સોનાની દ્વારિકા/‘સોનાની દ્વારિકા’ : ‘ઝૂલ, ઝાલાવાડ ઝૂલ’: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<center><big><big>‘સોનાની દ્વારિકા’ : ‘ઝૂલ, ઝાલાવાડ ઝૂલ’</big></big>
<center>'''<big>‘સોનાની દ્વારિકા’ : ‘ઝૂલ, ઝાલાવાડ ઝૂલ’</big>'''<br>
{{gap|20em}}'''<big>–કિરીટ દૂધાત'</big>''<center>
{{gap|20em}}'''–કિરીટ દૂધાત'''<center>

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 12: Line 12:
‘એ પછી આવે સરવાણી જેવી શેરીઓ.’ (પ્ર. ૧)
‘એ પછી આવે સરવાણી જેવી શેરીઓ.’ (પ્ર. ૧)
અગાઉ કહ્યું તેમ આ મહાવૃત્તાંત છે એટલે જ આ કથાનાં કોઈ એક જ નાયક-નાયિકા નથી, પણ આખો સમાજ એનાં મુખ્ય પાત્રો છે. આ બધાં પાત્રોની જુદી જુદી ઉપકથાઓ છે અને આ બધાં પાત્રો પોતાનાં કુટુંબ, ગામ અને સમાજનાં પરિઘમાં રહીને પોતપોતાનાં ઉપાખ્યાનો રચે છે અને એમની આવી અનેક કથાઓનો સમૂહ એકસાથે મુકાય છે ત્યારે એક ગાથા રચાય છે. એટલે અહીં તે બધાની વિશિષ્ટતા આ રીતે રજુ કરી છે-

‘મોચી તો નર્યો મનમોજી, ગાંયજો તો કે’ ગામનો. કુંભાર તો કે’ કાયમનો. મેરાઈ તો એવો કે મરવા માટેય નવરો નહીં. લુહાર તો કહે લમણે લખાયેલો!’ (પ્ર. ૧)

પણ અહીં કોઈ નાયક નથી એટલે આ કથા વેરવિખેર છે એવું નહીં. એવાં કેટલાંક પ્રતાપી પાત્રો છે જેની આંગળી પકડીને કથા આગળ ચાલે છે. એમાંથી એક છે ગામની શાળાના માસ્તર કરુણાશંકર. જે વાચક આજથી પચાસ-સાઠ વરસ પહેલાનાં ગામમાં જીવ્યા છે એને ખબર હશે કે પ્રાથમિક શાળાના શિક્ષક એક દિવસમાં કેટકેટલા વેશ ભજવતા હતા-

‘આ માસ્તરના અવતારેય ચોવીસ કલાક બદલાતા રહે. પરોઢે જુઓ તો વેદપાઠી બ્રાહ્મણ, દિ’ ઊગ્યે જુઓ તો પોસ્ટમાસ્તર, પછીના કલાકોમાં મહેતાજી કહેતાં નિશાળના હેડમાસ્તર, ગામના પ્રહરી, પછી સમય પ્રમાણે વચ્ચે વચ્ચે જરૂર પડે એમ વૈદ, સમાજસેવક, ન્યાયાધીશ, કારભારીઓના સલાહકાર અને ભાંગ્યાના ભેરુ જેવી કોઈપણ ભૂમિકામાં એમનો અદલો બદલો થતો રહે’ (પ્ર. ૧)

આમ આ માસ્તર જેના કેન્દ્રમાં હોય એવી અનેક ઘટનાઓ આ કથામાં આકાર લે છે. અહીં એમના શિષ્ય જેવા અને ગામનું સરપંચપદ શોભાવતા ગમ્ભાબાપુ પણ છે અને છે અઢારે વરણ અને તેર તાંસળી. અહીં આખું ગામ એક તાંતણે પરોવાઈને રહે એ માટે માસ્તર અને સરપંચ પારકી છઠ્ઠીના જાગતલ થઈને જીવે છે અને જરૂર પડે તો લાલ આંખ કરવામાં ગમ્ભાનું સરપંચપદ અને ગરાસિયાપણું બંને એકસાથે પ્રગટે છે. પ્રૌઢ ઉકા ચમારની યુવાન પત્ની રામી ગામના જાયમલ નાડોદા સાથે નાસી ગયા પછી જાયમલ નાડોદાના કમોત પછી માસ્તરની કૃપાદૃષ્ટિ અને કોઠાસૂઝથી ગામમાં અને ઉકાના ઘરમાં પાછી આવે ત્યારે જાયમલનાં સગાંઓને આ સમાચાર આપવા ગયેલા માસ્તર અને સરપંચ આગળ જાયમલના પિતરાઈ ભાઈ અને કાકા રામી ઉપર બદલો લેવાની હઠ પકડે ત્યારે ગમ્ભા એમને જે શબ્દોમાં ઝાટકી નાખે છે એમાં પણ ગ્રામસમાજના સૂક્ષ્મ તાણાવાણા જોઈ શકાય છે—

