ગ્રંથ અને ગ્રંથકાર/લાભુબહેન મોહનલાલ મહેતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(Corrected Inverted Comas)
 
Line 4: Line 4:
{{Poem2Open}}
{{Poem2Open}}
એમનો જન્મ સૌરાષ્ટ્રના લખતર ગામે ઈ.સ. ૧૯૧૫ના ડિસેમ્બરની ૧૭ મી તારીખે થયો હતો. એમના પિતા તે પ્રસિદ્ધ પત્રકાર શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ અને માતા રૂક્ષ્મણીબહેન. ઈ.સ. ૧૯૩૯માં તેમણે શ્રી મોહનલાલ મહેતા (સોપાન) સાથે લગ્ન કર્યું. લાભુબહેન કર્વે યુનિવર્સિટીનાં જી. એ. છે. સંપાદન અને લેખન એમનો મુખ્ય અને પ્રિય વ્યવસાય છે. સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. એમના જીવન ઉપર મુખ્યત્વે ગાંધીજી અને એમના નેતૃત્વ નીચેના સત્યાગ્રહનું આંદોલન તેમ જ ગાંધીસાહિત્ય પ્રબળ અસર પાડી ગયાં છે.
એમનો જન્મ સૌરાષ્ટ્રના લખતર ગામે ઈ.સ. ૧૯૧૫ના ડિસેમ્બરની ૧૭ મી તારીખે થયો હતો. એમના પિતા તે પ્રસિદ્ધ પત્રકાર શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ અને માતા રૂક્ષ્મણીબહેન. ઈ.સ. ૧૯૩૯માં તેમણે શ્રી મોહનલાલ મહેતા (સોપાન) સાથે લગ્ન કર્યું. લાભુબહેન કર્વે યુનિવર્સિટીનાં જી. એ. છે. સંપાદન અને લેખન એમનો મુખ્ય અને પ્રિય વ્યવસાય છે. સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. એમના જીવન ઉપર મુખ્યત્વે ગાંધીજી અને એમના નેતૃત્વ નીચેના સત્યાગ્રહનું આંદોલન તેમ જ ગાંધીસાહિત્ય પ્રબળ અસર પાડી ગયાં છે.
એક પત્રકાર પિતાનાં પુત્રી હોવાથી અને પત્રકાર પતિનાં સાથી હોવાથી લાભુબહેનને' ‘સૌરાષ્ટ્ર’, 'ફૂલછાબ', 'જન્મભૂમિ-પ્રવાસી', 'અખંડ આનંદ', 'ગૃહમાધુરી', 'જીવનમાધુરી’ અને ‘સુકાની’ જેવાં સામયિકોની સાથે સાથે જીવનડમ માંડવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે. તેમણે સત્યાગ્રહની લડત દરમ્યાન જેલનિવાસ પણ કરેલ. પ્રવાસનો તેમને ખૂબ જ શોખ છે. તેઓ, ગુજરાતી, મરાઠી, હિંદી, બંગાળી અને અંગ્રેજી જાણે છે. તેમનો ઉદ્દેશ સર્જનના આનંદ સાથે યત્કિંચિત્ સામાજિક સેવા કરવાનો ખરો. આ હેતુ માટે જ તેમની લેખન, સંપાદન અને પ્રકાશનપ્રવૃત્તિ વિકસી છે. શ્રી સોપાન સાથે લગ્નજીવનનો આરંભ કરતાં લાભુબહેનને સંપાદન અને પ્રકાશનની સહિયારી પ્રવૃત્તિઓ અને લેખન કરવાનું સાંપડ્યું. એમના પ્રિય લેખકો છે શરદ્ભાબુ અને સોપાન. શરદ્બાબુ આદર્શ સ્ત્રીપાત્રો રજૂ કરે છે એથી, અને સોપાન મનનાં ઊંડાણોનું દર્શન કરાવે છે માટે. એમનો પ્રિય સાહિત્યપ્રકાર છે નવલિકા. નવલિકાદ્વારા સર્જનનો આનંદ તથા માનવજીવનનું દર્શન રજૂ કરી શકાય છે એમ તેઓ માને છે. એમનો મનગમતો લેખનવિષય છે લગ્નજીવન, કુટુંબજીવન, સમાજજીવનનાં સુંદર પાસાંનું આલેખન. એમના સાહિત્યસર્જનમાં સંપાદનકાર્ય ઉપરાંત બહારથી આવતા અનેક પત્રો અને સામાજિક કિસ્સાઓ ઠીકઠીક ભાગ ભજવે છે.
એક પત્રકાર પિતાનાં પુત્રી હોવાથી અને પત્રકાર પતિનાં સાથી હોવાથી લાભુબહેનને ‘સૌરાષ્ટ્ર’, ‘ફૂલછાબ', ‘જન્મભૂમિ-પ્રવાસી', ‘અખંડ આનંદ', ‘ગૃહમાધુરી', ‘જીવનમાધુરી’ અને ‘સુકાની’ જેવાં સામયિકોની સાથે સાથે જીવનડમ માંડવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે. તેમણે સત્યાગ્રહની લડત દરમ્યાન જેલનિવાસ પણ કરેલ. પ્રવાસનો તેમને ખૂબ જ શોખ છે. તેઓ, ગુજરાતી, મરાઠી, હિંદી, બંગાળી અને અંગ્રેજી જાણે છે. તેમનો ઉદ્દેશ સર્જનના આનંદ સાથે યત્કિંચિત્ સામાજિક સેવા કરવાનો ખરો. આ હેતુ માટે જ તેમની લેખન, સંપાદન અને પ્રકાશનપ્રવૃત્તિ વિકસી છે. શ્રી સોપાન સાથે લગ્નજીવનનો આરંભ કરતાં લાભુબહેનને સંપાદન અને પ્રકાશનની સહિયારી પ્રવૃત્તિઓ અને લેખન કરવાનું સાંપડ્યું. એમના પ્રિય લેખકો છે શરદ્ભાબુ અને સોપાન. શરદ્બાબુ આદર્શ સ્ત્રીપાત્રો રજૂ કરે છે એથી, અને સોપાન મનનાં ઊંડાણોનું દર્શન કરાવે છે માટે. એમનો પ્રિય સાહિત્યપ્રકાર છે નવલિકા. નવલિકાદ્વારા સર્જનનો આનંદ તથા માનવજીવનનું દર્શન રજૂ કરી શકાય છે એમ તેઓ માને છે. એમનો મનગમતો લેખનવિષય છે લગ્નજીવન, કુટુંબજીવન, સમાજજીવનનાં સુંદર પાસાંનું આલેખન. એમના સાહિત્યસર્જનમાં સંપાદનકાર્ય ઉપરાંત બહારથી આવતા અનેક પત્રો અને સામાજિક કિસ્સાઓ ઠીકઠીક ભાગ ભજવે છે.
એમની સૌ પ્રથમ કૃતિ હતી 'પથેર પાંચાલી'- બંગાળીમાંથી અનુવાદ. મૌલિક કૃતિ હતી બાળકો માટે પંડિત જવાહરલાલનું જીવનચરિત્ર. અત્યારે તેઓ ભારતના કલાકારોની મુલાકાતો, નવલિકાઓ અને સામાજિક પ્રસંગચિત્રો લખી રહ્યાં છે. કલાકારો સાથેની મુલાકાતોનો સંગ્રહ 'મધુવન’ પ્રગટ થવાની તૈયારીમાં છે.
એમની સૌ પ્રથમ કૃતિ હતી ‘પથેર પાંચાલી'- બંગાળીમાંથી અનુવાદ. મૌલિક કૃતિ હતી બાળકો માટે પંડિત જવાહરલાલનું જીવનચરિત્ર. અત્યારે તેઓ ભારતના કલાકારોની મુલાકાતો, નવલિકાઓ અને સામાજિક પ્રસંગચિત્રો લખી રહ્યાં છે. કલાકારો સાથેની મુલાકાતોનો સંગ્રહ ‘મધુવન’ પ્રગટ થવાની તૈયારીમાં છે.
એમના વાર્તાસંગ્રહ 'બિંદી'ની પ્રસ્તાવનામાં પ્રસિદ્ધ વિવેચક શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ અને એમની નવલકથા 'પ્રણયદીપ'નું પ્રસિદ્ધ વિવેચક શ્રી રામપ્રસાદ બક્ષીએ કરેલું વિવેચન લાભુબહેનની સર્જકશક્તિનો સુમધુર ૫રિચય કરાવે છે.
એમના વાર્તાસંગ્રહ ‘બિંદી'ની પ્રસ્તાવનામાં પ્રસિદ્ધ વિવેચક શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ અને એમની નવલકથા ‘પ્રણયદીપ'નું પ્રસિદ્ધ વિવેચક શ્રી રામપ્રસાદ બક્ષીએ કરેલું વિવેચન લાભુબહેનની સર્જકશક્તિનો સુમધુર ૫રિચય કરાવે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 34: Line 34:
{{gap}}બધાંના પ્રકાશક : શ્રી પ્રકાશન મંદિર, મુંબઈ.
{{gap}}બધાંના પ્રકાશક : શ્રી પ્રકાશન મંદિર, મુંબઈ.
'''અભ્યાસ-સામગ્રી :'''
'''અભ્યાસ-સામગ્રી :'''
૧. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની 'બિંદી'ની પ્રસ્તાવના.  
૧. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની ‘બિંદી'ની પ્રસ્તાવના.  
૨. શ્રી રામપ્રસાદ બક્ષીનું 'પ્રણયદીપ'નું વિવેચન.  
૨. શ્રી રામપ્રસાદ બક્ષીનું ‘પ્રણયદીપ'નું વિવેચન.  
૩. ગુજરાતી સાહિત્ય સભાની કાર્યવહી ૧૯૬૧ ('સંસારમાધુરી' માટે).
૩. ગુજરાતી સાહિત્ય સભાની કાર્યવહી ૧૯૬૧ (‘સંસારમાધુરી' માટે).
</poem>
</poem>
{{right|'''સરનામું :''' ગુલબહાર, બૅરેક રોડ, મુંબઈ-૧..}}<br>
{{right|'''સરનામું :''' ગુલબહાર, બૅરેક રોડ, મુંબઈ-૧.}}<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી
|previous = રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી
|next = વેણીભાઈ જમનાદાસ પુરોહિત
|next = વેણીભાઈ જમનાદાસ પુરોહિત
}}
}}

Latest revision as of 02:35, 14 June 2024

લાભુબહેન મોહનલાલ મહેતા

(૧૭-૧૨-૧૯૧૫)

એમનો જન્મ સૌરાષ્ટ્રના લખતર ગામે ઈ.સ. ૧૯૧૫ના ડિસેમ્બરની ૧૭ મી તારીખે થયો હતો. એમના પિતા તે પ્રસિદ્ધ પત્રકાર શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ અને માતા રૂક્ષ્મણીબહેન. ઈ.સ. ૧૯૩૯માં તેમણે શ્રી મોહનલાલ મહેતા (સોપાન) સાથે લગ્ન કર્યું. લાભુબહેન કર્વે યુનિવર્સિટીનાં જી. એ. છે. સંપાદન અને લેખન એમનો મુખ્ય અને પ્રિય વ્યવસાય છે. સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. એમના જીવન ઉપર મુખ્યત્વે ગાંધીજી અને એમના નેતૃત્વ નીચેના સત્યાગ્રહનું આંદોલન તેમ જ ગાંધીસાહિત્ય પ્રબળ અસર પાડી ગયાં છે. એક પત્રકાર પિતાનાં પુત્રી હોવાથી અને પત્રકાર પતિનાં સાથી હોવાથી લાભુબહેનને ‘સૌરાષ્ટ્ર’, ‘ફૂલછાબ', ‘જન્મભૂમિ-પ્રવાસી', ‘અખંડ આનંદ', ‘ગૃહમાધુરી', ‘જીવનમાધુરી’ અને ‘સુકાની’ જેવાં સામયિકોની સાથે સાથે જીવનડમ માંડવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે. તેમણે સત્યાગ્રહની લડત દરમ્યાન જેલનિવાસ પણ કરેલ. પ્રવાસનો તેમને ખૂબ જ શોખ છે. તેઓ, ગુજરાતી, મરાઠી, હિંદી, બંગાળી અને અંગ્રેજી જાણે છે. તેમનો ઉદ્દેશ સર્જનના આનંદ સાથે યત્કિંચિત્ સામાજિક સેવા કરવાનો ખરો. આ હેતુ માટે જ તેમની લેખન, સંપાદન અને પ્રકાશનપ્રવૃત્તિ વિકસી છે. શ્રી સોપાન સાથે લગ્નજીવનનો આરંભ કરતાં લાભુબહેનને સંપાદન અને પ્રકાશનની સહિયારી પ્રવૃત્તિઓ અને લેખન કરવાનું સાંપડ્યું. એમના પ્રિય લેખકો છે શરદ્ભાબુ અને સોપાન. શરદ્બાબુ આદર્શ સ્ત્રીપાત્રો રજૂ કરે છે એથી, અને સોપાન મનનાં ઊંડાણોનું દર્શન કરાવે છે માટે. એમનો પ્રિય સાહિત્યપ્રકાર છે નવલિકા. નવલિકાદ્વારા સર્જનનો આનંદ તથા માનવજીવનનું દર્શન રજૂ કરી શકાય છે એમ તેઓ માને છે. એમનો મનગમતો લેખનવિષય છે લગ્નજીવન, કુટુંબજીવન, સમાજજીવનનાં સુંદર પાસાંનું આલેખન. એમના સાહિત્યસર્જનમાં સંપાદનકાર્ય ઉપરાંત બહારથી આવતા અનેક પત્રો અને સામાજિક કિસ્સાઓ ઠીકઠીક ભાગ ભજવે છે. એમની સૌ પ્રથમ કૃતિ હતી ‘પથેર પાંચાલી'- બંગાળીમાંથી અનુવાદ. મૌલિક કૃતિ હતી બાળકો માટે પંડિત જવાહરલાલનું જીવનચરિત્ર. અત્યારે તેઓ ભારતના કલાકારોની મુલાકાતો, નવલિકાઓ અને સામાજિક પ્રસંગચિત્રો લખી રહ્યાં છે. કલાકારો સાથેની મુલાકાતોનો સંગ્રહ ‘મધુવન’ પ્રગટ થવાની તૈયારીમાં છે. એમના વાર્તાસંગ્રહ ‘બિંદી'ની પ્રસ્તાવનામાં પ્રસિદ્ધ વિવેચક શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ અને એમની નવલકથા ‘પ્રણયદીપ'નું પ્રસિદ્ધ વિવેચક શ્રી રામપ્રસાદ બક્ષીએ કરેલું વિવેચન લાભુબહેનની સર્જકશક્તિનો સુમધુર ૫રિચય કરાવે છે.

