કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/જુદી જિંદગી છે: Difference between revisions
Jump to navigation
Jump to search
૩૮. જુદી જિંદગી છે
(+1) |
(No difference)
|
Revision as of 02:47, 31 May 2024
જુદી જિંદગી છે મિજાજે મિજાજે;
જુદી બંદગી છે નમાજે નમાજે.
છે એક જ સમંદર, થયું એટલે શું?
જુદા છે મુસાફર જહાજે જહાજે.
ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે રિયાજે.
જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે અવાજે.
જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે જનાજે.
હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે મલાજે.
તમે કેમ `ગાફિલ' હજીયે છો ગાફિલ?
જુઓ, બદલે દુનિયા તકાજે તકાજે.
(બંદગી પૃ. ૧૪)