|
|
(33 intermediate revisions by 3 users not shown) |
Line 4: |
Line 4: |
| |editor = ઊર્મિલા ઠાકર<br> | | |editor = ઊર્મિલા ઠાકર<br> |
| }} | | }} |
| | | <br> |
| | | {{Box |
| | | |title = પ્રારંભિક |
| | |content = |
| | * [[યોગેશ જોષીની કવિતા/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] |
| * [[યોગેશ જોષીની કવિતા/પ્રારંભિક | પ્રારંભિક]] | | * [[યોગેશ જોષીની કવિતા/પ્રારંભિક | પ્રારંભિક]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/સંપાદક-પરિચય|સંપાદક-પરિચય]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/સર્જક-પરિચય|સર્જક-પરિચય]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]] |
| | }} |
| | <br> |
| | {{Box |
| | |title = અનુક્રમ |
| | |content = |
| | * [[યોગેશ જોષીની કવિતા/વૃક્ષ પણ...|વૃક્ષ પણ...]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/હું તો બસ...|હું તો બસ...]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/પડછાયો|પડછાયો]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/આખીય રાત...|આખીય રાત...]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/વૃક્ષોના પડછાયા|વૃક્ષોના પડછાયા]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/કદાચ કાલે|કદાચ કાલે]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/સાલું આ આજુબાજુ|સાલું આ આજુબાજુ]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/બાવળ|બાવળ]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/પૂરની આગાહી માત્ર...|પૂરની આગાહી માત્ર...]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/બસ, તે દિવસથી હું|બસ, તે દિવસથી હું]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/તણખલું|તણખલું]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/સંબંધ|સંબંધ]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/કિલ્લો|કિલ્લો]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/આકળવિકળ પડછાયાઓ|આકળવિકળ પડછાયાઓ]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/કલ્પના|કલ્પના]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/તડકાનો ટુકડો|તડકાનો ટુકડો]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/પતંગ (‘પતંગ’ કાવ્યોના ગુચ્છમાંથી)|પતંગ (‘પતંગ’ કાવ્યોના ગુચ્છમાંથી)]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/પ્રતીક્ષા|પ્રતીક્ષા]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/સપ્તપદી સૂર|સપ્તપદી સૂર]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/સરસ્વતીની જેમ...|સરસ્વતીની જેમ...]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/એક ખોબો શૂન્યતા..|એક ખોબો શૂન્યતા..]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/એટલે (મુક્તક)|એટલે (મુક્તક)]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/ક્યાંક ઊડી જાત હું|ક્યાંક ઊડી જાત હું]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/જળ વગર હું તરફડું જળમાં રહી...|જળ વગર હું તરફડું જળમાં રહી...]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/બધી હોડીઓ રોજ...|બધી હોડીઓ રોજ...]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/મૃગજળ સૂરજને પી ગયું!|મૃગજળ સૂરજને પી ગયું!]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે|આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/આખ્ખું આકાશ નીચે આવ્યું|આખ્ખું આકાશ નીચે આવ્યું]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/ઝરમર વરસે ઝીણી|ઝરમર વરસે ઝીણી]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/અચાનક|અચાનક]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/ટગલી ડાળ|ટગલી ડાળ]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/બેય આંખોમાંથી...|બેય આંખોમાંથી...]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/સરકતું પ્લૅટફૉર્મ|સરકતું પ્લૅટફૉર્મ]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/હજીયે|હજીયે]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/કેદ|કેદ]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/સોનેરી પાંદડાં|સોનેરી પાંદડાં]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/રા.-ના.-પી.-લી.-વા.-ની.-જા|રા.-ના.-પી.-લી.-વા.-ની.-જા]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/તેજનાં ફોરાં!|તેજનાં ફોરાં!]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/સફેદ રાત|સફેદ રાત]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/શ્વેત મૌન|શ્વેત મૌન]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/ટોરન્ટોમાં વિન્ટર|ટોરન્ટોમાં વિન્ટર]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/વૃદ્ધાવસ્થા|વૃદ્ધાવસ્થા]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/ઢળતી સાંજે|ઢળતી સાંજે]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/હરિદ્વારમાં ગંગાકાંઠે|હરિદ્વારમાં ગંગાકાંઠે]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/માનાં અસ્થિ|માનાં અસ્થિ]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/માનો વા૨સો|માનો વા૨સો]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/માને શ્રાદ્ધમાં ભેળવતી વેળા...|માને શ્રાદ્ધમાં ભેળવતી વેળા...]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/એક (આંબાને પહેલવહેલકા...)|એક (આંબાને પહેલવહેલકા...)]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/આઠ (ધાવણ માટેની નસો...)|આઠ (ધાવણ માટેની નસો...)]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/મારું આખુંય ઘર|મારું આખુંય ઘર]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/જેસલમેર|જેસલમેર]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/કવિ|કવિ]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/આ ખુલ્લી બારીયે...|આ ખુલ્લી બારીયે...]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/આખુંયે આકાશ|આખુંયે આકાશ]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/એક તણખલું|એક તણખલું]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/એક તારો|એક તારો]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/યાત્રા|યાત્રા]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/કેવળ વરસાદ|કેવળ વરસાદ]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/ચીસો|ચીસો]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/જરીક મોડું થયું|જરીક મોડું થયું]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/નીકળી ગયો હું|નીકળી ગયો હું]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/મારા ઘરે|મારા ઘરે]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/વસંત|વસંત]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/શું બોલું?!|શું બોલું?!]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/અઢારમા દિવસ બાદ|અઢારમા દિવસ બાદ]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/કવચ તોડી...|કવચ તોડી...]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/કાંકરી તો પડી....|કાંકરી તો પડી....]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/મારગ|મારગ]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/કેસૂડાં|કેસૂડાં]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/ધતૂરો|ધતૂરો]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/શિરીષ|શિરીષ]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/આ ચળકતા સમયમાં...|આ ચળકતા સમયમાં...]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/જૂનાપુરાણા મજૂસમાંથી...|જૂનાપુરાણા મજૂસમાંથી...]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/શાંત સમયમાં...|શાંત સમયમાં...]] |
| | * [[યોગેશ જોષીની કવિતા/તાંબાની નાની લોટીમાં....|તાંબાની નાની લોટીમાં....]] |
| | }} |
|
| |
|
|
| |
| == વૃક્ષ પણ... ==
| |
|
| |
|
| |
| <poem>
| |
| પંખીઓ પાસેથી
| |
| પોતાની ડાળે રહેવા માટેનું
| |
| ભાડું માગે
| |
| કે
| |
| વાદળ પણ
| |
| દસ પૈસાના એક ગ્લાસ લેખે
| |
| ધરતીને પાણી આપે
| |
| કે
| |
| સૂરજ પણ
| |
| દર મહિનાની પહેલી તારીખે
| |
| ધરતીના સરનામે
| |
| લાઇટનું બીલ મોકલે
| |
| કે
| |
| ભગવાન પણ
| |
| જે પૈસા આપે તેને જ
| |
| શ્વાસ લેવા પૂરતી
| |
| હવા આપે
| |
| તે પહેલાં
| |
| પૃથ્વીના કાનમાં કહી દો
| |
| કે –
| |
|
| |
| </Poem>
| |
|
| |
| == હું તો બસ... ==
| |
|
| |
| <poem>
| |
| હું તો બસ
| |
| રાહ જોયા કરીશ–
| |
| વૃક્ષને પાન ફૂટવાની.
| |
| દોસ્તો,
| |
| નદીને પૂછવું નથી પડતું
| |
| દરિયાનું સરનામું
| |
| કે
| |
| વાદળોને જળ પહોંચાડવા
| |
| જરૂર નથી પડતી
| |
| નળની.
| |
| ભલે હું
| |
| આકાશ વગરનો રહું
| |
| મારે નથી ચોંટાડવી
| |
| પીઠ પર પાંખો,
| |
| ભલે હું
| |
| શબ્દ વગરના રહું
| |
| મારે
| |
| નથી જન્માવવા
| |
| ટેસ્ટ-ટ્યૂબ શબ્દો.
| |
| હું તો બસ,
| |
| રાહ જોયા કરીશ....
| |
| </poem>
| |
|
| |
| == પડછાયો ==
| |
|
| |
| <poem>
| |
| એક સાંજે
| |
| મારાથી અળગો થઈને
| |
| ચાલવા લાગ્યો, બસ ચાલવા લાગ્યો.
