હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/પરણ તો તોડી શકશો શું તમે કૂંપળને ઊગતી રોકી શકવાના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 15:34, 3 June 2024


ગઝલ
પરણ તો તોડી શકશો શું તમે કૂંપળને ઊગતી રોકી શકવાના


પરણ તો તોડી શકશો શું તમે કૂંપળને ઊગતી રોકી શકવાના
કૂંપળની રેખરેખામાં અમે પણ લીલુંલીલેરું ઊભરવાના

ચકામાં રગરગે રાતાં ઊડે છે એ ભલે દેખાડી ના શકીએ
છે તમને છૂટ પથ્થર મારવાની તો અમે પથ્થર તો ગણવાના

અમે કેમેય અંધારું અમારું કાળું તો રહેવા જ નહિ દઈએ
અમારા ચાંદ સૂરજ છો તમે ઠારો અમે દીવો તો કરવાના

અમારા ઢાળ પરથી અમને જો ગબડાવી દેશો વારવારંવાર
અમે એ ઢાળ જોજોને તમે કે વારવારંવાર ચડવાના

તમે હસડેલી ના શકશો કદી અમને અમે વહેતો પવન છીએ
અમે થોડા જ દરવાજો છીએ કે ધક્કા ખાઈ ખાઈ ખડવાના

(છંદવિધાન : લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા)