ગ્રંથ અને ગ્રંથકાર/દામોદર કેશવજી ભટ્ટ ‘સુધાંશુ’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(Corrected Inverted Comas)
 
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
કવિશ્રી 'સુધાંશુ'નો જન્મ પોરબંદરમાં તા. ૨૫-૧૨-૧૯૧૩ના રોજ થયો હતો. મૂળ વતન તો કુતિયાણા, પણ ત્રણ પેઢીથી પોરબંદર જ એમનું વતન બની ગયું છે. જ્ઞાતિએ તેઓ બ્રહ્મભટ્ટ છે. પિતાનું નામ કેશવજી દેવીસિંગ અને માતાનું નામ પાનકુંવર. એમનાં લગ્ન ઈ. ૧૯૩૮માં મણિબાઈ સાથે થયાં હતાં.
કવિશ્રી ‘સુધાંશુ'નો જન્મ પોરબંદરમાં તા. ૨૫-૧૨-૧૯૧૩ના રોજ થયો હતો. મૂળ વતન તો કુતિયાણા, પણ ત્રણ પેઢીથી પોરબંદર જ એમનું વતન બની ગયું છે. જ્ઞાતિએ તેઓ બ્રહ્મભટ્ટ છે. પિતાનું નામ કેશવજી દેવીસિંગ અને માતાનું નામ પાનકુંવર. એમનાં લગ્ન ઈ. ૧૯૩૮માં મણિબાઈ સાથે થયાં હતાં.
પોરબંદરની તાલુકા સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ લઈને તેઓ ત્યાંની ભાવસિંહજી હાઈસ્કૂલમાં દાખલ થયા હતા, અને ઈ.સ. ૧૯૩૧માં મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિક્યુલેશન પરીક્ષા પસાર કરી હતી. એ પછી એસ.ટી. સી.-માં પણ ઉત્તીર્ણ થયા હતા. વ્યવસાયે તેઓ શિક્ષક છે. માતૃસંસ્થા ભાવસિંહજી હાઈસ્કૂલમાં જ શિક્ષક તરીકે કાર્ય કરે છે. પત્રકારત્વમાં પણ તેઓ રસ ધરાવે છે અને તેઓ માને છે કે આમજનસંપર્કનું પ્રતિબિંબ પોતાના સર્જનમાં પડે છે.
પોરબંદરની તાલુકા સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ લઈને તેઓ ત્યાંની ભાવસિંહજી હાઈસ્કૂલમાં દાખલ થયા હતા, અને ઈ.સ. ૧૯૩૧માં મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિક્યુલેશન પરીક્ષા પસાર કરી હતી. એ પછી એસ.ટી. સી.-માં પણ ઉત્તીર્ણ થયા હતા. વ્યવસાયે તેઓ શિક્ષક છે. માતૃસંસ્થા ભાવસિંહજી હાઈસ્કૂલમાં જ શિક્ષક તરીકે કાર્ય કરે છે. પત્રકારત્વમાં પણ તેઓ રસ ધરાવે છે અને તેઓ માને છે કે આમજનસંપર્કનું પ્રતિબિંબ પોતાના સર્જનમાં પડે છે.
