ગ્રંથ અને ગ્રંથકાર/રાજેન્દ્ર કેશવલાલ શાહ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(Corrected Inverted Comas)
 
Line 5: Line 5:


નવતર પેઢીના પ્રમુખ કવિશ્રી રાજેન્દ્રનો જન્મ ઈ.સ.૧૯૧૩ના જાન્યુઆરીની અઠ્ઠાવીસમી તારીખે કપડવણજમાં થયો હતો. તેમના પિતાનું નામ કેશવલાલ શાહ અને માતાનું નામ લલિતાબહેન. જ્ઞાતિએ દશા શ્રીમાળી વણિક. ઈ.સ. ૧૯૩૧માં શ્રી મંજુલાબહેન સાથે તેમનું લગ્ન થયેલું છે.
નવતર પેઢીના પ્રમુખ કવિશ્રી રાજેન્દ્રનો જન્મ ઈ.સ.૧૯૧૩ના જાન્યુઆરીની અઠ્ઠાવીસમી તારીખે કપડવણજમાં થયો હતો. તેમના પિતાનું નામ કેશવલાલ શાહ અને માતાનું નામ લલિતાબહેન. જ્ઞાતિએ દશા શ્રીમાળી વણિક. ઈ.સ. ૧૯૩૧માં શ્રી મંજુલાબહેન સાથે તેમનું લગ્ન થયેલું છે.
પિતાજી સાદરા એજન્સીમાં વકીલાત કરતા હતા અને પછી જુદે જુદે સ્થળે ન્યાયાધીશ પણ હતા. તેમના અવસાનસમયે રાજેન્દ્રની ઉંમર બે વર્ષની હતી. માતાનો પુત્રને ભણાવવાનો મક્કમ નિરધાર હતો. રાજેન્દ્રે કપડવણજની મ્યુનિસિપલ મુખ્ય શાળામાં પ્રાથમિક ચાર ધોરણોનો અભ્યાસ કરી ત્યાંની જ મ્યુનિસિપલ હાઈસ્કૂલમાંથી ૧૯૩૨માં મેટ્રિકની પરીક્ષા પસાર કરેલી. એ પછી ઈ.સ. ૧૯૩૨-૩૩માં મુંબઈની વિલ્સન કૉલેજમાં. એમણે પ્રથમ વર્ષ કર્યું, અને ઈન્ટર તેમ જ બી. એ. બરોડા કૉલેજમાં પૂરાં કરી ૧૯૩૭માં ત્યાંથી ગ્રેજ્યુઍટ થયા. બી.એ.માં એમનો અભ્યાસવિષય ફિલસૂફી હતો. આ પછી શાળામાં શિક્ષકનો, દુકાનદારનો, મુંબઈ જઈ જંગલમાંથી લાકડાં કપાવવા-વહેરાવવાનો, કાગળના વેપારનો એમ અનેકવિધ વ્યવસાયો અજમાવ્યા. હાલ તેઓ મુંબઈમાં 'લિપિની પ્રિન્ટરી’ ચલાવે છે. એમની લેખનપ્રવૃત્તિને વેપાર પ્રતિકૂળ લાગ્યો નથી.
પિતાજી સાદરા એજન્સીમાં વકીલાત કરતા હતા અને પછી જુદે જુદે સ્થળે ન્યાયાધીશ પણ હતા. તેમના અવસાનસમયે રાજેન્દ્રની ઉંમર બે વર્ષની હતી. માતાનો પુત્રને ભણાવવાનો મક્કમ નિરધાર હતો. રાજેન્દ્રે કપડવણજની મ્યુનિસિપલ મુખ્ય શાળામાં પ્રાથમિક ચાર ધોરણોનો અભ્યાસ કરી ત્યાંની જ મ્યુનિસિપલ હાઈસ્કૂલમાંથી ૧૯૩૨માં મેટ્રિકની પરીક્ષા પસાર કરેલી. એ પછી ઈ.સ. ૧૯૩૨-૩૩માં મુંબઈની વિલ્સન કૉલેજમાં. એમણે પ્રથમ વર્ષ કર્યું, અને ઈન્ટર તેમ જ બી. એ. બરોડા કૉલેજમાં પૂરાં કરી ૧૯૩૭માં ત્યાંથી ગ્રેજ્યુઍટ થયા. બી.એ.માં એમનો અભ્યાસવિષય ફિલસૂફી હતો. આ પછી શાળામાં શિક્ષકનો, દુકાનદારનો, મુંબઈ જઈ જંગલમાંથી લાકડાં કપાવવા-વહેરાવવાનો, કાગળના વેપારનો એમ અનેકવિધ વ્યવસાયો અજમાવ્યા. હાલ તેઓ મુંબઈમાં ‘લિપિની પ્રિન્ટરી’ ચલાવે છે. એમની લેખનપ્રવૃત્તિને વેપાર પ્રતિકૂળ લાગ્યો નથી.