| |
| સામેની થોરની વાડ પર આળોટ્યો
| |
| ને લોહીઝાણ થઈ ગયો
| |
| પછી કોક સળગતી ચિતામાંથી આરપાર પસાર થઈને
| |
| સ્મશાન પાછળનાં લીમડાની નીચે
| |
| ખરી પડેલાં લીલાં પાંદડાંની પથારીમાં
| |
| આખીય રાત આળોટ્યો.
| |
| ને સવારે ઊઠીને
| |
| પાદરનું તળાવ એકીશ્વાસે તરી જઈને
| |
| પહોંચ્યા સામેના જૂના મંદિરે.
| |
| મંદિરની દીવાલ ઠેકીને પછી
| |
| ધીમે ધીમે સરતો સરતો
| |
| પહોંચ્યો શિખર પર
| |
| ને ફરફરી રહ્યો પવનમાં;
| |
| ફરફરતી મેલી ધજાના મેલમાં ભળી જઈને.
| |
| </poem>
| |
|
| |
| == આખીય રાત... ==
| |
|
| |
| <poem>
| |
| આખીય રાત
| |
| મેં સાંભળ્યા કરી નીરવતા
| |
| ને જોયા કર્યું મારી ભીતર–
| |
| પેલા ખેતરની થોરની વાડ
| |
| અન્ધકારને ચીરતી ધી...મે ધી...મે સરકતી સરકતી
| |
| આવતી જાય છે મારી નજીક ને નજીક!
| |
| સ્તબ્ધ થઈને ઊભું છે સામેનું ઝાડ
| |
| છતાંય એનું એક પાન કમ્પે છે સતત!
| |
|
| |
| કોક આવીને
| |
| ક્યારનુંય બેઠું છે ચૂપચાપ, આંખને કિનારે!
| |
| થાકી ગયેલો દરિયો
| |
| કણસે છે મારા પડખામાં,
| |
| કોક શબના ફાટી ગયેલા ડોળા જેવી મારી આંખોમાંથી
| |
| ફૂટ્યા કરે છે ટ્રેનની તીણી ચીસો, ચૂપચાપ!
| |
| દીવો લઈને કશુંક ખોળવા માટે
| |
| મારા દેહની ભીતર ફર્યા કરે છે કો’ક!
| |
| છેક કાનના પડદા પાસે આવીને
| |
| ધબક્યા કરે છે હૃદય!
| |
|
| |
| ભીંત પર ચોંટી રહેલું અજવાળું
| |
| ટપ્ દઈને ખરી પડ્યું, ચૂપચાપ!
| |
|
| |
| હવે હું
| |
| મારી પથારીમાં નથી.
| |
| </poem>
| |
|
| |
| == વૃક્ષોના પડછાયા ==
| |
|
| |
| <poem>
| |
| વૃક્ષોના પડછાયા
| |
| લંબાવાનો અવાજ સાંભળું છું
| |
| લોહીનો વેગ વધે છે
| |
| સારસીની શ્વેત પાંખોનો ફફડાટ
| |
| પડઘાયા કરે છે વારંવાર
| |
| કોઈ ગીતના સળગતા લય જેવો આ
| |
| કોનો હાથ ફરે છે મારા દેહ પર?
| |
| વેરવિખેર ઢોળાયેલી ચાંદની
| |
| અસંખ્ય સળગતાં પતંગિયાં થઈને
| |
| કેમ ઝંપલાવે છે મારી ભીતર?
| |
| અનંત લંબાઈની આ કાળીભમ્મર રાત
| |
| શું શોધવા માટે
| |
| ઉથલાવે છે મારી અંગત ડાયરીનાં પાનાં?
| |
| આ કોણ
| |
| આકાશને કાળી ચાદર માનીને
| |
| ઓઢાડી રહ્યું છે મને?
| |
| ભયંકર કડાકા સાથે
| |
| વીજળી ઝબકે છે મારા હાડકાંનાં પોલાણમાં.
| |
| આકાશ સળગે છે.
| |
| પંખીઓ
| |
| માળામાં આવી ગયાં કે?!
| |
| </poem>
| |
|
| |
| == કદાચ કાલે ==
| |
|
| |
| <poem>
| |
| કદાચ કાલે
| |
| એકેય પાંદડું નહીં હોય પીપળા પર!
| |
| દરિયો ય એનાં મેાજાંઓથી
| |
| વિખૂટો થતો જાય છે
| |
| ને આ ડિસેમ્બરમાં તો
| |
| એકેય પંખી નથી આવ્યું નળસરોવરે
| |
| નિઃસ્તબ્ધ થઈને
| |
| તું છે સરોવરનું નિરભ્ર જળ
| |
| ને એકેય માછલી
| |
| સહેજે નથી સળવળતી!
| |
| જાણું છું, પીંછી લઈને
| |
| પીળાં પાંદડાં પર લીલો રંગ ચોપડવાથી
| |
| વસંત ન આવે.
| |
| સૂરજ જેવો સૂરજ પણ
| |
| વિખૂટો થતો જાય છે તડકાથી!
| |
| ને...હવે તો
| |
| નરી આંખે જોઈ શકું છું
| |
| વિખૂટા થતા જતા
| |
| ભગવા રંગથી ઝળહળતા મારા શ્વાસ!
| |
| કલ્પના,
| |
| બારી ખોલી નાખ
| |
| ને મને
| |
| ભરી ભરીને
| |
| સાંભળી લેવા દે
| |
| પીપળાનાં સૂક્કાં પાંદડાંનું ગીત!
| |
| કદાચ કાલે–
| |
| </poem>
| |
|
| |
| == સાલું આ આજુબાજુ ==
| |
|
| |
| <poem>
| |
| સાલું આ આજુબાજુ
| |
| જંગલ ક્યાંથી ઊગી ગયું?!
| |
| હમણાં તો અહીં તું હતી!
| |
|
| |
| જો, પેલી ગાય આવી.
| |
| જે ખાવા ટાણે
| |
| હજીયે પહેલાની જેમ જ નિયમિત આવે છે
| |
| અને નિરાશ થઈને પાછી જાય છે
| |
| પણ તને તો તેની ખબર પણ નહીં હોય, ખરું ને?
| |
| તને ખબર છે હું જીવું છું?
| |
| જો, ભીંત પર ચીતરેલું ‘લાભ-શુભ’
| |
| કેવું લાહીલુહાણ થઈ ગયું છે!
| |
| ગણપતિએ પણ બે હાથો વડે મોં સંતાડી દીધું છે!
| |
| પણ તને તો
| |
| ખેતર વગરના ચાડિયા જેવો હું
| |
| યાદ પણ નહીં આવતો હોઉં, નહીં?
| |
| તારા ગામમાં સૂરજ ઊગે છે? મારા ગામમાં નથી ઊગતો.
| |
| સાત ડગલાં સાથે ચાલ્યાનું
| |
| તને યાદ છે? મને યાદ છે.
| |
| સાત ફેરા સાથે ફર્યાનું
| |
| તને યાદ છે? મને યાદ છે.
| |
|
| |
| ગમે તે હોય પણ તું
| |
| મારી છેલ્લી ઇચ્છા પૂરી કરી જા ને!
| |
| એકાદવાર માટે પણ આવીને
| |
| ‘હવે છાપું પછી વાંચજો, પહેલાં ચા પી લો.’ કહીને
| |
| મારા હાથમાંથી છાપું ઝૂંટવી લે ને કલ્પના!
| |
| </poem>
| |
| == બાવળ ==
| |
| <poem>
| |
| મને કોઈ જ ફેર નથી લાગતો
| |
| તારી યાદમાં અને બાવળમાં.
| |
|
| |
| હું તો
| |
| બાવળની આસપાસ
| |
| સૂતરના એકસો ને આઠ આંટા
| |
| વીંટીને કહું છું;
| |
| મને કલ્પનાની વેદના આપ!
| |
|
| |
| તમે ક્યારેય નહિ જોયો હોય
| |
| બાવળને ખળખળ વહેતો
| |
| કે ગ્રીષ્મના તડકાને શૂળો ભોંકતો.
