સોનાની દ્વારિકા/તેત્રીસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 83: Line 83:
‘એ ગમ્ભા! તમે પરથમપેલ્લી ઓલી રાઘવજીભાઈ અને ગિરધરભાઈવાળી વાત કો’...!’
‘એ ગમ્ભા! તમે પરથમપેલ્લી ઓલી રાઘવજીભાઈ અને ગિરધરભાઈવાળી વાત કો’...!’
‘નવાં સીમાંકન પરમાણે તો આપણું સખપર હવે વઢવાણ મતવિસ્તારમાં જ્યું. પે’લાં તો સ્થાનિક કાર્યકરોનું મન જાણીને બધું નક્કી કરતા! હવે મોવડીમંડળ કે’ ઈમ બધાંએ કરવાનું! ચૂંટણીપંચેય બધું માની લે! ખાસ તો ઈમ કે મને મૂળીથી હટાવીને વઢવાણ આપવા માગે છે! ઈમાં તો સ્થાનિકને અન્યાય થાય, કાં તો હાથમાંથી બેઠક જાય! બહારના માણસોને મૂકવામાં ઈમનું પૈસાનું ગણિત છે! પણ હું ચોખ્ખું કઈને આવ્યો છું કે હું મૂળી નંઈ છોડું! તો રાઘવજીભાઈ કે’ કે આવતી ચૂંટણી હુધી પક્ષનું કામ કરો!  
‘નવાં સીમાંકન પરમાણે તો આપણું સખપર હવે વઢવાણ મતવિસ્તારમાં જ્યું. પે’લાં તો સ્થાનિક કાર્યકરોનું મન જાણીને બધું નક્કી કરતા! હવે મોવડીમંડળ કે’ ઈમ બધાંએ કરવાનું! ચૂંટણીપંચેય બધું માની લે! ખાસ તો ઈમ કે મને મૂળીથી હટાવીને વઢવાણ આપવા માગે છે! ઈમાં તો સ્થાનિકને અન્યાય થાય, કાં તો હાથમાંથી બેઠક જાય! બહારના માણસોને મૂકવામાં ઈમનું પૈસાનું ગણિત છે! પણ હું ચોખ્ખું કઈને આવ્યો છું કે હું મૂળી નંઈ છોડું! તો રાઘવજીભાઈ કે’ કે આવતી ચૂંટણી હુધી પક્ષનું કામ કરો!  
‘તે આપડે કઈ જ દેવાનું કે બીજે જી કરવું હોય ઈ કરો... ઝાલાવાડમાં ઘોંચપરોણો નો કરો ઈમાં જ બધાનો ફાયદો છે!’ ફખરુદ્દીન જરા આકરા સ્વરે બોલ્યા.
‘તે આપડે કઈ જ દેવાનું કે બીજે જી કરવું હોય ઈ કરો... ઝાલાવાડમાં ઘોંચપરોણો નો કરો ઈમાં જ બધાનો ફાયદો છે!’ ફખરુદ્દીન જરા આકરા સ્વરે બોલ્યા.
જયેન્દ્રસિંહ કહે, ‘પક્ષમાં ફંડના નામે સાચા કાર્યકરોને દબાવાય ઈ બરોબર નંઈ! આપડે તો મૂળથી જ કામ કરતા આવ્યા છીએ. આપડે ચ્યાં ઈમની પાંહે કોઈ દિ’ હોદ્દા માગવા જ્યા શી? પણ કામના માણસોને પડતા મેલે ઈ તો નો હાલે!’
જયેન્દ્રસિંહ કહે, ‘પક્ષમાં ફંડના નામે સાચા કાર્યકરોને દબાવાય ઈ બરોબર નંઈ! આપડે તો મૂળથી જ કામ કરતા આવ્યા છીએ. આપડે ચ્યાં ઈમની પાંહે કોઈ દિ’ હોદ્દા માગવા જ્યા શી? પણ કામના માણસોને પડતા મેલે ઈ તો નો હાલે!’
