ગ્રંથ અને ગ્રંથકાર/રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(Corrected Inverted Comas)
 
Line 6: Line 6:
મર્મજ્ઞ વિવેચક શ્રી રામપ્રસાદ બક્ષીના કુટુંબનું મૂળ વતન તો છે મોરબી, અને પછી રાજકોટ સદરમાં વસવાટ કરેલો. તા. ૨૭-૬-૧૮૯૪ના દિવસે તેમનો જન્મ જૂનાગઢમાં થયેલો. પિતાનું નામ શ્રી પ્રેમશંકર જેઠાભાઈ બક્ષી, અને માતાનું નામ મેનાબહેન. એમના લગ્ન ઈ. ૧૯૧૪માં શ્રી કાંચનગૌરી બહેન સાથે થયાં હતાં.

પ્રાથમિક શિક્ષણ રાજકોટની સરકારી તાલુકા સ્કૂલ (૧૯૦૦-૦૩)માં લઈને પછી ત્યાંની કરણસિંહજી મિડલ સ્કૂલ અને આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. લગભગ પ્રત્યેક વર્ષની પરીક્ષામાં તેઓ પ્રથમ જ આવતા. મેટ્રિકની પરીક્ષા વઢવાણની દાજીરાજ હાઈસ્કૂલમાંથી ઈ. ૧૯૧૦માં પસાર કરી. ત્યાર બાદ ઉચ્ચ શિક્ષણ અર્થે અમદાવાદની ગુજરાત કૉલેજમાં દાખલ થયા અને ઈ. ૧૯૧૪માં, મુંબઈ યુનિવર્સિટીની બી. એ. ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. કૉલેજમાં દરેક વર્ષે શિષ્યવૃત્તિ એમને મળતી. બીજે જ વર્ષે પોતાના મામા શ્રી હિંમતલાલ ગ. અંજારિયાની શીળી છાયામાં મુંબઈ (સાંતાક્રુઝ)માં વસવાટ કર્યો અને અત્યારે પણ ત્યાં જ રહે છે. ઈ. ૧૯૨૭માં ત્યાંની આનંદીલાલ પોદ્દાર હાઈસ્કુલનું સુકાન એમણે સંભાળેલું, અને નિવૃત્ત થયા ત્યાં સુધી તેનું આચાર્યપદ એમણે શોભાવ્યું. એ પછી પણ માનાર્થ અધ્યાપક તરીકે મીઠીબાઈ કૉલેજ (વિલેપાર્લે)ને એમની સેવાઓનો લાભ મળ્યો છે. શિક્ષણ એમનો પ્રિય વ્યવસાય છે. વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી એમના પ્રિય વિષયો, પણ વિશેષ રુચિ તો સંસ્કૃત તરફ જ.

નાનપણમાં નાનીબા પાસે સાંભળેલી કવિતાઓ-પદો-ભજનો, મામા શ્રી હિંમતલાલ અંજારિયાના 'કાવ્યમાધુર્ય'નો કાર્યપ્રભાવ, ગુરુ શ્રી આનંદશંકર ધ્રુવનું અતિ સ્નેહમય પ્રોત્સાહન અને મુંબઈમાં શ્રી નરસિંહરાવ દિવેટિયાનો સતત સંપર્ક-એમના જીવનના વિકાસસહાયક પ્રસંગો છે. સર્વશ્રી કલ્યાણરાય બક્ષી, માધવરાય બક્ષી, મૂળવંતરાય બક્ષી, રવિશંકર અંજારિયા, હિંમતલાલ અંજારિયા તેમ જ માતા અને માતામહી-એ સર્વ સ્વજનોની કોઈને કોઈ રીતે એમના જીવનઘડતરમાં પ્રબળ અસર પડી છે.