| |
| બાવળ તો
| |
| મારી જેમ જ
| |
| વરસાદ વગર પણ જીવ્યા કરે
| |
| બાવળ તો મારી પાંપણને શેઢે
| |
| એને તો સાત લાખ જન્મોની કથાય
| |
| આંગળીને વેઢે
| |
| બાવળ રણમાં જ ઊગે એવું નથી
| |
| એ તો ક્ષણમાંય ઊગે
| |
| હથેળીમાંય ઊગે
| |
| આંખોમાંય ઊગે
| |
| પગમાંય ઊગે
| |
| ને લગભગમાંય ઊગે
| |
| બાવળ તો
| |
| વહી જતી ક્ષણોને અટકાવે
| |
| ને સમયને તો શૂળ પર લટકાવે
| |
| જો બાવળનો સાથ હોય તો
| |
| ક્ષણનો સમુદ્ર થાય
| |
| નહિતર
| |
| ક્ષણ પણ બની જાય રણ
| |
| બાવળ તો ઝાંઝવાની ડાળ
| |
| બાવળ તો હરણાંની ફાળ
| |
| બાવળ તો ગૂંથ્યા વગરની જાળ
| |
| બાવળ તો પાણીની પાળ
| |
| બાવળ તો ભલું થયું ભાંગી જંજાળ.
| |
|
| |
| બાવળ ક્યારેય માગે નહિ
| |
| ઉછીનાં ગાન કે પાન
| |
| બાવળ તો
| |
| ભયંકર વંટોળનેય ઊભો ને ઊભો ચીરી નાંખે
| |
| ને લોહીલુહાણ વંટોળ
| |
| ઊભી પૂંછડીએ ચીસો પાડતો ભાગે.
| |
|
| |
| એક એક ક્ષણને
| |
| એકઠી કરી
| |
| સુંવાળી રેશમ જેવી બનાવી
| |
| કરોળિયો જાળું બાંધે તે બાવળ.
| |
| મધરાતે કડાકા સાથે વીજળી થાય ત્યારે
| |
| આભના અંધારમાં જે દેખાય તે બાવળ.
| |
| તને સ્પર્શું ત્યારે
| |
| તારી હસ્તરેખાઓ ગૂંચવાઈ જવાનું કારણ તે બાવળ.
| |
| બાવળ તો
| |
| બારે માસ રણમાં ઊભો રહી તપ કરતો ઋષિ
| |
| બાવળ તો
| |
| હંમેશાં માગતો રહ્યો છે ધરાની ધગધગતી વેદનાને
| |
| એથી જ તો
| |
| આકાશ પણ હેઠું ઊતરી આવે છે–
| |
| બાવળમાં આરપાર સમાઈ જવા.
| |
| બાવળ તો
| |
| વેદનાનો દેવ.
| |
| પ્રેમ અને વેદના
| |
| પંખી અને પીંછાં જેટલા જ નિકટ છે.
| |
| પ્રેમને પામવા તો
| |
| પાંખો ફફડાવતાં રણની રેતીમાં નાહવું પડે
| |
| આપણા નામને કાંચળીની જેમ ઉતારી નાખવું પડે
| |
| બાવળની શૂળ પર
| |
| એક પગે ઊભા રહી તપ કરવું પડે.
| |
|
| |
| કલ્પના,
| |
| જ્યારે તારી ખૂબ જ યાદ આવે છે ત્યારે હું
| |
| દોડતો જઈને ભેટી પડું છું–
| |
| આંગણે વાવેલા બાવળને.
| |
| એને મારાં આંસુઓથી ભીંજવી નાખું છું
| |
| અને
| |
| એક માટીના કોડિયામાં રૂની વાટને બદલે
| |
| મારા હૃદયને મૂકી
| |
| દીવો પેટાવી
| |
| બાવળને પ્રાર્થના કરું છું—
| |
| મને
| |
| કલ્પનાની વેદના આપો,
| |
| હે વેદનાના દેવ!
| |
| </poem>
| |
| == પૂરની આગાહી માત્ર... ==
| |
| <poem>
| |
| પૂરની આગાહી માત્ર સાંભળીને જ આમ
| |
| ગામ છોડીને ચાલ્યા જવું’તું તો પછી
| |
| શા માટે છેડ્યો’તો મલ્હાર?
| |
| શા માટે પીપળાને વીંટ્યા’તા સૂતરના તાર?
| |
| ભરતી વખતે મોજાંઓને કહી દો ઊછળવાનું બંધ
| |
| ને ભરવરસાદે ધરતીને કહી દો પલળવાનું બંધ
| |
| એ તે કેમ ચાલે?
| |
| નહીં તો પછી ગીચ જંગલોમાં ભૂલા પડેલા મારા શબ્દોને
| |
| કોણ બતાવશે રસ્તો?
| |
| પીપળા પરનાં પાન શું ટપોટપ ખરી નહીં પડે?
| |
| પ્રલય એ તો
| |
| જળના ઉમંગનું જ બીજું નામ છે, કલ્પના!
| |
| જો સાચા મનથી ડૂબવું જ હોય તો
| |
| જળનો ડર થોડો રખાય?
| |
| અને ઝંઝાવાત એ તો આપણા વહાણનું જ બીજું નામ છે!
| |
| આંધી હોય તો તો ઊડવાની ઓર મઝા આવે
| |
| હરણની આંખોમાં હિલ્લેાળાતાં મૃગજળને
| |
| મરણ ન માની લેવાય, કલ્પના!
| |
| વીજળીના ઝબકારે શોધી લે ઉર્વશીનું ખોવાયેલું ઝાંઝર!
| |
| ઝાંઝર ખોવાવાનો અર્થ
| |
| કંઈ એવો ન થાય કે ખોવાઈ ગયો પગ!
| |
| અને મેં તો
| |
| આ થીજી ગયેલા જરઠ અંધકાર પર
| |
| ચોક લઈને ઠેર ઠેર લખી દીધું છે તારું નામ!
| |
| ચાલી આવ, કલ્પના;
| |
| હાથમાં કંકાવટી લઈને
| |
| ક્યાં સુધી ઊભી રહીશ આમ અહીં ત્રિભેટે?
| |
| </poem>
| |
| == બસ, તે દિવસથી હું ==
| |
| <poem>
| |
| બસ, તે દિવસથી હું
| |
| પીપળો બનીને ખોડાઈ ગયો છું તારે આંગણે.
| |
| પગના તળિયે ફૂટતાં મૂળિયાં
| |
| પ્રસરતાં જાય છે ધરતીના હૃદયમાં.
| |
| અસંખ્ય પંખીઓએ
| |
| માળા બાંધ્યાં છે મારી ભીતર.
| |
| રોજ સવારે સૂરજ
| |
| મારાં પાંદડાંઓને પહેરાવે છે સોનાનાં ઘરેણાં.
| |
| ચંદ્ર પણ
| |
| ચંદનનો લેપ કરે છે મારા દેહ પર.
| |
| તાંબાના લોટામાં જળ લઈને આવતી વર્ષા ય
| |
| અભિષેક કરે છે.
| |
| ગ્રીષ્મ પણ
| |
| હમેશાં આપ્યા કરે છે મને ઉષ્મા;
| |
| જાણે હું ગુલમહોર ન હોઉં!
| |
| મારી પાસે
| |
| આખુંય આકાશ છે, ધરતી છે,
| |
| સહસ્ર પાંદડાં છે, અસંખ્ય પંખીઓ છે;
| |
| સઘળી ઋતુ છે... ...
| |
| કોણે કહ્યું
| |
| કે હું
| |
| સાવ એકલો છું?
| |
| </poem>
| |
| == તણખલું ==
| |
| <poem>
| |
| ત્રણેક કાળાં વાદળો
| |
| એકમેકને છેદતાં હતાં ત્યાં
| |
| દેખાતું હતું અજવાળાની બખોલ જેવં.ુ
| |
|
| |
| આકાશમાં માળો ન બંધાય
| |
| એ જાણવા છતાંય હું
| |
| ઊડવા લાગ્યો એ બખોલ તરફ;
| |
| ચાંચમાં
| |
| સુક્કું સોનેરી તણખલું લઈ ને!
| |
| </poem>
| |
| == સંબંધ ==
| |
|
| |
| <poem>
| |
| સંબંધ હતો મારે
| |
| એ ડોસી સાથે.
| |
| મને
| |
| તો એની ખબરેય નહિ!
| |
|
| |
| રહેતી એ
| |
| સામેના બ્લોકમાં,
| |
| ભોંયતળિયાના ફ્લેટમાં.
| |
|
| |
| મારા બીજા માળના ફ્લેટની ગેલેરીમાંથી
| |
| એ નજરે પડતી—
| |
| બેઠી દડીના ધોળા પોટકા જેવી.
