ગ્રંથ અને ગ્રંથકાર/બબલભાઈ પ્રાણજીવનદાસ મહેતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(Corrected Inverted Comas)
 
Line 8: Line 8:
શ્રી બબલભાઈના જીવનના મુખ્ય વિકાસદર્શક અને લેખકજીવનને પોષક એવા પાંચ પ્રસંગો છે. સૌ પ્રથમ તો ૧૯૨૮માં કાકાસાહેબની પ્રેરણાથી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા તે. ત્યારપછી ૧૯૩૦થી ૧૯૪૨ સુધીની રાષ્ટ્રીય લડતોમાં દરેક વેળા આગળ પડતો ભાગ લઈને જેલગમન. ૧૯૩૪થી ૧૯૩૭નાં વર્ષોમાં ત્રાસરા ગામમાં બેસીને ગ્રામસેવાનો પ્રત્યક્ષ લહાવો લીધો. ૧૯૩૭થી ૧૯૪૨ સુધી બુનિયાદી તાલીમનો થામણા ગામે સફળ પ્રયોગ કર્યો ૧૯૪૨થી નયી તાલીમ, લોકશિક્ષણ, ભૂદાનપ્રવૃત્તિ વગેરે દ્વારા લોકશિક્ષણ અને લોકસેવાનું અથાગ કાર્ય કરવું એ બબલભાઈ જેવા કસાયેલા કાર્યકર માટે નાનીસૂની સિદ્ધિ નથી. સદાય કાર્યરત બબલભાઈ ગુજરાતના વર્તમાન જીવનની એક વિભૂતિ છે.

શ્રી બબલભાઈના પ્રિય લેખક છે કાકાસાહેબ, કારણ કે કાકાસાહેબે જીવન અંગેનું રસથી ભરપૂર સાહિત્ય આપ્યું છે. જીવનનાં વિવિધ પાસાં વિશે, જીવનને ઉન્નત કરે એવું કાવ્યાત્મક અને કલાત્મક ગદ્ય લખીને કાકાસાહેબે એમને અને એમના જેવા અનેકને પ્રેરણા આપી છે. સ્વચ્છતા, ચારિત્ર્ય અને અવેર એ ત્રણ વિષયો પ્રત્યે શ્રી બબલભાઈને ખૂબ જ પ્રેમ છે; કારણ, એ ત્રણે દ્વારા જ સમાજ ઉન્નત બને છે એવી એમની શ્રદ્ધા છે. ગ્રામસેવા અને વિદ્યાર્થીઓ સાથે પ્રવૃત્તિઓ કરતાં કરતાં બબલભાઈએ સાહિત્યસર્જન માટે પ્રોત્સાહન મેળવ્યું છે. તેઓ માને છે કે સાહિત્ય સામાન્યતઃ જીવનના અનુભવ ઉપરથી જ લખાય છે. સાહિત્ય તૈયાર કરતાં તથા એનું વાચન કરતાં કરતાં શ્રી બબલભાઈની જીવનસાધના થતી હોય છે. ગાંધીસાહિત્યનાં પુસ્તકો તેઓ વિશેષ વાંચે છે.