નાનપણમાં નાનીબા પાસે સાંભળેલી કવિતાઓ-પદો-ભજનો, મામા શ્રી હિંમતલાલ અંજારિયાના ‘કાવ્યમાધુર્ય'નો કાર્યપ્રભાવ, ગુરુ શ્રી આનંદશંકર ધ્રુવનું અતિ સ્નેહમય પ્રોત્સાહન અને મુંબઈમાં શ્રી નરસિંહરાવ દિવેટિયાનો સતત સંપર્ક-એમના જીવનના વિકાસસહાયક પ્રસંગો છે. સર્વશ્રી કલ્યાણરાય બક્ષી, માધવરાય બક્ષી, મૂળવંતરાય બક્ષી, રવિશંકર અંજારિયા, હિંમતલાલ અંજારિયા તેમ જ માતા અને માતામહી-એ સર્વ સ્વજનોની કોઈને કોઈ રીતે એમના જીવનઘડતરમાં પ્રબળ અસર પડી છે.
લેખનપ્રવૃત્તિ, આમ તો નિરુદ્દેશે-ફુરસદના સમયનો વિનોદ અને સહજ રસ. એની શરૂઆત થઈ ઈ.૧૯૧૬માં-‘કથાસરિત્સાગર'માંની બાલભોગ્ય લઘુકથાઓના સંચયથી. પછી 'વસંત'માં લેખો લખ્યા અને ત્યારબાદ નરસિંહરાવના ‘ભાષા અને સાહિત્ય' એ ગ્રંથનો અનુવાદ કર્યો. નિવૃત્તિકાળ નજીક આવતાં ૧૯૪૭થી અવિચ્છિન્ન સાહિત્યસેવાનો આરંભ કર્યો.
લેખનપ્રવૃત્તિ, આમ તો નિરુદ્દેશે-ફુરસદના સમયનો વિનોદ અને સહજ રસ. એની શરૂઆત થઈ ઈ.૧૯૧૬માં-‘કથાસરિત્સાગર'માંની બાલભોગ્ય લઘુકથાઓના સંચયથી. પછી ‘વસંત'માં લેખો લખ્યા અને ત્યારબાદ નરસિંહરાવના ‘ભાષા અને સાહિત્ય' એ ગ્રંથનો અનુવાદ કર્યો. નિવૃત્તિકાળ નજીક આવતાં ૧૯૪૭થી અવિચ્છિન્ન સાહિત્યસેવાનો આરંભ કર્યો.
એમના પ્રિય લેખક સંસ્કૃતમાં કાલિદાસ અને ગુજરાતીમાં ગોવર્ધનરામ ઉદાત્ત જીવનદૃષ્ટિ, ભારતીય સંસ્કૃતિનાં ઉદાત્ત તત્ત્વોનું વિશિષ્ટ દૃષ્ટિએ નિરૂપણ, પ્રતિભા અને સાહિત્યકીય ગુણવત્તાને કારણે, અધ્યયન-આસ્વાદન માટે પ્રિય સાહિત્યપ્રકાર કાવ્ય, અને લેખનપ્રવૃત્તિ માટે નિબંધ-વિવેચન. કાવ્યોમાં અધ્યયન, મનન અને અર્થદર્શનનો અપાર અવકાશ અને સંભવ એમને જણાય છે. કાવ્યગત ભાષાની અર્થસમર્પકતા-અર્થઉકેલની કુતૂહલતા-એમને વિશેષ આકર્ષે છે. અભ્યાસોપકારક સાહિત્યસાધનામાં કાવ્ય, તત્ત્વજ્ઞાન, ભાષાશાસ્ત્ર, અલંકાર અને રસવિષયક પુસ્તક તેઓ વિશેષ વાંચે છે.