જીવનઘડતરની બાબતમાં શ્રેય:સાધક અધિકારી વર્ગના ગુરુવર્ય શ્રી ઉપેન્દ્રાચાર્યજીને સત્સંગ તેમને પ્રથમથી જ થયેલો. ‘જેણે કીધો દીક્ષિત’ એ ઉપેન્દ્રાચાર્યજી, ‘જેણે દીધી લેખિની ' એ ત્રિલોકસૂરિ અને સ્વયંજ્યોતિતીર્થ એ ત્રણ વ્યક્તિઓએ એમના જીવન પર પ્રબળ અસર પાડી છે. એવી પ્રબળ અસર કરનાર પુસ્તકો પણ શ્રેય:સાધક અધિકારી વર્ગનાં અને વિશેષત: શ્રી રવીન્દ્રનાથ ટાગોરનાં.
જીવનઘડતરની બાબતમાં શ્રેય:સાધક અધિકારી વર્ગના ગુરુવર્ય શ્રી ઉપેન્દ્રાચાર્યજીને સત્સંગ તેમને પ્રથમથી જ થયેલો. ‘જેણે કીધો દીક્ષિત’ એ ઉપેન્દ્રાચાર્યજી, ‘જેણે દીધી લેખિની' એ ત્રિલોકસૂરિ અને સ્વયંજ્યોતિતીર્થ એ ત્રણ વ્યક્તિઓએ એમના જીવન પર પ્રબળ અસર પાડી છે. એવી પ્રબળ અસર કરનાર પુસ્તકો પણ શ્રેય:સાધક અધિકારી વર્ગનાં અને વિશેષત: શ્રી રવીન્દ્રનાથ ટાગોરનાં.
વતન કપડવણજમાં વ્યાયામશાળા, પુસ્તકાલયપ્રવૃત્તિ, શિક્ષણકાર્ય વગેરેમાં પહેલેથી જ એમણે રસ ધરાવ્યો છે. ૧૯૩૦-૩૧ની લડતમાં પણ એમણે ભાગ લીધો હતો અને કપડવણજના ટાવર પર ચડાવેલા રાષ્ટ્રધ્વજનું પોલીસને હાથે અપમાન ન થાય એ કારણે એમણે રાષ્ટ્રધ્વજ સાથે છેક ટાવરની ટોચેથી પડતું મૂકેલું. સાબરમતી અને યરવડાનો જેલવાસ ૫ણ ભોગવેલો.
વતન કપડવણજમાં વ્યાયામશાળા, પુસ્તકાલયપ્રવૃત્તિ, શિક્ષણકાર્ય વગેરેમાં પહેલેથી જ એમણે રસ ધરાવ્યો છે. ૧૯૩૦-૩૧ની લડતમાં પણ એમણે ભાગ લીધો હતો અને કપડવણજના ટાવર પર ચડાવેલા રાષ્ટ્રધ્વજનું પોલીસને હાથે અપમાન ન થાય એ કારણે એમણે રાષ્ટ્રધ્વજ સાથે છેક ટાવરની ટોચેથી પડતું મૂકેલું. સાબરમતી અને યરવડાનો જેલવાસ ૫ણ ભોગવેલો.


લેખનનો આરંભ અસહકારની લડત દરમ્યાન કરેલો. તેમની પ્રથમ કૃતિ 'પથ્થર પર પાણીનો ધોધ' વિલ્સન કૉલેજના મુખપત્ર ‘વિલ્સોનિયન’ (૧૯૩૨)માં છપાયેલી. મેટ્રિકમાં હતા ત્યાં સુધી એમના પ્રિય લેખક ન્હાનાલાલ હતા. એ પછી સુન્દરમ્-શ્રીધરાણીનાં કાવ્યોએ એમને આકર્ષ્યા, અને એમાંય છંદ અને કાવ્યશૈલીની બાબતમાં શ્રીધરાણીનું આકર્ષણ વિશેષ હતું. બેચાર વર્ષો પછી ટાગોરનાં કાવ્યો મૂળ(બંગાળી)માં જ વાંચવાનો આગ્રહ એમણે સેવ્યો અને આધુનિક અંગ્રેજી કવિતાનું આકર્ષણ વધ્યું. આ સર્વમાં ટાગેરના વાચનથી જે આનંદ અને શાંતિનો અનુભવ તેઓ કરે છે તેવો બીજા વાચનથી થતો નથી. એમનો પ્રિય લેખક રવીન્દ્રનાથ, પ્રિય ગ્રંથ 'ઈશાવાસ્ય ઉપનિષદ' અને પ્રિય સાહિત્યપ્રકાર કાવ્ય છે. કાવ્ય જ કવિનું પરમ લક્ષ્ય છે અને કવિએ એમના એક કાવ્યમાં કહ્યું છે તેમ એ પ્રવૃત્તિ 'નિરુદ્દેશે' છે, કાવ્યને માટે જ છે.
