ગ્રંથ અને ગ્રંથકાર/પ્રાગજી જમનાદાસ ડોસા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(Corrected Inverted Comas)
 
Line 5: Line 5:


એમનો જન્મ ઈ.સ.૧૯૦૮ના સપ્ટેમ્બરની ૨૫ મી તારીખે મુંબઈમાં થયો હતો. તેમનું મૂળ વતન કચ્છમાં આવેલું નલિયા ગામ. તેમના પિતાનું નામ જમનાદાસ ગોકુલદાસ ડોસા અને માતાનું નામ મોંઘીબાઈ. જ્ઞાતિએ તેઓ ભાટિયા છે. શ્રી પ્રાગજીભાઈએ ૧૯૨૩માં શ્રી પ્રેમકુંવર સાથે લગ્ન કર્યું હતું. તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ મુંબઈમાં અને પંચગનીમાં કર્યો હતો. ઉચ્ચ શિક્ષણના પ્રથમ વર્ષનું શિક્ષણ વિલ્સન કૉલેજમાં અને ઇન્ટર આર્ટ્સનું સેંટ ઝેવિયર્સમાં, ૧૯૨૮માં, લીધેલું. ત્યાર પછી તેઓ રૂના ધંધામાં પડ્યા.
એમનો જન્મ ઈ.સ.૧૯૦૮ના સપ્ટેમ્બરની ૨૫ મી તારીખે મુંબઈમાં થયો હતો. તેમનું મૂળ વતન કચ્છમાં આવેલું નલિયા ગામ. તેમના પિતાનું નામ જમનાદાસ ગોકુલદાસ ડોસા અને માતાનું નામ મોંઘીબાઈ. જ્ઞાતિએ તેઓ ભાટિયા છે. શ્રી પ્રાગજીભાઈએ ૧૯૨૩માં શ્રી પ્રેમકુંવર સાથે લગ્ન કર્યું હતું. તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ મુંબઈમાં અને પંચગનીમાં કર્યો હતો. ઉચ્ચ શિક્ષણના પ્રથમ વર્ષનું શિક્ષણ વિલ્સન કૉલેજમાં અને ઇન્ટર આર્ટ્સનું સેંટ ઝેવિયર્સમાં, ૧૯૨૮માં, લીધેલું. ત્યાર પછી તેઓ રૂના ધંધામાં પડ્યા.
શ્રી પ્રાગજીભાઈના જીવન ઉપર બંગાળના સંત 'હરનાથ પાગલ'ની પ્રેમલક્ષણા ભક્તિની અસર છે. વળી સંગીતમાર્તંડ પંડિત ઓમકારનાથ ઠાકુર પાસે ત્રણ વર્ષ સુધી શાસ્ત્રીય સંગીતનું અધ્યયન કરીને સંગીતનો રસાસ્વાદ કરવાની શક્તિ મેળવી. પુસ્તકોમાં સરસ્વતીચંદ્ર, મુનશી-મેઘાણીની નવલકથાઓની અને અંગ્રેજીમાં હૉલ કેન, ડુમા, મેરી કૉરેલી અને ચાર્લ્સ ડિકન્સની એમના પર પ્રબળ અસર પડી છે.
શ્રી પ્રાગજીભાઈના જીવન ઉપર બંગાળના સંત ‘હરનાથ પાગલ'ની પ્રેમલક્ષણા ભક્તિની અસર છે. વળી સંગીતમાર્તંડ પંડિત ઓમકારનાથ ઠાકુર પાસે ત્રણ વર્ષ સુધી શાસ્ત્રીય સંગીતનું અધ્યયન કરીને સંગીતનો રસાસ્વાદ કરવાની શક્તિ મેળવી. પુસ્તકોમાં સરસ્વતીચંદ્ર, મુનશી-મેઘાણીની નવલકથાઓની અને અંગ્રેજીમાં હૉલ કેન, ડુમા, મેરી કૉરેલી અને ચાર્લ્સ ડિકન્સની એમના પર પ્રબળ અસર પડી છે.