એમની પ્રથમ કૃતિ 'રશિયાનું ઘડતર' પ્રસ્થાન કાર્યાલયે ૧૯૩૩માં પ્રસિદ્ધ કરી. ૧૯૩૨માં બબલભાઈ જેલમાં હતા ત્યારે રશિયન સાહિત્યનો અભ્યાસ કરતાં કરતાં રશિયન રાજ્યક્રાંતિના ઇતિહાસનું આ પુસ્તક લખ્યું. પરાધીન ભારતના નવજુવાનોને સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે કાંઈક કરી છૂટવાની પ્રેરણા આપે એ હેતુથી ‘રશિયાનું ઘડતર' એમણે તૈયાર કરેલ. ત્યારથી માડી આજલગીમાં એમનાં બારેક પુસ્તકો પ્રગટ થયાં છે. થોડા સમય પર તેમણે, ‘શ્રમનો પ્રસાદ’ નામનું સ્વાનુભવો પરથી રચેલ પુસ્તક બહાર પાડ્યું છે. વિદ્યાર્થીઓને જરૂરી પાથેય મળે તેવાં સર્જનો કરવાની મનીષા છે. એમના ‘મારું ગામડું' પુસ્તકે જનતા અને રચનાત્મક કાર્યકરોને ખૂબ આકર્ષણ કર્યું હતું. ૧૯૩૯થી માંડી આજસુધીમાં એની ચાર આવૃત્તિઓ થઈ છે. ૧૯૫૮માં એમણે પ્રગટ કરેલ 'સર્વોદયની વાતો’ (ભાગ ૧થી ૫) પુસ્તકને સરકારી પારતોષિક પણ મળેલ.
એમની પ્રથમ કૃતિ ‘રશિયાનું ઘડતર' પ્રસ્થાન કાર્યાલયે ૧૯૩૩માં પ્રસિદ્ધ કરી. ૧૯૩૨માં બબલભાઈ જેલમાં હતા ત્યારે રશિયન સાહિત્યનો અભ્યાસ કરતાં કરતાં રશિયન રાજ્યક્રાંતિના ઇતિહાસનું આ પુસ્તક લખ્યું. પરાધીન ભારતના નવજુવાનોને સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે કાંઈક કરી છૂટવાની પ્રેરણા આપે એ હેતુથી ‘રશિયાનું ઘડતર' એમણે તૈયાર કરેલ. ત્યારથી માડી આજલગીમાં એમનાં બારેક પુસ્તકો પ્રગટ થયાં છે. થોડા સમય પર તેમણે, ‘શ્રમનો પ્રસાદ’ નામનું સ્વાનુભવો પરથી રચેલ પુસ્તક બહાર પાડ્યું છે. વિદ્યાર્થીઓને જરૂરી પાથેય મળે તેવાં સર્જનો કરવાની મનીષા છે. એમના ‘મારું ગામડું' પુસ્તકે જનતા અને રચનાત્મક કાર્યકરોને ખૂબ આકર્ષણ કર્યું હતું. ૧૯૩૯થી માંડી આજસુધીમાં એની ચાર આવૃત્તિઓ થઈ છે. ૧૯૫૮માં એમણે પ્રગટ કરેલ ‘સર્વોદયની વાતો’ (ભાગ ૧થી ૫) પુસ્તકને સરકારી પારતોષિક પણ મળેલ.
શ્રી બબલભાઈ આપણા નિષ્ઠાવાન કાર્યકર અને સાહિત્યકાર છે. શ્રી રવિશંકર મહારાજનાં એમણે લખેલ બે જીવનચરિત્રો બબલભાઈની સાદાઈ, સાદગી, સૂઝ અને સરળતાનાં દ્યોતક છે. એમની શૈલી એમના જીવન જેવી. સરળ અને સહૃદયી છે. એમની કૃતિઓમાં જે તાઝગી અને પ્રસાદ ભર્યાં છે તે નોંધપાત્ર છે. શ્રી બબલભાઈ અપરિણીત છે. શ્રી બબલભાઈનું શાંત અને સંયમી જીવન તેમજ જીવનલક્ષી સાહિત્યસર્જન આપણા એક સાચા સર્વોદય કાર્યકરની આંતરબાહ્ય સમૃદ્ધિનો અચ્છો ખ્યાલ આપે છે.

{{Poem2Close}}<poem>
{{Poem2Close}}<poem>
Line 38: Line 38:
'''અભ્યાસ-સામગ્રી :'''
'''અભ્યાસ-સામગ્રી :'''
‘ગામડાના યાત્રી-બબલભાઈ' : લેખક શ્રી સોમાભાઈ ભાવસાર. એમનાં પુસ્તકોનાં જુદાં જુદાં સામયિકોમાં આવેલાં અવલોકનો. ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી, ૧૯૫૮.
‘ગામડાના યાત્રી-બબલભાઈ' : લેખક શ્રી સોમાભાઈ ભાવસાર. એમનાં પુસ્તકોનાં જુદાં જુદાં સામયિકોમાં આવેલાં અવલોકનો. ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી, ૧૯૫૮.
સરનામું : થામણા (ઉમરેઠ થઈને), જિ. ખેડા.</poem>
</poem>

