કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/તરાનાએ માર્યો: Difference between revisions
Jump to navigation
Jump to search
૪૬. તરાનાએ માર્યો
(+1) |
(No difference)
|
Revision as of 03:02, 31 May 2024
દીવાનાને ક્યારે જમાનાએ માર્યો,
જમાનાને કાયમ દીવાનાએ માર્યો.
રહ્યો વસવસો તો રહ્યો એટલો બસ,
મન કોઈ ને કોઈ બાનાએ માર્યો.
ભલા કાંકરો કાં તમે મારો કાઢો?
કે એ કાંકરો છે જે કાનાએ માર્યો.
હતો એક મોઘમ ઈશારો પરંતુ,
છતો થાય ત્યાં એ જ છાનાએ માર્યો.
કહો, કેટલી હું શકું ઝીંક ઝીલી?
મિટાવ્યો દગાબાજે, દાનાએ માર્યો.
થયો છેવટે ગુમ ગઝલમાં જ ગાફિલ;
તરન્નુમ, તસવ્વુફ, તરાનાએ માર્યો.
(બંદગી, પૃ. ૩૫)