શ્રી રામભાઈ બક્ષીએ સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યનું ઊંડું પરિશીલન કર્યું છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રનું એમનું અધ્યયન મૂલગામી અને વિદ્વત્તાભર્યું છે. પંડિતયુગના પ્રતિનિધિ સમા આ વ્યુત્પન્ન પંડિત નવોદિત સર્જકોને સમજવામાં અને એમને દોરવણી આપવામાં સતત જાગરૂક રહ્યા છે. ભારતીય કાવ્યશાસ્ત્ર અને નાટ્યશાસ્ત્રમાંની રસનિષ્પત્તિની પ્રક્રિયા એમણે 'નાટ્યરસ' પરનાં એમનાં વ્યાખ્યાનોમાં અતિઝીણવટથી અને વિશદતાથી સમજાવીને આધુનિક દૃષ્ટિએ એનું તથા તત્સંબદ્ધ નાટકના સંવિધાન આદિ વિષયોનું વિવેચન અને સ્પષ્ટીકરણ કર્યું છે. ‘કરુણરસ'માં કરુણરસના શુદ્ધ સ્વરૂપનું વિવેચન કરી, સંસ્કૃત નાટકોમાં કરુણરસના સાચા તત્ત્વનું નિરૂપણ કર્યું છે. એ બંને પુસ્તક ઉપરાંત કાવ્યતત્ત્વ, રસ અને અલંકાર તથા નાટ્યસ્વરૂપાદિ વિષયો પર એમણે જુદે જુદે સમયે લખેલા મૌલિક વિચારણાના વિવેચનલેખોનો સંચય 'વાક્મયવિમર્શ' પણ પ્રગટ થયો છે. અને બીજા અનેક લેખો હજી ગ્રંથસ્થ થવાના બાકી છે. નવતર કવિતાના પ્રવાહોને એ સમભાવપૂર્વક વિલોકે છે. એમની વિશાળ પર્યેષક વિદ્વદૃષ્ટિનો એમનાં સર્વ લખાણોમાં આ૫ણને પરિચય થાય છે. એમનાં આ ત્રણે પુસ્તકો ગુજરાત રાજ્યનાં પારિતોષિક પામ્યાં છે.
શ્રી રામભાઈ બક્ષીએ સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યનું ઊંડું પરિશીલન કર્યું છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રનું એમનું અધ્યયન મૂલગામી અને વિદ્વત્તાભર્યું છે. પંડિતયુગના પ્રતિનિધિ સમા આ વ્યુત્પન્ન પંડિત નવોદિત સર્જકોને સમજવામાં અને એમને દોરવણી આપવામાં સતત જાગરૂક રહ્યા છે. ભારતીય કાવ્યશાસ્ત્ર અને નાટ્યશાસ્ત્રમાંની રસનિષ્પત્તિની પ્રક્રિયા એમણે ‘નાટ્યરસ' પરનાં એમનાં વ્યાખ્યાનોમાં અતિઝીણવટથી અને વિશદતાથી સમજાવીને આધુનિક દૃષ્ટિએ એનું તથા તત્સંબદ્ધ નાટકના સંવિધાન આદિ વિષયોનું વિવેચન અને સ્પષ્ટીકરણ કર્યું છે. ‘કરુણરસ'માં કરુણરસના શુદ્ધ સ્વરૂપનું વિવેચન કરી, સંસ્કૃત નાટકોમાં કરુણરસના સાચા તત્ત્વનું નિરૂપણ કર્યું છે. એ બંને પુસ્તક ઉપરાંત કાવ્યતત્ત્વ, રસ અને અલંકાર તથા નાટ્યસ્વરૂપાદિ વિષયો પર એમણે જુદે જુદે સમયે લખેલા મૌલિક વિચારણાના વિવેચનલેખોનો સંચય ‘વાક્મયવિમર્શ' પણ પ્રગટ થયો છે. અને બીજા અનેક લેખો હજી ગ્રંથસ્થ થવાના બાકી છે. નવતર કવિતાના પ્રવાહોને એ સમભાવપૂર્વક વિલોકે છે. એમની વિશાળ પર્યેષક વિદ્વદૃષ્ટિનો એમનાં સર્વ લખાણોમાં આ૫ણને પરિચય થાય છે. એમનાં આ ત્રણે પુસ્તકો ગુજરાત રાજ્યનાં પારિતોષિક પામ્યાં છે.
શ્રી બક્ષીએ સંસ્કૃતમાં શ્લોકો અને લધુકાવ્યોની પણ રચના કરી છે અને અંગ્રેજીમાં પણ કવચિત્ નિબંધો લખ્યા છે. સાંતાક્રુઝની સાહિત્ય સંસદના તેઓ પ્રમુખ છે, નાગર વિદ્યોત્તેજક મંડળના ડિરેકટર છે અને સાંતાક્રુઝની એજ્યુકેશન સોસાયટીના શિક્ષણવિષયક સલાહકાર છે. સાહિત્યસંસ્કારની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે તેઓ સંકળાયેલા છે. મ. સ. યુનિવર્સિટી (વડોદરા)એ વ્યાખ્યાનો આપવા માટે એમને નિમંત્રીને એમની વિદ્વત્તાની અને ગુજરાતી સાહિત્યની સુંદર સેવા કરી છે. મુંબઈ યુનિવર્સિટીએ પણ 'ઠક્કર લેક્ચર્સ આપવા માટે એમને નિમંત્રણ આપ્યાના સમાચાર છે.
