હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/કોઈની આંખોમાં ઝાંકીને મને જોવા વિષે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 02:36, 3 June 2024


કોઈની આંખોમાં ઝાંકીને મને જોવા વિષે


કોઈની આંખોમાં ઝાંકીને મને જોવા વિષે
ડૂબવાનું ક્યાં હતું મારું કદી દરિયા વિષે.

બિમ્બ પણ મારું ન ઝિલાયું કોઈની આંખમાં
ચાંદ પણ મારો ઊગ્યો સુકાયલા કૂવા વિષે.

કોઈની આંખો સમાવે સીમ આખી આવરે
મારું હોવું દૂર વગડામાં કશે ખાડા વિષે.

કોઈની આંખે મને ના સાંભળ્યાની ચુપકીદી
હું ય ના કહેવાયેલા શબ્દોના સન્નાટા વિષે.

હું નહીં તો અંધકારે આરસીનું મૌન છું
મારી ગઝલો કોઈની આંખોમાં ઝિલાવા વિષે.