| |
| ઓટલે બેઠી બેઠી
| |
| કશુંક સાંધતી–થાગડથીગડ કરતી,
| |
| કશુંક વીણતી–તારવતી
| |
| કે વાસણ અજવાળતી.
| |
|
| |
| મારી ગેલેરીમાંથી
| |
| એનો ચહેરો દેખાતો નહિ.
| |
| માથે ઓઢેલ કધોણ પડેલા ધેાળા સાડલા નીચે
| |
| બસ,
| |
| ધૂંધળું અંધારું દેખાતું!
| |
| એ અંધારામાં
| |
| કેવો હશે
| |
| એનો ચહેરો? એની આંખો?!
| |
| ઊંડા અંધારા ગોખમાં
| |
| ટમટમતા દીવા જેવું
| |
| ચમકતું હશે એમાં કોઈક તેજ?
| |
| કેવી હશે
| |
| ચહેરા પરની કરચલીઓ?!
| |
| સમયે એમાં પાડ્યા હશે ચાસ?!
| |
| કેવું હશે
| |
| એની બોખી દાબડીનું હાસ્ય?!
| |
|
| |
| આ અગાઉ કદી
| |
| આવું વિચાર્યુંય નથી.
| |
| એનું નામેય નથી જાણતો હજીય તે!
| |
|
| |
| સાંજે ઑફિસેથી આવતાં જાણ્યું
| |
| એ ડોસી
| |
| મરી ગઈ....
| |
|
| |
| અધરાતે મધરાતે
| |
| ગેલેરીમાં બેઠો બેઠો હું
| |
| હાંફતો-ખાંસતો હોઉં ત્યારે
| |
| અંધકારના ઓળા જેવી એય ખાંસતી
| |
| ગાભાની ગોદડીમાં બેઠી બેઠી
| |
| ઓટલા પર;
| |
| કેમેય એનું મોં ભેગું થતું નહીં
| |
| એકધારું ખાંસતાં ખાંસતાં
| |
| બેવડ વળી જતું એ પોટકું.
| |
| રાતના ગઢમાં
| |
| ગામડાં પાડે એવી ખાંસી છતાં
| |
| કોઈ જ ઊઠતું નહિ એને દવા પાવા....
| |
|
| |
| મારી ગેલેરીમાં બેઠો બેઠો હું
| |
| મનોમન
| |
| એની પીઠે હાથ ફેરવતો.
| |
|
| |
| એના મરણ પછીની રાત્રે
| |
| મને ખાંસી ચડી,
| |
| થયું, હમણાં સામેથી આવશે
| |
| પેલી ડેાસીના ખાંસવાનો અવાજ
| |
| પણ... પણ... પણ... ....
| |
|
| |
| ત્યારે
| |
| પહેલી જ વાર મેં જાણ્યું :
| |
| એ ડોસી સાથે
| |
| સંબંધ હતો મારે
| |
| સાથે ખાંસવાનો....
| |
| સાથે હાંફવાનો... ...
| |
| </poem>
| |
|
| |
| == કિલ્લો ==
| |
|
| |
| <poem>
| |
| (દીર્ઘકાવ્ય ‘જેસલમેર’માંથી અંશ)
| |
|
| |
| || એક ||
| |
|
| |
| અહીં આ
| |
| આડી લાંબી ટેકરી પર
| |
| કંઈ કેટલાય કાળથી
| |
| પાંચ-સાત ઊંટ
| |
| બેસી રહ્યાં અડોઅડ,
| |
| પથ્થર થઈ.
| |
|
| |
| તપતી-ઊડતી-વીંઝાતી
| |
| રેતીના મારથીયે
| |
| કેટલાંક ઊંટોના
| |
| તો તૂટી ગયા છે
| |
| ક્યાંક ક્યાંકથી
| |
| થોડા થોડાક ઢેકા....
| |
| વીંઝાતો જાય તડકો
| |
| દારૂગોળાની જેમ
| |
| ને
| |
| ખરતાં-તૂટતાં જાય છે
| |
| પથરાળ ઊંટોનાં
| |
| કાન
| |
| નાક
| |
| હોઠ
| |
| અઢારે અંગ
| |
| નિઃશ્વાસ...
| |
| ખર ખર ખરતા કાંગરાની જેમ
| |
| તડાક્ તડાક્ તૂટતા બુરજની જેમ!
| |
| ક્યારે થશે
| |
| આ પાંચ-સાત ઊંટનો
| |
| જીર્ણોદ્ધાર?!
| |
|
| |
| લાવ,
| |
| મારી હથેળીમાં
| |
| ચાંગળુંક જળ.
| |
| મંત્ર ભણીને છાંટું
| |
| અને
| |
| ગાંગરતોક
| |
| થઈ જાય બેઠો
| |
| ::: આ કિલ્લો!
| |
| આળસ મરડતો
| |
| ઊભો થઈ જાય
| |
| ::: આ કિલ્લો!
| |
| ને
| |
| ચાલવા લાગે
| |
| પણે
| |
| ચાલી જતી
| |
| ઊંટોની
| |
| હારની પાછળ પાછળ...
| |
| દૂ...ર
| |
| પ્રગટી રહેલા પેલા
| |
| પૂર્ણ ચંદ્ર ભણી....
| |
|
| |
| || બે ||
| |
|
| |
| કિલ્લો
| |
| કેવળ મારો.
| |
| એમાં પ્રવેશવાનો
| |
| કોઈને અધિકાર નથી.
| |
| કિલ્લો
| |
| મારી બહાર
| |
| મારી આસપાસ
| |
| મારી અંદર....
| |
| મારી અંદર
| |
| દો...ડે...
| |
| ઊંટોની હારની હાર
| |
| અને
| |
| એનાં પગલાં પડે
| |
| બહાર
| |
| વિસ્તરતા જતા રણમાં...
| |
| રણ
| |
| કેવળ મારું.
| |
| એની રેતી ઉપર
| |
| પગલાં પાડવાનો
| |
| કોઈનેય
| |
| કોઈ જ અધિકાર નથી.
| |
|
| |
| રણને
| |
| આગળ વધતું રોકવા
| |
| મેં જ ઉગાડ્યા છે
| |
| અસંખ્ય બાવળ
| |
| ::: મારી અંદર!
| |
|
| |
| મારા બાવળનાં
| |
| પીળાં પીળાં ઝીણાં ઝીણાં ફૂલો ૫ર
| |
| નજર નાખવાનો
| |
| કોઈને અધિકાર નથી....
| |
|
| |
| ઝાંઝવાં તો
| |
| વહી ગયાં ક્યારનાંયે
| |
| ઊંટની
| |
| ખડકાળી-તડકાળી આંખમાંથી...
| |
| ડોક ઊંચી કરીને
| |
| ગરમાગરમ તડકો ચગળતાં ઊંટ
| |
| તો ક્યારનાંયે ચણાઈ ગયાં કિલ્લામાં..
| |
|
| |
| ત્યારથી
| |
| સતત
| |
| ખરતા જાય છે કાંગરા.....
| |
| કાંગરે કાંગરે
| |
| ખરતા જાય હોંકારા...
| |
| ને સોરાતી જાય
| |
| કિલ્લા તળેની માટી...
| |
|
| |
| કિલ્લાના
| |
| સમારકામ માટે
| |
| ટોચ પર
| |
| પથ્થર પર પથ્થર પર પથ્થર
| |
| ::: મુકાતા જાય
| |
| ::: ચણાતા જાય
| |
| પણ
| |
| પાયામાં જ
| |
| તિરાડો પડેલા પથ્થરો
| |
| તરડાતા જાય
| |
| તૂટતા જાય...
| |
| પાયાના
| |
| પથ્થરો તળેની ધરતી
| |
| કંપે...
| |
| કોણ જાણે કયા અજંપે?
| |
| થર થર થર થર કંપે...
| |
|
| |
| ક્યાં છે
| |
| કશુંયે સલામત
| |
| એકેય કિલ્લામાં?!
| |
| ધસમસતા હાથી જેવા સવાલો
| |
| મને ના પૂછો.
| |
| બંધ છે યુગોથી
| |
| મારા કિલ્લાના
| |
| કટાયેલા તોતિંગ દરવાજા.
| |
| બંધ દરવાજાની
| |
| બહાર પણ હું છું
| |
| ને અંદર પણ.