શ્રી પ્રાગજીભાઈની પ્રથમ નાટિકા 'સંસારપંથ' ૧૯૨૯માં લખાઈ અને સફળતાથી ભજવાઈ એટલે નાટ્યલેખન તરફ તેઓ વળ્યા. તેમને મન નાટક એટલે સંસારનું દર્શન. નાટક એ એવું માધ્યમ છે કે જેની સચોટ અસર પ્રેક્ષકો ઉપર પડે છે. ધ્યેયલક્ષી નાટકો દ્વારા સુસંસ્કારનું સિંચન કરવાના ઉદ્દેશથી જ તેઓ નાટકો લખે છે. વિદ્યાલયમાં અભ્યાસ કરતા ત્યારે કવિશ્રી જામને એમને નાટકો લખવા પ્રેરેલા, અને ઈ. ૧૯૨૯માં એમની પ્રથમ નાટ્યકૃતિ 'સંસારપંથ' સફળતાથી ભજવાઈ. તેમને સાહિત્યસર્જનમાં પ્રેરણા આપી રંગભૂમિનાં નાટકોએ, શ્રી યુવક સંમેલને-જેણે એમની ઘણી નાટિકાઓ ભજવી અને શ્રી પ્રાણલાલ દેવકરણ નાનજી શેઠ તરફથી સતત મળતા ઉત્સાહે.
શ્રી પ્રાગજીભાઈની પ્રથમ નાટિકા ‘સંસારપંથ' ૧૯૨૯માં લખાઈ અને સફળતાથી ભજવાઈ એટલે નાટ્યલેખન તરફ તેઓ વળ્યા. તેમને મન નાટક એટલે સંસારનું દર્શન. નાટક એ એવું માધ્યમ છે કે જેની સચોટ અસર પ્રેક્ષકો ઉપર પડે છે. ધ્યેયલક્ષી નાટકો દ્વારા સુસંસ્કારનું સિંચન કરવાના ઉદ્દેશથી જ તેઓ નાટકો લખે છે. વિદ્યાલયમાં અભ્યાસ કરતા ત્યારે કવિશ્રી જામને એમને નાટકો લખવા પ્રેરેલા, અને ઈ. ૧૯૨૯માં એમની પ્રથમ નાટ્યકૃતિ ‘સંસારપંથ' સફળતાથી ભજવાઈ. તેમને સાહિત્યસર્જનમાં પ્રેરણા આપી રંગભૂમિનાં નાટકોએ, શ્રી યુવક સંમેલને-જેણે એમની ઘણી નાટિકાઓ ભજવી અને શ્રી પ્રાણલાલ દેવકરણ નાનજી શેઠ તરફથી સતત મળતા ઉત્સાહે.
એમનો પ્રથમ નવલિકાસંગ્રહ 'પુષ્પકુંજ' એમણે જાતે ૧૯૩૪માં પ્રગટ કર્યો. ત્યારે 'એક ભાઈ એમના માસિકના વાર્ષિક ભેટપુસ્તક તરીકે એ સંગ્રહ લઈ ગયા ને બદલામાં ખોટો ચેક આપી ગયા એ પ્રથમ અનુભવ’ એમને થયો. એમનાં નાટકોને તખતા ઉપર અનેરી સફળતા મળી છે. એમની નાટ્યકૃતિઓને ('છોરુકછોરુ', 'મંગલમંદિર', ‘ઘરનો દીવો', 'મનની માયા' વગેરેને) સરકારી ઇનામો પણ મળ્યાં છે. હમણાં જ એમણે શરબાબુની નવલકથા 'પરિણીતા'નું નાટ્યરૂપાંતર પૂરું કર્યું છે અને ટાગોરની નવલ 'નૌકા ડૂબી'નું નાટ્યરૂપાંતર કરી રહ્યા છે.
