તારાપણાના શહેરમાં/કુંડળી ગઝલ: Difference between revisions
Jump to navigation
Jump to search
(કબીર સાહેબની રજા સાથે)
(Created page with "{{SetTitle}} <center><poem><big><big>'''કુંડળી ગઝલ'''</big></big></poem></center> {{Block center|<poem> <center>(કબીર સાહેબની રજા સાથે)</center> ઘરમાંથી ઘર નીકળે ઘેર ઘેર ફેલાય ઘરમાં પાછું આવતાં ઘરનું ઘર થઈ જાય ઘરનું ઘર થઈ જાય તોય રહેનારો બેઘર બિસ્તર...") |
(No difference)
|
Latest revision as of 01:04, 13 May 2024
કુંડળી ગઝલ
ઘરમાંથી ઘર નીકળે ઘેર ઘેર ફેલાય
ઘરમાં પાછું આવતાં ઘરનું ઘર થઈ જાય
ઘરનું ઘર થઈ જાય તોય રહેનારો બેઘર
બિસ્તર બાંધી નીકળે જવું હોય નહિ ક્યાંય
જવું હોય નહિ ક્યાંય સાવ હવાની જેવું
અમથું અમથું ચાલતાં ક્ષિતિજ પાસે જાય
ક્ષિતિજ પાસે જાય અને ઘર જેવું લાગે
ધરતી પૂછે આભને આ માણસ ક્યાં જાય?