ભર્તૃહરિ અને ગોપીચંદના પ્રેમ-વૈરાગ્યે, મચ્છંદર-ગોરખની અલખભાવનાએ અને નરસિંહ, મીરાં અને જેસલ-તોરલની પ્રેમભક્તિએ તેમ જ તેમનાં લૌકિક ભજનોએ એમના જીવન પર પ્રબળ અસર કરી છે. એમના મામા ભજનિક શ્રી માધવજી જગજીવનના હલકભર્યા કંઠે પ્રવાસ દરમ્યાન પ્રકૃતિના સાન્નિધ્યમાં સાંભળવા મળેલાં ભજનોના ઊંડા સંસ્કાર અને રાત્રે ભજનમંડળીઓમાં માણેલી ભજનોની ગહરી હલકના પ્રગાઢ સંસ્કાર પણ એમના ચિત્ત પર પડ્યા છે. ભજન એ કવિતાનું સર્વોચ્ચ વાહન છે અને એ દ્વારા આત્માનો ઉદ્ગાર થાય છે એ મતલબના શ્રી મેઘાણીના, અને કવિતાના હૃદયાનંદમાં આત્માનંદના ઘણાખરા અંશનો સમાવેશ થાય છે એવા શ્રી દેશળજી પરમારનાં વચનોને તેઓ લેખનપ્રવૃત્તિ દ્વારા સિદ્ધ કરવા મથે છે. પ્રકૃતિ અને પરમેશ્વરને તેઓ પોતાના પ્રિય લેખક તરીકે ઓળખાવે છે. નિસર્ગ જ એમનો પ્રિય ગ્રંથ છે, ભજનના સાહિત્યપ્રકાર પ્રત્યે એમને પક્ષપાત છે, કારણ કે એમાં છે નિગૂઢ દર્શન, ૫રમાત્મઆરત અને એ દ્વારા ઈશ્વરદર્શન. માનવસંપર્ક, ઉત્તમ સાહિત્યકૃતિઓનું વાચન અને નિત્ય પ્રભાતના સાગરદર્શનને તેઓ પોતાના પ્રેરણાનિર્ઝર તરીકે ઓળખાવે છે.
ભર્તૃહરિ અને ગોપીચંદના પ્રેમ-વૈરાગ્યે, મચ્છંદર-ગોરખની અલખભાવનાએ અને નરસિંહ, મીરાં અને જેસલ-તોરલની પ્રેમભક્તિએ તેમ જ તેમનાં લૌકિક ભજનોએ એમના જીવન પર પ્રબળ અસર કરી છે. એમના મામા ભજનિક શ્રી માધવજી જગજીવનના હલકભર્યા કંઠે પ્રવાસ દરમ્યાન પ્રકૃતિના સાન્નિધ્યમાં સાંભળવા મળેલાં ભજનોના ઊંડા સંસ્કાર અને રાત્રે ભજનમંડળીઓમાં માણેલી ભજનોની ગહરી હલકના પ્રગાઢ સંસ્કાર પણ એમના ચિત્ત પર પડ્યા છે. ભજન એ કવિતાનું સર્વોચ્ચ વાહન છે અને એ દ્વારા આત્માનો ઉદ્ગાર થાય છે એ મતલબના શ્રી મેઘાણીના, અને કવિતાના હૃદયાનંદમાં આત્માનંદના ઘણાખરા અંશનો સમાવેશ થાય છે એવા શ્રી દેશળજી પરમારનાં વચનોને તેઓ લેખનપ્રવૃત્તિ દ્વારા સિદ્ધ કરવા મથે છે. પ્રકૃતિ અને પરમેશ્વરને તેઓ પોતાના પ્રિય લેખક તરીકે ઓળખાવે છે. નિસર્ગ જ એમનો પ્રિય ગ્રંથ છે, ભજનના સાહિત્યપ્રકાર પ્રત્યે એમને પક્ષપાત છે, કારણ કે એમાં છે નિગૂઢ દર્શન, ૫રમાત્મઆરત અને એ દ્વારા ઈશ્વરદર્શન. માનવસંપર્ક, ઉત્તમ સાહિત્યકૃતિઓનું વાચન અને નિત્ય પ્રભાતના સાગરદર્શનને તેઓ પોતાના પ્રેરણાનિર્ઝર તરીકે ઓળખાવે છે.
એમની લેખનપ્રવૃત્તિની શરૂઆત ઈ. ૧૯૨૭-૨૮થી થઈ-કવિશ્રી ન્હાનાલાલ, મેઘાણી, દેશળજી પરમાર, ચંદ્રવદન મહેતા અને ગોકળદાસ રાયચુરાના પૂર્ણ પ્રોત્સાહનથી. એમને પ્રથમ કાવ્યસંગ્રહ 'રામસાગર' ઈ.૧૯૫૦-૫૧માં પ્રગટ થયો અને ૧૯૫૧નું મુંબઈ કલમમંડળનું 'મહીડા પારિતોષિક' એને પ્રાપ્ત થયું. એ પછી 'અલખ તારો' અને 'સોહમ્' એ બે ભજનસંગ્રહો એમણે આપ્યા છે.
