સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી/૩.૨ પ્રેમાનંદ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <big>{{center|'''૩.૨'''<br>'''પ્રેમાનંદ'''</big><br>}} {{Poem2Open}} ‘ભાલણથી દયારામ સુધીના મધ્યકાલીન સાહિત્યમાં વૈવિધ્યમાં, સમૃદ્ધિમાં, સર્જકતામાં અને વાસ્તવિકતામાં શ્રેષ્ઠ તો વડોદરાવાસી પ્રેમાનંદ જ છે.’ –...")
 
No edit summary
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
‘ભાલણથી દયારામ સુધીના મધ્યકાલીન સાહિત્યમાં વૈવિધ્યમાં, સમૃદ્ધિમાં, સર્જકતામાં અને વાસ્તવિકતામાં શ્રેષ્ઠ તો વડોદરાવાસી પ્રેમાનંદ જ છે.’ – મુનશી૧
‘ભાલણથી દયારામ સુધીના મધ્યકાલીન સાહિત્યમાં વૈવિધ્યમાં, સમૃદ્ધિમાં, સર્જકતામાં અને વાસ્તવિકતામાં શ્રેષ્ઠ તો વડોદરાવાસી પ્રેમાનંદ જ છે.’ – મુનશી૧ <ref>૧. ‘આદિવચનો અને બીજાં વ્યાખ્યાનો’, પૃ. ૨૬૧.</ref>
મધ્યકાલીન ગુજરાતનો કાવ્યગુણની દૃષ્ટિએ અને એક સંસ્કારવિધાયક બળ તરીકે મહત્ત્વનો સાહિત્યપ્રવાહ તે પૌરાણિક કથાસાહિત્યનો – આખ્યાનનો – પ્રવાહ. એનો પૂર્ણ ઉત્કર્ષ પ્રગટ થાય છે પ્રેમાનંદમાં. સર્જનની ગુણવત્તા અને વિપુલતાની દૃષ્ટિએ પ્રેમાનંદ મધ્યકાળનો એક મોટો કવિ (major poet) બની રહે છે.

Line 9: Line 9:
જેમાં રચનાનાં તિથિ-વારનો વિગતે ઉલ્લેખ હોય અને એ ઉલ્લેખ પૂરેપૂરો સાચો હોય એવી પ્રેમાનંદની પહેલામાં પહેલી કૃતિ ‘મદાલસા આખ્યાન’ (ઈ. સ. ૧૬૭૨) છે અને છેલ્લામાં છેલ્લી કૃતિ ‘નળાખ્યાન’ (ઈ. સ. ૧૬૮૬) છે. પ્રમાણિત ન કરી શકાય એવા પણ રચ્યાવર્ષના ઉલ્લેખ ધરાવતી, આની આગળપાછળની કૃતિઓ છે ‘ઓખાહરણ’ (સંભવતઃ ઈ. સ. ૧૬૬૭), ‘અભિમન્યુ આખ્યાન’ (ઈ. સ. ૧૬૭૧), ‘ચંદ્રહાસ, આખ્યાન’ (ઈ. સ. ૧૬૭૧) અને ‘રણયજ્ઞ’ (સંભવતઃ ઈ. સ. ૧૬૯૦), પહેલી કાવ્યરચના તરીકે ઉલ્લેખ પામેલી ‘સ્વર્ગની નિસરણી’ અને બીજી કેટલીક કાચી કૃતિઓ ‘ઓખાહરણ’ની પહેલાં એટલે કે ઈ. સ. ૧૬૬૭ની પહેલાં પાંચસાત વર્ષમાં રચાયેલી હોવાનું માની શકાય અને અધૂરો રહેલો ‘દશમસ્કંધ’ તથા બીજી કેટલીક પરિપક્વતા દર્શાવતી કૃતિઓ ‘રણયજ્ઞ’ પછીનાં એટલે કે ઈ. સ. ૧૬૯૦ પછીનાં આઠ-દસ વર્ષમાં રચાયેલી માની શકાય. આ રીતે પ્રેમાનંદનો કવનકાળ ઈ. સ. ૧૬૬૦થી ૧૭૦૦ સુધી એટલે કે સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં વિસ્તરેલો હતો એમ માનવામાં ખાસ બાધ નથી.