કૃતિઓ
૧. જય જવાહર : મૌલિક, જીવનચરિત્ર: પ્ર. સાલ ૧૯૪૦.
૨. તુલસીનાં પાન : મૌલિક, બાળવાર્તાઓ; પ્ર. સાલ ૧૯૪૦.
૩. ૧૫ દિવસનો પ્રવાસ : મૌલિક, પ્રવાસ; પ્ર. સાલ ૧૯૪૦.
૪. પ્રેમમૂર્તિ કસ્તુરબા : મૌલિક, ચરિત્ર: પ્ર. સાલ ૧૯૪૦.
૫. ૫થેર પાંચાલી : અનુવાદ, નવલકથા: પ્ર. સાલ ૧૯૪૦, બીજી આવૃત્તિ ૧૯૬૦.
૬. શોધને અંતે : મૌલિક, વાર્તાઓ; પ્ર. સાલ ૧૯૪૦.
૭. ગોદ : અનુવાદ, નવલકથા.
બધાંના પ્રકાશક : ભારતી સાહિત્ય સંઘ, અમદાવાદ.
૮. ઘરની વહુ : અનુવાદ, નવલકથા,
૯. પાણીના સાથિયા : અનુવાદ, નવલકથા.
૧૦. તરુણીસંઘ : અનુવાદ, નવલકથા; પ્ર. સાલ ૧૯૫૫.
૧૧. સંસારયાત્રા : અનુવાદ, નવલકથા;
૧૨. બિન્દી : મૌલિક, વાર્તાસંગ્રહ; પ્ર. સાલ ૧૯૫૫.
૧૩. માતૃત્વ : મૌલિક; બીજી આવૃત્તિ ૧૯૬૧.
૧૪. આભ અને ધરતી : મૌલિક વાર્તાઓ.
૧૫. પ્રણયદીપ : મૌલિક, નવલકથા.
૧૬. માનસ સરોવર : અનુવાદ, નવલકથા. પ્ર. સાલ ૧૯૫૫
૧૭. એનું નામ અપૂર્વ : મૌલિક, બાળવાર્તાઓ; પ્ર. સાલ ૧૯૬૧.
૧૮. સરદાર અને પંતજી: મૌલિક, ચરિત્ર; પ્ર. સાલ ૧૯૬૧.
૧૯. કવિવર ટાગોર : મૌલિક, ચરિત્ર; પ્ર. સાલ ૧૯૬૧.
૨૦. જીવનમાંગલ્ય : મૌલિક, પ્રસંગચિત્રો; પ્ર. સાલ ૧૯૬૦.
૨૧. સંસારમાધુરી : મૌલિક, પ્રસંગચિત્રો; પ્ર. સાલ ૧૯૬૧.
બધાંના પ્રકાશક : શ્રી પ્રકાશન મંદિર, મુંબઈ.
અભ્યાસ-સામગ્રી :
૧. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની ‘બિંદી'ની પ્રસ્તાવના.
૨. શ્રી રામપ્રસાદ બક્ષીનું ‘પ્રણયદીપ'નું વિવેચન.
૩. ગુજરાતી સાહિત્ય સભાની કાર્યવહી ૧૯૬૧ (‘સંસારમાધુરી' માટે).

સરનામું : ગુલબહાર, બૅરેક રોડ, મુંબઈ-૧.