એમનો પ્રથમ નવલિકાસંગ્રહ ‘પુષ્પકુંજ' એમણે જાતે ૧૯૩૪માં પ્રગટ કર્યો. ત્યારે ‘એક ભાઈ એમના માસિકના વાર્ષિક ભેટપુસ્તક તરીકે એ સંગ્રહ લઈ ગયા ને બદલામાં ખોટો ચેક આપી ગયા એ પ્રથમ અનુભવ’ એમને થયો. એમનાં નાટકોને તખતા ઉપર અનેરી સફળતા મળી છે. એમની નાટ્યકૃતિઓને (‘છોરુકછોરુ', ‘મંગલમંદિર', ‘ઘરનો દીવો', ‘મનની માયા' વગેરેને) સરકારી ઇનામો પણ મળ્યાં છે. હમણાં જ એમણે શરબાબુની નવલકથા ‘પરિણીતા'નું નાટ્યરૂપાંતર પૂરું કર્યું છે અને ટાગોરની નવલ ‘નૌકા ડૂબી'નું નાટ્યરૂપાંતર કરી રહ્યા છે.
શ્રી પ્રાગજીભાઈ એ ત્રણ વર્ષ સુધી 'ગુજરાતી નાટ્ય' માસિકનું તંત્રીપદ સંભાળેલું. તેઓ મુંબઈમાં સ્થપાયેલા ‘ગુજરાતી નાટ્ય મંડળના મંત્રી પણ હતા. તેમણે સિલોન, પિનાંગ, સિંગાપોર, હોંગકોંગ, ચીન, જાપાન, રશિયા અને ઇજિપ્તનો પ્રવાસ કરીને ત્યાંની રંગભૂમિનો અભ્યાસ કર્યો છે. રશિયાના પ્રસિદ્ધ નગર તાશ્કંદમાં ગોર્કી થિયેટરે તેમનું નાટક 'છોરુ કછોરુ' રજૂ કર્યું તેને અપૂર્વ સફળતા મળી. પ્રાગજીભાઈએ એ નાટકનો ૫૫મો નાટ્યપ્રયોગ તાશ્કંદમાં નિહાળ્યો. તેઓ ૧૯૫૦થી રમતગમતનું અવલોકન મુંબઈ રેડિયો પરથી કરે છે. રેડિયો ઉપર તેમના સંગીતના પ્રોગ્રામો અને નાટિકાઓ, રૂપકો મળી કુલ ૩૨ કૃતિઓ રજૂ થઈ છે. તેઓ મુંબઈની અનેક નાટ્યસંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ઇન્ડિયન ફિલ્મ રાઈટર્સ એસોસિયેશન અને ‘ઈન્ડો–સોવિયેટ કલ્ચરલ સેસાયટી’ના તેઓ સભ્ય છે. ‘ઇન્ડો–અમેરિકન’ સોસાયટી તેમ જ બીજી ઘણી સંસ્થાઓના તેઓ સભ્ય છે. શ્રી પ્રાગજીભાઈનો પ્રિય ગ્રંથ છે રામાયણ. એમનો પ્રિય લેખક છે મેરી કૉરેલી. કૉરેલીની સુરેખ અને સાહિત્યિક ભાષાની એમને જબરી મોહિની છે.
