તારાપણાના શહેરમાં/સવારે ખૂલશે દરવાજા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:58, 13 May 2024


સવારે ખૂલશે દરવાજા

ભલે હમણાં તો હું થાકેલી પાંપણમાં ઢળી જાઈશ
કોઈ દિ’ તો પરોઢી સ્વપ્નની જેમ જ ફળી જાઈશ

નહીં જીવવું પડે ભ્રમના ચહેરાઓની આડશમાં
હરણનાં શીંગડાંઓ તોડીને હું નીકળી જાઈશ

સમયંનો બાદશાહ ક્યારેક બિનવારસ મરી જાશે
સવારે ખૂલશે દરવાજા ને હું પહેલો મળી જાઈશ

પછી અંધારિયો ગઢ કાંગરા સાથે તૂટી પડશે
કોઈ વેળા હું સૂરજના ટકોરા સાંભળી જાઈશ