{{right|'''સરનામું :''' થામણા (ઉમરેઠ થઈને), જિ. ખેડા.}}<br>
{{right|'''સરનામું :''' થામણા (ઉમરેઠ થઈને), જિ. ખેડા.}}<br>

Latest revision as of 01:33, 14 June 2024

બબલભાઈ પ્રાણજીવનદાસ મહેતા

[૧૦-૧૦-૧૯૧૦]

એમનો જન્મ સૌરાષ્ટ્રના સાયલા ગામે ઈ.સ.૧૯૧૦ના ઑકટોબરની દશમી તારીખે થયો હતો. એમનું મૂળ વતન હળવદ. જ્ઞાતિએ બ્રાહ્મણ. એમના પિતાનું નામ પ્રાણજીવનદાસ પીતાંબર મહેતા અને માતાનું નામ દિવાળીબા. શ્રી બબલભાઈએ પ્રાથમિક તેમ જ માધ્યમિક શાળા-શિક્ષણ હળવદ, કરાંચી, મુંબઈ અને વઢવાણ કેમ્પની શાળાઓમાં લીધેલું. ૧૯૨૭-૨૮ના વર્ષ દરમ્યાન બબલભાઈએ કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાં પ્રીવિયસનો અભ્યાસ કરેલ. તે દરમ્યાન ટ્યુશન કરીને અભ્યાસનું ખર્ચ મેળવી લેતા. ત્યારપછી ગુજરાત વિદ્યાપીઠમાં બે વર્ષ ગ્રામસેવાની તાલીમ લઈને લોકશિક્ષણ અને લોકસેવાની એમની પ્રિય પ્રવૃત્તિઓમાં ઝંપલાવ્યું. ગામડું આજસુધી એમનું પ્રિય કેન્દ્ર રહ્યું છે. તેઓ અવારનવાર વિદ્યાર્થી, શિક્ષક, કાર્યકર કે ખેડૂત શિબિરોનું કુશળતાપૂર્વક સંચાલન કરે છે. મહાત્મા ગાંધીજી અને કાકા કાલેલકરે એમના જીવન ઉપર પ્રબળ અસર કરી છે. ‘કાલેલકરના લેખો' એ પુસ્તક તેમ જ સ્વામી વિવેકાનંદનાં લખાણોએ, રાજા રામમોહનરાયના જીવનચરિત્રે અને મહાત્મા ટૉલ્સ્ટૉયનાં લખાણોએ એમના ઘડતરમાં ખૂબ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ગુજરાતી, અંગ્રેજી અને હિંદીનું સારું એવું તેમ જ બંગાળી, મરાઠી, સંસ્કૃત અને ઉર્દૂનું સામાન્ય ભાષાજ્ઞાન તેઓ ધરાવે છે. શ્રી બબલભાઈના જીવનના મુખ્ય વિકાસદર્શક અને લેખકજીવનને પોષક એવા પાંચ પ્રસંગો છે. સૌ પ્રથમ તો ૧૯૨૮માં કાકાસાહેબની પ્રેરણાથી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા તે. ત્યારપછી ૧૯૩૦થી ૧૯૪૨ સુધીની રાષ્ટ્રીય લડતોમાં દરેક વેળા આગળ પડતો ભાગ લઈને જેલગમન. ૧૯૩૪થી ૧૯૩૭નાં વર્ષોમાં ત્રાસરા ગામમાં બેસીને ગ્રામસેવાનો પ્રત્યક્ષ લહાવો લીધો. ૧૯૩૭થી ૧૯૪૨ સુધી બુનિયાદી તાલીમનો થામણા ગામે સફળ પ્રયોગ કર્યો ૧૯૪૨થી નયી તાલીમ, લોકશિક્ષણ, ભૂદાનપ્રવૃત્તિ વગેરે દ્વારા લોકશિક્ષણ અને લોકસેવાનું અથાગ કાર્ય કરવું એ બબલભાઈ જેવા કસાયેલા કાર્યકર માટે નાનીસૂની સિદ્ધિ નથી. સદાય કાર્યરત બબલભાઈ ગુજરાતના વર્તમાન