એમની લેખનપ્રવૃત્તિની શરૂઆત ઈ. ૧૯૨૭-૨૮થી થઈ-કવિશ્રી ન્હાનાલાલ, મેઘાણી, દેશળજી પરમાર, ચંદ્રવદન મહેતા અને ગોકળદાસ રાયચુરાના પૂર્ણ પ્રોત્સાહનથી. એમને પ્રથમ કાવ્યસંગ્રહ ‘રામસાગર' ઈ.૧૯૫૦-૫૧માં પ્રગટ થયો અને ૧૯૫૧નું મુંબઈ કલમમંડળનું ‘મહીડા પારિતોષિક' એને પ્રાપ્ત થયું. એ પછી ‘અલખ તારો' અને ‘સોહમ્' એ બે ભજનસંગ્રહો એમણે આપ્યા છે.
શ્રી સુધાંશુ સાચા કવિત્વના સંસ્કારવાળા કવિ તરીકે આપણે ત્યાં ઓળખાવાયા છે. જૂની ભજન પરંપરાને જીવંત રાખનારા કવિઓમાં એમનું નામ અગ્રસ્થાને છે. અગમનિગમનાં ગાન ગાનાર આ કવિએ માનવહૃદયના પ્રેમ, આનંદ અને નિરાશાના ભાવોને પણ વાચા આપી છે. જૂની રીતિમાં એમણે નવીન ભાવો ઝીલ્યા છે. વર્તમાન પરિસ્થિતિ કે પ્રસંગ પણ, પછી એ ગાંધીજીની શહાદત હોય કે કવિ ન્હાનાલાલનું મૃત્યુ, જૂની ભજનરીતિમાં તેઓ આલેખે છે. તળપદી સૌરાષ્ટ્રી લોકબાનીમાં કવિ સરિતાસાગરનાં પ્રતીકો કે કવચિત્ નવીન પ્રતિરૂપો યોજીને આકર્ષકતા લાવે છે. એમના પ્રકૃતિદર્શનમાં ૫ણ નાવીન્યનો અનુભવ થાય છે. આ આત્મમસ્ત કવિએ આપણી મરમી કવિતાની પરંપરાને ઉજજવળ રાખી છે. શ્રી મનસુખલાલ ઝવેરીએ સાચું જ કહ્યું છે કે એમનાં કાવ્યોમાં કડવાશ, અસંતોષ કે નિરાશા ખાસ દેખાતી નથી. લેખનપ્રવૃત્તિના ઊગમકાળે એમણે છંદોબદ્ધ કાવ્યો, ખંડકાવ્યો પણ લખેલાં (અને એ ‘ઊર્મિ’માં પ્રગટ પણ થયેલાં), પરંતુ પછી તે તળપદા ઢાળમાં અને તળપદા શબ્દોમાં આ ભક્તકવિએ અંતરની ભાવસમૃદ્ધિને, ભજનોમાં રેલાવી છે. શ્રી ન્હાનાલાલે પોરબંદરનાં મહારાણીશ્રી પરના એક પત્રમાં પોરબંદરના આ 'છૂપા સાહિત્યરત્ન'ની કૃતિઓને ‘ગિરનારી ભજનો' તરીકે ઓળખાવેલી.
