તારાપણાના શહેરમાં/ચલો: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Latest revision as of 02:18, 14 May 2024
ચલો
ચલો કે આપણો અવકાશ સાંકળી લઈએ
ચલો કે એકબીજા સુધી વિસ્તરી લઈએ
કહો તો ક્યાં સુધી વાગોળીએ હવાઓને
ચલો કે આપણે એકાંતને ભરી લઈએ
મિટાવી દઈએ બધી શૂન્યતાનું અસ્તિત્વ
ચલો કે આંખમાં અંધારું પાથરી લઈએ
વહાવી દઈએ વિલંબિત દૂરતાને ચલો
ચલો કે ક્ષણની નિકટતાને કોતરી લઈએ
ચલો, ચલો કે હવે શ્વાસ શ્વાસ મૂંગા છે
ચલો કે એકબીજા સુધી વિસ્તરી લઈએ