જીવનની એક વિભૂતિ છે. શ્રી બબલભાઈના પ્રિય લેખક છે કાકાસાહેબ, કારણ કે કાકાસાહેબે જીવન અંગેનું રસથી ભરપૂર સાહિત્ય આપ્યું છે. જીવનનાં વિવિધ પાસાં વિશે, જીવનને ઉન્નત કરે એવું કાવ્યાત્મક અને કલાત્મક ગદ્ય લખીને કાકાસાહેબે એમને અને એમના જેવા અનેકને પ્રેરણા આપી છે. સ્વચ્છતા, ચારિત્ર્ય અને અવેર એ ત્રણ વિષયો પ્રત્યે શ્રી બબલભાઈને ખૂબ જ પ્રેમ છે; કારણ, એ ત્રણે દ્વારા જ સમાજ ઉન્નત બને છે એવી એમની શ્રદ્ધા છે. ગ્રામસેવા અને વિદ્યાર્થીઓ સાથે પ્રવૃત્તિઓ કરતાં કરતાં બબલભાઈએ સાહિત્યસર્જન માટે પ્રોત્સાહન મેળવ્યું છે. તેઓ માને છે કે સાહિત્ય સામાન્યતઃ જીવનના અનુભવ ઉપરથી જ લખાય છે. સાહિત્ય તૈયાર કરતાં તથા એનું વાચન કરતાં કરતાં શ્રી બબલભાઈની જીવનસાધના થતી હોય છે. ગાંધીસાહિત્યનાં પુસ્તકો તેઓ વિશેષ વાંચે છે. એમની પ્રથમ કૃતિ ‘રશિયાનું ઘડતર' પ્રસ્થાન કાર્યાલયે ૧૯૩૩માં પ્રસિદ્ધ કરી. ૧૯૩૨માં બબલભાઈ જેલમાં હતા ત્યારે રશિયન સાહિત્યનો અભ્યાસ કરતાં કરતાં રશિયન રાજ્યક્રાંતિના ઇતિહાસનું આ પુસ્તક લખ્યું. પરાધીન ભારતના નવજુવાનોને સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે કાંઈક કરી છૂટવાની પ્રેરણા આપે એ હેતુથી ‘રશિયાનું ઘડતર' એમણે તૈયાર કરેલ. ત્યારથી માડી આજલગીમાં એમનાં બારેક પુસ્તકો પ્રગટ થયાં છે. થોડા સમય પર તેમણે, ‘શ્રમનો પ્રસાદ’ નામનું સ્વાનુભવો પરથી રચેલ પુસ્તક બહાર પાડ્યું છે. વિદ્યાર્થીઓને જરૂરી પાથેય મળે તેવાં સર્જનો કરવાની મનીષા છે. એમના ‘મારું ગામડું' પુસ્તકે જનતા અને રચનાત્મક કાર્યકરોને ખૂબ આકર્ષણ કર્યું હતું. ૧૯૩૯થી માંડી આજસુધીમાં એની ચાર આવૃત્તિઓ થઈ છે. ૧૯૫૮માં એમણે પ્રગટ કરેલ ‘સર્વોદયની વાતો’ (ભાગ ૧થી ૫) પુસ્તકને સરકારી પારતોષિક પણ મળેલ. શ્રી બબલભાઈ આપણા નિષ્ઠાવાન કાર્યકર અને સાહિત્યકાર છે. શ્રી રવિશંકર મહારાજનાં એમણે લખેલ બે જીવનચરિત્રો બબલભાઈની સાદાઈ, સાદગી, સૂઝ અને સરળતાનાં દ્યોતક છે. એમની શૈલી એમના જીવન જેવી. સરળ અને સહૃદયી છે. એમની કૃતિઓમાં જે તાઝગી અને પ્રસાદ ભર્યાં છે તે નોંધપાત્ર છે. શ્રી બબલભાઈ અપરિણીત છે. શ્રી બબલભાઈનું શાંત અને સંયમી જીવન તેમજ જીવનલક્ષી સાહિત્યસર્જન આપણા એક સાચા સર્વોદય કાર્યકરની આંતરબાહ્ય સમૃદ્ધિનો અચ્છો ખ્યાલ આપે છે.

