તારાપણાના શહેરમાં/હોય નહિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 02:33, 14 May 2024


હોય નહિ

નહિ તો મેં શક્યતાઓને ફંફોસી હોય નહિ
કોઈની ગેરહાજરી વર્તાતી હોય નહિ

એ એવાં વાદળો છે જે વિખરાઈ જાય છે
હું એવી વીજળી છું જે પડવાની હોય નહિ

એવી રીતે એ મારા સ્મરણમાંથી જાય છે
જાણે બીજે જવાની રજા માંગી હોય નહિ

કાં લાગણીઓ એમને રોકી શકી નહીં
મારું જ મન મનાવવા રોકાઈ હોય નહિ

આકાશ કેમ આ રીતે વળગી પડ્યું મને
ક્ષિતિજને મેં મારી તરફ ખેંચી હોય નહિ

ઘરમાં ફરીથી આવવા માંડી જૂની હવા
દુનિયામાં એ ફરી ફરીને થાકી હોય નહિ

ઘરમાં હજીય જાવું ગમે છે મને ‘ફના’
એની નજર દીવાલ ઉપર ચોંટી હોય નહિ