શ્રી બક્ષીએ સંસ્કૃતમાં શ્લોકો અને લધુકાવ્યોની પણ રચના કરી છે અને અંગ્રેજીમાં પણ કવચિત્ નિબંધો લખ્યા છે. સાંતાક્રુઝની સાહિત્ય સંસદના તેઓ પ્રમુખ છે, નાગર વિદ્યોત્તેજક મંડળના ડિરેકટર છે અને સાંતાક્રુઝની એજ્યુકેશન સોસાયટીના શિક્ષણવિષયક સલાહકાર છે. સાહિત્યસંસ્કારની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે તેઓ સંકળાયેલા છે. મ. સ. યુનિવર્સિટી (વડોદરા)એ વ્યાખ્યાનો આપવા માટે એમને નિમંત્રીને એમની વિદ્વત્તાની અને ગુજરાતી સાહિત્યની સુંદર સેવા કરી છે. મુંબઈ યુનિવર્સિટીએ પણ ‘ઠક્કર લેક્ચર્સ આપવા માટે એમને નિમંત્રણ આપ્યાના સમાચાર છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
'''કૃતિઓ'''
'''કૃતિઓ'''
૧. કાવ્યસરિતા : સંચયન અને અનુવાદ ('કથાસરિત્સાગર' પરથી), બાલવાર્તા; પ્ર. સાલ ૧૯૧૭.
૧. કાવ્યસરિતા : સંચયન અને અનુવાદ (‘કથાસરિત્સાગર' પરથી), બાલવાર્તા; પ્ર. સાલ ૧૯૧૭.
{{gap}}પ્રકાશક: ફોર્ટ પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈ.
{{gap}}પ્રકાશક: ફોર્ટ પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈ.
૨. ગુજરાતી ભાષા અને સાહિત્ય (ભાગ-૧) : અનુવાદ (નરસિંહરાવનો ગ્રંથ), ભાષાશાસ્ત્ર; પ્ર. સાલ ૧૯૩૬.
૨. ગુજરાતી ભાષા અને સાહિત્ય (ભાગ-૧) : અનુવાદ (નરસિંહરાવનો ગ્રંથ), ભાષાશાસ્ત્ર; પ્ર. સાલ ૧૯૩૬.
Line 37: Line 37:
{{gap}}૭. નરસિંહરાવની રોંજનીશી (ગુજરાત વિદ્યાસભા).
{{gap}}૭. નરસિંહરાવની રોંજનીશી (ગુજરાત વિદ્યાસભા).
'''અભ્યાસ-સામગ્રી :'''
'''અભ્યાસ-સામગ્રી :'''
૧. ‘વાક્મયવિમર્શ' માટે પ્રા. ગૌરીપ્રસાદ ઝાલાનો લેખ 'જન્મભૂમિ'; અને પ્રા. હરિવલ્લભ ભાયાણીની સમીક્ષા.
૧. ‘વાક્મયવિમર્શ' માટે પ્રા. ગૌરીપ્રસાદ ઝાલાનો લેખ ‘જન્મભૂમિ'; અને પ્રા. હરિવલ્લભ ભાયાણીની સમીક્ષા.
२. ‘નાટ્યરસ' માટે ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી-૧૯૫૯; 'જન્મભૂમિ.'
२. ‘નાટ્યરસ' માટે ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી-૧૯૫૯; ‘જન્મભૂમિ.'
૩. ‘શ્રી રામપ્રસાદ બક્ષી'–શ્રી ચંપકલાલ મહેતા, 'વીણેલાં મોતી,’ ઑગસ્ટ, ૧૯૬૫.
૩. ‘શ્રી રામપ્રસાદ બક્ષી'–શ્રી ચંપકલાલ મહેતા, ‘વીણેલાં મોતી,’ ઑગસ્ટ, ૧૯૬૫.
