત્યાં ડાઘો પાડ્યો જ સમજો. અચરતલાલ મગનભઈને ત્યાં ઝાઝું ટકે નહી. ‘કાં, કાકા! ઘરે છો કે નંઈ? શું કરો છો? કહીને અચૂક અમારે ત્યાં આવી જાય. આવે ત્યારે મનમાં કોઈ પ્રશ્ન લઈને આવે. ખરું તો એમ કે એ કોઈ જવાબ લઈને આવ્યો હોય! એક વાર મને પૂછ્યું : ‘કાકા! માયા એટલે શું?’ હું એની કાકી સામે જોઈને બોલ્યો : ‘એલા મને ઈ સમજાણું હોય તો હજી હુદી આયાં હોઉં જ શું કામ? ક્યારુંનો ગર્યમાં જઈને નો બેહી જયો હોઉં!’ એની પાસે જવાબ તૈયાર હોય. છાપામાં આવેલા કોઈ કોલમનું કટિંગ ખિસ્સામાંથી કાઢીને મારી સામે ધરે. ‘લ્યો, જોવો! મોરારિબાપુ જેવા સંત હોતેન માયામાં જ માને છે! કહે છે કે પ્રભુ સાથેની માયા! કોઈ દિ’ ઓછી થાવી જ નો જોવે! ઈમને તો મોક્ષ જોતો જ નથી ને! વારંવાર આવવું છે ને પાછું ઈનું ઈ જ કરવું છે.. ‘લોકાભિરામમ રણરંગધિરમ...’ હું હળવેકથી ટેબલફેનની સ્પીડધીમી કરવા પ્રયત્ન કરતાં કહું છું: ‘અચરતલાલ! આમાં મારે મોરારિબાપુ સાથે મતભેદ પાડવાનું કોઈ કારણ નથી!’ મેં જોયું કે - અચરતલાલે જોઈ લીધું છે કે ટેબલફેનના સ્પીડબટનમાં કંઈક તકલીફ છે. કાં તોએકદમ ફૂલ થાય છે અથવા સાવ બંધ. વચ્ચેની બે સ્પીડ કામ નથી આપતી. તરત અચરતલાલ દૌડ્યો ને પાછલી નવેળીમાંથી સસરાના ઘેર. સ્કૂટરની ડેકીમાંથી પાનાં-પક્કડ-ડિસમીસ વગેરે હથિયારોની થેલી લઈ આવ્યો. પાંચ જ મિનિટમાં આખો પંખો ખોલી નાંખ્યો. સ્પીડબટનના કોન્ટેક્ટ તો બરાબર કર્યાં જ પણ સાથોસાથ બધું બહાર કાઢીને સર્વિસ પણ કરી આપી. ઓપરેશન કરીને ડોક્ટર જેમ ટાંકા લેતા હોય એમ, એક કલાકે એણે બધું હતું એમ કરી દીધું ત્યારે પંખો અવાજરહિત દશામાં બધી સ્પીડમાં કામ કરતો હતો! પંખો ફિટ કરીને વોશબેઝિનમાં હાથ ધોવા ગયો... આવ્યો ત્યારે ટપકતો નળ બંધ થઈ ગયેલો! કહીએ તો તો બધાં કરે. હુન્નર તો એના હાથમાં જ, પણ વગર કહ્યું સમજી જાય તે અચરતલાલ. મગનભઈનાં વહુ સરોજભાભી પણ જમાઈના વખાણ કરતાં થાકે નહી. ‘અમારે અચરતલાલ ઘડીયે નવરા નો બેહે. કોઈ કામ એવું નહીં, જે અચરતલાલના હાથમાં ન શોભે... અમારી સવલીને પૂછો તેં કોઈ દિ’ તારા હાથે રાંધ્યું સે ખરું? તો તરત જ ના કહેશે. ઉપરથી એમ કે’શે કે આવડતું’તું ઈ યે ભૂલી જઈ! જમાઈ સવારે નવના ટકોરે તો દાળ-ભાત-શાક-રોટલી-કચુંબર બધું તૈયાર કરીને ડાઈનિંગ ટેબલ પર ગોઠવી દે. અમારે સવલીને પ્લેટફોરમેય નંઈ લૂખવાનું! પાછું એવું યે નંઈ કે આંધળું ઓકે ને હો જણને રોકે! એ તો ક્યારે શાક સુધારે, ક્યારે વધારે તમને કંઈ જાણ્ય જ નો થાવા દે. ચમચા-ચીપિયા ને હાંણસી વચ્ચે એવો હંપ કરાવી દે કે કુંણ કુંનું કામ કરે સે ઈની ય ખબર નો પડે...’ સવિતાની બેનપણીઓ ય મજાક કરવામાં પાછી નો પડે. રાધા જરા મોઢે ચડેલી તે કહે કે : ‘વર રાંધણિયો વર શિંધણિયો, વર ઘમ્મર ઘંટી તાંણે... સવલી! તારા વરે તો તને સોકરાં જણવાની યે કાંહટી કરવા નો દીધી! નંઈ?’ એમ પૂછીને લુચ્ચું હસે... ભૂકંપ વખતે મગનભઈનું ઘર ડખડખી ગયેલું. અચરતલાલ કહે કે - ‘હવે જો નાનો એવો આંચકોય આવશ્યે ને તો તમ્યે બધાં હમાં થઈન રે’શો. ઈ કરતાં તો પાડીન નવું કરી લેવી ઈ જ હારું.’ મગનભઈ કે’ કે ‘મારામાં હામ નથી. તમ્યે કયો એટલા શૂટા કરું, પણ કંત્રાટી તમ્યે થાવાના હો તો જ...’ પૂરા છ મહિના લીધા, પણ મકાન ઓહો બનાવ્યું. પાછી પઈએ પઈની કરકસર! એવું નંઈ કે રૂપિયા ફાવે એમ ઉડાડ્યા. જ્યાં જે જોઈએ એ તો પાકેપાયે જોઈએ જ. પણ બિનજરૂરી પાંચિયું ય નો વાપરે! આજુબાજુનાંયે આ કામ જોયું ને અચરતલાલનો તો ધંધો જ બદલાઈ ગયો. પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા હતા તે ય છોડી દેવી પડી. થોડુંઘણું વાસ્તુશાસ્ત્રય શીખ્યા ને બસ ફૂલટાઈમના કોન્ટ્રાક્ટર થઈ ગયા. હજી એક મકાન પૂરું થયું ન હોય ત્યાં તો બીજું શરૂ... પહેલાં તો અઠવાડિયે દસ દિવસે આવતા-જતા, હવે તો એમનું મોટરસાયકલ રોજ આમથી તેમ દોડતું જ હોય. કોઈ ગુજરી ગયું હોય ત્યારે ચિતા ખડકવામાં ય અચરતલાલને કોઈ ન પહોંચે. કયું લાકડું ઊભું મૂકવું, કયું આડું મૂકવું, ક્યાંથી હવા આવશે ને ક્યાં જશે? એ બધું લાકડાની સાઈઝ અને આકારને ધ્યાનમાં રાખીને ગોઠવે. ઓછા લાકડે બળે એવા ન હોય એનેય, વધારાનું એક્કેય નો દે તો નો જ દે! પાછા પોતે છેલ્લામાં છેલ્લું ય પતાવીને જાય. એવું નહીં કે અડધી-પોણી કલાક થાય એટલે બે હાથ જોડી જેશ્રીક્રશ્ન જેશ્રીક્રશ્ન કરીને રવાના... અચરતલાલ ક્યારેક કહે પણ ખરા કે ‘કોઈના હુવાણ્યના પ્રસંગે ન જવાય તો વાંધો નહી, પણ દુઃખમાં ભાગ પડાવવા તો જાવું જ જોવે.’ સામેના માણસની ઉત્સુકતા જોવે તો ખિસ્સામાંથી એકાદું કટિંગ કાઢીને વાંચવા આપે અને મૃત્યુ કેવી કેવી રીતે મંગળઘટના છે તે સમજાવે. પાછું દરેક બાબત અંગે મોરારિબાપુએ શું શું કહ્યું છે તે પણ કહેતો જાય. જરૂર જણાય તો એકાદી ચોપાઈ પણ સંભળાવી દે! સરોજભાભીને અચરતલાલનું લાવેલું શાક જ સારું લાગે. શાકભાજી બાબતે મગનભઈને તો એવા ખખડાવી નાંખે કે આપણે તો જોતાં જ રહી જઈએ. પોતાનાં વખાણ ઝાઝા થાય તે ય પાછું અચરતલાલને નો ગમે. મારી સામે જોઈને કહે પણ ખરા : ‘ કાકા! હું કંઈ શાકભાજી ઉગાડવા થોડો જઉં છું? નજર ફરે ત્યાં માણહને ખબર પડી જાવી જોવે કે કિયું શાક લેવાય ને કિયું નો લેવાય! પાછી સિઝનેય જોવાની કે નંઈ? વધારામાં આ આખીયે બાબતને નસીબ સાથે જોડે ને કહે કે – ‘આ પેલું તુલસીદાસે નથી કહ્યું? એવું છે... ‘જોગ લગન ગ્રહ બાર તિથિ સકલ ભયે અનુકૂલ....’ તો જ સારાં શાકભાજી મળે!’ હું હસતાં હસતાં કહું કે ‘અચરતલાલ! આમાં તુલસીદાસને તકલીફ આપવાની જરૂર નહી. ક્યાં ભગવાન રામનો જન્મ ને ક્યાં આ દૂધી-રીંગણાં! ભગવાન તમારું ભલું કરે!’ ખસિયાણાપડે તે અચરતલાલ નહી. ‘અરે કાકા! એ બહાને ભગવાનની નજીક રે’વાય કે નંઈ?’ પછી હું જરા ભારપૂર્વક કહું : ‘અચરતલાલ! જે ચોપાઈ જ્યાં લાગુ પડતી હોય ત્યાં પડે! એમ ગમે ત્યાં લાકડે માંકડું થોડું ઠઠાડી દેવાય?’ એ હસી કાઢે. ‘બીજું કંઈ કામકાજ હોય તો કયો...’ આવજો કહેતાં પહેલાં આટલું અવશ્ય પૂછીને જાય. એક દિવસ વહેલી સવારે આવી ચડ્યા ને મને કહે : ‘કાકા પાંચ હજાર રૂપિયા આપો!’ ‘શું કરશો?’ ‘ગ્યા ખાતે જ દેવાના છે!’ ‘પણ કેમ?’ ‘નાના હનમાનના પુજારી લાલગર બાપુ ખરા કે નંઈ? ઈ દાઝી જયા સે... હવારે જ પ્રાઈમસ ફાટ્યો. દહ હજાર હું કાઢું સું ને તમે પાંચ દો તો બાપુ બચી જાય!! આ તો પરાણે પુન્ય વાળી વાત થઈ. પણ ના કહેતા મારો જીવ ન ચાલ્યો. ગણી આપ્યા. પાંચ જ મિનિટમાં અચરતલાલ મોટરસાઈકલ લઈને રવાના. આ ઘટના પછી, કોણ જાણે ક્યાંથી એને લેહ લાગી કે રીતસરનું એક રાહત ફંડ ઊભું કર્યું. કોઈનીયે પાસે પૈસા માગતાં ન અચકાય. ગરીબ માણસોને એમના દ્વારા દવાખાનાનો અને દવાનો ખર્ચ મળવા માંડ્યો! જેવી જેની જરૂરિયાત. એક વ્યક્તિની જ કમિટિ. અચરતલાલ જાતતપાસ કર્યા વિના કોઈને ચાર આનાયે ન આપે. બહુ મોટો ખર્ચો હોય ને ફંડ ન હોય તો ઘસીને ના પાડી દે પણ એનો જીવ કોચવાયા કરે. રહેતાં રહેતાં લોકોને પણ આની જાણ થવા માંડી. એકબે