લેખનનો આરંભ અસહકારની લડત દરમ્યાન કરેલો. તેમની પ્રથમ કૃતિ ‘પથ્થર પર પાણીનો ધોધ' વિલ્સન કૉલેજના મુખપત્ર ‘વિલ્સોનિયન’ (૧૯૩૨)માં છપાયેલી. મેટ્રિકમાં હતા ત્યાં સુધી એમના પ્રિય લેખક ન્હાનાલાલ હતા. એ પછી સુન્દરમ્-શ્રીધરાણીનાં કાવ્યોએ એમને આકર્ષ્યા, અને એમાંય છંદ અને કાવ્યશૈલીની બાબતમાં શ્રીધરાણીનું આકર્ષણ વિશેષ હતું. બેચાર વર્ષો પછી ટાગોરનાં કાવ્યો મૂળ(બંગાળી)માં જ વાંચવાનો આગ્રહ એમણે સેવ્યો અને આધુનિક અંગ્રેજી કવિતાનું આકર્ષણ વધ્યું. આ સર્વમાં ટાગેરના વાચનથી જે આનંદ અને શાંતિનો અનુભવ તેઓ કરે છે તેવો બીજા વાચનથી થતો નથી. એમનો પ્રિય લેખક રવીન્દ્રનાથ, પ્રિય ગ્રંથ ‘ઈશાવાસ્ય ઉપનિષદ' અને પ્રિય સાહિત્યપ્રકાર કાવ્ય છે. કાવ્ય જ કવિનું પરમ લક્ષ્ય છે અને કવિએ એમના એક કાવ્યમાં કહ્યું છે તેમ એ પ્રવૃત્તિ ‘નિરુદ્દેશે' છે, કાવ્યને માટે જ છે.
અત્યંત સાલસ પ્રકૃતિના રાજેન્દ્ર પૂર્વ અને પશ્ચિમના તત્ત્વજ્ઞાન તેમ જ સાહિત્યના અચ્છા અભ્યાસી છે.
અત્યંત સાલસ પ્રકૃતિના રાજેન્દ્ર પૂર્વ અને પશ્ચિમના તત્ત્વજ્ઞાન તેમ જ સાહિત્યના અચ્છા અભ્યાસી છે.
કવિતા અને તત્ત્વજ્ઞાનનું આકર્ષણ એમને વિશેષ છે, અને એ બંનેનાં પુસ્તક પણ સવિશેષ વાંચે છે. કુમારચંદ્રક પછી ગુજરાતે કવિ રાજેન્દ્રને રણજિતરામ સુવર્ણચંદ્રક આપીને એમનું સમુચિત સંમાન કર્યું છે. એમના ‘ધ્વનિ' કાવ્યસંગ્રહને રાજ્યસરકારનું પ્રથમ પારિતોષિક અને ‘શાંત કોલાહલ' કાવ્યસંગ્રહને રાષ્ટ્રીય પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. ગુજરાતી સાહિત્ય પરિષદ અને વિદ્યાસભા જેવી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે.  
કવિતા અને તત્ત્વજ્ઞાનનું આકર્ષણ એમને વિશેષ છે, અને એ બંનેનાં પુસ્તક પણ સવિશેષ વાંચે છે. કુમારચંદ્રક પછી ગુજરાતે કવિ રાજેન્દ્રને રણજિતરામ સુવર્ણચંદ્રક આપીને એમનું સમુચિત સંમાન કર્યું છે. એમના ‘ધ્વનિ' કાવ્યસંગ્રહને રાજ્યસરકારનું પ્રથમ પારિતોષિક અને ‘શાંત કોલાહલ' કાવ્યસંગ્રહને રાષ્ટ્રીય પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. ગુજરાતી સાહિત્ય પરિષદ અને વિદ્યાસભા જેવી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે.  