શ્રી પ્રાગજીભાઈ એ ત્રણ વર્ષ સુધી ‘ગુજરાતી નાટ્ય' માસિકનું તંત્રીપદ સંભાળેલું. તેઓ મુંબઈમાં સ્થપાયેલા ‘ગુજરાતી નાટ્ય મંડળના મંત્રી પણ હતા. તેમણે સિલોન, પિનાંગ, સિંગાપોર, હોંગકોંગ, ચીન, જાપાન, રશિયા અને ઇજિપ્તનો પ્રવાસ કરીને ત્યાંની રંગભૂમિનો અભ્યાસ કર્યો છે. રશિયાના પ્રસિદ્ધ નગર તાશ્કંદમાં ગોર્કી થિયેટરે તેમનું નાટક ‘છોરુ કછોરુ' રજૂ કર્યું તેને અપૂર્વ સફળતા મળી. પ્રાગજીભાઈએ એ નાટકનો ૫૫મો નાટ્યપ્રયોગ તાશ્કંદમાં નિહાળ્યો. તેઓ ૧૯૫૦થી રમતગમતનું અવલોકન મુંબઈ રેડિયો પરથી કરે છે. રેડિયો ઉપર તેમના સંગીતના પ્રોગ્રામો અને નાટિકાઓ, રૂપકો મળી કુલ ૩૨ કૃતિઓ રજૂ થઈ છે. તેઓ મુંબઈની અનેક નાટ્યસંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ઇન્ડિયન ફિલ્મ રાઈટર્સ એસોસિયેશન અને ‘ઈન્ડો–સોવિયેટ કલ્ચરલ સેસાયટી’ના તેઓ સભ્ય છે. ‘ઇન્ડો–અમેરિકન’ સોસાયટી તેમ જ બીજી ઘણી સંસ્થાઓના તેઓ સભ્ય છે. શ્રી પ્રાગજીભાઈનો પ્રિય ગ્રંથ છે રામાયણ. એમનો પ્રિય લેખક છે મેરી કૉરેલી. કૉરેલીની સુરેખ અને સાહિત્યિક ભાષાની એમને જબરી મોહિની છે.
એમની ‘મંગલમંદિર', 'છોરું કછોરુ' જેવી કેટલીક નાટ્યકૃતિઓ આપણે ત્યાં સારી પ્રશંસા પામી છે. નાટ્યસ્પર્ધાઓમાં તખતા પર રજૂ થયેલાં એમનાં નાટકોને પહેલું કે છેવટે બીજું પારિતોષિક તો ભાગ્યે જ મળ્યા વિના રહ્યું હશે. એમનાં નાટકો રંગભૂમિની દૃષ્ટિએ શિષ્ટ હોય છે અને સંવાદની ચપળતા તેમ જ કૌતુકરસની જમાવટમાં લેખકને સારી ફાવટ હોવાથી સારું આકર્ષણ ઊભું કરે છે. એમની કેટલીક નાટ્યકૃતિઓ મરાઠી.. તેમ જ હિન્દીમાં પણ ભજવાઈ છે એ નોંધપાત્ર છે.
એમની ‘મંગલમંદિર', ‘છોરું કછોરુ' જેવી કેટલીક નાટ્યકૃતિઓ આપણે ત્યાં સારી પ્રશંસા પામી છે. નાટ્યસ્પર્ધાઓમાં તખતા પર રજૂ થયેલાં એમનાં નાટકોને પહેલું કે છેવટે બીજું પારિતોષિક તો ભાગ્યે જ મળ્યા વિના રહ્યું હશે. એમનાં નાટકો રંગભૂમિની દૃષ્ટિએ શિષ્ટ હોય છે અને સંવાદની ચપળતા તેમ જ કૌતુકરસની જમાવટમાં લેખકને સારી ફાવટ હોવાથી સારું આકર્ષણ ઊભું કરે છે. એમની કેટલીક નાટ્યકૃતિઓ મરાઠી.. તેમ જ હિન્દીમાં પણ ભજવાઈ છે એ નોંધપાત્ર છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>'''કૃતિઓ'''
<poem>'''કૃતિઓ'''
Line 30: Line 30:
{{gap}}પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ., મુંબઈ.
{{gap}}પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ., મુંબઈ.
