તારાપણાના શહેરમાં/ઢગલો: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Latest revision as of 02:01, 14 May 2024
ઢગલો
તને શોધવામાં સમસ્યાનો ઢગલો
નડે મારી દૃષ્ટિના પર્દાનો ઢગલો
મને ઓળખ્યો નહિ વિધાતાએ પહેલાં
કર્યો એટલે હસ્તરેખાનો ઢગલો
ફક્ત એક શંકાની નજરે મેં જોયું
કરી દીધો એણે ખુલાસાનો ઢગલો
ચલો જિંદગીની કોઈ વાત કરીએ
ઘણો વિસ્તર્યો છે ધુમાડાનો ઢગલો
‘ફના’ પગની પાસે જ મંઝિલ પડી છે
ચરણ બાંધી બેઠો છે રસ્તાનો ઢગલો