એમના ‘ધ્વનિ' કાવ્યસંગ્રહનું પ્રકાશન થતાં જ ગુજરાતને એક ઉત્તમ કોટિના રસસમૃદ્ધ કાવ્યસંગ્રહની પ્રાપ્તિ થઈ. જીવનના અનુભવોનું રહસ્યદર્શન અને ગ્રામજીવન આસપાસની પ્રકૃતિનાં વર્ણનચિત્રો કરાવતાં કાવ્યોમાં એમને કવિજીવ સોળે કળાએ કોળી ઊઠે છે. ‘શ્રાવણી મધ્યાહ્ને’ અને 'આયુષ્યના અવશેષે' જેવાં કાવ્યો આ કવિની ઉચ્ચ સિદ્ધિનાં ઉદાહરણો છે. શ્રી બળવંતરાય ઠાકોરે પાંચ સૉનેટનું ગુચ્છ 'આયુષ્યના અવશેષે' વાંચ્યા પછી કહેલું: 'રેશમના પટ પર કીનખાબથી લખીને સામી ભીંત પર લટકાવવા જેવું છે.' પહેલા કાવ્યનો 'વસંતતિલકા' અને બીજાનો 'હરિણી’ વાંચતાં પ્રતીતિ થશે કે કવિના આ સિદ્ધ છંદો છે. એ બંને છંદો રાજેન્દ્રની મુદ્રાથી અંકિત થયા છે એમ કહેવામાં ભાગ્યે જ અત્યુક્તિ હોય. કવિને પરંપરિત છંદોની રચનાનું ઓછું આકર્ષણ નથી. કવિ પાસે લયની અપૂર્વ સૂઝ છે. શબ્દસૌંદર્યના સાચા પારખુ અને શબ્દસંગીતની સૂક્ષ્મ સમજ ધરાવતા આ કવિનાં કાવ્યોથી ગુજરાતની કવિતા સંપત્તિ વધી છે.
એમના ‘ધ્વનિ' કાવ્યસંગ્રહનું પ્રકાશન થતાં જ ગુજરાતને એક ઉત્તમ કોટિના રસસમૃદ્ધ કાવ્યસંગ્રહની પ્રાપ્તિ થઈ. જીવનના અનુભવોનું રહસ્યદર્શન અને ગ્રામજીવન આસપાસની પ્રકૃતિનાં વર્ણનચિત્રો કરાવતાં કાવ્યોમાં એમને કવિજીવ સોળે કળાએ કોળી ઊઠે છે. ‘શ્રાવણી મધ્યાહ્ને’ અને ‘આયુષ્યના અવશેષે' જેવાં કાવ્યો આ કવિની ઉચ્ચ સિદ્ધિનાં ઉદાહરણો છે. શ્રી બળવંતરાય ઠાકોરે પાંચ સૉનેટનું ગુચ્છ ‘આયુષ્યના અવશેષે' વાંચ્યા પછી કહેલું: ‘રેશમના પટ પર કીનખાબથી લખીને સામી ભીંત પર લટકાવવા જેવું છે. ‘પહેલા કાવ્યનો ‘વસંતતિલકા' અને બીજાનો ‘હરિણી’ વાંચતાં પ્રતીતિ થશે કે કવિના આ સિદ્ધ છંદો છે. એ બંને છંદો રાજેન્દ્રની મુદ્રાથી અંકિત થયા છે એમ કહેવામાં ભાગ્યે જ અત્યુક્તિ હોય. કવિને પરંપરિત છંદોની રચનાનું ઓછું આકર્ષણ નથી. કવિ પાસે લયની અપૂર્વ સૂઝ છે. શબ્દસૌંદર્યના સાચા પારખુ અને શબ્દસંગીતની સૂક્ષ્મ સમજ ધરાવતા આ કવિનાં કાવ્યોથી ગુજરાતની કવિતા સંપત્તિ વધી છે.
એક વસ્તુ ધ્યાન ખેંચે છે અને તે એ કે આ કવિનાં કાવ્યોમાં, શ્રી ઉમાશંકરે દર્શાવ્યું છે તેમ, ‘જગતના સમકાલીન બનાવો વિશે ઈશારો સરખો જવલ્લે જડશે.' રાજેન્દ્રનાં પ્રણયકાવ્યોમાં એક પ્રકારની પુનિતતાની છાપ ઊપસી આવે છે. કેટલાંક પ્રણયગીતોમાં પ્રભુલક્ષી વ્યંજનાનો પણ અણસાર મળે છે, અને પ્રકૃતિચિત્રણો પણ અંતે શમમાં શમતાં દેખાય છે.
એક વસ્તુ ધ્યાન ખેંચે છે અને તે એ કે આ કવિનાં કાવ્યોમાં, શ્રી ઉમાશંકરે દર્શાવ્યું છે તેમ, ‘જગતના સમકાલીન બનાવો વિશે ઈશારો સરખો જવલ્લે જડશે.' રાજેન્દ્રનાં પ્રણયકાવ્યોમાં એક પ્રકારની પુનિતતાની છાપ ઊપસી આવે છે. કેટલાંક પ્રણયગીતોમાં પ્રભુલક્ષી વ્યંજનાનો પણ અણસાર મળે છે, અને પ્રકૃતિચિત્રણો પણ અંતે શમમાં શમતાં દેખાય છે.