કૃતિઓ
૧. રશિયાનું ઘડતર : અનુવાદ તથા સંપાદન, ઇતિહાસ; પ્ર. સાલ ૧૯૩૩..
પ્રકાશક : પ્રસ્થાન કાર્યાલય, અમદાવાદ.
૨. મારું ગામડું : મૌલિક, ગામડાના અનુભવો; પ્ર. સાલ ૧૯૩૯ (ચાર આવૃત્તિઓ).
પ્રકાશક : નવજીવન કાર્યાલય, અમદાવાદ.
3. ભીંતપત્રો દ્વારા લોકશિક્ષણ : મૌલિક, લોકકળવણી, પ્ર. સાલ ૧૯૪૪ (ત્રણ આવૃત્તિ)
પ્રકાશક : પુસ્તકાલય સહાયક મંડળ લિ., વડોદરા.
૪. મહારાજ થયા પહેલાં : મૌલિક, જીવનચરિત્ર: પ્ર. સાલ ૧૯૪૩. (બે આવૃત્તિઓ).
પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર.
૫. રવિશંકર મહારાજ : (બે આવૃત્તિઓ). મૌલિક, જીવનચરિત્ર; પ્ર. સાલ ૧૯૪૪.
પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર.
૬. યજ્ઞસંદેશ : મૌલિક, તત્ત્વજ્ઞાન; પ્ર. સાલ ૧૯૫૫ (બે આવૃત્તિઓ)..
પ્રકાશક : યજ્ઞ પ્રકાશન, વડોદરા.
૭. ભૂદાન અને સર્વોદય : મૌલિક, તત્ત્વજ્ઞાન; પ્ર. સાલ ૧૯૫૬ (બે આવૃત્તિઓ).
પ્રકાશક : યજ્ઞ પ્રકાશન, વડોદરા.
૮. જીવનસૌરભ : મૌલિક, તત્ત્વજ્ઞાન; પ્ર. સાલ ૧૯૬૦ (બે આવૃત્તિઓ).
પ્રકાશક : પુસ્તકાલય સહાયક મંડળી લિ., વડોદરા.
૯. માનવતાના સંસ્કારો : (બે આવૃત્તિઓ) મૌલિક, કેળવણી; પ્ર. સાલ ૧૯૬૦.
પ્રકાશક : બાલગોવિંદ પ્રકાશન, ગાંધીમાર્ગ, અમદાવાદ.
૧૦. સફાઈમાં ખુદાઈ : મૌલિક, કેળવણી; પ્ર. સાલ ૧૯૬૧.
પ્રકાશક : જ્યોતિપુંજ યુવક મંડળ, બાલાસિનોર,
૧૧. શ્રમનો પ્રસાદ : મૌલિક, શ્રમના અનુભવો; પ્ર. સાલ ૧૯૬૨.
પ્રકાશક : બાલગોવિંદ પ્રકાશન, ગાંધીમાર્ગ, અમદાવાદ.
૧૨. સર્વોદયની વાતો (ભાગ ૧થી ૫) : મૌલિક, વાર્તાઓ; પ્ર. ૧૯૫૮.
પ્રકાશક : બાલગોવિંદ પ્રકાશન, ગાંધીમાર્ગ, અમદાવાદ.
અભ્યાસ-સામગ્રી :
‘ગામડાના યાત્રી-બબલભાઈ' : લેખક શ્રી સોમાભાઈ ભાવસાર. એમનાં પુસ્તકોનાં જુદાં જુદાં સામયિકોમાં આવેલાં અવલોકનો. ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી, ૧૯૫૮.

સરનામું : થામણા (ઉમરેઠ થઈને), જિ. ખેડા.