</poem>
</poem>

Latest revision as of 02:32, 14 June 2024

રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી

[૨૭-૬–૧૮૯૪]

મર્મજ્ઞ વિવેચક શ્રી રામપ્રસાદ બક્ષીના કુટુંબનું મૂળ વતન તો છે મોરબી, અને પછી રાજકોટ સદરમાં વસવાટ કરેલો. તા. ૨૭-૬-૧૮૯૪ના દિવસે તેમનો જન્મ જૂનાગઢમાં થયેલો. પિતાનું નામ શ્રી પ્રેમશંકર જેઠાભાઈ બક્ષી, અને માતાનું નામ મેનાબહેન. એમના લગ્ન ઈ. ૧૯૧૪માં શ્રી કાંચનગૌરી બહેન સાથે થયાં હતાં. પ્રાથમિક શિક્ષણ રાજકોટની સરકારી તાલુકા સ્કૂલ (૧૯૦૦-૦૩)માં લઈને પછી ત્યાંની કરણસિંહજી મિડલ સ્કૂલ અને આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. લગભગ પ્રત્યેક વર્ષની પરીક્ષામાં તેઓ પ્રથમ જ આવતા. મેટ્રિકની પરીક્ષા વઢવાણની દાજીરાજ હાઈસ્કૂલમાંથી ઈ. ૧૯૧૦માં પસાર કરી. ત્યાર બાદ ઉચ્ચ શિક્ષણ અર્થે અમદાવાદની ગુજરાત કૉલેજમાં દાખલ થયા અને ઈ. ૧૯૧૪માં, મુંબઈ યુનિવર્સિટીની બી. એ. ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. કૉલેજમાં દરેક વર્ષે શિષ્યવૃત્તિ એમને મળતી. બીજે જ વર્ષે પોતાના મામા શ્રી હિંમતલાલ ગ. અંજારિયાની શીળી છાયામાં મુંબઈ (સાંતાક્રુઝ)માં વસવાટ કર્યો અને અત્યારે પણ ત્યાં જ રહે છે. ઈ. ૧૯૨૭માં ત્યાંની આનંદીલાલ પોદ્દાર હાઈસ્કુલનું સુકાન એમણે સંભાળેલું, અને નિવૃત્ત થયા ત્યાં સુધી તેનું આચાર્યપદ એમણે શોભાવ્યું. એ પછી પણ માનાર્થ અધ્યાપક તરીકે મીઠીબાઈ કૉલેજ (વિલેપાર્લે)ને એમની સેવાઓનો લાભ મળ્યો છે. શિક્ષણ એમનો પ્રિય વ્યવસાય છે. વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી એમના પ્રિય વિષયો, પણ વિશેષ રુચિ તો સંસ્કૃત તરફ જ. નાનપણમાં નાનીબા પાસે સાંભળેલી કવિતાઓ-પદો-ભજનો, મામા શ્રી હિંમતલાલ અંજારિયાના ‘કાવ્યમાધુર્ય'નો કાર્યપ્રભાવ, ગુરુ શ્રી આનંદશંકર ધ્રુવનું અતિ સ્નેહમય પ્રોત્સાહન અને મુંબઈમાં શ્રી નરસિંહરાવ દિવેટિયાનો સતત સંપર્ક-એમના જીવનના વિકાસસહાયક પ્રસંગો છે. સર્વશ્રી કલ્યાણરાય બક્ષી, માધવરાય બક્ષી, મૂળવંતરાય બક્ષી, રવિશંકર અંજારિયા, હિંમતલાલ અંજારિયા તેમ જ માતા અને માતામહી-એ સર્વ સ્વજનોની કોઈને કોઈ રીતે એમના જીવનઘડતરમાં પ્રબળ અસર પડી છે. લેખનપ્રવૃત્તિ, આમ તો નિરુદ્દેશે-ફુરસદના સમયનો વિનોદ અને સહજ રસ. એની શરૂઆત થઈ ઈ.