પ્રેમાનંદના વિશે તર્ક કરવામાં મુશ્કેલી છે. પરંતુ વીસેક વર્ષની ઉંમરે એણે કાવ્યપ્રવૃત્તિ શરૂ કરી હશે અને ‘દશમસ્કંધ’ એના અવસાનને કારણે અધૂરો મુકાયો હશે એમ ધારીએ તો એનો જીવનકાળ ઈ. સ. ૧૬૪૦થી ૧૭૦૦ સુધીનો ઓછામાં ઓછો ગણી શકાય.

ટૂંકમાં, ૧૭મી સદીના ઉત્તરાર્ધને આપણે વ્યાપક રૂપે પ્રેમાનંદનાં જીવન-કવનના સમય તરીકે ઓળખાવી શકીએ.૨
ટૂંકમાં, ૧૭મી સદીના ઉત્તરાર્ધને આપણે વ્યાપક રૂપે પ્રેમાનંદનાં જીવન-કવનના સમય તરીકે ઓળખાવી શકીએ.૨ <ref>૨. વિગતવાર ચર્ચા માટે જુઓ કે. કા. શાસ્ત્રી, ‘પ્રેમાનંદ – એક અધ્યયન’, પૃ. ૧૬-૩૩.</ref>

'''જીવન'''
'''જીવન'''
Line 16: Line 16:
નર્મદાશંકરને મળેલી આટલી માહિતી સ્વીકારવામાં ખાસ આપત્તિ નથી. પરંતુ આ સિવાય એમને, ઘણા પ્રસિદ્ધ પુરુષો વિશે સાંભળવા મળતી હોય છે તેવી, કેટલીક દંતકથાઓ પણ પ્રેમાનંદ વિશે સાંભળવા મળેલી. જેમ કે (૧) જડભરત જેવા પ્રેમાનંદને કવિત્વશક્તિ કોઈ મહાત્માની કૃપાથી મળેલી અને (૨) પુરાણીઓ સામેના એક પડકાર તરીકે એણે સંસ્કૃત પુરાણો વાંચવાને બદલે ગુજરાતી આખ્યાનો કરવાં શરૂ કરેલાં. પણ આ દંતકથાઓ માટે કશો આધાર નથી.

આ પછી, ઈ. સ. ૧૮૮૪થી હરગોવિંદદાસ કાંટાવાળા સંપાદિત ‘પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક’ અને ‘પ્રાચીન કાવ્યમાળા’ પ્રગટ થવા લાગે છે. તેમાં પ્રેમાનંદ અને પ્રેમાનંદપુત્ર વલ્લભની કૃતિઓ પ્રકાશિત થાય છે અને એ કૃતિઓમાંના ઉલ્લેખોને આધારે તેમ જ પ્રચલિત દંતકથાઓનો હવાલો આપી પ્રેમાનંદના જીવન વિષેની વધુ ને વધુ માહિતી ક્રમે-ક્રમે આપવામાં આવે છે. આ માહિતી કંઈક અસાધારણ લાગે એવી તથા પ્રેમાનંદની અત્યંત ગૌરવયુક્ત છબી ખડી કરે એવી છે. જેમ કે (૧) એ વખતની સાહિત્યભાષા હિંદીમાં રચના કરતા પ્રેમાનંદને એના ગુરુએ કહ્યું, ‘ઉંબર મૂકી અને તું ડુંગરને પૂજે કેમ?’ આથી પ્રેમાનંદે ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ કરવાનું પણ લીધું અને જ્યાં સુધી ગુજરાતી ભાષાની પ્રતિષ્ઠા બીજી ભાષાઓના જેવી થાય નહિ ત્યાં સુધી પાઘડી નહિ પહેરવાનો સંકલ્પ કર્યો. (પાઘડી વગરના પ્રેમાનંદનું ચિત્ર આપણને જાણીતું થઈ ગયું છે.) (૨) ગુજરાતી ભાષાના ઉત્કર્ષનું કામ સિદ્ધ કરવા પ્રેમાનંદે બાવન કે સો જેટલા શિષ્યોનું મંડળ જમાવ્યું (જેમાં સ્ત્રીઓ પણ હતી) અને એમને ફારસી, મરાઠી, સંસ્કૃત વગેરે કવિતાની સરસાઈ કરે તેવી કવિતા રચવાનું સોંપ્યું. (૩) પોતે પણ થોકબંધ આખ્યાનો અને ‘રોષદર્શિકા સત્યભામા આખ્યાન’ જેવાં કેટલાંક નાટકો લખ્યાં. (૪) પ્રેમાનંદ તથા પ્રેમાનંદપુત્ર વલ્લભને શામળ સાથે ઝઘડો થયો હતો અને એમની કેટલીક કૃતિઓ એની સાથે ચડસાચડસીમાં લખાયેલી હતી.