‘આ ભૂરો ઓળગાણો, આટલ્યો બધો ગોરો ચ્યમ સે ઈની ખબર સેને? તું ઈની મા હાર્યે હળી ગ્યેલો... તે તું તારા મનમાં ઈમ ખાંડ ખા સો કે કોઈને કંઈ ખબર્ય નથી ઈમ? હું ગામધણી સું… ગામધણી! નવરીના મને ખબર્ય નો હોય? — કે ભૂરિયો કુંનું ફરજંદ સે! મેં ગામધણી થઈને મોટું મન રાખ્યું કે, હશ્યે મનેખ સે તે ચ્યારેક લથડીયે જાય.... પણ જાયમલેય લોઈ તો તમારું જ ને? તમ્યે જે આજલગણ સાનું રાખ્યું ઈ ઈણે સતરાયું ને સડેચોક કર્યું! ખરો વટનો કટક્યો તો ઈ જાયમલ કે રામી હારુ વંડી ઠેકીને વયો જ્યો! જ્યો ઈ જ્યો, કોઈ દિ’ પાસું વળીન્ જોયું નંઈ! ને તમ્યે એક સો કે ભૂરો આખા ગામની ગંદકી ઉપાડે સે ઈ જોયા કરો સો!’ એક ઊંડો શ્વાસ લીધો ને વળી કહે કે - ‘હવે જાતાં ઓલી બાઈમાણહને મારવા ત્યાર થ્યા સો? ખબરદાર જો કોઈએ ચૂં કે ચ્યાં કર્યું સે તો! બાંધી મૂઠી લાખની.. ઈ તો ખબર્ય સે ને?’ (પ્ર. ૫)  

આ કથા વીસમી સદીના પાંચમા-છઠ્ઠા દાયકાની કથા છે. વર્તમાનમાં આ બધાં ગામોનાં પોત એટલાં બધાં બદલાઈ ગયાં છે કે આજે આ કથાના શરૂઆતનાં પ્રકરણની ઘટનાઓ કોઈ કલ્યાણગ્રામમાં બનતી હોય એવી સુખપાઠ્ય લાગે, એટલે એની કરુણ ઘટનાઓમાં પણ એક પ્રકારનું માધુર્ય લાગે છે. પણ, આમ કહીએ એટલે આ બધું પોચટ, વાયવી અને સ્મૃતિમાંદ્ય રચીને મૂળ જે શ્વેત-શ્યામ હતું તેમાં પાછળથી લાગણીઓના ઘાટા રંગના લપેડા મારીને અકુદરતી કલરફૂલ બનાવવું છે એવું નહીં જ. પણ, એક સમય હતો કે જ્યારે જિંદગી કઠિન હતી પણ આટલી ગૂંચવાડાભરી નહોતી, લોકોનાં રોજબરોજનાં જીવન પણ એક યા બીજી નીતિમત્તા અને આદર્શોને વશ વર્તીને જીવાતાં હતાં; એટલે એવાં પાંચ-પંદર સ્ત્રી-પુરુષો એક ઈલાકામાં હોય તો બધાંને ચોવીસે કલાક ધરપત રહેતી અને બાકીનાને જીવવાનું બળ મળતું. એ સમય, એ માણસો હમણા હતાં, થોડાં વરસો પહેલાં જ હતાં અને હવે નથી.

આ બધાં હતાં ત્યારે સમય જાણે કે સ્થિર હતો અને પછી ધીમેથી સમય ફર્યો. જાણેકે બંધ ઓરડામાં બેઠા હોઈએ તો બહાર મંથરગતિએ પસાર થતો સમય એ ઓરડામાં ધીમેધીમે ખસતા ચાંદરણાંની ગતિ પરથી પામી શકાય એ રીતે આ પ્રદેશમાં અલસગતિથી પસાર થતો સમય અને ઘટનાઓ હળવે હળવે ગતિ પકડે છે. વરસો સુધી તાલુકા પંચાયતના પ્રમુખ રહેલા અનોપચંદભાઈ અને સરપંચ રહેલા ગમ્ભા એક પદ ઊંચે જાય અને અનોપચંદ ધારાસભ્ય થાય, ગમ્ભા તાલુકા પંચાયત શોભાવે અને સરપંચ તરીકે ગામના દલિત યુવાન તુલસીને માસ્તર અને અનોપચંદ મસલત કરીને મૂકે ત્યાં સમયની મંથર ગતિ વધતી અનુભવી શકાય છે.

Line 78: Line 78:
આ આખી કથા ઝાલાવાડની છે. એનો નાયક ઝાલાવાડનો છઠ્ઠો-સાતમો દાયકો છે. આ અગાઉ કવિ ‘મીનપિયાસીએ ઝાલાવાડનાં ઓવારણાં એમનાં કાવ્ય ‘ઝૂલ, ઝાલાવાડ ઝૂલ’માં લીધાં હતાં પણ કોઈ કથામાં ઝાલાવાડને આ રીતે વધાવ્યો હોય તો હર્ષદ ત્રિવેદીએ ‘સોનાની દ્વારિકા’માં.

આમ સુવર્ણકળશ જેવા ઝગારા મારતા સમયના વર્ણનથી આરંભાયેલી એક પ્રદેશની, એક સમયની ‘સોનાની દ્વારિકા’ની આ કથા વર્તમાન કાળના ખારા ઉસ પાસે આવીને નિમજ્જન પામે છે. છત્રીસ પ્રકરણ સુધી ચાલેલી આ કથા, એનાં પાત્રો, સ્થળ-કાળનાં વર્ણનો, એના દુકાળ, એની હેલી, એના ધરતીકંપ, એ બધું આપણી ચેતનાનો એક હિસ્સો થઈને જેમ લેખકના તેમ જ વાંચકના મનમાં પણ હળવે હળવે સેલ્લારા મારતી ક્યારેક ગોચર થતી તો ક્યારેક અગોચર રહીને આપણને એક પળે એ કાળમાં લઈ જાય છે અને બીજી પળે વર્તમાનમાં પાછા લાવીને મૂકે છે એટલે જ છેલ્લા ફકરામાં સર્જક કહે છે કે-  

‘હવે હું કૃષ્ણ છું. નહીં કાળો, નહીં કામણગારો. કર્તા છતાં અકર્તા. તમને બધાંને મારા ગજા પ્રમાણે મારી કલ્પનાના વિરાટનું પ્રીતિ-અપ્રીતિ વિના દર્શન કરાવ્યું. મારી દ્વારિકાને ગળી ગયેલો સમુદ્ર હજીયે એની ચાંદીચમક છોડતો નથી. ભલે યુગયુગાંતરો વહી જાય પણ આ સમુદ્ર જરાક પ્રવાહી બને તો હું ફરી એક વાર ડૂબકીના દાવમાં જ છું. એ ગમે એટલા દાવ ખેલે હું મારો દાવ છોડવાનો નથી. હાલતો આ આદિ સમુદ્રના પ્રવાહ ઉપર તરતા પીપળાના એક પાન ઉપર બાલમુકુન્દની જેમ તર્યા કરે છે મારું મન...’

અહીં વાચકને ‘બાલમુકુંદાષ્ટકમ્’નો પ્રથમ શ્લોક યાદ આવે.

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 90: Line 90:
તા : ૧૫/૦૧/૨૦૧૭
તા : ૧૫/૦૧/૨૦૧૭
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''<big><nowiki>*</nowiki></big>'''}}

<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = પ્રારંભિક
|previous = પ્રારંભિક
|next = પૂર્વકથન : વતનરાગ
|next = પૂર્વકથન : વતનરાગ
}}
}}