એ સિવાય પણ ઘણી ચર્ચા થઈ. સહુનો સૂર એવો હતો કે આપણી બધી બેઠકો પર સાચા અને લગભગ સર્વસ્વીકૃત કાર્યકરો જ અત્યાર સુધી ચૂંટાતા આવ્યા છે. નાનીમોટી ભૂલો થઈ હશે, મતમતાંતરોય હશે, પણ એકંદરે તો બધું સમજણથી જ થાય છે ને? પક્ષના પ્રમુખ પોપટલાલ અને રાઘવજીભાઈ મોવડીમંડળના નામે બીજાં રાજ્યો જેવી રાજનીતિ કરવા જાય છે, પણ આ પ્રદેશની તો નાડ્ય જ નોખી છે એ નહીં સમજવાનું? ચંપકભાઈ કામદાર અત્યાર સુધી કંઈ બોલ્યા નહોતા. એ કહે કે-
એ સિવાય પણ ઘણી ચર્ચા થઈ. સહુનો સૂર એવો હતો કે આપણી બધી બેઠકો પર સાચા અને લગભગ સર્વસ્વીકૃત કાર્યકરો જ અત્યાર સુધી ચૂંટાતા આવ્યા છે. નાનીમોટી ભૂલો થઈ હશે, મતમતાંતરોય હશે, પણ એકંદરે તો બધું સમજણથી જ થાય છે ને? પક્ષના પ્રમુખ પોપટલાલ અને રાઘવજીભાઈ મોવડીમંડળના નામે બીજાં રાજ્યો જેવી રાજનીતિ કરવા જાય છે, પણ આ પ્રદેશની તો નાડ્ય જ નોખી છે એ નહીં સમજવાનું? ચંપકભાઈ કામદાર અત્યાર સુધી કંઈ બોલ્યા નહોતા. એ કહે કે-
Line 121: Line 121:
‘તમને પ્રમુખપદાંનો મોહ હોય તો આદેશ માનજો! પણ રાજનીતિ તો નીચેથી ઉપર જાય કે ઉપરથી નીચે આવે?’ માસ્તર જરા કઠોર બની ગયા.
‘તમને પ્રમુખપદાંનો મોહ હોય તો આદેશ માનજો! પણ રાજનીતિ તો નીચેથી ઉપર જાય કે ઉપરથી નીચે આવે?’ માસ્તર જરા કઠોર બની ગયા.
‘માસ્તર! હવે રાજકારણનાં સમીકરણો બદલાવા માંડ્યાં છે! મોવડીમંડળ જ માબાપ! એવું થઈ ગયું છે!’ રાઘવજીભાઈએ લાચારીભર્યો અવાજ કાઢ્યો!
‘માસ્તર! હવે રાજકારણનાં સમીકરણો બદલાવા માંડ્યાં છે! મોવડીમંડળ જ માબાપ! એવું થઈ ગયું છે!’ રાઘવજીભાઈએ લાચારીભર્યો અવાજ કાઢ્યો!
‘તો તો પછી કોઈ પણ જગ્યાએ ગમે તે માણસ બેસે! કંઈ ફેર નહીં પડે! મને લાગે છે કે તમને બધાંને પૂતળાં જોઈએ છે પૂતળાં!’
‘તો તો પછી કોઈ પણ જગ્યાએ ગમે તે માણસ બેસે! કંઈ ફેર નહીં પડે! મને લાગે છે કે તમને બધાંને પૂતળાં જોઈએ છે પૂતળાં!’
‘તમે એકલા ગમ્ભાને સંભાળી લ્યો એટલે ઘણું! બાકીનું અમે કરી લેશું!’
‘તમે એકલા ગમ્ભાને સંભાળી લ્યો એટલે ઘણું! બાકીનું અમે કરી લેશું!’