સંવાદઢબનાં કાવ્યોનો પ્રકાર એમણે અત્યંત સફળતાપૂર્વક ગુજરાતીમાં ખેડ્યો છે, અને કેટલાંક મનોહર ગીતો પણ આપણને આપ્યાં છે. ગીતોમાં એમણે બંગાળી ગીતલયનો ઉપયોગ સૌથી વિશેષ કર્યો છે. ‘આંદોલન' નામનો એમનો ગીતસંગ્રહ આ હકીકતની સાહેદી પૂરશે.
સંવાદઢબનાં કાવ્યોનો પ્રકાર એમણે અત્યંત સફળતાપૂર્વક ગુજરાતીમાં ખેડ્યો છે, અને કેટલાંક મનોહર ગીતો પણ આપણને આપ્યાં છે. ગીતોમાં એમણે બંગાળી ગીતલયનો ઉપયોગ સૌથી વિશેષ કર્યો છે. ‘આંદોલન' નામનો એમનો ગીતસંગ્રહ આ હકીકતની સાહેદી પૂરશે.
‘શ્રુતિ’ની 'વનખંડન'માંની સૉનેટમાળા, ‘શાંત કૉલાહલ'નાં 'રાગિણી' તેમ લાવણ્યયુક્ત 'વનવાસીનાં ગીતો’ રાજેન્દ્રની કવિપ્રતિભાના સુભગ ઉન્મેષો છે. કવિતાના શબ્દે શબ્દમાંથી પ્રગટ થતું રાસાયણિક માધુર્ય અને સૌંદર્ય, વિચારની પ્રૌઢિ સાથે વાણીની તાજપ અને ધ્વનિનાં વહેતાં અનેક આંદોલનો આ 'સૌંદર્યલુબ્ધ' કવિની સૃષ્ટિમાં આ૫ણને આનંદયાત્રા કરાવે છે. કવિ તે પૂરી સ્વસ્થતા અને પ્રસન્નતાથી ‘વિશ્વે સર્વત્ર સૌમાં અદીઠ વહી રહ્યો તંતુ શો એકતાનો’ નિહાળે છે અને એમનાં કાવ્યોમાં પણ એ જ ભાવ વહી રહ્યો છે.
‘શ્રુતિ’ની ‘વનખંડન'માંની સૉનેટમાળા, ‘શાંત કૉલાહલ'નાં ‘રાગિણી' તેમ લાવણ્યયુક્ત ‘વનવાસીનાં ગીતો’ રાજેન્દ્રની કવિપ્રતિભાના સુભગ ઉન્મેષો છે. કવિતાના શબ્દે શબ્દમાંથી પ્રગટ થતું રાસાયણિક માધુર્ય અને સૌંદર્ય, વિચારની પ્રૌઢિ સાથે વાણીની તાજપ અને ધ્વનિનાં વહેતાં અનેક આંદોલનો આ ‘સૌંદર્યલુબ્ધ' કવિની સૃષ્ટિમાં આ૫ણને આનંદયાત્રા કરાવે છે. કવિ તે પૂરી સ્વસ્થતા અને પ્રસન્નતાથી ‘વિશ્વે સર્વત્ર સૌમાં અદીઠ વહી રહ્યો તંતુ શો એકતાનો’ નિહાળે છે અને એમનાં કાવ્યોમાં પણ એ જ ભાવ વહી રહ્યો છે.
રાજેન્દ્રે બાળકાવ્યો, એકાંકી નાટકો અને કેટલીક વાર્તાઓ પણ લખી છે.
રાજેન્દ્રે બાળકાવ્યો, એકાંકી નાટકો અને કેટલીક વાર્તાઓ પણ લખી છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 33: Line 33:
૧.  ‘કવિતા' અનિયતકાલિક પ્રકાશન શ્રેણી ૯.
૧.  ‘કવિતા' અનિયતકાલિક પ્રકાશન શ્રેણી ૯.
૨.  ‘ગ્રંથ' સામયિક.
૨.  ‘ગ્રંથ' સામયિક.
૩. ‘ધ્વનિ' માટે (અ) 'નિરીક્ષા' (ઉમાશંકર જોશી).
૩. ‘ધ્વનિ' માટે (અ) ‘નિરીક્ષા' (ઉમાશંકર જોશી).
{{gap}}(બ) 'મનીષા' નવેમ્બર, ૧૯૫૪ (રામપ્રસાદ બક્ષી).  
{{gap}}(બ) 'મનીષા' નવેમ્બર, ૧૯૫૪ (રામપ્રસાદ બક્ષી).  
૪. ‘શાંત કોલાહલ' માટે 'સંસ્કૃતિ' ડિસેમ્બર, ૧૯૬૩માં શ્રી જ્યોતિષ જાની અને શ્રી રધુવીર ચૌધરીની સમીક્ષા.