'''અભ્યાસ-સામગ્રી :'''
'''અભ્યાસ-સામગ્રી :'''
ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી, ૧૯૫૫ ('મંગલમંદિર', 'બાલ નાટિકાઓ' માટે), ૧૯૫૬ (‘છોરુકછોરુ' માટે) ગુજરાતી નાટ્યમંડળે યોજેલા નાટ્યમહોત્સવમાં ‘ઘરનો દીવો' નાટકની ચર્ચામાં ‘વિભાવન મઝાનું પણ ભજવણીનું મૂર્તસ્વરૂપ કંગાળ' એ ચર્ચા; 'છોરુકછોરુ'નું ગુજરાત વિદ્યાસભાનું અવલોકન.
ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી, ૧૯૫૫ (‘મંગલમંદિર', ‘બાલ નાટિકાઓ' માટે), ૧૯૫૬ (‘છોરુકછોરુ' માટે) ગુજરાતી નાટ્યમંડળે યોજેલા નાટ્યમહોત્સવમાં ‘ઘરનો દીવો' નાટકની ચર્ચામાં ‘વિભાવન મઝાનું પણ ભજવણીનું મૂર્તસ્વરૂપ કંગાળ' એ ચર્ચા; 'છોરુકછોરુ'નું ગુજરાત વિદ્યાસભાનું અવલોકન.
</poem>
</poem>
{{right|'''સરનામું :''' પુષ્પકુંજ, ૨૪, કાર્માઇકલ રોડ, મુંબઈ-૨૬.}}<br>
{{right|'''સરનામું :''' પુષ્પકુંજ, ૨૪, કાર્માઇકલ રોડ, મુંબઈ-૨૬.}}<br>

Latest revision as of 01:27, 14 June 2024

પ્રાગજી જમનાદાસ ડોસા

[૨૫-૯-૧૯૦૮]

એમનો જન્મ ઈ.સ.૧૯૦૮ના સપ્ટેમ્બરની ૨૫ મી તારીખે મુંબઈમાં થયો હતો. તેમનું મૂળ વતન કચ્છમાં આવેલું નલિયા ગામ. તેમના પિતાનું નામ જમનાદાસ ગોકુલદાસ ડોસા અને માતાનું નામ મોંઘીબાઈ. જ્ઞાતિએ તેઓ ભાટિયા છે. શ્રી પ્રાગજીભાઈએ ૧૯૨૩માં શ્રી પ્રેમકુંવર સાથે લગ્ન કર્યું હતું. તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ મુંબઈમાં અને પંચગનીમાં કર્યો હતો. ઉચ્ચ શિક્ષણના પ્રથમ વર્ષનું શિક્ષણ વિલ્સન કૉલેજમાં અને ઇન્ટર આર્ટ્સનું સેંટ ઝેવિયર્સમાં, ૧૯૨૮માં, લીધેલું. ત્યાર પછી તેઓ રૂના ધંધામાં પડ્યા. શ્રી પ્રાગજીભાઈના જીવન ઉપર બંગાળના સંત ‘હરનાથ પાગલ'ની પ્રેમલક્ષણા ભક્તિની અસર છે. વળી સંગીતમાર્તંડ પંડિત ઓમકારનાથ ઠાકુર પાસે ત્રણ વર્ષ સુધી શાસ્ત્રીય સંગીતનું અધ્યયન કરીને સંગીતનો રસાસ્વાદ કરવાની શક્તિ મેળવી. પુસ્તકોમાં સરસ્વતીચંદ્ર, મુનશી-મેઘાણીની નવલકથાઓની અને અંગ્રેજીમાં હૉલ કેન, ડુમા, મેરી કૉરેલી અને ચાર્લ્સ ડિકન્સની એમના પર પ્રબળ અસર પડી છે. શ્રી પ્રાગજીભાઈની પ્રથમ નાટિકા ‘સંસારપંથ' ૧૯૨૯માં લખાઈ અને સફળતાથી ભજવાઈ એટલે