પ્રેમાનંદના જીવન વિષે વહેતી કરવામાં આવેલી આ બધી વાતો હવે નિરાધાર સાબિત થઈ ચૂકી છે, કેમ કે (૧) એ હકીકતો જેમાં આપવામાં આવેલી હતી તે પ્રેમાનંદની અને વલ્લભની કૃતિઓ – તથા વલ્લભ સુધ્ધાં – બનાવટી સાબિત થયાં છે. (૨) પ્રેમાનંદ પર આરોપવામાં આવેલો ભાષાભક્તિનો ભાવ જ એ સમયમાં અસંભવિત હતો. (૩) પ્રેમાનંદના ગણાવાયેલા શિષ્યોમાંથી ઘણાનો તો ઇતિહાસમાં કશો પત્તો જ નથી અને સુંદર તથા વીરજી જેવા તો દેશકાળની દૃષ્ટિએ પ્રેમાનંદથી ઠીકઠીક દૂરની વ્યક્તિઓ છે. (૪) પ્રેમાનંદના સમયમાં નાટક કહેવાય તેવા નાટકનું અસ્તિત્વ જ નહોતું. તેમ જ (૫) શામળની કાવ્યપ્રવૃત્તિ પ્રેમાનંદના અવસાન પછી શરૂ થઈ છે એટલે એમની બન્નેની વચ્ચે ઝઘડો થવાની તો કોઈ શક્યતા જ નહોતી.૩
પ્રેમાનંદના જીવન વિષે વહેતી કરવામાં આવેલી આ બધી વાતો હવે નિરાધાર સાબિત થઈ ચૂકી છે, કેમ કે (૧) એ હકીકતો જેમાં આપવામાં આવેલી હતી તે પ્રેમાનંદની અને વલ્લભની કૃતિઓ – તથા વલ્લભ સુધ્ધાં – બનાવટી સાબિત થયાં છે. (૨) પ્રેમાનંદ પર આરોપવામાં આવેલો ભાષાભક્તિનો ભાવ જ એ સમયમાં અસંભવિત હતો. (૩) પ્રેમાનંદના ગણાવાયેલા શિષ્યોમાંથી ઘણાનો તો ઇતિહાસમાં કશો પત્તો જ નથી અને સુંદર તથા વીરજી જેવા તો દેશકાળની દૃષ્ટિએ પ્રેમાનંદથી ઠીકઠીક દૂરની વ્યક્તિઓ છે. (૪) પ્રેમાનંદના સમયમાં નાટક કહેવાય તેવા નાટકનું અસ્તિત્વ જ નહોતું. તેમ જ (૫) શામળની કાવ્યપ્રવૃત્તિ પ્રેમાનંદના અવસાન પછી શરૂ થઈ છે એટલે એમની બન્નેની વચ્ચે ઝઘડો થવાની તો કોઈ શક્યતા જ નહોતી.૩ <ref>૩. એ જ. પૃ. ૩૪-૧૯૯.</ref>
એમ લાગે છે કે પ્રાચીન ગુજરાતી સાહિત્યનો અને વડોદરાવાસી પ્રેમાનંદનો મહિમા કરવા માટે આ તરકટ ઊભું કરવામાં આવ્યું હોય. એટલે છેવટે, પ્રેમાનંદ આંતર-વ્યક્તિત્વે એક ઉત્તમ કવિ – આખ્યાનકવિ છતાં જીવનવ્યવહારની દૃષ્ટિએ મધ્યકાળનો એક સાદોસીધો માણભટ્ટ હતો એમ કહેવાનું રહે છે.