૧૯૧૬માં-‘કથાસરિત્સાગર'માંની બાલભોગ્ય લઘુકથાઓના સંચયથી. પછી ‘વસંત'માં લેખો લખ્યા અને ત્યારબાદ નરસિંહરાવના ‘ભાષા અને સાહિત્ય' એ ગ્રંથનો અનુવાદ કર્યો. નિવૃત્તિકાળ નજીક આવતાં ૧૯૪૭થી અવિચ્છિન્ન સાહિત્યસેવાનો આરંભ કર્યો. એમના પ્રિય લેખક સંસ્કૃતમાં કાલિદાસ અને ગુજરાતીમાં ગોવર્ધનરામ ઉદાત્ત જીવનદૃષ્ટિ, ભારતીય સંસ્કૃતિનાં ઉદાત્ત તત્ત્વોનું વિશિષ્ટ દૃષ્ટિએ નિરૂપણ, પ્રતિભા અને સાહિત્યકીય ગુણવત્તાને કારણે, અધ્યયન-આસ્વાદન માટે પ્રિય સાહિત્યપ્રકાર કાવ્ય, અને લેખનપ્રવૃત્તિ માટે નિબંધ-વિવેચન. કાવ્યોમાં અધ્યયન, મનન અને અર્થદર્શનનો અપાર અવકાશ અને સંભવ એમને જણાય છે. કાવ્યગત ભાષાની અર્થસમર્પકતા-અર્થઉકેલની કુતૂહલતા-એમને વિશેષ આકર્ષે છે. અભ્યાસોપકારક સાહિત્યસાધનામાં કાવ્ય, તત્ત્વજ્ઞાન, ભાષાશાસ્ત્ર, અલંકાર અને રસવિષયક પુસ્તક તેઓ વિશેષ વાંચે છે. શ્રી રામભાઈ બક્ષીએ સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યનું ઊંડું પરિશીલન કર્યું છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રનું એમનું અધ્યયન મૂલગામી અને વિદ્વત્તાભર્યું છે. પંડિતયુગના પ્રતિનિધિ સમા આ વ્યુત્પન્ન પંડિત નવોદિત સર્જકોને સમજવામાં અને એમને દોરવણી આપવામાં સતત જાગરૂક રહ્યા છે. ભારતીય કાવ્યશાસ્ત્ર અને નાટ્યશાસ્ત્રમાંની રસનિષ્પત્તિની પ્રક્રિયા એમણે ‘નાટ્યરસ' પરનાં એમનાં વ્યાખ્યાનોમાં અતિઝીણવટથી અને વિશદતાથી સમજાવીને આધુનિક દૃષ્ટિએ એનું તથા તત્સંબદ્ધ નાટકના સંવિધાન આદિ વિષયોનું વિવેચન અને સ્પષ્ટીકરણ કર્યું છે. ‘કરુણરસ'માં કરુણરસના શુદ્ધ સ્વરૂપનું વિવેચન કરી, સંસ્કૃત નાટકોમાં કરુણરસના સાચા તત્ત્વનું નિરૂપણ કર્યું છે. એ બંને પુસ્તક ઉપરાંત કાવ્યતત્ત્વ, રસ અને અલંકાર તથા નાટ્યસ્વરૂપાદિ વિષયો પર એમણે જુદે જુદે સમયે લખેલા મૌલિક વિચારણાના વિવેચનલેખોનો સંચય ‘વાક્મયવિમર્શ' પણ પ્રગટ થયો છે. અને બીજા અનેક લેખો હજી ગ્રંથસ્થ થવાના બાકી છે. નવતર કવિતાના પ્રવાહોને એ સમભાવપૂર્વક વિલોકે છે. એમની વિશાળ પર્યેષક વિદ્વદૃષ્ટિનો એમનાં સર્વ લખાણોમાં આ૫ણને પરિચય થાય છે. એમનાં આ ત્રણે પુસ્તકો ગુજરાત રાજ્યનાં પારિતોષિક પામ્યાં છે. શ્રી બક્ષીએ સંસ્કૃતમાં શ્લોકો અને લધુકાવ્યોની પણ રચના કરી છે અને અંગ્રેજીમાં પણ કવચિત્ નિબંધો લખ્યા છે. સાંતાક્રુઝની સાહિત્ય સંસદના તેઓ પ્રમુખ છે, નાગર વિદ્યોત્તેજક મંડળના ડિરેકટર છે અને સાંતાક્રુઝની એજ્યુકેશન સોસાયટીના શિક્ષણવિષયક સલાહકાર છે. સાહિત્યસંસ્કારની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે તેઓ સંકળાયેલા છે. મ. સ. યુનિવર્સિટી (વડોદરા)એ વ્યાખ્યાનો આપવા માટે એમને નિમંત્રીને એમની વિદ્વત્તાની અને ગુજરાતી સાહિત્યની સુંદર સેવા કરી છે. મુંબઈ યુનિવર્સિટીએ પણ ‘ઠક્કર લેક્ચર્સ આપવા માટે એમને નિમંત્રણ આપ્યાના સમાચાર છે.

