તારાપણાના શહેરમાં/મારુંય કૈંક નામ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 01:23, 14 May 2024


મારુંય કૈંક નામ

તારો ભલે ને શ્વાસ ભળ્યો હો સુગંધમાં
મારુંય કૈંક નામ છે પર્ણોના કંપમાં

વીતતા સમયની સાથે વધી રહી છે તીવ્રતા
મારણ ઘૂંટાતું જાય છે ઘટનાના ડંખમાં

ડૂબી જવા છતાંય ગહનતા મળી નહીં
કાંઠા સુધી તો જાત જો વ્હેતે તરંગમાં

શ્વાસોમાં રોજ ઊઘડે છે સ્પર્શનું પરોઢ
ઊડી ગઈ છે મ્હેક તો ઝાકળના રંગમાં

ચોંકી જવાના મોહથી હું છૂટતો નથી
તું ક્યાં કદી મળે છે સૂરજના સંબંધમાં

જીવી રહ્યો છું તારી પ્રતીક્ષાના નામ પર
મારી ગણતરી થાય છે વિક્રમ સવંતમાં