Line 25: Line 25:
પ્રેમાનંદને નામે પ્રગટ થયેલી આ કૃતિઓમાંથી કેટલીક એવી છે જેની હસ્તપ્રતો એના સંપાદકો કદી બતાવી શક્યા નથી. એ કૃતિઓમાં ‘પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક’ તથા ‘પ્રાચીન કાવ્યમાળા’ની પ્રસ્તાવનાઓમાં વહેતી કરવામાં આવેલી પ્રેમાનંદકથાનું સમર્થન કરે એવી વિગતો છે, પ્રેમાનંદની બીજી કૃતિઓમાં જોવા નથી મળતી એવી અનુપ્રાસ, પ્રહેલિકા, અંતર્લાપિકા, ચિત્રબંધ વગેરેવાળી કરામતી કવિતાશૈલી છે, એવા છંદપ્રયોગો છે. ઉઘાડો શૃંગાર અને અપરસભર્યાં નિરૂપણો છે. અર્વાચીન વિચારો, સંદર્ભો (જેમ કે નાટકોમાંની રંગભૂમિ), શબ્દપ્રયોગો, વાક્યરચનાઓ અને રૂઢિપ્રયોગો છે. આ બધાં પરથી સ્પષ્ટપણે પ્રતીત થાય છે કે આ કૃતિઓ કોઈ અર્વાચીન વિદ્વાને (સંભવતઃ છોટાલાલ ભટ્ટે) લખીને પ્રેમાનંદને નામે ચડાવી છે. ‘માર્કંડેયપુરાણ’માંનો ‘મદાલસા આખ્યાન’ સિવાયનો ભાગ, તદન્તર્ગત ‘હરિશ્ચંદ્રાખ્યાન’ અને ‘દેવીચરિત્ર’, ‘દ્રૌપદીહરણ’, ‘ઋષ્યશૃંગાખ્યાન’, ‘માંધાતાઆખ્યાન’, ‘અષ્ટાવક્રાખ્યાન’, ‘શામળશાનો મોટો વિવાહ’ તથા પ્રસિદ્ધ થયેલાં ત્રણે નાટકો – ‘સત્યભામા રોષદર્શિકા આખ્યાન’, ‘પાંચાલી પ્રસન્નાખ્યાન’ અને ‘તપત્યાખ્યાન’ – આ જાતની કૃતિઓ છે. (એ નોંધવું જોઈએ કે કહેવાતા પ્રેમાનંદપુત્ર વલ્લભની કૃતિઓ પણ આ વર્ગમાં આવે એવી જ છે.)

પ્રેમાનંદને નામે ચડાવવામાં આવેલી બીજી કૃતિઓમાંથી ‘સુભદ્રાહરણ’, ‘પાંડવાશ્વમેધ’, ‘ભીષ્મપર્વ’, ‘સભાપર્વ’ અને ‘બભ્રુવાહન આખ્યાન’, એમની પ્રાપ્ત હસ્તપ્રતો દર્શાવે છે તેમ, અન્ય પ્રાચીન કવિઓની રચનાઓ છે. ‘હારમાળા’માં ઉમેરાયેલાં પદો પણ પ્રેમાનંદનાં હોવાની બાબતને હસ્તપ્રતોનો ટેકો ઘણો અલ્પ છે. લક્ષ્મણાહરણ, સપ્તમસ્કંધ (પ્રહ્‌લાદાખ્યાન). દ્રૌપદીસ્વયંવર, વિરાટપર્વ અને નાસિકેતાખ્યાનની હસ્તપ્રતો મળતી નથી અને એમાં ક્યાંક ક્યાંક આધુનિકતાની છાંટ છે તેમ છતાં એ પ્રાચીન રચનાઓ હોવાનો સંભવ છે. જોકે એ કૃતિઓને પ્રેમાનંદની માનવામાં મુશ્કેલી છે.