કૃતિઓ
૧. કાવ્યસરિતા : સંચયન અને અનુવાદ (‘કથાસરિત્સાગર' પરથી), બાલવાર્તા; પ્ર. સાલ ૧૯૧૭.
પ્રકાશક: ફોર્ટ પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈ.
૨. ગુજરાતી ભાષા અને સાહિત્ય (ભાગ-૧) : અનુવાદ (નરસિંહરાવનો ગ્રંથ), ભાષાશાસ્ત્ર; પ્ર. સાલ ૧૯૩૬.
પ્રકાશક : ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ.
૩. ગુજરાતી ભાષા અને સાહિત્ય (ભાગ-૨) : અનુવાદ (નરસિંહરાવનો ગ્રંથ), ભાષાશાસ્ત્ર; પ્ર. સાલ ૧૯૫૭.
પ્રકાશક : ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.
૪. સુખમની : અનુવાદ, શીખધર્મસ્તોત્ર; પ્ર. સાલ ૧૯૩૫.
પ્રકાશક: પોતે.
૫. નાટ્યરસ : મૌલિક, સાહિત્યમીમાંસા; પ્ર. સાલ ૧૯૫૯.
પ્રકાશક : ચેતન પ્રકાશન મંદિર, વડોદરા.
૬ . વાક્મય વિમર્શ : મૌલિક, સાહિત્ય મીમાંસા-વિવેચન; પ્ર. સાલ ૧૯૬૩.
પ્રકાશક : એન. એમ. ત્રિપાઠીની કુ., મુંબઈ.
૭. કરુણરસ : મૌલિક, સાહિત્યમીમાંસા-વિવેચન; પ્ર. સાલ ૧૯૬૩.
પ્રકાશક : ચેતન પ્રકાશન મંદિર, વડોદરા.
૮. ૧૯૫૩ના ગુજરાતી સાહિત્યની વાર્ષિક સમીક્ષા : મૌલિક, વિવેચન: પ્ર. સાલ ૧૯૫૭.
પ્રકાશક : ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ.
સંપાદિત ગ્રંથો : ૧. અક્ષર આરાધના : (માણેક ષષ્ટિપૂતિં અભિનંદન ગ્રંથ).
૨. ડૉ. કાન્તિલાલ છ. પંડ્યા કમેમોરેશન વોલ્યૂમ.
૩. શ્રી છોટુભાઈ કોરાની જીવનજ્યોત.
૪. શ્રી ગોકુળભાઈ ષષ્ટિપૂતિં અભિનંદન ગ્રંથ.
૫-૬. Scrap Book (ગોવર્ધનરામ) વો. ૧–૨ (શ્રી સન્મુખલાલ પંડ્યા સાથે).
૭. નરસિંહરાવની રોંજનીશી (ગુજરાત વિદ્યાસભા).
અભ્યાસ-સામગ્રી :
૧. ‘વાક્મયવિમર્શ' માટે પ્રા. ગૌરીપ્રસાદ ઝાલાનો લેખ ‘જન્મભૂમિ'; અને પ્રા. હરિવલ્લભ ભાયાણીની સમીક્ષા.
२. ‘નાટ્યરસ' માટે ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી-૧૯૫૯; ‘જન્મભૂમિ.'
૩. ‘શ્રી રામપ્રસાદ બક્ષી'–શ્રી ચંપકલાલ મહેતા, ‘વીણેલાં મોતી,’ ઑગસ્ટ, ૧૯૬૫.

સરનામું : ગોપાલભવન, ટાગોર રોડ, સાંતાક્રુઝ, મુંબઈ-૫૪.