ગ્રંથ અને ગ્રંથકાર/રઘુનાથ ત્રિભુવનદાસ બ્રહ્મભટ્ટ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
શ્રી રધુનાથ બ્રહ્મભટ્ટનો જન્મ ઈ.સ. ૧૮૯૨ના ડિસેંબરની ૧૩ મી તારીખે મહેસાણા પ્રાંતના લીંચ ગામે થયો હતો. માતાનું નામા મોટીબા અને પિતાનું ત્રિભુવનદાસ કહાનજીભાઈ શ્રી રઘુનાથભાઈનું મૂળ વતન છે નડિયાદ, તેમનું લગ્ન ઈ.સ. ૧૯૦૪માં શ્રી મણિબાઈ સાથે થયું હતું. તેમણે અંગ્રેજી પાંચ ધોરણ સુધીનું માધ્યમિક શિક્ષણ નડિયાદ હાઈસ્કૂલમાં લીધું હતું અને તેઓ મિડલસ્કૂલ સ્કૉલર હતા.
શ્રી રધુનાથ બ્રહ્મભટ્ટનો જન્મ ઈ.સ. ૧૮૯૨ના ડિસેંબરની ૧૩ મી તારીખે મહેસાણા પ્રાંતના લીંચ ગામે થયો હતો. માતાનું નામા મોટીબા અને પિતાનું ત્રિભુવનદાસ કહાનજીભાઈ શ્રી રઘુનાથભાઈનું મૂળ વતન છે નડિયાદ, તેમનું લગ્ન ઈ.સ. ૧૯૦૪માં શ્રી મણિબાઈ સાથે થયું હતું. તેમણે અંગ્રેજી પાંચ ધોરણ સુધીનું માધ્યમિક શિક્ષણ નડિયાદ હાઈસ્કૂલમાં લીધું હતું અને તેઓ મિડલસ્કૂલ સ્કૉલર હતા.
વ્યવસાયે તેઓ નાટ્યકાર છે. સાહિત્યસભાઓ, વ્યાખ્યાનો, લેખમાળાઓ તેમના સર્જનને ખૂબ પ્રોત્સાહક નીવડે છે. પ્રજામાં તેઓ 'રસકવિ' તરીકે જાણીતા છે. ગોવર્ધનરામ અને મણિલાલ નભુભાઈનાં પુસ્તકોએ 'રસકવિ'ના જીવન ઉપર પ્રબળ અસર પાડી હતી. એમને શરૂથી જ નાટક લખવાનો શોખ. એ દ્વારા સમાજસેવા, જનસેવા કરવાની એમને હોંસ. ૧૯૧૨માં નાની નાની નાટકમંડળીઓ દ્વારા ભજવાતાં નાટકો જોઈ રસકવિ રઘુનાથને ૫ણ સંસ્કારી નાટકો લખવાના કોડ જાગ્યા. અશ્વઘોષનું 'બુદ્ધચરિત' વાંચી એમણે એના પર નાટક લખ્યું ‘બુદ્ધદેવ', જે ૧૯૧૪માં મોરબી આર્ય સુબોધ નાટકમંડળીએ સફળતાથી ભજવ્યું. મહાત્મા ગાંધી અને લોકમાન્ય તિલક મહારાજે પણ એ નાટક જોયું હતું અને રસકવિને અભિનંદન આપ્યાં હતાં. એમના પ્રિય ગ્રંથો છે. ગીતગોવિંદ, મેઘદૂત, સરસ્વતીચંદ્ર, ઉપનિષદો, ગીતા અને બ્રહ્મસૂત્રો: કારણ, આ સર્વ ગ્રંથોની લોકોત્તરતા અપૂર્વ છે. કાવ્યસાહિત્ય એમના જીવનને રસમય બનાવે છે અને વેદાંત એમને મોક્ષપંથ બતાવે છે માટે પ્રિય છે. એમને નાટ્ય અને કાવ્ય રચવાં ગમે છે, કારણ કે તે અપૂર્વ આહ્લાદ અર્પે છે. સંસારની કટુતા અને બચપણની ગરીબીએ એમના સાહિત્યસર્જનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.