(૩) એટલે હવે પ્રેમાનંદની ગણી શકાય એવી આટલી કૃતિઓ રહે છે : ૧. ‘ઓખાહરણ’ (સંભવતઃ ૧૬૬૭) ૨. ‘અભિમન્યુ આખ્યાન’ (૧૬૭૧) ૩. ‘ચંદ્રહાસાખ્યાન’ (૧૬૭૧) ૪. ‘મદાલસા આખ્યાન’ (૧૬૭૨) ૫. ‘હૂંડી’ (૧૬૭૭) ૬. ‘શ્રાદ્ધ’ (૧૬૮૧) ૭. ‘સુદામાચરિત્ર’ (૧૬૮૨) ૮. ‘મામેરું’ (૧૬૮૩) ૯. ‘સુધન્વાખ્યાન’ (૧૬૮૪) ૧૦. ‘રુક્મિણીહરણ શલોકો’ (૧૬૮૪) ૧૧, ‘નળાખ્યાન’ (૧૬૮૬) ૧૨. ‘રણયજ્ઞ’ (૧૬૯૦) ૧૩. ‘સ્વર્ગની નિસરણી’ ૧૪. ‘ફૂવડનો ફજેતો’ ૧૫. ‘વિવેકવણઝારો’ ૧૬. ‘વિષ્ણુસહસ્રનામ’ ૧૭. ‘રુક્મિણીહરણ’ ૧૮. ‘વામનકથા’ ૧૯. ‘શામળશાનો વિવાહ’ ૨૦. ‘બાળલીલા-વ્રજવેલ’ ૨૧. ‘દાણલીલા’ ૨૨. ‘ભ્રમર- પચીસી’ ૨૩. ‘દશમસ્કંધ’ ૨૪. ‘પાંડવોની ભાંજગડ’ ૨૫ ‘મહિના’. આમાંની કોઈકોઈ કૃતિઓમાં ‘પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક’માં છપાતી વેળા થોડી ઘાલમેલ થઈ છે ખરી અને ‘સ્વર્ગની નિસરણી’ જેવી કેટલીક નબળી કૃતિઓનું કર્તૃત્વ પ્રેમાનંદનું જ હશે કે કેમ એ વિશે કેશવ હર્ષદ ધ્રુવ જેવાને શંકા પણ છે. છતાં એકંદરે આ કૃતિઓને પ્રેમાનંદની નહિ ગણવા માટે ખાસ કશો આધાર નથી.૪
(૩) એટલે હવે પ્રેમાનંદની ગણી શકાય એવી આટલી કૃતિઓ રહે છે : ૧. ‘ઓખાહરણ’ (સંભવતઃ ૧૬૬૭) ૨. ‘અભિમન્યુ આખ્યાન’ (૧૬૭૧) ૩. ‘ચંદ્રહાસાખ્યાન’ (૧૬૭૧) ૪. ‘મદાલસા આખ્યાન’ (૧૬૭૨) ૫. ‘હૂંડી’ (૧૬૭૭) ૬. ‘શ્રાદ્ધ’ (૧૬૮૧) ૭. ‘સુદામાચરિત્ર’ (૧૬૮૨) ૮. ‘મામેરું’ (૧૬૮૩) ૯. ‘સુધન્વાખ્યાન’ (૧૬૮૪) ૧૦. ‘રુક્મિણીહરણ શલોકો’ (૧૬૮૪) ૧૧, ‘નળાખ્યાન’ (૧૬૮૬) ૧૨. ‘રણયજ્ઞ’ (૧૬૯૦) ૧૩. ‘સ્વર્ગની નિસરણી’ ૧૪. ‘ફૂવડનો ફજેતો’ ૧૫. ‘વિવેકવણઝારો’ ૧૬. ‘વિષ્ણુસહસ્રનામ’ ૧૭. ‘રુક્મિણીહરણ’ ૧૮. ‘વામનકથા’ ૧૯. ‘શામળશાનો વિવાહ’ ૨૦. ‘બાળલીલા-વ્રજવેલ’ ૨૧. ‘દાણલીલા’ ૨૨. ‘ભ્રમર- પચીસી’ ૨૩. ‘દશમસ્કંધ’ ૨૪. ‘પાંડવોની ભાંજગડ’ ૨૫ ‘મહિના’. આમાંની કોઈકોઈ કૃતિઓમાં ‘પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક’માં છપાતી વેળા થોડી ઘાલમેલ થઈ છે ખરી અને ‘સ્વર્ગની નિસરણી’ જેવી કેટલીક નબળી કૃતિઓનું કર્તૃત્વ પ્રેમાનંદનું જ હશે કે કેમ એ વિશે કેશવ હર્ષદ ધ્રુવ જેવાને શંકા પણ છે. છતાં એકંદરે આ કૃતિઓને પ્રેમાનંદની નહિ ગણવા માટે ખાસ કશો આધાર નથી.૪ <ref>૪. એ જ. પૃ. ૩૦-૧૯૨ તથા સંક્ષિપ્ત સારગ્રાહી નિરૂષણ માટે નગીનદાસ પારેખ, ‘પ્રેમાનંદ’, પૃ. ૮-૧૪.</ref>