| |
|
| |
| આ ઝરૂખાઓ તો
| |
| રાહ જોઈ જોઈને
| |
| ઊંડી ઊતરી ગયેલી
| |
| મારી આંખો છે આંખો..!
| |
|
| |
| કોઈક કાળે
| |
| થીજી ગયેલો સમય
| |
| હવે ગંધાયા કરે છે
| |
| કિલ્લાના ગર્ભાગારોમાં
| |
|
| |
| હજીયે
| |
| કિલ્લાના રંગમંડપમાં
| |
| અધરાતે-મધરાતે
| |
| રહી રહીને
| |
| રણકી ઊઠે છે એક ઝાંઝર!
| |
|
| |
| સૂમસામ રાણીવાસમાં
| |
| હજીયે
| |
| હરે છે
| |
| ફરે છે
| |
| રાતીચટ્ટાક ચૂંદડીઓ....
| |
|
| |
| કિલ્લામાં
| |
| હજીયે
| |
| આમતેમ રઝળે છે
| |
| કેસરિયા સાફા પહેરેલા કાળા ઓળા!
| |
|
| |
| હજીયે
| |
| કેસરી લહેરિયું
| |
| માથે ઓઢેલી
| |
| કાળી કાળી આંખો
| |
| ચમકી ઊઠે છે
| |
| ખંડિત ઝરૂખાઓમાં,
| |
| વીજ-ઝબકારની સાથે સાથે,
| |
|
| |
| કિલ્લામાં
| |
| ધસી આવેલા દુશ્મનો સાથે
| |
| હજીયે
| |
| ખેલાય છે યુદ્ધ
| |
| ને કપાય છે ડોકાં
| |
| જનોઈવઢ
| |
| વઢાય છે ધડ...
| |
|
| |
| હજીયે
| |
| કિલ્લામાં
| |
| હરે છે ફરે છે લડે છે
| |
| અધરાતે મધરાતે
| |
| ::: માથાં વગરનાં ધડ!
| |
| ઊતરી આવતા ઓળાઓ
| |
| બૂમો પાડે છે —
| |
| ખમ્મા... ખમ્મા...
| |
| ઘણી ખમ્મા...!
| |
| કોઈક કાળે
| |
| ઝળહળ ઝળહળતો
| |
| સોનેરી કિલ્લો
| |
| હવે ભેંકાર
| |
| કેવળ ખંડેર!
| |
|
| |
| ખંડેરની ભવ્યતા
| |
| રૂપેરી ચંદ્ર બનીને ઊંચે ચઢે છે
| |
| રણની કાળી ક્ષિતિજે...
| |
|
| |
| || ત્રણ ||
| |
|
| |
| કિલ્લાની અંદર
| |
| કદાચ હું કેદ હોઉં
| |
| એમ ધારી
| |
| કિલ્લાની ફરતે
| |
| ઘેરો ઘાલ્યો છે મેં...
| |
|
| |
| આગળ વધું છું હું
| |
| કિલ્લામાંની તોપોમાંથી છૂટતા
| |
| અગનગોળાઓની
| |
| મરણઝાળ સામે ઝઝૂમતો ઝઝૂમતો...
| |
|
| |
| કિલ્લાના
| |
| તોતિંગ બંધ દરવાજા ભણી
| |
| ધસી જાઉં છું હું હાથી બનીને
| |
| ને જોરથી
| |
| અફળાઉં છું
| |
| વચમાંના ઊંટને....
| |
|
| |
| બંધ દરવાજા પરના
| |
| મસમોટા અણિયાળા ખીલા
| |
| થઈ ઊઠે છે લોહીલુહાણ!
| |
| ફરી ફરી
| |
| વળી વળી
| |
| ધસું છું
| |
| અફળાઉં છું
| |
| વચમાંના ઊંટને....
| |
|
| |
| છેવટે
| |
| ચીસ સાથે
| |
| ઢળી પડે ઊંટ.
| |
| ફાટેલ એના ડોળામાંથી
| |
| ઢળી પડે ઝાંઝવાં..
| |
| ઢળી પડે
| |
| પેલે પાર બજતા
| |
| મોરચંગના સોનેરી સૂર....
| |
|
| |
| છેવટે
| |
| તોતિંગ દરવાજો
| |
| ::: કડડડભૂસ...
| |
| ચિચિયારીઓ, કિકિયારીઓ...
| |
| ધસી જાઉં હું અંદર...
| |
| જરીક આગળ જતાં જ
| |
| એક વળાંક.
| |
| વળાંક વળતાં જ
| |
| ફરી તોતિંગ દરવાજો.
| |
| ફરી પાછા અણિયાળા મસમોટા ખીલા
| |
| વળી હાથી થઈને હું ધસમસું
| |
| વળી પાછો અફળાઉં
| |
| વચમાંના ઊંટને...
| |
|
| |
| વળી પાછા
| |
| અણિયાળા ખીલા લોહીલુહાણ...
| |
| વળી પાછું
| |
| ઢળી પડે ઊંટ
| |
| ઢળી પડે ઝાંઝવાં
| |
| અને ત્યાં તો
| |
| તૂટી પડે દરવાજો કડડડ ભૂસ!
| |
| વળી પાછો
| |
| ધસી જાઉં અંદર...
| |
|
| |
| જરી આગળ જતાં જ
| |
| વળી પાછો વળાંક.
| |
| વળાંક વળતાં જ
| |
| ફરી પાછો દરવાજો તોતિંગ!
| |
|
| |
| ફરી પાછો અફળાઉં હાથી બની
| |
| ફરી પાછું
| |
| વચમાંનું ઊંટ
| |
| ઢળી પડે લોહીલુહાણ...
| |
|
| |
| બસ, આમ
| |
| તોડ્યા કરું
| |
| દરવાજા એક પછી એક...
| |
| ધસ્યા કરું આગળ અને આગળ અને આગળ...
| |
|
| |
| છતાં
| |
| વળાંકે વળાંકે
| |
| આવ્યા જ કરે દરવાજા તોતિંગ!
| |
| એક પછી એક...!
| |
|
| |
| ક્યારે આવશે
| |
| છેલ્લો દરવાજો?!
| |
|
| |
| || ચાર ||
| |
|
| |
| કિલ્લો મારો.
| |
| કિલ્લાના તોતિંગ
| |
| બંધ દરવાજાય મારા.
| |
| દરવાજે ખોડેલા
| |
| મોટા મોટા અણિયાળા
| |
| ખીલાય મારા,
| |
| ધસમસતા હાથીય મારા
| |
| ને વચમાંનાં
| |
| ઊંટ પણ મારાં...
| |
| કિલ્લો
| |
| મારી આજુબાજુ
| |
| અને અંદર પણ...!
| |
| આમ જુઓ તો
| |
| તોતિંગ દરવાજા બંધ કરીને
| |
| કિલ્લામાં બેઠો છું હું
| |
| ને દરવાજા તોડવા
| |
| બહારથી મથ્યા કરનાર પણ
| |
| હું જ!
| |
| ને આમ જુઓ તો
| |
| કિલ્લાની અંદર પણ હું નથી
| |
| ને બહાર પણ!
| |
|
| |
| ને આમ જુઓ તો
| |
| ક્યાં છે હવે કિલ્લો?!
| |
| નથી બુરજ, નથી કાંગરા
| |
| નથી સૂરજ, નથી ઝાંઝવાં
| |
| નથી તોતિંગ દરવાજા
| |
|
| |
| નથી ઊંચી ઊંચી દીવાલો
| |
| ને તે છતાંયે
| |
| ઝરૂખા છે...!
| |
| હવામાં ઝૂલતા ઝરૂખા....!
| |
| ઝરૂખામાં ઝૂરે–
| |
| ઊંડી ઊતરી ગયેલી
| |
| ઝાંખ વળેલી
| |
| ટમટમતી આંખો...!
| |
| </poem>
| |
|
| |
| == આકળવિકળ પડછાયાઓ ==
| |
| <poem>
| |
| – પણ હવે
| |
| એ સમયને
| |
| સજીવન કરીનેય શું!
| |
|
| |
| વહાણ તો
| |
| બધાંય ચાલ્યાં ગયાં
| |
| ::: સમંદર છોડીને!
| |
|
| |
| પણ હા,
| |
| આકળવિકળ પડછાયાઓ
| |
| હજીયે
| |
| જરીકે અજવાળું ન હોય ત્યારે પણ
| |
| હરેફરે છે
| |
| અંદર-બહાર
| |
| ને
| |
| ભરનિદ્રા વખતેય
| |
| એક
| |
| અવાવરું ફાનસ
| |
| ભપકે છે
| |
| ::: મારી ભીતર
| |
| ::: ભફક્... ભપક્... ભફક્...