૪. ‘શાંત કોલાહલ' માટે ‘સંસ્કૃતિ' ડિસેમ્બર, ૧૯૬૩માં શ્રી જ્યોતિષ જાની અને શ્રી રધુવીર ચૌધરીની સમીક્ષા.
૫. ‘કવિલોક' ૪૧ (માર્ચ, ૧૯૬૪-અંબાલાલ પુરાણી).
૫. ‘કવિલોક' ૪૧ (માર્ચ, ૧૯૬૪-અંબાલાલ પુરાણી).
૬. ‘આસ્વાદ' (સુરેશ જોશી).
૬. ‘આસ્વાદ' (સુરેશ જોશી).

Latest revision as of 02:30, 14 June 2024

રાજેન્દ્ર કેશવલાલ શાહ

[૨૮-૧-૧૯૧૩]

નવતર પેઢીના પ્રમુખ કવિશ્રી રાજેન્દ્રનો જન્મ ઈ.સ.૧૯૧૩ના જાન્યુઆરીની અઠ્ઠાવીસમી તારીખે કપડવણજમાં થયો હતો. તેમના પિતાનું નામ કેશવલાલ શાહ અને માતાનું નામ લલિતાબહેન. જ્ઞાતિએ દશા શ્રીમાળી વણિક. ઈ.સ. ૧૯૩૧માં શ્રી મંજુલાબહેન સાથે તેમનું લગ્ન થયેલું છે. પિતાજી સાદરા એજન્સીમાં વકીલાત કરતા હતા અને પછી જુદે જુદે સ્થળે ન્યાયાધીશ પણ હતા. તેમના અવસાનસમયે રાજેન્દ્રની ઉંમર બે વર્ષની હતી. માતાનો પુત્રને ભણાવવાનો મક્કમ નિરધાર હતો. રાજેન્દ્રે કપડવણજની મ્યુનિસિપલ મુખ્ય શાળામાં પ્રાથમિક ચાર ધોરણોનો અભ્યાસ કરી ત્યાંની જ મ્યુનિસિપલ હાઈસ્કૂલમાંથી ૧૯૩૨માં મેટ્રિકની પરીક્ષા પસાર કરેલી. એ પછી ઈ.સ. ૧૯૩૨-૩૩માં મુંબઈની વિલ્સન કૉલેજમાં. એમણે પ્રથમ વર્ષ કર્યું, અને ઈન્ટર તેમ જ બી. એ. બરોડા કૉલેજમાં પૂરાં કરી ૧૯૩૭માં ત્યાંથી ગ્રેજ્યુઍટ થયા. બી.એ.માં એમનો અભ્યાસવિષય ફિલસૂફી હતો. આ પછી શાળામાં શિક્ષકનો, દુકાનદારનો, મુંબઈ જઈ જંગલમાંથી લાકડાં કપાવવા-વહેરાવવાનો, કાગળના વેપારનો એમ અનેકવિધ વ્યવસાયો અજમાવ્યા. હાલ તેઓ મુંબઈમાં ‘લિપિની પ્રિન્ટરી’ ચલાવે છે. એમની લેખનપ્રવૃત્તિને વેપાર પ્રતિકૂળ લાગ્યો નથી. જીવનઘડતરની બાબતમાં શ્રેય:સાધક અધિકારી વર્ગના ગુરુવર્ય શ્રી ઉપેન્દ્રાચાર્યજીને સત્સંગ તેમને પ્રથમથી જ થયેલો. ‘જેણે કીધો દીક્ષિત’ એ ઉપેન્દ્રાચાર્યજી, ‘જેણે દીધી લેખિની' એ ત્રિલોકસૂરિ અને સ્વયંજ્યોતિતીર્થ એ ત્રણ વ્યક્તિઓએ એમના જીવન પર પ્રબળ અસર પાડી છે. એવી પ્રબળ અસર કરનાર પુસ્તકો પણ શ્રેય:સાધક અધિકારી વર્ગનાં અને વિશેષત: શ્રી રવીન્દ્રનાથ ટાગોરનાં. વતન કપડવણજમાં વ્યાયામશાળા, પુસ્તકાલયપ્રવૃત્તિ, શિક્ષણકાર્ય વગેરેમાં પહેલેથી જ એમણે રસ ધરાવ્યો છે. ૧૯૩૦-૩૧ની લડતમાં પણ એમણે ભાગ લીધો હતો અને કપડવણજના ટાવર પર ચડાવેલા રાષ્ટ્રધ્વજનું પોલીસને હાથે અપમાન ન થાય એ કારણે એમણે રાષ્ટ્રધ્વજ સાથે છેક ટાવરની ટોચેથી પડતું મૂકેલું. સાબરમતી અને યરવડાનો જેલવાસ ૫ણ ભોગવેલો.