વ્યવસાયે તેઓ નાટ્યકાર છે. સાહિત્યસભાઓ, વ્યાખ્યાનો, લેખમાળાઓ તેમના સર્જનને ખૂબ પ્રોત્સાહક નીવડે છે. પ્રજામાં તેઓ ‘રસકવિ' તરીકે જાણીતા છે. ગોવર્ધનરામ અને મણિલાલ નભુભાઈનાં પુસ્તકોએ ‘રસકવિ'ના જીવન ઉપર પ્રબળ અસર પાડી હતી. એમને શરૂથી જ નાટક લખવાનો શોખ. એ દ્વારા સમાજસેવા, જનસેવા કરવાની એમને હોંસ. ૧૯૧૨માં નાની નાની નાટકમંડળીઓ દ્વારા ભજવાતાં નાટકો જોઈ રસકવિ રઘુનાથને ૫ણ સંસ્કારી નાટકો લખવાના કોડ જાગ્યા. અશ્વઘોષનું ‘બુદ્ધચરિત' વાંચી એમણે એના પર નાટક લખ્યું ‘બુદ્ધદેવ', જે ૧૯૧૪માં મોરબી આર્ય સુબોધ નાટકમંડળીએ સફળતાથી ભજવ્યું. મહાત્મા ગાંધી અને લોકમાન્ય તિલક મહારાજે પણ એ નાટક જોયું હતું અને રસકવિને અભિનંદન આપ્યાં હતાં. એમના પ્રિય ગ્રંથો છે. ગીતગોવિંદ, મેઘદૂત, સરસ્વતીચંદ્ર, ઉપનિષદો, ગીતા અને બ્રહ્મસૂત્રો: કારણ, આ સર્વ ગ્રંથોની લોકોત્તરતા અપૂર્વ છે. કાવ્યસાહિત્ય એમના જીવનને રસમય બનાવે છે અને વેદાંત એમને મોક્ષપંથ બતાવે છે માટે પ્રિય છે. એમને નાટ્ય અને કાવ્ય રચવાં ગમે છે, કારણ કે તે અપૂર્વ આહ્લાદ અર્પે છે. સંસારની કટુતા અને બચપણની ગરીબીએ એમના સાહિત્યસર્જનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.
ઈ.સ. ૧૯૪૪માં મુંબઈની નાટ્યરસિક જનતાએ રસકવિ રઘુનાથનું બહુમાન કર્યું હતું, એમનો વનપ્રવેશ ઊજવાયો હતો અને રૂ. ૨૦૦૦૦ની ચિલી અર્પણ થઈ હતી તેમ જ 'વંદેમાતરમ્' દૈનિકના તંત્રી સ્વ. શામળદાસ ગાંધીને હસ્તે માનપત્ર અપાયું હતું. વર્ષોથી તેઓ સરકારેજિત નાટ્યહરીફાઈઓના નિર્ણાયક તરીકે સેવા આપે છે અને રેડિયો નાટકો, ગીતો વગેરે લખે છે. તેમણે લખેલાં ત્રીસ ઉપરાંતનાં નાટકો, સિને-કથાઓ, રેડિયો નાટિકાઓમાં ‘બુદ્ધદેવ', 'સિરાજ', 'પૃથ્વીરાજ’, ‘માયાના રંગ', 'એક અબલા', 'શાલીવાહન', 'રા' માંડળિક', 'સંસારલીલા' અને 'સજ્જન કોણ?' નોંધપાત્ર છે. ગુજરાતી સાહિત્ય પરિષદ ટાણે એમણે ‘જય સોમનાથ' (નૃત્યનાટિકા), 'સરસ્વતીચંદ્ર' અને 'કાંતા' નાટકો રજૂ કરેલ. એમનાં અનેક નાટકો અને ગીતો હજી અપ્રકટ છે. ‘સ્મરણમંજરી'માં લેખકે રંગભૂમિનાં સ્મરણો આલેખતાં ૧૯૧૦થી ૧૯૪૦ સુધીનાં તાદશચિત્રો આપ્યા છે. લેખકે સંયમી ભાષામાં વિવિધ નાટક કંપનીઓના કડવામીઠા અનુભવો રજૂ કર્યા છે અને એમાં કેટલાંક સુંદર ગીતો ૫ણ પ્રગટ કર્યાં છે.