'''યુગપરિબળો'''
'''યુગપરિબળો'''
સિદ્ધરાજ અને કુમારપાળના સમયમાં ગુજરાતનું જાણે એક મહારાજ્ય સિદ્ધ થયું હતું. એથી ગુજરાતની આર્થિક સમૃદ્ધિ વધી તેમ વિદ્યાકલાની પણ વૃદ્ધિ થઈ. પછીથી ગુજરાતની રાજ્યસત્તા વામણી બની અને વેરવિખેર થતી ગઈ અને ચૌદમા શતકમાં તો મુસ્લિમ રાજ્યસત્તાનાં પગરણ થઈ ગયાં. આ રાજકીય સંક્ષોભોએ અને મુસ્લિમોના આરંભના ધર્મઝનૂને ગુજરાતી જીવન અને વિદ્યાકલાના વિકાસને અને એના સાતત્યને પણ રૂંધવાનું કામ કર્યું જણાય છે. ગુજરાતની સ્વતંત્ર સલ્તનત સ્થપાઈ (પંદરમા સૈકાના આરંભમાં) અને સુલતાનો ‘ગુજરાતી’ જ બની રહ્યા, પછી પણ કોઈ મહાન સત્તાનો ઉદય થયો નહિ અને રાજકીય વ્યવસ્થા વેપારવણજના વિકાસને પોષક બની તોય એતદ્દેશીય વિદ્યાકલા પાસેથી ખૂંચવાયેલો રાજ્યાશ્રય તો એને પાછો મળ્યો નહિ. સાહિત્યકળાને ધર્માશ્રયે અને લોકાશ્રયે ટકવાનું અને આગળ વધવાનું આવ્યું. પૌરાણિક ધર્મનું પુનરુત્થાન, વૈષ્ણવ ભક્તિસંપ્રદાય, જૈનોના કર્મવાદ અને વિરતિભાવ તથા અદ્વૈત વેદાંત, યોગ – આ બધાંના પ્રભાવો ઝીલીને અને સામાન્ય કૌટુંબિક જીવનના રસોને વ્યક્ત કરીને સાહિત્ય પોતાનો વિકાસ સાધે છે. સંસ્કૃત સાહિત્યપરંપરા બહુધા વિચ્છેદ પામે છે. સંસ્કૃત કાવ્યસાહિત્યનો સાક્ષાત્‌ સંપર્ક ધરાવતો ભાલણ જેવો કોઈક જ કવિ આપણને આ સમયમાં સાંપડે છે. આમ કુંઠિત જીવન અને વિચ્છિન્ન સાહિત્યપરંપરા આ ગાળાના ગુજરાતી કવિઓની કલ્પનાશક્તિની કુંઠિતતા માટે જવાબદાર બની રહે છે અને આનંદશંકર ધ્રુવને કહેવું પડે છે -