| |
| </poem>
| |
|
| |
| == કલ્પના ==
| |
| <poem>
| |
| કેમ આમ ચૂપ થઈ ગઈ છે કલ્પના?
| |
| મારી ગંધહીન-અર્થહીન રાતોને માટે
| |
| રાતરાણી જેવી
| |
| એકાદ હળવી ક્ષણ પણ નહિ?
| |
| મારી અંદર
| |
| હીબકાં ભરતા ટહુકાઓને
| |
| લઈ જઈશ તારા આંબાની ડાળે?
| |
| મારી ભીતર
| |
| વમળાતાં-ગૂંગળાતાં જળને
| |
| લઈ જઈશ તારા પર્વતના અંતઃકરણમાં?!
| |
|
| |
| મેં તો
| |
| સમયના વહેણમાં
| |
| તરતી મૂકી દીધી છે
| |
| ::: હસ્તરેખાઓ વગરની મારી હથેળી!
| |
| પણ કલ્પના,
| |
| મારી હસ્તરેખાઓ ચોરીને
| |
| ::: ક્યાં સંતાઈ ગઈ છે તું?
| |
| કેટકેટલી જગાએ તપાસ કરી તારી!–
| |
| ડામરની સડકને પૂછ્યું, કાળમીંઢ ખડકને પૂછ્યું,
| |
| કાજળની કાળાશને પૂછ્યું, કંકુની લાલાશને પૂછ્યું,
| |
| ગરજતા વાદળને પૂછ્યું, ઊછળતાં મોજાંને પૂછ્યું,
| |
| ફૂલોને પૂછ્યું, કાંટાને પૂછ્યું,
| |
| પલાશના વનને પૂછ્યું, વહેતા પવનને પૂછ્યું
| |
| રાધાને પૂછ્યું, કૃષ્ણને પૂછ્યું...
| |
| પણ ક્યાંય ન મળ્યા તારા સમાચાર.
| |
|
| |
| કેટકેટલી જગાઓએ શોધી તને?!
| |
| તુલસીના ક્યારામાં શોધી,
| |
| સૂતરના તાંતણામાં શોધી,
| |
| નદીના ભીના તટમાં શોધી,
| |
| મોરના પીંછાંમાં શોધી,
| |
| પંખીની પાંખમાં શોધી, ઘૂવડની આંખમાં શોધી,
| |
| જળમાં શોધી, માટીમાં શોધી,
| |
| વાયુમાં શોધી, અગ્નિમાં શોધી;
| |
| અરે, ધૂળની સાત સાત ઢગલીઓ કરીને ફેંદી જોઈ!
| |
| પણ તું
| |
| હાથ ન આવી તે ન જ આવી...
| |
|
| |
| પણ કલ્પના,
| |
| મને એ તો બતાવ
| |
| કે હું ક્યાં છું?
| |
| રોબિન્સન ક્રૂઝો રહેતો હતો એ ટાપુ પરના
| |
| કોક અજાણ્યા વૃક્ષની છાયામાં છું?
| |
| કોઈ દેવ કે દાનવની માયામાં છું?
| |
| કાગળની શોધ થયા પછી
| |
| તેના પર અંકાયેલા પ્રથમ અક્ષરના વળાંકમાં છું?!
| |
| ખડકને અથડાઈને
| |
| ફીણ ફીણ થઈ વિખરાઈ જતાં
| |
| સમુદ્રનાં ધવલ મોજાંઓમાં છું?
| |
| વેદકાળના કોઈ મંત્રમાં છું?
| |
| ખજુરાહોના
| |
| કોઈ શિલ્પના ખંડિત સ્તનમાં છું?
| |
| કામદેવના શણગારમાં છું
| |
| કે શંકરના ત્રીજા નેત્રમાં?!
| |
|
| |
| પણ કલ્પના,
| |
| મને એ તો કહે
| |
| કે કોણ છે તું?
| |
| પારુ? વનલતા સેન? વીનસ? મોનાલિસા?
| |
| ઇરિકા? પિંગળા? સોનલ? મૃણાલ?
| |
| દમયંતી? અરુંધતી?
| |
| બોલને, કોણ છે તું?
| |
| દમયંતીના પડછાયાને ભોંકાતો કેરનો કાંટો?
| |
| પૃથ્વીના ઉદ્ભવ પછી
| |
| સૌપ્રથમ થયેલા વરસાદનો પહેલો છાંટો?!
| |
| ઇવના લોહીમાં ધગધગતું હિમોગ્લોબીન?
| |
|
| |
| બોલને, કલ્પના,
| |
| શું થઈ ગયું છે મને?
| |
| કોણ છું હું?
| |
| બેગમ અખ્તરના કંઠમાં બાઝેલાં આંસુઓનો ભાર?
| |
| રવિશંકરની સિતારનો તાર બનીને
| |
| સતત કંપ્યા કરતી વેદના?
| |
| ભગવાન બુદ્ધની મૂર્તિની
| |
| આંખની કીકી પાસે ગણગણતી ભમરો?
| |
| રોદાંનો ચિંતક? ભૂલો પડેલો યક્ષ? એરીસ?
| |
| કોઈ ભાગાકારમાં વધેલી શેષ?
| |
|
| |
| બોલને કલ્પના,
| |
| કંઈક તો બોલ;
| |
| નહિ તો પછી
| |
| ભરતી વેળાએ જ ક્યાંક
| |
| દરિયાને ખોટું લાગી જશે તો?
| |
| અષાઢના પ્રથમ દિવસે જ
| |
| બધાંય વાદળો રિસાઈ જશે તો?
| |
| કપાયેલા પતંગની જેમ
| |
| આખુંય આકાશ
| |
| કોક ઊંચા બાવળમાં ફસાઈ જશે તો?
| |
| સમજાય છે ને?!
| |
| બોલને, કલ્પના..
| |
|
| |
| </poem>
| |
|
| |
| == તડકાનો ટુકડો ==
| |
|
| |
| <poem>
| |
| સૂરજ
| |
| આથમી ગયો –
| |
| સમેટી લઈ
| |
| તડકો
| |
| અને બધુંય અજવાળું....
| |
|
| |
| સવારે
| |
| બારીમાંથી આવેલા
| |
| તડકાનો ટુકડો
| |
| રહી ગયો.
| |
| મારી રૂમમાં....
| |
|
| |
| બસ,
| |
| હવે એ ઓઢીને
| |
| હું સૂઈ જઈશ...
| |
| </poem>
| |
|
| |
| == પતંગ (‘પતંગ’ કાવ્યોના ગુચ્છમાંથી) ==
| |
|
| |
| <poem>
| |
| '''૧.'''
| |
| ક્યારેક
| |
| પતંગ હાથમાં જ હોય
| |
| ત્યારે
| |
| દોરી ન હોય
| |
| ને
| |
| દોરી હોય ત્યારે
| |
| પતંગ જ ન હોય...
| |
|
| |
| બસ,
| |
| વહેતા પવનની આંખે
| |
| તાક્યા કરવાનું
| |
| પતંગોથી ભર્યું ભર્યું
| |
| સુરીલું આકાશ;
| |
| કેવળ
| |
| તાક્યા જ કરવાનું...
| |
| મનમાં કદાચ
| |
| કોઈ મેઘધનુષી પતંગ –
| |
| :::: ચગે તો ચગે...
| |
|
| |
| '''૨'''
| |
| નાનકડા વાંસની ઉપર
| |
| કાંટા-ઝાંખરા ભરાવીને
| |
| બનાવું છું ઝંડો,
| |
| પતંગ પકડવા!
| |
| એ ઝંડો ઊંચો કરીને
| |
| દોડ્યા કરું છું,
| |
| દોડ્યા જ કરું છું
| |
| કૈં કેટલાંય વરસોથી
| |
| કેવળ
| |
| એક પતંગ પકડવા!
| |
| છેવટે આજે
| |
| ઊંચા કરેલા એ ઝંડામાં
| |
| ફસાયું, પકડાયું
| |
| ::: આખુંયે આકાશ,
| |
| :::: અગણિત પતંગો સાથે.
| |
| પણ મારો પેલો
| |
| એક પતંગ ક્યાં?!
| |
|
| |
| '''૩.'''