નાટ્યલેખન તરફ તેઓ વળ્યા. તેમને મન નાટક એટલે સંસારનું દર્શન. નાટક એ એવું માધ્યમ છે કે જેની સચોટ અસર પ્રેક્ષકો ઉપર પડે છે. ધ્યેયલક્ષી નાટકો દ્વારા સુસંસ્કારનું સિંચન કરવાના ઉદ્દેશથી જ તેઓ નાટકો લખે છે. વિદ્યાલયમાં અભ્યાસ કરતા ત્યારે કવિશ્રી જામને એમને નાટકો લખવા પ્રેરેલા, અને ઈ. ૧૯૨૯માં એમની પ્રથમ નાટ્યકૃતિ ‘સંસારપંથ' સફળતાથી ભજવાઈ. તેમને સાહિત્યસર્જનમાં પ્રેરણા આપી રંગભૂમિનાં નાટકોએ, શ્રી યુવક સંમેલને-જેણે એમની ઘણી નાટિકાઓ ભજવી અને શ્રી પ્રાણલાલ દેવકરણ નાનજી શેઠ તરફથી સતત મળતા ઉત્સાહે. એમનો પ્રથમ નવલિકાસંગ્રહ ‘પુષ્પકુંજ' એમણે જાતે ૧૯૩૪માં પ્રગટ કર્યો. ત્યારે ‘એક ભાઈ એમના માસિકના વાર્ષિક ભેટપુસ્તક તરીકે એ સંગ્રહ લઈ ગયા ને બદલામાં ખોટો ચેક આપી ગયા એ પ્રથમ અનુભવ’ એમને થયો. એમનાં નાટકોને તખતા ઉપર અનેરી સફળતા મળી છે. એમની નાટ્યકૃતિઓને (‘છોરુકછોરુ', ‘મંગલમંદિર', ‘ઘરનો દીવો', ‘મનની માયા' વગેરેને) સરકારી ઇનામો પણ મળ્યાં છે. હમણાં જ એમણે શરબાબુની નવલકથા ‘પરિણીતા'નું નાટ્યરૂપાંતર પૂરું કર્યું છે અને ટાગોરની નવલ ‘નૌકા ડૂબી'નું નાટ્યરૂપાંતર કરી રહ્યા છે. શ્રી પ્રાગજીભાઈ એ ત્રણ વર્ષ સુધી ‘ગુજરાતી નાટ્ય' માસિકનું તંત્રીપદ સંભાળેલું. તેઓ મુંબઈમાં સ્થપાયેલા ‘ગુજરાતી નાટ્ય મંડળના મંત્રી પણ હતા. તેમણે સિલોન, પિનાંગ, સિંગાપોર, હોંગકોંગ, ચીન, જાપાન, રશિયા અને ઇજિપ્તનો પ્રવાસ કરીને ત્યાંની રંગભૂમિનો અભ્યાસ કર્યો છે. રશિયાના પ્રસિદ્ધ નગર તાશ્કંદમાં ગોર્કી થિયેટરે તેમનું નાટક ‘છોરુ કછોરુ' રજૂ કર્યું તેને અપૂર્વ સફળતા મળી. પ્રાગજીભાઈએ એ નાટકનો ૫૫મો નાટ્યપ્રયોગ તાશ્કંદમાં નિહાળ્યો. તેઓ ૧૯૫૦થી રમતગમતનું અવલોકન મુંબઈ રેડિયો પરથી કરે છે. રેડિયો ઉપર તેમના સંગીતના પ્રોગ્રામો અને નાટિકાઓ, રૂપકો મળી કુલ ૩૨ કૃતિઓ રજૂ થઈ છે. તેઓ મુંબઈની અનેક નાટ્યસંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ઇન્ડિયન ફિલ્મ રાઈટર્સ એસોસિયેશન અને ‘ઈન્ડો–સોવિયેટ કલ્ચરલ સેસાયટી’ના તેઓ સભ્ય છે. ‘ઇન્ડો–અમેરિકન’ સોસાયટી તેમ જ બીજી ઘણી સંસ્થાઓના તેઓ સભ્ય છે. શ્રી પ્રાગજીભાઈનો પ્રિય ગ્રંથ છે રામાયણ. એમનો પ્રિય લેખક છે મેરી કૉરેલી. કૉરેલીની સુરેખ અને સાહિત્યિક ભાષાની એમને જબરી મોહિની છે. એમની ‘મંગલમંદિર', ‘છોરું કછોરુ' જેવી કેટલીક નાટ્યકૃતિઓ આપણે ત્યાં સારી પ્રશંસા પામી છે. નાટ્યસ્પર્ધાઓમાં તખતા પર રજૂ થયેલાં એમનાં નાટકોને પહેલું કે છેવટે બીજું પારિતોષિક તો ભાગ્યે જ મળ્યા વિના રહ્યું હશે. એમનાં નાટકો રંગભૂમિની દૃષ્ટિએ શિષ્ટ હોય છે અને સંવાદની ચપળતા તેમ જ કૌતુકરસની જમાવટમાં લેખકને સારી ફાવટ હોવાથી સારું આકર્ષણ ઊભું કરે છે. એમની કેટલીક નાટ્યકૃતિઓ મરાઠી.. તેમ જ હિન્દીમાં પણ ભજવાઈ છે એ નોંધપાત્ર છે.

કૃતિઓ
૧. પુષ્પકુંજ : મૌલિક, નવલિકાસંગ્રહ: પ્ર. સાલ ૧૯૩૪.
૨. સમયનાં વહેણ : મૌલિક, નાટક: પ્ર. સાલ ૧૯૫૦.
પ્રકાશક : (બન્નેના) પોતે.
૩. ઘરનો દીવો : મૌલિક, નાટક: પ્ર. સાલ ૧૯૫૨.
પ્રકાશક : પહેલી આવૃત્તિ પોતે.
બીજી આવૃત્તિ : એન. એમ. ત્રિપાઠી પ્રા.લિ મંબઈ.
૪. મંગલમંદિર : મૌલિક, નાટક; પ્ર. સાલ ૧૯૫૫, બીજી આવૃત્તિ ૧૯૫૬, ત્રીજી આવૃત્તિ ૧૯૬૦.
પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ.
૫. છોરું કછોરુ : મૌલિક, નાટક; પ્ર. ૧૯૫૬, બીજી આવૃત્તિ ૧૯૫૯.
પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ.
૬. સહકારના દીવા : મૌલિક, નાટક; પ્ર. સાલ ૧૯૫૮.
પ્રકાશક : મુંબઈ રાજ્ય સરકાર, મુંબઈ.
૭. ચરણરજ : મૌલિક, એકાંકીસંગ્રહ; પ્ર. સાલ ૧૯૫૫.
૮. એકલવ્ય અને બીજી બાલ-નાટિકાઓ : મૌલિક, બાલનાટિકાઓ; પ્ર. સાલ ૧૯૫૫, બીજી આવૃત્તિ ૧૯૫૮.
પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ.
૯. મનની માયા અને જેવી છું તેવી: મૌલિક, નાટકો: પ્ર. સાલ ૧૯૬૦.
પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ., મુંબઈ.
અભ્યાસ-સામગ્રી :
ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી, ૧૯૫૫ (‘મંગલમંદિર', ‘બાલ નાટિકાઓ' માટે), ૧૯૫૬ (‘છોરુકછોરુ' માટે) ગુજરાતી નાટ્યમંડળે યોજેલા નાટ્યમહોત્સવમાં ‘ઘરનો દીવો' નાટકની ચર્ચામાં ‘વિભાવન મઝાનું પણ ભજવણીનું મૂર્તસ્વરૂપ કંગાળ' એ ચર્ચા; 'છોરુકછોરુ'નું ગુજરાત વિદ્યાસભાનું અવલોકન.

સરનામું : પુષ્પકુંજ, ૨૪, કાર્માઇકલ રોડ, મુંબઈ-૨૬.