તારાપણાના શહેરમાં/પ્રાચીન છું: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Latest revision as of 02:46, 14 May 2024
પ્રાચીન છું
મિલનની ક્ષણોમાં હજી લીન છું
સમયથી વધારે હું પ્રાચીન છું
અમસ્તા જ સંદર્ભ ઊપજાવ નહિ
અમસ્તો અમસ્તો જ ગમગીન છું
આ રસ્તો જ વાંકોચૂકો જાય છે
મને ના કહો કે દિશાહીન છું
હવે દર્પણો છેતરી નહિ શકે
હવે તારી ઇચ્છાને આધીન છું
ગઝલનો કદી ભોગ લીધો નથી
ભલે ને હું શબ્દોનો શોખીન છું
ફરી આપ આવો તો ઢંઢોળજો
મિલનની ક્ષણોમાં હજી લીન છું