| |
| પતંગ નથી તો શું થયું?!
| |
| મેં તો
| |
| કિન્યા બાંધી આકાશને!
| |
| ને
| |
| મંદ મંદ વહેતા પવનમાં
| |
| ચગાવવા લાગ્યો આકાશ!
| |
|
| |
| પવન વધ્યો;
| |
| હવે
| |
| દોર હાથમાં હોવા છતાંયે
| |
| હાથમાં રહેતું નથી
| |
| ::: મસમોટા પાવલા પતંગ જેવું આકાશ!
| |
|
| |
| પવન ખૂબ વધ્યો
| |
| હાથમાં દોર પકડેલો હુંય
| |
| ઊડવા લાગ્યો
| |
| ::: ઊડતા આકાશની પાછળ પાછળ...
| |
| ને પવનની ગતિ તો વધ્યે જાય છે,
| |
| :::: વધ્યે જ જાય છે...
| |
| હવે?!
| |
| </poem>
| |
|
| |
| == પ્રતીક્ષા ==
| |
| <poem>
| |
| અહીં
| |
| આમ જ ઊભા રહી
| |
| દિવસ-રાત
| |
| રાત-દિવસ
| |
| તારી રાહ જોતાં
| |
| ::: જોતાં
| |
| :::: જોતાં
| |
|
| |
| છેવટે હું
| |
| બની ગયો
| |
| થાંભલો.
| |
|
| |
| કોણ આવીને મૂકશે
| |
| થાંભલાની ટોચે ટમટમતો
| |
| એકાદ લૅમ્પ?!
| |
| </poem>
| |
| == સપ્તપદી સૂર ==
| |
|
| |
| <poem>
| |
| અમારી લાડકડી–
| |
| જેના જન્મવેળાના રુદનના સૂરમાં
| |
| સંભળાયા હતા
| |
| :::: શરણાઈના સૂર!
| |
|
| |
| હજી ગઈ કાલે તો એ જાણે
| |
| અમારી આંગળી પકડીને
| |
| ઠૂમક ઠૂમક ચાલતી
| |
| પાડતી હતી.
| |
| ::: નાજુકનમણી
| |
| :::: પા પા પગલીઓ...
| |
|
| |
| હવે એ માંડશે
| |
| પ્રભુતામાં કુમકુમ પગલાં
| |
| રૂમઝૂમ રૂમઝૂમ!
| |
| હજી ગઈ કાલે તો એ જાણે
| |
| ગોરમાનું ગીત ગાતાં ગાતાં
| |
| ફરતી હતી.
| |
| :::: સખીઓ સાથે ફુદરડી.
| |
| હવે એ ફરશે
| |
| અગ્નિની સાક્ષીએ ફેરા!
| |
|
| |
| હજી ગઈ કાલે તો એ જાણે
| |
| રમતી હતી
| |
| :::: પગથિયાં, કોડીઓ ને કૂકા.
| |
|
| |
| હવે એ ઓળંગશે
| |
| :::: ઉંબર, ડુંગર-દરિયા!
| |
| હજી ગઈ કાલે તો એ
| |
| એની નાની નાની તર્જની ચીંધીને
| |
| બતાવતી હતી.
| |
| :::: બારીમાંથી મેઘધનુષ.
| |
|
| |
| હવે
| |
| એની આંખોમાંથી
| |
| :::: હૈયામાંથી
| |
| :::::: ફૂટશે મેઘધનુષ!
| |
|
| |
| એનાં લગ્નની શરણાઈના સૂરમાં
| |
| તમારી શુભેચ્છાના સૂર મેળવવા
| |
| હૃદયપૂર્વકનું નિમંત્રણ...
| |
|
| |
| –અને હૈયે જાગ્યા
| |
| કન્યાવિદાયવેળાના રુદનના
| |
| ::: સપ્તરંગી, સપ્તપદી સૂર...!!
| |
| </poem>
| |
|
| |
| == સરસ્વતીની જેમ... ==
| |
| <poem>
| |
| કંઈ લખવા માટે
| |
| ટેબલ પર કાગળ મૂકું છું ત્યાં જ
| |
| લાકડાનું ટેબલ મને વિનવે છે –
| |
| અહીં
| |
| ખૂબ ગૂંગળામણ થાય છે,
| |
| મને
| |
| મારા જંગલમાં જવા દો.
| |
|
| |
| ઉંબરે
| |
| સાથિયો ચીતરવા જઉં છું ત્યાં જ
| |
| ઉંબરો બોલી ઊઠે છે –
| |
| મારે
| |
| નથી પૂજાવું;
| |
| મને
| |
| મારા પર્વત પર લઈ જાઓ.
| |
|
| |
| દીવાલો ચણી ત્યારે
| |
| સિમેન્ટ સાથે ભેળવેલી રેતી પણ
| |
| હજીય
| |
| જોર જોરથી ચીસો પાડે છે –
| |
| હું નદીની રેત છું
| |
| ને મારે
| |
| ::: વહેવું છે...
| |
|
| |
| શું કરું?
| |
| કવિતા રચવાના બદલે
| |
| સરસ્વતીની જેમ
| |
| સમાઈ જઉં
| |
| કોઈક રણમાં?!
| |
| </poem>
| |
|
| |
| == એક ખોબો શૂન્યતા.. ==
| |
|
| |
| <poem>
| |
| ચીસ સડકે જોરથી પાડી હતી,
| |
| ઠેસ એવી તો મને વાગી હતી.
| |
|
| |
| પ્હાડ આ ઊઠાવવાને પ્રેમનો,
| |
| આંગળી મેં કૃષ્ણની માગી હતી.
| |
|
| |
| પ્રેમ પણ સાથે મળે તે આશથી,
| |
| વેદના મેં એમની માગી હતી.
| |
|
| |
| એક ખીલી વાગવાના કારણે,
| |
| રાત આખી ભીંત આ જાગી હતી.
| |
|
| |
| ફેફસાં મારાં ગમ્યાં નહીં એટલે,
| |
| આ હવાઓ દૂર કૈં ભાગી હતી.
| |
|
| |
| છેવટે તો ગૈ બિચારી રણ મહીં,
| |
| સાગરે પણ એ નદી ત્યાગી હતી!
| |
|
| |
| એક ખોબો શૂન્યતાનો પી ગયો,
| |
| ભૂખ શબ્દોની મને લાગી હતી!
| |
| </poem>
| |
|
| |
| == એટલે (મુક્તક) ==
| |
|
| |
| <poem>
| |
| તે છતાં ઊગી ગયાં છે જંગલો,
| |
| મેં હથેળીને કદી સીંચી નથી.
| |
|
| |
| એટલે મૃત્યુ પછી ખુલ્લી રહી,
| |
| આંખ આખી જિંદગી મીંચી નથી
| |
| </poem>
| |
| == ક્યાંક ઊડી જાત હું ==
| |
| <poem>
| |
| બાણ માફક આમ છૂટી જાત હું,
| |
| ને સમયની જેમ ખૂટી જાત હું.
| |
|
| |
| ઓસ જેવો હોત તો સારું હતું,
| |
| સૂર્ય ઊગે ત્યાં જ ઊડી જાત હું.
| |
|
| |
| જોઈતો ન્હોતો સમંદર એક પણ,
| |
| એક ટીપામાંય ડૂબી જાત હું.
| |
|
| |
| કાચ જેવો હોત તો સારું હતું,
| |
| આ ક્ષણો અડતાં જ ફૂટી જાત હું.
| |
|
| |
| મોત, તેં જો ગીત ગાયું હોત તો,
| |
| રાત પડતાંવેંત ઊંઘી જાત હું.
| |
|
| |
| એક બારી હોત જો આકાશને,
| |
| એને ખોલી ક્યાંક ઊડી જાત હું.
| |
| </poem>
| |
|
| |
| == જળ વગર હું તરફડું જળમાં રહી... ==
| |
| <poem>
| |
| જળ વગર હું તરફડું જળમાં રહી,
| |
| એક પળ પકડું હું ઝાકળમાં રહી!
| |
|
| |
| પાંખ ફફડાવી ચહે છે ઊડવા,
| |
| આ બધાયે શબ્દ કાગળમાં રહી!
| |
|
| |
| ઘર સુધી તારા કદી ના આવશે,
| |
| રોકતો હું રણને બાવળમાં રહી!
| |
|
| |
| ગામ પરથી થૈ ગયાં તેઓ પસાર,
| |
| જળ ભરેલા એક વાદળમાં રહી!