‘આપણા પ્રાચીન ગુજરાતી સાહિત્યનો પ્રદેશ બેશક સાંકડો હતો, કારણ કે તે સમયનું પ્રજાજીવન સાંકડું હતું.’૫
‘આપણા પ્રાચીન ગુજરાતી સાહિત્યનો પ્રદેશ બેશક સાંકડો હતો, કારણ કે તે સમયનું પ્રજાજીવન સાંકડું હતું.’૫ <ref>૫. ‘કાવ્યતત્ત્વવિચાર’, પૃ. ૨૮૯.</ref>
‘ગુજરાતના કવિઓનો આત્મા બિલકુલ વિશાળ નથી – એમનું વિશ્વ ઘણું જ અલ્પ છે... એનાં (= ગુજરાતનાં) નદી નાળાં પર્વત સમુદ્ર ક્ષેત્ર વૃક્ષ આદિમાં મનુષ્ય-આત્માને આકર્ષે, રસ ઉપજાવે.. એવું કશું જ નથી? એનાં પશુપંખીઓ... એનું અવલોકન, એના ઉપર પ્રેમના ઉદ્‌ગારો, તે આપણી કવિતામાં ક્યાં?... આ વિશાળ રસમય વિશ્વનું પ્રતિબિંબ ઝીલવામાં આપણો આત્મા મૃત્તિકા જેવો અસમર્થ કેમ થઈ પડ્યો? આનો ઉત્તર મને તો એ સમજાય છે કે આપણા આત્માના ઘણાખરા ભાગમાંથી જીવન જ જતું રહ્યું હતું. એની અવલોકનશક્તિ લુપ્ત થઈ ગઈ હતી. એનો સંસારનો સ્વાદ મરી ગયો હતો. ગૃહ રાજ્ય આદિ મનુષ્યજાતિએ ઉપજાવેલી ભાવનાઓ અને સંસ્થાઓમાંથી એનો રસ ઊડી ગયો હતો. માત્ર એનો એક ભાગ કાંઈક સચેત રહ્યો હતો. અને તે ધર્મ... જે સમયે આપણામાંથી બધું જીવન ગયેલું હતું તે વખતે પણ માત્ર ધર્મની નાડીમાં ચૈતન્ય ભરાઈ રહ્યું હતું અને તેથી માત્ર એ વિષયની કવિતા આપણે ત્યાં રચાયેલી જોવા મળે છે.’૬
‘ગુજરાતના કવિઓનો આત્મા બિલકુલ વિશાળ નથી – એમનું વિશ્વ ઘણું જ અલ્પ છે... એનાં (= ગુજરાતનાં) નદી નાળાં પર્વત સમુદ્ર ક્ષેત્ર વૃક્ષ આદિમાં મનુષ્ય-આત્માને આકર્ષે, રસ ઉપજાવે.. એવું કશું જ નથી? એનાં પશુપંખીઓ... એનું અવલોકન, એના ઉપર પ્રેમના ઉદ્‌ગારો, તે આપણી કવિતામાં ક્યાં?... આ વિશાળ રસમય વિશ્વનું પ્રતિબિંબ ઝીલવામાં આપણો આત્મા મૃત્તિકા જેવો અસમર્થ કેમ થઈ પડ્યો? આનો ઉત્તર મને તો એ સમજાય છે કે આપણા આત્માના ઘણાખરા ભાગમાંથી જીવન જ જતું રહ્યું હતું. એની અવલોકનશક્તિ લુપ્ત થઈ ગઈ હતી. એનો સંસારનો સ્વાદ મરી ગયો હતો. ગૃહ રાજ્ય આદિ મનુષ્યજાતિએ ઉપજાવેલી ભાવનાઓ અને સંસ્થાઓમાંથી એનો રસ ઊડી ગયો હતો. માત્ર એનો એક ભાગ કાંઈક સચેત રહ્યો હતો. અને તે ધર્મ... જે સમયે આપણામાંથી બધું જીવન ગયેલું હતું તે વખતે પણ માત્ર ધર્મની નાડીમાં ચૈતન્ય ભરાઈ રહ્યું હતું અને તેથી માત્ર એ વિષયની કવિતા આપણે ત્યાં રચાયેલી જોવા મળે છે.’૬ <ref>૬. એ જ. પૃ. ૨૮૪-૮૫.</ref>
આનંદશંકરના મતને આપણે એટલો સુધારવાનો રહે કે ગૃહ કે કુટુંબ પણ ગુજરાતી જીવનનો એક સચેતન અંશ હતું, કેમ કે એના આનંદો અને વિષાદો મધ્યકાળની ગુજરાતી કવિતામાં વારંવાર અને હૃદયસ્પર્શી રીતે વ્યક્ત થયેલા છે.