લેખનનો આરંભ અસહકારની લડત દરમ્યાન કરેલો. તેમની પ્રથમ કૃતિ ‘પથ્થર પર પાણીનો ધોધ' વિલ્સન કૉલેજના મુખપત્ર ‘વિલ્સોનિયન’ (૧૯૩૨)માં છપાયેલી. મેટ્રિકમાં હતા ત્યાં સુધી એમના પ્રિય લેખક ન્હાનાલાલ હતા. એ પછી સુન્દરમ્-શ્રીધરાણીનાં કાવ્યોએ એમને આકર્ષ્યા, અને એમાંય છંદ અને કાવ્યશૈલીની બાબતમાં શ્રીધરાણીનું આકર્ષણ વિશેષ હતું. બેચાર વર્ષો પછી ટાગોરનાં કાવ્યો મૂળ(બંગાળી)માં જ વાંચવાનો આગ્રહ એમણે સેવ્યો અને આધુનિક અંગ્રેજી કવિતાનું આકર્ષણ વધ્યું. આ સર્વમાં ટાગેરના વાચનથી જે આનંદ અને શાંતિનો અનુભવ તેઓ કરે છે તેવો બીજા વાચનથી થતો નથી. એમનો પ્રિય લેખક રવીન્દ્રનાથ, પ્રિય ગ્રંથ ‘ઈશાવાસ્ય ઉપનિષદ' અને પ્રિય સાહિત્યપ્રકાર કાવ્ય છે. કાવ્ય જ કવિનું પરમ લક્ષ્ય છે અને કવિએ એમના એક કાવ્યમાં કહ્યું છે તેમ એ પ્રવૃત્તિ ‘નિરુદ્દેશે' છે, કાવ્યને માટે જ છે. અત્યંત સાલસ પ્રકૃતિના રાજેન્દ્ર પૂર્વ અને પશ્ચિમના તત્ત્વજ્ઞાન તેમ જ સાહિત્યના અચ્છા અભ્યાસી છે. કવિતા અને તત્ત્વજ્ઞાનનું આકર્ષણ એમને વિશેષ છે, અને એ બંનેનાં પુસ્તક પણ સવિશેષ વાંચે છે. કુમારચંદ્રક પછી ગુજરાતે કવિ રાજેન્દ્રને રણજિતરામ સુવર્ણચંદ્રક આપીને એમનું સમુચિત સંમાન કર્યું છે. એમના ‘ધ્વનિ' કાવ્યસંગ્રહને રાજ્યસરકારનું પ્રથમ પારિતોષિક અને ‘શાંત કોલાહલ' કાવ્યસંગ્રહને રાષ્ટ્રીય પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. ગુજરાતી સાહિત્ય પરિષદ અને વિદ્યાસભા જેવી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે. એમના ‘ધ્વનિ' કાવ્યસંગ્રહનું પ્રકાશન થતાં જ ગુજરાતને એક ઉત્તમ કોટિના રસસમૃદ્ધ કાવ્યસંગ્રહની પ્રાપ્તિ થઈ. જીવનના અનુભવોનું રહસ્યદર્શન અને ગ્રામજીવન આસપાસની પ્રકૃતિનાં વર્ણનચિત્રો કરાવતાં કાવ્યોમાં એમને કવિજીવ સોળે કળાએ કોળી ઊઠે છે. ‘શ્રાવણી મધ્યાહ્ને’ અને ‘આયુષ્યના અવશેષે' જેવાં કાવ્યો આ કવિની ઉચ્ચ સિદ્ધિનાં ઉદાહરણો છે. શ્રી બળવંતરાય ઠાકોરે પાંચ સૉનેટનું ગુચ્છ ‘આયુષ્યના અવશેષે' વાંચ્યા પછી કહેલું: ‘રેશમના પટ પર કીનખાબથી લખીને સામી ભીંત પર લટકાવવા જેવું છે. ‘પહેલા કાવ્યનો ‘વસંતતિલકા' અને બીજાનો ‘હરિણી’ વાંચતાં પ્રતીતિ થશે કે કવિના આ સિદ્ધ છંદો છે. એ બંને છંદો રાજેન્દ્રની મુદ્રાથી અંકિત થયા છે એમ કહેવામાં ભાગ્યે જ અત્યુક્તિ હોય. કવિને પરંપરિત છંદોની રચનાનું ઓછું આકર્ષણ નથી. કવિ પાસે લયની અપૂર્વ સૂઝ છે. શબ્દસૌંદર્યના