ઈ.સ. ૧૯૪૪માં મુંબઈની નાટ્યરસિક જનતાએ રસકવિ રઘુનાથનું બહુમાન કર્યું હતું, એમનો વનપ્રવેશ ઊજવાયો હતો અને રૂ. ૨૦૦૦૦ની ચિલી અર્પણ થઈ હતી તેમ જ ‘વંદેમાતરમ્' દૈનિકના તંત્રી સ્વ. શામળદાસ ગાંધીને હસ્તે માનપત્ર અપાયું હતું. વર્ષોથી તેઓ સરકારેજિત નાટ્યહરીફાઈઓના નિર્ણાયક તરીકે સેવા આપે છે અને રેડિયો નાટકો, ગીતો વગેરે લખે છે. તેમણે લખેલાં ત્રીસ ઉપરાંતનાં નાટકો, સિને-કથાઓ, રેડિયો નાટિકાઓમાં ‘બુદ્ધદેવ', ‘સિરાજ', ‘પૃથ્વીરાજ’, ‘માયાના રંગ', ‘એક અબલા', ‘શાલીવાહન', ‘રા'માંડળિક', ‘સંસારલીલા' અને ‘સજ્જન કોણ?' નોંધપાત્ર છે. ગુજરાતી સાહિત્ય પરિષદ ટાણે એમણે ‘જય સોમનાથ' (નૃત્યનાટિકા), ‘સરસ્વતીચંદ્ર' અને ‘કાંતા' નાટકો રજૂ કરેલ. એમનાં અનેક નાટકો અને ગીતો હજી અપ્રકટ છે. ‘સ્મરણમંજરી'માં લેખકે રંગભૂમિનાં સ્મરણો આલેખતાં ૧૯૧૦થી ૧૯૪૦ સુધીનાં તાદશચિત્રો આપ્યા છે. લેખકે સંયમી ભાષામાં વિવિધ નાટક કંપનીઓના કડવામીઠા અનુભવો રજૂ કર્યા છે અને એમાં કેટલાંક સુંદર ગીતો ૫ણ પ્રગટ કર્યાં છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>

Latest revision as of 02:00, 14 June 2024

રઘુનાથ ત્રિભુવનદાસ બ્રહ્મભટ્ટ

[૧૩-૧૨-૧૮૯૨]

શ્રી રધુનાથ બ્રહ્મભટ્ટનો જન્મ ઈ.સ. ૧૮૯૨ના ડિસેંબરની ૧૩ મી તારીખે મહેસાણા પ્રાંતના લીંચ ગામે થયો હતો. માતાનું નામા મોટીબા અને પિતાનું ત્રિભુવનદાસ કહાનજીભાઈ શ્રી રઘુનાથભાઈનું મૂળ વતન છે નડિયાદ, તેમનું લગ્ન ઈ.સ. ૧૯૦૪માં શ્રી મણિબાઈ સાથે થયું હતું. તેમણે અંગ્રેજી પાંચ ધોરણ સુધીનું માધ્યમિક શિક્ષણ નડિયાદ હાઈસ્કૂલમાં લીધું હતું અને તેઓ મિડલસ્કૂલ સ્કૉલર હતા. વ્યવસાયે તેઓ નાટ્યકાર છે. સાહિત્યસભાઓ, વ્યાખ્યાનો, લેખમાળાઓ તેમના સર્જનને ખૂબ પ્રોત્સાહક નીવડે છે. પ્રજામાં તેઓ ‘રસકવિ' તરીકે જાણીતા છે. ગોવર્ધનરામ અને મણિલાલ નભુભાઈનાં પુસ્તકોએ ‘રસકવિ'ના જીવન ઉપર પ્રબળ અસર પાડી હતી. એમને શરૂથી જ નાટક લખવાનો શોખ. એ દ્વારા સમાજસેવા, જનસેવા કરવાની એમને હોંસ. ૧૯૧૨માં નાની નાની નાટકમંડળીઓ દ્વારા ભજવાતાં નાટકો જોઈ રસકવિ રઘુનાથને ૫ણ સંસ્કારી નાટકો લખવાના કોડ જાગ્યા. અશ્વઘોષનું ‘બુદ્ધચરિત' વાંચી એમણે એના પર નાટક લખ્યું ‘બુદ્ધદેવ', જે ૧૯૧૪માં મોરબી આર્ય સુબોધ નાટકમંડળીએ સફળતાથી ભજવ્યું. મહાત્મા ગાંધી અને લોકમાન્ય તિલક મહારાજે પણ એ નાટક જોયું હતું અને રસકવિને અભિનંદન આપ્યાં હતાં. એમના પ્રિય ગ્રંથો છે. ગીતગોવિંદ, મેઘદૂત, સરસ્વતીચંદ્ર, ઉપનિષદો, ગીતા અને બ્રહ્મસૂત્રો: કારણ, આ સર્વ ગ્રંથોની લોકોત્તરતા અપૂર્વ છે. કાવ્યસાહિત્ય એમના જીવનને રસમય બનાવે છે અને વેદાંત એમને મોક્ષપંથ બતાવે છે માટે પ્રિય છે. એમને નાટ્ય અને કાવ્ય રચવાં ગમે છે, કારણ કે તે અપૂર્વ આહ્લાદ અર્પે છે. સંસારની કટુતા અને બચપણની ગરીબીએ એમના સાહિત્યસર્જનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ઈ.સ. ૧૯૪૪માં મુંબઈની નાટ્યરસિક જનતાએ રસકવિ રઘુનાથનું બહુમાન કર્યું હતું, એમનો વનપ્રવેશ ઊજવાયો હતો અને રૂ. ૨૦૦૦૦ની ચિલી અર્પણ થઈ હતી તેમ જ ‘વંદેમાતરમ્' દૈનિકના તંત્રી સ્વ. શામળદાસ ગાંધીને હસ્તે માનપત્ર અપાયું હતું. વર્ષોથી તેઓ સરકારેજિત નાટ્યહરીફાઈઓના નિર્ણાયક તરીકે સેવા આપે છે અને રેડિયો નાટકો, ગીતો વગેરે લખે છે. તેમણે લખેલાં ત્રીસ ઉપરાંતનાં નાટકો, સિને-કથાઓ, રેડિયો નાટિકાઓમાં ‘બુદ્ધદેવ', ‘સિરાજ', ‘પૃથ્વીરાજ’, ‘માયાના રંગ', ‘એક અબલા', ‘શાલીવાહન', ‘રા'માંડળિક', ‘સંસારલીલા' અને ‘સજ્જન કોણ?' નોંધપાત્ર છે. ગુજરાતી સાહિત્ય પરિષદ ટાણે એમણે ‘જય સોમનાથ' (નૃત્યનાટિકા), ‘સરસ્વતીચંદ્ર' અને ‘કાંતા' નાટકો રજૂ કરેલ. એમનાં અનેક નાટકો અને ગીતો હજી અપ્રકટ છે. ‘સ્મરણમંજરી'માં લેખકે રંગભૂમિનાં સ્મરણો આલેખતાં ૧૯૧૦થી ૧૯૪૦ સુધીનાં તાદશચિત્રો આપ્યા છે. લેખકે સંયમી ભાષામાં વિવિધ નાટક કંપનીઓના કડવામીઠા અનુભવો રજૂ કર્યા છે અને એમાં કેટલાંક સુંદર ગીતો ૫ણ પ્રગટ કર્યાં છે.

કૃતિઓ
૧. સ્મરણમંજરી : ચરિત્ર: પ્ર. સાલ ૧૯૫૫.
પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી, મુંબઈ.
૨. કલ્યાણ રાજ્ય : નાટક: પ્ર. સાલ ૧૯૫૮.
પ્રકાશક : મુંબઈ સરકાર પ્રકાશન, મુંબઈ.
અભ્યાસ-સામગ્રી :
ગુજરાત સા. સભાની કાર્યવહી, ૧૯૫૫.

સરનામું : (૧) નવા રાવપુરા, નડિયાદ; (૨) ૧૦/૧૧ હરિવાલા બિલ્ડીંગ, સરદાર પટેલ રોડ, મુંબઈ-૪.