તારાપણાના શહેરમાં/ભીનાશ મળી છે: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Latest revision as of 02:49, 14 May 2024
ભીનાશ મળી છે
સમજણમાં ભીનાશ મળી છે
લ્યો! રણમાં ભીનાશ મળી છે
આંખોમાંથી છટકી ગઈ’તી
દર્પણમાં ભીનાશ મળી છે
સૂરજનું નિદાન શું કરવું?
કિરણમાં ભીનાશ મળી છે
સંબંધોનું આ થિજાવું
કારણમાં ભીનાશ મળી છે
સ્વપ્નો જોવાની ફલશ્રુતિ!
પાંપણમાં ભીનાશ મળી છે
કેમ ન હો જીવન ધુમાડો?
ઇંધણમાં ભીનાશ મળી છે