કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/તમે રે સોનું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 02:02, 31 May 2024


૨૯. તમે રે સોનું

તમે રે સોનું ને અમે રાખ,
રાણાજી, અમને રાખે મળ્યા છે સવા લાખ.
રાખે ભભૂતધારી તનડું બનાવ્યું,
જીવતા બનાવ્યું એને ખાખ;
રાખે રમીને રમતલ રાજા નિહાળ્યો,
હૈડું પૂરે છે એની શાખ.
રાણાજી, અમને રાખે મળ્યા છે સવા લાખ.
રાખે રગડી ને મનની માંડ ઉજાળી,
ઝીણી ઝબૂકે લખ આંખ;
મીરાંબાઈ કહે છે રાણા, સૂર સરોદે,
આંખો બની છે પંડ પાંખ.
રાણાજી, અમને રાખે મળ્યા છે સવા લાખ.

(સુરતા, પૃ. ૫૯)