તારાપણાના શહેરમાં/જવાહરગીરી નથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 02:30, 14 May 2024


જવાહરગીરી નથી

બોલ્યાને યુગ થયો અને પડઘા હજી નથી
એક ભીંત પણ આ શૂન્યતા બાંધી શકી નથી

આંખો ભરીભરીને ક્ષિતિજ લૂંટતા રહો
વાતાવરણ મિલનનું, મળો… એ પછી નથી

તારા જવા પછી જ થવાનું છે ભાન તો
સ્વપ્નો સિવાય કૈં નથી તો હું દુઃખી નથી

એ ક્યાં મને નિકટ થવા દે છે હજી સુધી
કોણે કહ્યું કે એને જરાપણ પડી નથી

કોઈ લખાવે છે ને લખ્યું જાઉં છું ‘ફના’
મારી ગઝલમાં કોઈ જવાહરગીરી નથી