શ્રી સુધાંશુ સાચા કવિત્વના સંસ્કારવાળા કવિ તરીકે આપણે ત્યાં ઓળખાવાયા છે. જૂની ભજન પરંપરાને જીવંત રાખનારા કવિઓમાં એમનું નામ અગ્રસ્થાને છે. અગમનિગમનાં ગાન ગાનાર આ કવિએ માનવહૃદયના પ્રેમ, આનંદ અને નિરાશાના ભાવોને પણ વાચા આપી છે. જૂની રીતિમાં એમણે નવીન ભાવો ઝીલ્યા છે. વર્તમાન પરિસ્થિતિ કે પ્રસંગ પણ, પછી એ ગાંધીજીની શહાદત હોય કે કવિ ન્હાનાલાલનું મૃત્યુ, જૂની ભજનરીતિમાં તેઓ આલેખે છે. તળપદી સૌરાષ્ટ્રી લોકબાનીમાં કવિ સરિતાસાગરનાં પ્રતીકો કે કવચિત્ નવીન પ્રતિરૂપો યોજીને આકર્ષકતા લાવે છે. એમના પ્રકૃતિદર્શનમાં ૫ણ નાવીન્યનો અનુભવ થાય છે. આ આત્મમસ્ત કવિએ આપણી મરમી કવિતાની પરંપરાને ઉજજવળ રાખી છે. શ્રી મનસુખલાલ ઝવેરીએ સાચું જ કહ્યું છે કે એમનાં કાવ્યોમાં કડવાશ, અસંતોષ કે નિરાશા ખાસ દેખાતી નથી. લેખનપ્રવૃત્તિના ઊગમકાળે એમણે છંદોબદ્ધ કાવ્યો, ખંડકાવ્યો પણ લખેલાં (અને એ ‘ઊર્મિ’માં પ્રગટ પણ થયેલાં), પરંતુ પછી તે તળપદા ઢાળમાં અને તળપદા શબ્દોમાં આ ભક્તકવિએ અંતરની ભાવસમૃદ્ધિને, ભજનોમાં રેલાવી છે. શ્રી ન્હાનાલાલે પોરબંદરનાં મહારાણીશ્રી પરના એક પત્રમાં પોરબંદરના આ ‘છૂપા સાહિત્યરત્ન'ની કૃતિઓને ‘ગિરનારી ભજનો' તરીકે ઓળખાવેલી.
એમની દરિયાઈ જીવનને લગતી ટૂંકી વાર્તાઓ -સાગરકથાઓ અને સામાજિક કથાઓ પણ સામયિકોમાં પ્રસિદ્ધ થયેલી છે અને તે ગ્રંથસ્થ થવામાં છે. છંદોબદ્ધ કાવ્યો અને ભજનોનો પ્રવાહ ચાલુ છે. શ્રી 'સુધાંશુ' અમદાવાદની ગુજરાત સાહિત્ય સભાના ઘણા લાંબા સમય સુધી સભ્ય હતા.
એમની દરિયાઈ જીવનને લગતી ટૂંકી વાર્તાઓ -સાગરકથાઓ અને સામાજિક કથાઓ પણ સામયિકોમાં પ્રસિદ્ધ થયેલી છે અને તે ગ્રંથસ્થ થવામાં છે. છંદોબદ્ધ કાવ્યો અને ભજનોનો પ્રવાહ ચાલુ છે. શ્રી ‘સુધાંશુ' અમદાવાદની ગુજરાત સાહિત્ય સભાના ઘણા લાંબા સમય સુધી સભ્ય હતા.
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 20: Line 20:
{{gap}}પ્રકાશક : પોતે.
{{gap}}પ્રકાશક : પોતે.
'''અભ્યાસ-સામગ્રી :'''
'''અભ્યાસ-સામગ્રી :'''
(૧) 'રામસાગર'ની શ્રી દેશળજી પરમારની પ્રસ્તાવના.
(૧) ‘રામસાગર'ની શ્રી દેશળજી પરમારની પ્રસ્તાવના.
(૨) ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી, ૧૯૫૬ ('અલખ તારો' માટે).
(૨) ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી, ૧૯૫૬ (‘અલખ તારો' માટે).
(૩) 'સોહમ્'નું શ્રી મનસુખલાલ ઝવેરીનું પુરોવચન.
(૩) ‘સોહમ્'નું શ્રી મનસુખલાલ ઝવેરીનું પુરોવચન.
(૪) આધુનિક કવિતાપ્રવાહ (જયંત પાઠક).
(૪) આધુનિક કવિતાપ્રવાહ (જયંત પાઠક).
