તારાપણાના શહેરમાં/ખીણના ગર્ભાવાસમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 01:30, 14 May 2024


ખીણના ગર્ભાવાસમાં

થાક્યો છું શોધી શોધીને હું ડાળ ડાળમાં
અંતે તો કૈં ન નીકળ્યું પર્ણોની આડમાં

રસ્તા સુધીય પહોંચી શક્યું નહિ સફરનું નામ
મંઝિલનો ભાર રહી ગયો પગના અવાજમાં

નહિ તો મહક કરેણની પણ રેશમી હતી
ભૂલો પડી ગયો હતો હું પારિજાતમાં

ઊજાગરાનો અર્થ શું બસ આટલો હતો?
ધુમ્મસ લઈને બેસી ગયો છું સવારમાં

પર્વતથી એક ડગલું હું આગળ વધ્યો હઈશ
નહિ તો ન હોઉં ખીણના આ ગર્ભવાસમાં