કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/સૂણો રે સુરતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 10: Line 10:
{{gap|3em}} કાચેરાં લજવશું સંસાર.
{{gap|3em}} કાચેરાં લજવશું સંસાર.
{{gap}} સૂણો રે સૂણો રે સુરતા,
{{gap}} સૂણો રે સૂણો રે સુરતા,
સોહવીએ આ માનવનો અવતાર જી.
સોહવીએ આ માનવનો અવતાર જી.
અમે રે વગડાઉ વનના વાયરા,
અમે રે વગડાઉ વનના વાયરા,
Line 17: Line 18:
{{gap}} સૂણો રે સૂણો રે સુરતા,
{{gap}} સૂણો રે સૂણો રે સુરતા,
સોહવીએ આ માનવ-મનખા-બંધ જી.
સોહવીએ આ માનવ-મનખા-બંધ જી.
તમે રે નખલી છો મારા નાથની,
તમે રે નખલી છો મારા નાથની,
{{gap|3em}} અમે રે તંબૂર કેરા તાર,
{{gap|3em}} અમે રે તંબૂર કેરા તાર,
Line 23: Line 25:
{{gap}} સૂણો રે સૂણો રે સુરતા,
{{gap}} સૂણો રે સૂણો રે સુરતા,
સોહવીએ આ ચેતનનો અવતાર જી.
સોહવીએ આ ચેતનનો અવતાર જી.
અમે રે અંધારા ઘરનું કોડિયું,
અમે રે અંધારા ઘરનું કોડિયું,
{{gap|3em}} તમે છો જ્યોતિવાળી વાટ,
{{gap|3em}} તમે છો જ્યોતિવાળી વાટ,

Revision as of 01:20, 31 May 2024


૧૪. સૂણો રે સુરતા

અમે રે માટી કેરાં કૂલડાં,
તમે રે પાણી કેરી ધાર,
પાક્યાં રે હશું તો તમને ઝીલશું,
કાચેરાં લજવશું સંસાર.
સૂણો રે સૂણો રે સુરતા,

સોહવીએ આ માનવનો અવતાર જી.
અમે રે વગડાઉ વનના વાયરા,
તમે રે ફૂલડાંની સુગંધ,
ન્યારા રે હશું તો જાશું થાનકે,
ખેરવશું નહિ અધવચ પંથ;
સૂણો રે સૂણો રે સુરતા,
સોહવીએ આ માનવ-મનખા-બંધ જી.

તમે રે નખલી છો મારા નાથની,
અમે રે તંબૂર કેરા તાર,
સ્વર જો સુહાગી ઊઠે ધન્ય તો,
નહીંતર વૃથા અમ ઝણકાર;
સૂણો રે સૂણો રે સુરતા,
સોહવીએ આ ચેતનનો અવતાર જી.

અમે રે અંધારા ઘરનું કોડિયું,
તમે છો જ્યોતિવાળી વાટ,
તેલ છે અજરામર મારા નાથનું,
હળીમળી ઉજાળીએ ઘાટ;
સૂણો રે સૂણો રે સુરતા,
સોહવીએ આ વિશ્વંભરનો પાટ જી.

(રામરસ, પૃ. ૫૭)