</poem>
</poem>
{{right|'''સરનામું :''' સરનામું : રામટેકરી, પોરબંદર.}}<br>
{{right|'''સરનામું :'''સરનામું : રામટેકરી, પોરબંદર.}}<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = દામુભાઈ માવજીભાઈ સાંગાણી
|previous = દામુભાઈ માવજીભાઈ સાંગાણી
|next = દેવજી રામજી મોઢા
|next = દેવજી રામજી મોઢા
}}
}}

Latest revision as of 03:06, 13 June 2024

દામોદર કેશવજી ભટ્ટ ‘સુધાંશુ’

[૨૫-૧૨-૧૯૧૩]

કવિશ્રી ‘સુધાંશુ'નો જન્મ પોરબંદરમાં તા. ૨૫-૧૨-૧૯૧૩ના રોજ થયો હતો. મૂળ વતન તો કુતિયાણા, પણ ત્રણ પેઢીથી પોરબંદર જ એમનું વતન બની ગયું છે. જ્ઞાતિએ તેઓ બ્રહ્મભટ્ટ છે. પિતાનું નામ કેશવજી દેવીસિંગ અને માતાનું નામ પાનકુંવર. એમનાં લગ્ન ઈ. ૧૯૩૮માં મણિબાઈ સાથે થયાં હતાં. પોરબંદરની તાલુકા સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ લઈને તેઓ ત્યાંની ભાવસિંહજી હાઈસ્કૂલમાં દાખલ થયા હતા, અને ઈ.સ. ૧૯૩૧માં મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિક્યુલેશન પરીક્ષા પસાર કરી હતી. એ પછી એસ.ટી. સી.-માં પણ ઉત્તીર્ણ થયા હતા. વ્યવસાયે તેઓ શિક્ષક છે. માતૃસંસ્થા ભાવસિંહજી હાઈસ્કૂલમાં જ શિક્ષક તરીકે કાર્ય કરે છે. પત્રકારત્વમાં પણ તેઓ રસ ધરાવે છે અને તેઓ માને છે કે આમજનસંપર્કનું પ્રતિબિંબ પોતાના સર્જનમાં પડે છે. ભર્તૃહરિ અને ગોપીચંદના પ્રેમ-વૈરાગ્યે, મચ્છંદર-ગોરખની અલખભાવનાએ અને નરસિંહ, મીરાં અને જેસલ-તોરલની પ્રેમભક્તિએ તેમ જ તેમનાં લૌકિક ભજનોએ એમના જીવન પર પ્રબળ અસર કરી છે. એમના મામા ભજનિક શ્રી માધવજી જગજીવનના હલકભર્યા કંઠે પ્રવાસ દરમ્યાન પ્રકૃતિના સાન્નિધ્યમાં સાંભળવા મળેલાં ભજનોના ઊંડા સંસ્કાર અને રાત્રે ભજનમંડળીઓમાં માણેલી ભજનોની ગહરી હલકના પ્રગાઢ સંસ્કાર પણ એમના ચિત્ત પર પડ્યા છે. ભજન એ કવિતાનું સર્વોચ્ચ વાહન છે અને એ દ્વારા આત્માનો ઉદ્ગાર થાય છે એ મતલબના શ્રી મેઘાણીના, અને કવિતાના હૃદયાનંદમાં આત્માનંદના ઘણાખરા અંશનો સમાવેશ થાય છે એવા શ્રી દેશળજી પરમારનાં વચનોને તેઓ લેખનપ્રવૃત્તિ દ્વારા સિદ્ધ કરવા મથે છે. પ્રકૃતિ અને પરમેશ્વરને તેઓ પોતાના પ્રિય લેખક તરીકે ઓળખાવે છે. નિસર્ગ જ એમનો પ્રિય ગ્રંથ છે, ભજનના સાહિત્યપ્રકાર પ્રત્યે એમને પક્ષપાત છે, કારણ કે એમાં છે નિગૂઢ દર્શન, ૫રમાત્મઆરત અને એ દ્વારા ઈશ્વરદર્શન. માનવસંપર્ક, ઉત્તમ સાહિત્યકૃતિઓનું વાચન અને નિત્ય પ્રભાતના સાગરદર્શનને તેઓ પોતાના પ્રેરણાનિર્ઝર તરીકે ઓળખાવે છે. એમની લેખનપ્રવૃત્તિની શરૂઆત ઈ. ૧૯૨૭-૨૮થી થઈ-કવિશ્રી ન્હાનાલાલ, મેઘાણી, દેશળજી પરમાર, ચંદ્રવદન મહેતા અને ગોકળદાસ રાયચુરાના પૂર્ણ પ્રોત્સાહનથી. એમને પ્રથમ કાવ્યસંગ્રહ ‘રામસાગર' ઈ.