તારાપણાના શહેરમાં/ક્ષિતિજ સુધી જઈને: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Latest revision as of 02:14, 14 May 2024
ક્ષિતિજ સુધી જઈને
પ્રસંગો પાંદડાંના ઢગમાં બાળતા રહીએ
પરિસ્થિતિના ધુમાડાને ઘૂંટતા રહીએ
હવે અવાજનું ઊંડાણ તું ય જાણે છે
તને ગમે તો જરાવાર બોલતા રહીએ
ફરીથી સ્થિર થઈ જાશે જળ સરોવરનાં
ફરીથી આપણે પથ્થરને ફેંકતા રહીએ
થીજી ગયો છે હવે પ્રેમ પણ અતીતની જેમ
સમયની જેમ ચલો આપણે જતા રહીએ
‘ફના’ ચલોને આ પગલાંને મૂકવા જાવું છે
જરા ક્ષિતિજ સુધી જઈને આવતા રહીએ