| |
|
| |
| એટલે ઘેરાય છે આ વાદળો,
| |
| હું ધરા ઊકેલતો હળમાં રહી!
| |
|
| |
| ભેજ, માટી, તેજ ને બસ એક ક્ષણ,
| |
| રાહ જોઉં હું સતત ફળમાં રહી.
| |
| </poem>
| |
|
| |
| == બધી હોડીઓ રોજ... ==
| |
| <poem>
| |
| બધી હોડીઓ રોજ પૂછ્યા કરે છે –
| |
| કિનારા હવે કેમ ડૂબ્યા કરે છે?!
| |
|
| |
| મળ્યાં નૈં ખબર કૈં હજીયે નદીના,
| |
| પહાડો તો આંખોને લૂછ્યા કરે છે.
| |
|
| |
| ઉતારીને કીકીય ફેંકી દીધી પણ –
| |
| નયનમાં હજી સ્વપ્ન ખૂંચ્યા કરે છે!
| |
|
| |
| મોજું તો સહેજે ન તૂટે પરંતુ,
| |
| ખડકની આ છાતી ક્યાં તૂટ્યા કરે છે?
| |
|
| |
| તપાસો મને કૈં થયું તો નથી ને?
| |
| ગઝલ પર ગઝલ આજ ફૂટ્યા કરે છે!
| |
| </poem>
| |
|
| |
| == મૃગજળ સૂરજને પી ગયું! ==
| |
|
| |
| <poem>
| |
| કૈં યુગોથી કેટલું તરસ્યું થયું;
| |
| છેવટે મૃગજળ સૂરજને પી ગયું!
| |
|
| |
| હાથમાં ખાડો કરી દાટી તરસ,
| |
| થોર જેવું ટેરવે ફૂટી ગયું!
| |
|
| |
| ફક્ત કો’ ખરતા પીંછાના ભારથી,
| |
| આભ આખું એકદમ ડૂબી ગયું!
| |
|
| |
| સ્લેટ મેં હમણાં જ તો કોરી કરી;
| |
| કોણ આવી શૂન્યને ઘૂંટી ગયું?!
| |
|
| |
| મોત આવ્યું’તું પવનનું રૂપ લઈ,
| |
| આંસુ જેવી હસ્તીને લૂછી ગયું!
| |
| </poem>
| |
|
| |
| == આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે ==
| |
|
| |
| <poem>
| |
| આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે
| |
|
| |
| હોડીમાં સ્હેજ સ્હેજ પાણી ભરાયાં,
| |
| ::: ને દરિયો આખોય ભયભીત છે!
| |
| ઝૂકી ઝૂકીને આભ જોયા કરે કે ભૈ,
| |
| ::: કોની તે હાર, કોની જીત છે!
| |
|
| |
| ખડકની સાથે રોજ માથાં પછાડવાં,
| |
| ::: આ હોવાની ઘટના કરપીણ છે!
| |
| ::: આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે!
| |
|
| |
| છાલ્લકો જોરથી વાગે છે જેની તે
| |
| ::: બળબળતું જળ છે કે આગ છે?
| |
| ગીતોની વચ્ચે જે રેશમની જેમ ફરે,
| |
| ::: મનગમતો લય છે કે નાગ છે?
| |
|
| |
| મધદરિયે પણ હું તો ભડકે બળું
| |
| ::: ને મારી હોડી પણ જાણે કે મીણ છે!
| |
| ::: આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે!
| |
| </poem>
| |
|
| |
| == આખ્ખું આકાશ નીચે આવ્યું ==
| |
|
| |
| <poem>
| |
| પંખીની એકદમ તૂટી ગઈ પાંખ પછી આખ્ખું આકાશ નીચે આવ્યું;
| |
| બાવળનું ઝાડ પણ પંખીને કાજ માગી છાંયડો ઉછીનો આજ લાવ્યું.
| |
|
| |
| ઘેલી નદીને આજ સપનું આવ્યું
| |
| ::: કે ભૈ દરિયો થયો છે સાવ ખાલી,
| |
| આભલાની ડાળેથી ખરી ગયું પાંદડું
| |
| ::: ને આપે છે ધરતીને તાલી!
| |
|
| |
| હાથમાં રે આજ તો ઘેરાયાં વાદળ ને આંખમાં તે કૈંક અમે વાવ્યું;
| |
| પંખીની એકદમ તૂટી ગઈ પાંખ પછી આખ્ખું આકાશ નીચે આવ્યું.
| |
|
| |
| પાંપણો અણીદાર એવી તો વાગી
| |
| ::: કે સપનાંને નીકળ્યું છે લોહી,
| |
| ભીંતો બધીયે આજ કોણ જાણે કેમ
| |
| ::: પણ બારીના સળિયા પર મોહી!
| |
|
| |
| લીલેરા પાંદડાએ લીધી વિદાય, એને ડાળીની સાથે ન ફાવ્યું;
| |
| પંખીની એકદમ તૂટી ગઈ પાંખ પછી આખ્ખું આકાશ નીચે આવ્યું.
| |
| </poem>
| |
|
| |
| == ઝરમર વરસે ઝીણી ==
| |
| <poem>
| |
| ઝરમર વરસે ઝીણી
| |
| થાય મને કૈ લઉં પાંપણથી વીણી
| |
|
| |
| વર્ષાની ધારાઓ સાથે
| |
| ::: આભ પીગળતું ચાલે,
| |
| ધણ વાદળનાં વીજ-ચાબખે
| |
| ::: પવન હાંકતો ચાલે.
| |
|
| |
| માટીમાંથી સુગંધ ફોરતી ભીની
| |
| ::: ઝરમર વરસે ઝીણી
| |
|
| |
| ઘેરાયા આ મેઘની વચ્ચે
| |
| ::: રહી રહી ઢોલ ઢબૂકે,
| |
| હૈયામાં ગોરંભા વચ્ચે
| |
| ::: રહી રહી વીજ ઝબૂકે !
| |
|
| |
| રોમે રોમે અગન ઊઠે છે તીણી
| |
| ::: ઝરમર વરસે ઝીણી
| |
| </poem>
| |
|
| |
| == અચાનક ==
| |
|
| |
| <poem>
| |
| સરોવરમાં તરતાં
| |
| શ્વેત પંખીઓનું ટોળું
| |
| અચાનક ઊડ્યું —
| |
| ::: પાંખો ફફડાવતું,
| |
| :::: એકસાથે...
| |
|
| |
| માછીમારની જાળની જેમ
| |
| આખુંયે સરોવર
| |
| ઊડવા લાગ્યું –
| |
| ::: પંખી-ટોળાની
| |
| :::: પાછળ પાછળ,
| |
| :::: જળ-તેજ વેરતું...
| |
|
| |
| </poem>
| |
|
| |
| == ટગલી ડાળ ==
| |
|
| |
| <poem>
| |
| શિયાળો ગાળવા
| |
| આવેલાં પંખી
| |
| વતન પરત જવા
| |
| ડાળ ડાળ પરથી
| |
| આ... ઊડ્યાં
| |
| ::: પાંખો ફફડાવતાં
| |
| ::: ફડ ફડ ફડ ફડ...
| |
| :::: સાથે થોડો તડકો
| |
| ::::: થોડું આકાશ લઈ...
| |
| ડાળ ડાળ
| |
| ::: હલતી રહી
| |
| જાણે
| |
| ‘આવજો’
| |
| ::: કહેતી રહી...
| |
|
| |
| ટગલી ડાળ
| |
| જરી ગરદન ઊંચી કરી
| |
| જોઈ રહી–
| |
| વિદાય થતાં પંખીઓની
| |
| ::: પંક્તિઓની પંક્તિઓ
| |
| ::: ક્ષિતિજમાં દેખાતી
| |
| ::::: બંધ થઈ
| |
| :::: ત્યાં લગી
| |
| :::::: અપલક...
| |
| કોઈ પંખીએ
| |
| જોયું નહીં
| |
| ::: પાછું ફરીને...
| |
| પછી
| |
| ટગલી ડાળ
| |
| સાધતી રહી
| |
| કશોક સંવાદ
| |
| ::: મૂળ સાથે...
| |
|
| |
| </poem>
| |
| <br>
| |
| <center>◼</center>
| |
| <br> | | <br> |
| | {{HeaderNav2 |
| | |previous = |
| | |next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ |
| | }} |