૧૯૫૦-૫૧માં પ્રગટ થયો અને ૧૯૫૧નું મુંબઈ કલમમંડળનું ‘મહીડા પારિતોષિક' એને પ્રાપ્ત થયું. એ પછી ‘અલખ તારો' અને ‘સોહમ્' એ બે ભજનસંગ્રહો એમણે આપ્યા છે. શ્રી સુધાંશુ સાચા કવિત્વના સંસ્કારવાળા કવિ તરીકે આપણે ત્યાં ઓળખાવાયા છે. જૂની ભજન પરંપરાને જીવંત રાખનારા કવિઓમાં એમનું નામ અગ્રસ્થાને છે. અગમનિગમનાં ગાન ગાનાર આ કવિએ માનવહૃદયના પ્રેમ, આનંદ અને નિરાશાના ભાવોને પણ વાચા આપી છે. જૂની રીતિમાં એમણે નવીન ભાવો ઝીલ્યા છે. વર્તમાન પરિસ્થિતિ કે પ્રસંગ પણ, પછી એ ગાંધીજીની શહાદત હોય કે કવિ ન્હાનાલાલનું મૃત્યુ, જૂની ભજનરીતિમાં તેઓ આલેખે છે. તળપદી સૌરાષ્ટ્રી લોકબાનીમાં કવિ સરિતાસાગરનાં પ્રતીકો કે કવચિત્ નવીન પ્રતિરૂપો યોજીને આકર્ષકતા લાવે છે. એમના પ્રકૃતિદર્શનમાં ૫ણ નાવીન્યનો અનુભવ થાય છે. આ આત્મમસ્ત કવિએ આપણી મરમી કવિતાની પરંપરાને ઉજજવળ રાખી છે. શ્રી મનસુખલાલ ઝવેરીએ સાચું જ કહ્યું છે કે એમનાં કાવ્યોમાં કડવાશ, અસંતોષ કે નિરાશા ખાસ દેખાતી નથી. લેખનપ્રવૃત્તિના ઊગમકાળે એમણે છંદોબદ્ધ કાવ્યો, ખંડકાવ્યો પણ લખેલાં (અને એ ‘ઊર્મિ’માં પ્રગટ પણ થયેલાં), પરંતુ પછી તે તળપદા ઢાળમાં અને તળપદા શબ્દોમાં આ ભક્તકવિએ અંતરની ભાવસમૃદ્ધિને, ભજનોમાં રેલાવી છે. શ્રી ન્હાનાલાલે પોરબંદરનાં મહારાણીશ્રી પરના એક પત્રમાં પોરબંદરના આ ‘છૂપા સાહિત્યરત્ન'ની કૃતિઓને ‘ગિરનારી ભજનો' તરીકે ઓળખાવેલી. એમની દરિયાઈ જીવનને લગતી ટૂંકી વાર્તાઓ -સાગરકથાઓ અને સામાજિક કથાઓ પણ સામયિકોમાં પ્રસિદ્ધ થયેલી છે અને તે ગ્રંથસ્થ થવામાં છે. છંદોબદ્ધ કાવ્યો અને ભજનોનો પ્રવાહ ચાલુ છે. શ્રી ‘સુધાંશુ' અમદાવાદની ગુજરાત સાહિત્ય સભાના ઘણા લાંબા સમય સુધી સભ્ય હતા.

કૃતિઓ
૧. રામસાગર : મૌલિક, ભજનકાવ્યો; પ્ર. સાલ ૧૯૫૦-૫૧.
પ્રકાશક : ભારતી સાહિત્ય સંઘ, અમદાવાદ.
૨. અલખ તારો : મૌલિક, ભજનકાવ્યો; પ્ર. સાલ ૧૯૫૭.
પ્રકાશક : હિન્દ પુસ્તક ભંડાર.
૩. સોહમ્ : મૌલિક, ભજન કાવ્યો; પ્ર. સાલ ૧૯૬૦.
પ્રકાશક : પોતે.
અભ્યાસ-સામગ્રી :
(૧) ‘રામસાગર'ની શ્રી દેશળજી પરમારની પ્રસ્તાવના.
(૨) ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી, ૧૯૫૬ (‘અલખ તારો' માટે).
(૩) ‘સોહમ્'નું શ્રી મનસુખલાલ ઝવેરીનું પુરોવચન.
(૪) આધુનિક કવિતાપ્રવાહ (જયંત પાઠક).

સરનામું :સરનામું : રામટેકરી, પોરબંદર.