સાચા પારખુ અને શબ્દસંગીતની સૂક્ષ્મ સમજ ધરાવતા આ કવિનાં કાવ્યોથી ગુજરાતની કવિતા સંપત્તિ વધી છે. એક વસ્તુ ધ્યાન ખેંચે છે અને તે એ કે આ કવિનાં કાવ્યોમાં, શ્રી ઉમાશંકરે દર્શાવ્યું છે તેમ, ‘જગતના સમકાલીન બનાવો વિશે ઈશારો સરખો જવલ્લે જડશે.' રાજેન્દ્રનાં પ્રણયકાવ્યોમાં એક પ્રકારની પુનિતતાની છાપ ઊપસી આવે છે. કેટલાંક પ્રણયગીતોમાં પ્રભુલક્ષી વ્યંજનાનો પણ અણસાર મળે છે, અને પ્રકૃતિચિત્રણો પણ અંતે શમમાં શમતાં દેખાય છે. સંવાદઢબનાં કાવ્યોનો પ્રકાર એમણે અત્યંત સફળતાપૂર્વક ગુજરાતીમાં ખેડ્યો છે, અને કેટલાંક મનોહર ગીતો પણ આપણને આપ્યાં છે. ગીતોમાં એમણે બંગાળી ગીતલયનો ઉપયોગ સૌથી વિશેષ કર્યો છે. ‘આંદોલન' નામનો એમનો ગીતસંગ્રહ આ હકીકતની સાહેદી પૂરશે. ‘શ્રુતિ’ની ‘વનખંડન'માંની સૉનેટમાળા, ‘શાંત કૉલાહલ'નાં ‘રાગિણી' તેમ લાવણ્યયુક્ત ‘વનવાસીનાં ગીતો’ રાજેન્દ્રની કવિપ્રતિભાના સુભગ ઉન્મેષો છે. કવિતાના શબ્દે શબ્દમાંથી પ્રગટ થતું રાસાયણિક માધુર્ય અને સૌંદર્ય, વિચારની પ્રૌઢિ સાથે વાણીની તાજપ અને ધ્વનિનાં વહેતાં અનેક આંદોલનો આ ‘સૌંદર્યલુબ્ધ' કવિની સૃષ્ટિમાં આ૫ણને આનંદયાત્રા કરાવે છે. કવિ તે પૂરી સ્વસ્થતા અને પ્રસન્નતાથી ‘વિશ્વે સર્વત્ર સૌમાં અદીઠ વહી રહ્યો તંતુ શો એકતાનો’ નિહાળે છે અને એમનાં કાવ્યોમાં પણ એ જ ભાવ વહી રહ્યો છે. રાજેન્દ્રે બાળકાવ્યો, એકાંકી નાટકો અને કેટલીક વાર્તાઓ પણ લખી છે.

કૃતિઓ
૧. ધ્વનિ : મૌલિક, કાવ્યસંગ્રહ; પ્ર. સાલ ૧૯૫૧.
પ્રકાશક : પોતે. બીજી-ત્રીજી આવૃત્તિ: એન. એમ. ત્રિપાઠી, મુંબઈ.
૨. આંદોલન : મૌલિક, ગીતો; પ્ર. સાલ ૧૯૫૧.
પ્રકાશક : ન્યૂ ઑર્ડર બુક કુ., અમદાવાદ.
૩. શ્રુતિ: મૌલિક, કાવ્યસંગ્રહ; પ્ર. સાલ ૧૯૫૭.
પ્રકાશક : કવિલોક, મુંબઈ
૪. મોરપીંછ : મૌલિક, બાળકાવ્યો; પ્ર. સાલ ૧૯૬૦.
પ્રકાશક : વોરા ઍન્ડ કું., મુંબઈ
૫. શાંત કોલાહલ : મૌલિક, કાવ્યસંગ્રહ; પ્ર. સાલ ૧૯૬૨.
પ્રકાશક : પોતે.
અભ્યાસ-સામગ્રી :
૧. ‘કવિતા' અનિયતકાલિક પ્રકાશન શ્રેણી ૯.
૨. ‘ગ્રંથ' સામયિક.
૩. ‘ધ્વનિ' માટે (અ) ‘નિરીક્ષા' (ઉમાશંકર જોશી).
(બ) 'મનીષા' નવેમ્બર, ૧૯૫૪ (રામપ્રસાદ બક્ષી).
૪. ‘શાંત કોલાહલ' માટે ‘સંસ્કૃતિ' ડિસેમ્બર, ૧૯૬૩માં શ્રી જ્યોતિષ જાની અને શ્રી રધુવીર ચૌધરીની સમીક્ષા.
૫. ‘કવિલોક' ૪૧ (માર્ચ, ૧૯૬૪-અંબાલાલ પુરાણી).
૬. ‘આસ્વાદ' (સુરેશ જોશી).

સરનામું : લિપિની પ્રિન્ટરી, ૩૮૦, ગિરગામ રોડ, મુંબઈ.