જણ બીજા પણ જોડાયા ને રીતસરનું ટ્રસ્ટ ઊભું કર્યું. આપોઆપ દાનનો પ્રવાહ શરૂ થયો. કંત્રાટી કામ ભગવાનના ભરોંસે ચાલ્યું રહ્યું ને અચરતલાલને તો આ કામ વધી ગયું. પાઈએ પાઈનો પાકો હિસાબ. આડુંઅવળું કરે તે અચરતલાલ નહી . લોકો અરધી રાતેય એમને ઉઠાડે. કોઈને લોહીની જરૂર હોય ને કોઈ પાસે દવાના પૈસા ન હોય. કોઈને આ ને કોઈને તે ગામના બધા જ ડોકટરો અચરતલાલને ઓળખે ને એમની ભલામણે કામે ય થઈ જાય! ગઈ કાલનો ઉપવાસ હતો તે સવારે અચરતલાલ નાહીધોઈને પારણું કરવા જ બેસતા હતા ત્યાં તો હાંફતો હાંફતો એક માણસ આવ્યો ને કહે કે—’ધોબીની ચાલમાં હુસેનભાઈ નહીં? ઈ ઘરમાં પડી જ્યા સે ને માથામાંથી લોહી ભાગ્યું જાય સે... ઘોડો હટ...’ ખાવાનું મેલ્ય પડતું ને અચરતલાલે હડી કાઢી. જઈને જોયું તો હુસેનભાઈ તો ખુદાને પ્યારા થઈ ગયેલા! પણ પરિસ્થિતિ એમને કંઇક વિચિત્ર લાગી. ‘એક કેમ કરતાં પડી ગયા?’નો કોઈ ગળે ઊતરે એવો જવાબ ચાચી પાસેથી મળ્યો નહી. છોકરાછોકરી તો પહેલેથી જ નહોતાં. પતિપત્ની બે જ હતાં આટલાં વર્ષથી, અચરતલાલે ચાચીને પૂછ્યું : ‘તમારા સિવાય ઘરમાં બીજું તો કોઈ હતું જ નહીં! જે હોય ઈ હાચું કહી દો! નકર પોલીસ હગી નંઈ થાય!’ ને ચાચી ભાંગી પડ્યાં. રસોડાના ખૂણામાં પડેલી લોહીભીની પરાળ ચાડી ખાતી હતી! આખી વાત જાણ્યા પછી, ચાચીને માફ કરવાં કે નહીં એ બાબતે એમનું મન ચકડોળે ચડ્યું ને એક જ ક્ષણમાં જિંદગીની વ્યર્થતા સમજાઈ ગઈ ને જે આઘાત લાગ્યો! અચરતલાલ ચક્કર ખાઈને પડ્યા. આજ સુધી લોકોને એ દવાખાને લઈ જતા, આજે લોકો એમને દવાખાને લઇ ગયા! મને ખબર પડી એટલે હું ખબર પૂછવા દવાખાને ગયો. અચરતલાલને સિવિયર હાર્ટએટેક હતો. અંદર એકાદ જણથી વધારે કોઈને જવા ન દે. મગનભાઈ, સરોજભાભી અને સવિતા વીલે મોંએ બેઠાં હતાં. થોડી વાર પછી મને અંદર જવાની છૂટ મળી. ચારે બાજુ મશીનો બીપ બીપ બોલે પણ એમને બોલવાની સદંતર મનાઈ! મેં જોયું કે અર્ધ બેભાનાવસ્થામાં ય અચરતલાલ કંઇક બબડતા હતા... એમને કંઈક કહેવું હતું. મેં કહ્યું : ‘બોલો! શું થાય છે? કહો... ધીમે ધીમે... તૂટક તૂટક અવાજે અચરતલાલ એટલું જ બોલ્યા: ‘કાકા! માયા અટલ્યે હું ઈની હમજણ પડી જઈ!’ મને તો એમ કે હમણાં છાપાનું એકાદું કટિંગ મારા હાથમાં મૂકશે પણ, એમણે તો આંખ ફેરવી લીધી એ ફેરવી લીધી