પ્રેમાનંદના સાહિત્યનો પણ આ જ સંદર્ભ છે. ફેર એટલો કે ૧૫૭૨માં ગુજરાતમાં મોગલ શાસન સ્થપાય છે અને એકંદરે શાંતિ, સ્વસ્થતા, ધર્મસહિષ્ણુતા અને સમૃદ્ધિનો યુગ મંડાય છે. ૧૬૫૯માં ઔરંગઝેબ ગાદીનશીન થાય છે એનાથીયે આ પરિસ્થિતિ ગુજરાત પૂરતી ખાસ બદલાયેલી જણાતી નથી, કેમ કે રાજા જસવંતસિંહ ગુજરાતના સૂબેદાર છે. આ સમયમાં ગુજરાતની પ્રજાની સામાજિક-સાંસ્કૃતિક ચેતના વિશેષ જાગ્રત અને તીવ્ર બની હોય અને પ્રેમાનંદની કૃતિઓમાં અનુભવાતો ગુજરાતી જીવનનો ગાઢ સંસ્પર્શ એને આભારી હોય એવો સંભવ છે. પ્રેમાનંદના જીવનકાળમાં શિવાજી બે-બે વાર સુરત લૂંટે છે અને સુરત-બુરહાનપુરના માર્ગો પર મરાઠાઓનાં ધાડાં ઘૂમે છે. છતાં રોજિંદા પ્રજાજીવનમાં એથી કંઈ નોંધપાત્ર ક્ષોભ પ્રગટ થયો જણાતો નથી. ઊલટું આ ઘટનાઓ ગુજરાતની વધતી જતી સમૃદ્ધિની સૂચક બની રહે છે અને પ્રેમાનંદ પણ ‘ઉદરનિમિત્તે’ એ જ માર્ગો પર ઘૂમતો રહે છે. ૧૬૮૧થી ૧૬૯૬ના ગાળામાં ગુજરાતમાં અવારનવાર દુકાળ પડ્યા છે. છતાં એની અસર પણ વડોદરા-સુરત- નંદરબાર વચ્ચે ઘૂમતા પ્રેમાનંદને વરતાઈ જણાતી નથી, સિવાય કે સુદામાના ઘરસૂત્રના વર્ણનમાં આપણે એનો પ્રભાવ જોઈએ.

Line 110: Line 110:
{{Poem2Close}}
{{Poem2Close}}
સંદર્ભનોંધો :
સંદર્ભનોંધો :
૧. ‘આદિવચનો અને બીજાં વ્યાખ્યાનો’, પૃ. ૨૬૧.
 
૨. વિગતવાર ચર્ચા માટે જુઓ કે. કા. શાસ્ત્રી, ‘પ્રેમાનંદ – એક અધ્યયન’, પૃ. ૧૬-૩૩.
 
૩. એ જ. પૃ. ૩૪-૧૯૯.
 
૪. એ જ. પૃ. ૩૦-૧૯૨ તથા સંક્ષિપ્ત સારગ્રાહી નિરૂષણ માટે નગીનદાસ પારેખ, ‘પ્રેમાનંદ’, પૃ. ૮-૧૪.
૫. ‘કાવ્યતત્ત્વવિચાર’, પૃ. ૨૮૯.
૬. એ જ. પૃ. ૨૮૪-૮૫.
૭. ‘આદિવચનો અને બીજાં વ્યાખ્યાનો’, પૃ. ૨૬૩.

૮. ‘કાવ્યની શક્તિ’, પૃ. ૮૭.
૮. ‘કાવ્યની શક્તિ’, પૃ. ૮૭.
Line 150: Line 147:
[નોંધ : મૂળ લેખમાંથી ‘મહત્ત્વની કૃતિઓ’વાળો ભાગ અહીં લીધો નથી. પ્રેમાનંદની કૃતિ માટે જુઓ આ પછીનો ‘નળાખ્યાન’ એ લેખ. – સંપાદક]

0