હવે માસ્તરનો અવાજ બદલાયો! એમણે રાઘવજીભાઈને ચોખ્ખું સંભળાવવાનું શરૂ કર્યું :
હવે માસ્તરનો અવાજ બદલાયો! એમણે રાઘવજીભાઈને ચોખ્ખું સંભળાવવાનું શરૂ કર્યું :

Latest revision as of 05:46, 25 June 2024

તેત્રીસ

ધારાસભાના નવાં સીમાંકન પ્રમાણે લીમલી, ગોદાવરી, મુંજપર, ચાંપરડા, ચાણપર, કૂકડા, ફૂલગ્રામ, સોમાસર વગેરે બધાં જ ગામો મૂળીની બેઠકમાં રહ્યાં. એકલા સખપરને વઢવાણમાં નાંખ્યું હતું. મોટા રાજકારણીઓનો ઇરાદો સ્પષ્ટ હતો. અમુક જ્ઞાતિના લોકોના મત વહેંચાઈ જાય. પક્ષ આ વખતે ગંભીરસિંહને બદલે, જેને માંડ માંડ બોલતાં આવડતું હોય એવા ઉમેદવારની શોધમાં હતો. ગભ્ભાનો વાંક એટલો જ કે એ પક્ષના વાહવાહી એજન્ડા મુજબના પ્રશ્નો પૂછવાને બદલે, ઝાલાવાડના અને એ રીતે રાજ્યના વિકાસ માટે ખરેખર પૂછવા જોઈએ એવા જરૂરી પ્રશ્નો પૂછતા હતા. એમના પ્રશ્નો જ એવા હોય કે સરકાર ભેખડે ભરાય અને સાચા જવાબો આપવા પડે! એક વાર તો એક પ્રધાને એમને ડારો દેવાનુંય કરી જોયું : ‘ગમ્ભા! તમારે ફરી વાર ધારાસભ્ય થવું લાગતું નથી!’ ‘કેમ એમ કહો છો?’ ‘તમે જે રીતે દરેક સત્રમાં સવાલો પૂછો છો… તે.’ ‘હું નથી પૂછતો, મારા મતદારો પૂછે છે!’ ‘પણ, થોડુંક માપમાં રો’ તો સારું...’ ‘હું મારી ફરજ બજાવું છું એનો સંતોષ છે! અને એક વાત કહું? હું તમ જેવા ધુરીણોને આડો આવું છું એ વાત જ કેટલું બધું કહી જાય છે?’ એ વાત તો ત્યાં અટકી. ગમ્ભા શાંતિથી બેસી રહ્યા. એમણે નક્કી કરી રાખ્યું હતું કે જે થાય તે જોયા કરવું. બેપાંચ દિવસમાં અમદાવાદથી ફોન આવ્યો કે - ‘મહામંત્રી રાઘવજીભાઈને તાત્કાલિક મળવું.’ ગમ્ભા સવારની બસમાં બેઠા વે’લું આવે અમદાવાદ! પોતે ધારાસભ્ય માટેની રિઝર્વ સીટમાં બેઠા હતા, પણ વિરમગામથી એક ઘરડાં માજી ચડ્યાં એમને જગ્યા આપી દીધી! બસમાં એમને કોણ ન ઓળખે? એટલે કોઈએ કહ્યું કે- ‘આંયાં મારી જગ્યાએ બેહો!’, ‘અરે! આંયાં ઠીક રે’શે... વિયા આવો!’ વળી બીજું કો’ક તો હચોડું ઊભું જ થઈ ગયું! છેવટે ગમ્ભા એક જુવાન છોકરાની જગ્યાએ બેઠા! પક્ષના કાર્યાલયમાં રાઘવજીભાઈ જાણે રાહ જોઈને જ બેઠા હતા. ગમ્ભાએ જઈને રામ રામ કર્યા. રાઘવજીભાઈએ એમને અંદરના રૂમમાં બેસવાનું કહ્યું. વાતાવરણ જોઈને જ ગમ્ભાને વહેમ ગયો કે ‘દાળમાં કંઈક કાળું લાગે છે!’ રાઘવજીભાઈ એમની બાજુમાં જ તકિયાને અઢેલીને બેઠા. ‘શું ગમ્ભા! ખેડપાણી કેવાં છે?’ ‘એ હાલે છે બધું રાગે રાગે! તમ જેવા મહારથીઓ બેઠા હોય પછી અમારે શું ઉપાધિ હોય?’ ‘પણ તમે અમને ઉપાધિ કરાવો છો એનું શું?’ ‘ના રે ના! અમે એવું કાંઈ કે’તાં કાંઈ નથી કરતા!’ ‘છેલ્લા સત્રમાં તો તમે કરસનદાસભાઈને અને પરબતભાઈને બરોબરના લીધા હતા!’ ‘એમને નર્યું ખોટું જ કરવું છે... તે એમ કંઈ થોડું જ હાલે? મારે ને એમને હાચખોટનો જ વાંધો! બાકી બધા આપડા જ સે ને?’ ‘તમને એ તો ખ્યાલ હશે જ ને કે ચૂંટણીનું મોટું ફંડ તો એ લોકો જ લાવે છે!’ ‘એટલે એમને ખોટાં કામ કરવાનો પરવાનો આપી દેવાનો? મેં તો કોઈ દિ’ વધારાનું ફંડ માગ્યું જ નથી. ઘરના રોટલે જ ધોડા કાઢીયે છીએ ને?’ ‘આ વખતે, નવા ફેરફાર પ્રમાણે તમારે તો વઢવાણથી લડવાની તૈયારી રાખવી પડશે એવું લાગે છે. બીજા બે કાર્યકરોની પણ નજર છે એ બેઠક પર!’ ‘હું શું કામ વઢવાણ જઉં? મારે તો મૂળી રૂડી છે!’ ‘આપણા પક્ષ માટે મૂળી એકદમ સલામત છે એટલે પ્રમુખસાહેબ ત્યાંથી ગિરધરભાઈને લાવવા એમ વિચારે છે!’ ‘ગિરધરભઈને વાંકાનેરમાં શું વાંધો પડ્યો? ન્યાં તો ઈમનું પોતાનું જ છે!’ ‘ત્યાંની બેઠક એમનો દીકરો જયેશ માગે છે… કહે છે કે આખી ઝાલાવાડનો ખરચો એ આપશે!’ ‘પક્ષને આ બધું મંજૂર છે ઈમ?’ ‘પ્રમુખસાહેબને તો આપણાથી કહેવાતું હોય એટલું જ કહેવાય ને?’ રાઘવજીભાઈ જરા ખંધુ હસ્યા. ‘તો આમાં મારે શું હમજવું?’ ‘વઢવાણ ઠીક રહેશે!’ ‘હું મૂળીથી ફરવાનો નથી! તમે બીજો કો’ક વિચાર કરો તો હારું!’ ‘તો પછી, એમ કરો આવતી ચૂંટણી સુધી પક્ષે સૂચવેલાં પાયાનાં કામો કરો અને ગિરધરભાઈને સહકાર આપો! પક્ષને તમારા જેવા કાર્યકરો વિના થોડું જ કંઈ ચાલવાનું?’ ગમ્ભા ઊભા થઈ ગયા કહે કે, ‘મારે પ્રમુખસા’બને આજ જ મળવું સે...’ ‘પણ, એ તો દિલ્લી ગયા છે...’ ગમ્ભાને એમ લાગ્યું કે અત્યારે કશું બોલવાનો અર્થ નથી. એટલે કહે કે, ‘પ્રમુખસાહેબ આવે તાંણે મને હંધેહો મોકલજો.’ ઊભા થઈને ચાલતાં ચાલતાં આવ્યા રાજપૂતસમાજે. જમ્યા. બપોરે થોડોક આરામ કર્યો અને પાછા સુરેન્દ્રનગર! સખપર પહોંચતાં તો રાત થઈ ગઈ હતી. બીજે દિ’ સાંજે ફરવા બહાને બહાર નીકળ્યા ત્યારે મોટા માસ્તર ફળિયામાં હીંચકે બેઠા હતા. ગમ્ભાને જોયા એટલે હાકલ મારી, ‘એ આવો આવો...!” બાપુને એટલું જ જોઈતું હતું. આવ્યા. જોડા કાઢીને, સામે રાખેલી ખુરશીમાં બેઠા. બીજી થોડીક આડીઅવળી વાતો કરીને મૂળ વાત પર આવ્યા. માસ્તરને નવા સીમાંકનની ખબર હતી. પણ, પક્ષ આ વખતે ગિરધરભાઈને મૂળી આપવા માગે છે અને કેમ આપવા માગે છે એ જાણ્યું એટલે અકળાયા. ગમ્ભાને કહે કે- ‘તમારી વાત સાચી છે, તમારે વઢવાણથી લડવાની જરૂર નથી. આ તો આખો ઉછેરેલો બગીચો આપી દેવાની જ વાત થઈ!’ ‘તમે શું કહીને આવ્યા?’ ‘મેં તો કહ્યું કે મારે અત્યારે જ પ્રમુખસાહેબને મળવું છે! પણ એ તો દિલ્લી જ્યા’તા. એટલે કીધું કે પછી વાત!’ એમ કરીને આવતો રિયો!’ ‘એ સારું કર્યું! આજે અનોપભાઈ હયાત હોત તો આ લોકોએ આવું વિચારવાની પણ હિંમત કરી હોત?’ ‘પણ, મારા જિયાનાએ એકલા સખપરને જ બા’રું કાઢી લીધું!’ ‘એ તો તમારો કાંટો કાઢવા!’ વઢવાણમાં તમે જીતો નહીં! એમ કરીને...’ ‘તો હવે?’ ગમ્ભાએ ચિંતાતુર થઈને પૂછ્યું. ‘એ તો ઊંટે કાઢ્યા ઢેકા તો માણાહે કર્યાં કાઠાં!’ એવું કંઈક કરવું ૫ડશે. ‘સમય ઓછો છે ને આમણે તો ચોપાટું માંડી દીધી છે!’ ‘કંઈ વાંધો નહીં! તમે મૂળીની મૂળીમાં જ રહો એવો તોડ કરવો પડે!’ માસ્તરે જરાક વિચાર કરીને થોડીક વાર પોતાના માથે હાથ ફેરવ્યે રાખ્યો. પછી ધીમેકથી કહે- ‘આવતી પૂનમે શુક્રવાર છે. તમે મારા વતી, હું કહું એટલાને સમાચાર મોકલી દો કે મોટા માસ્તરના ઘરે સત્યનારાયણની કથા રાખી છે તે બધાએ ફરજિયાત આવવાનું છે! જો જો! વાતનો બહુ ફંફેરો ન કરશો. બધા સ્વાભાવિક આવતા હોય છે એમ જ આવે!’ ‘કોને કોને કહેવું છે?’ સાહેબ આંગળીના વેઢા ગણતા હોય એમ એકેકને યાદ કરવા માંડ્યા. ‘એક તો ચંપકભાઈ કામદાર, લીંબડીએથી.... ભઈ, જયેન્દ્રસિંહભઈ રાણા, બીજો અમરશી તો ખરો જ.., પછી... આપડે ભઈ ફખરુદ્દીન… ત્યાર પછી પથુભા અને હળવદથી ભાલચંદ્રભઈ! એટલાને બોલાવી લો!’ ‘પછી શું કરવું છે? એ તો કહો!’ ‘આવશે તો કથા સાંભળશે અને પ્રસાદ પામશે! એ બહાને બધા ભેગા થઈને કંઈક વિચાર કરશું બીજું શું? એક વાર હું કહું છું એમ કરો તો ખરા! માસ્તરે અંદરના ઘરમાંથી ઉમાબહેનને બોલાવ્યાં. ચાની કિટલી અને રકાબીઓ સાથે ઉમાબહેન આવ્યાં. ગમ્માએ ઊભા થઈને ‘જે નારાયણ’ કર્યા. ‘હું બા’ર આવતી’તી જ ચા લઈને, ત્યાં તમારો અવાજ આવ્યો!’ બહેને નીચે બેસીને ત્રણ રકાબી ભરી. ત્યાં માસ્તર કહે કે- ‘આવે ઈ પૂનમે શુક્રવાર છે તો તમે કે’તાં’તાં ઈ કથા કરી નાંખીએ! નટુ મા’રાજને અત્યારથી જ કહી દેજો!’ ઉમાબહેનને આશ્ચર્ય થયું! પણ કહે કે- ‘ભલે!’ ચાપાણી પીને ગમ્ભા ગયા. પછી માસ્તર કહે, ‘પ્રસાદ ઝાઝો બનાવજો! એ દિવસે આઠદસ જણ જમશે પણ ખરા!’ ‘કેમ કોણ આવવાનું છે?’ ‘એક કામ માટે બધા આગેવાનોને બોલાવ્યા છે...’ ‘રાત રોકાવાના ખરા?’ ‘ના... ના... એ તો બધા એમની રીતે નીકળી જાવાના...’ પૂનમ આવે એ દરમિયાન ગમ્ભાને અમદાવાદનું તેડું આવ્યું. પણ, એમણે તો કહેવડાવી દીધું કે— ‘અટાણે ખેતીનું કામ હાલે છે અટલ્યે પૂનમ પછી જ અવાશે!’ માસ્તર અને ઉમાબહેને ભાવથી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. એ પછી નટુ મારા’જને કહે કે, ‘તમતમારે કથા વાંચો. આરતી ટાણે બોલાવજો! ઘણા મહેમાનો છે તે હું એમની પાંહે બેઠો છું!’ એમ કરીને પાછળના ઓરડામાં આવ્યા. સાહેબ આવ્યા એટલે બધાએ ઊભા થઈને ‘નમસ્તે...... નમસ્તે...’ કર્યું. ‘આજ સારો મેળ પડી ગયો બધાને મળવાનો! એમ કરીને એકેએકને નામ દઈને દઈને આવકાર્યા. પછી કહે— ‘એ ગમ્ભા! તમે પરથમપેલ્લી ઓલી રાઘવજીભાઈ અને ગિરધરભાઈવાળી વાત કો’...!’ ‘નવાં સીમાંકન પરમાણે તો આપણું સખપર હવે વઢવાણ મતવિસ્તારમાં જ્યું. પે’લાં તો સ્થાનિક કાર્યકરોનું મન જાણીને બધું નક્કી કરતા! હવે મોવડીમંડળ કે’ ઈમ બધાંએ કરવાનું! ચૂંટણીપંચેય બધું માની લે! ખાસ તો ઈમ કે મને મૂળીથી હટાવીને વઢવાણ આપવા માગે છે! ઈમાં તો સ્થાનિકને અન્યાય થાય, કાં તો હાથમાંથી બેઠક જાય! બહારના માણસોને મૂકવામાં ઈમનું પૈસાનું ગણિત છે! પણ હું ચોખ્ખું કઈને આવ્યો છું કે હું મૂળી નંઈ છોડું! તો રાઘવજીભાઈ કે’ કે આવતી ચૂંટણી હુધી પક્ષનું કામ કરો! ‘તે આપડે કઈ જ દેવાનું કે બીજે જી કરવું હોય ઈ કરો... ઝાલાવાડમાં ઘોંચપરોણો નો કરો ઈમાં જ બધાનો ફાયદો છે!’ ફખરુદ્દીન જરા આકરા સ્વરે બોલ્યા. જયેન્દ્રસિંહ કહે, ‘પક્ષમાં ફંડના નામે સાચા કાર્યકરોને દબાવાય ઈ બરોબર નંઈ! આપડે તો મૂળથી જ કામ કરતા આવ્યા છીએ. આપડે ચ્યાં ઈમની પાંહે કોઈ દિ’ હોદ્દા માગવા જ્યા શી? પણ કામના માણસોને પડતા મેલે ઈ તો નો હાલે!’ એ સિવાય પણ ઘણી ચર્ચા થઈ. સહુનો સૂર એવો હતો કે આપણી બધી બેઠકો પર સાચા અને લગભગ સર્વસ્વીકૃત કાર્યકરો જ અત્યાર સુધી ચૂંટાતા આવ્યા છે. નાનીમોટી ભૂલો થઈ હશે, મતમતાંતરોય હશે, પણ એકંદરે તો બધું સમજણથી જ થાય છે ને? પક્ષના પ્રમુખ પોપટલાલ અને રાઘવજીભાઈ મોવડીમંડળના નામે બીજાં રાજ્યો જેવી રાજનીતિ કરવા જાય છે, પણ આ પ્રદેશની તો નાડ્ય જ નોખી છે એ નહીં સમજવાનું? ચંપકભાઈ કામદાર અત્યાર સુધી કંઈ બોલ્યા નહોતા. એ કહે કે- ‘પ્રજાને વિકાસના નામે પૈસાના ચાળે નો ચડાવાય! પછી લાંબે ગાળે એનાં પરિણામો કેવાં આવશે એની ક્યાં કોઈને ખબર છે?’ છેવટે વાત આવીને ઊભી રહી કરુણાશંકર માસ્તર પાસે! બધા કહે, ‘સાબ્ય! તમે જ આમાંથી મારગ કાઢી દ્યો!’ માસ્તર થોડીક વાર એમના એમ જ બેસી રહ્યા. પછી કહે કે— ‘મારગ તો છે જ, પણ એમાં આપણા બધાની એકતા અને મક્કમતા જોઈએ. ધારો કે આપણી વચ્ચે કોઈ વિચારભેદ હોય તો અંદરોઅંદર સમજી લઈશું, પણ પક્ષને એટલે કે પોપટલાલને અને રાઘવજીભાઈને તો બધાનાં મોઢેથી એક જ વાત જવી જોઈએ! આસમાન જમીન એક થઈ જાય તોય, આપણી નીતિમાં ફેરફાર ન થાય, એની ખાતરી હોય તો જ હું આગળ કંઈક કહું!’ બધા એકબીજાની આંખો જોઈને સંમત થયા. કામદાર કહે, ‘બોલો માસ્તર!’ માસ્તર એકદમ ચોકસાઈપૂર્વક જોખીજોખીને કહે, ‘આપણે, એટલે કે આખા ઝાલાવાડે એક રહેવાનું છે. બેઠકોની ફાળવણી વખતે એમને જે કરવું હોય એ ભલે કરે. પૂછે તો ચોખ્ખું કહેવાનું કે હું તો અમુક બેઠક ઉપરથી જ લડીશ. જો એ બેઠક ન આપવી હોય તો તમને ઠીક લાગે એ તમે કરો અને અમને ઠીક લાગશે એ અમે કરશું! ધાકધમકી અને પ્રલોભનો પણ આવશે! પણ મને વિશ્વાસ છે કે તમે કોઈ એને તાબે થાવ એવા નથી. બોલો મંજૂર?’ ‘હા, હા, એકદમ મંજૂર!’ ‘તો કામદાર! લ્યો આ કાગળ અને પેન, હું લખાવું એમ લખો!’ કામદારે કાગળ અને પેન લીધાં એટલે માસ્તરે બોલવાનું શરૂ કર્યું: ‘મૂળીમાં ગમ્ભા જેમના છે એમના એમ! વઢવાણમાં ચંપકભાઈ કામદાર તમે પોતે! સાયલામાં અમરશી, ફખરુદ્દીન તું ચોટીલામાં, પથુભા તમે તો ધ્રાંગધ્રામાં પેલ્લેથી છો એમના એમ જ. હળવદમાં ભાલચંદ્રભાઈ ને બાકી રહી લીંબડી એમાં રાણા જયેન્દ્રસિંહ, અને જો એમની ઈચ્છા મોળી હોય તો ભાઈ રાજેન્દ્રસિંહ! આ યોજના આપણી છે. જો પોપટલાલ પૂછે તો જ બતાવવાની! ને ન પૂછે અથવા બીજા ગમે તેને મૂકે, તો તમારે બધાયે ગભરાયા વિના, અપક્ષ તો અપક્ષ, પણ ઉમેદવારી તો કરવાની જ. સમજ્યા ને?’ ‘પણ એ તો શિસ્તના નામે પક્ષમાંથી કાઢી પણ મૂકે! અમરશી બોલ્યો. ‘કોઈ એમ ન કાઢી મૂકે! કોની મગદૂર છે કાઢી મૂકવાની? એમનેય સરકાર બનાવવાની છે ને? અને રાજકારણ તો આપણનેય આવડે જ છે ને? તમે ચિંતા ન કરો! છેલ્લી ઘડીએ બધું ઘીના ઠામમાં ઘી પડી રે’શે... સમજ્યા ને? બાકીનું મારા ઉપર છોડી દો!’ ભગવાન સત્યનારાયણની કથા પૂરી થઈ. આરતી, પ્રસાદ અને ભોજન પછી બધા વિદાય થયા. માસ્તરની ધારણા સાચી પડી. થોડાક જ દિવસમાં રાઘવજીભાઈ અચાનક આવી ચડ્યા! આવીને કહે કે, ‘રાજકોટથી અમદાવાદ જતો હતો તે થયું કે માસ્તરનેય મળતો જઉં! તે ગાડી આ બાજુ વળાવી!’ ‘ધન્ય ઘડી ધન્ય ભાગ્ય! રાઘવજીભાઈ અમારે આંગણે ક્યાંથી?’ માસ્તર બોલ્યા. રવિવારનો દિવસ હતો એટલે માસ્તર નિરાંતમાં હતા ને રાઘવજીભાઈનેય કોઈ ઉતાવળ જેવું લાગ્યું નહીં! થોડી વાર બેઠા, ખબરઅંતર પૂછ્યા. માસ્તર કહે કે, ‘મારું બીજું કોઈ અંગત કામ ન હોય તો ગમ્ભાને પણ બોલાવી લઈએ!’ રાઘવજીભાઈએ હાથ ઊંચો કરીને નકારમાં હલાવ્યો! ‘અત્યારે એમનું કંઈ કામ નથી. તમારી પાસે જ બેસવા આવ્યો છું! તમે કહો તો અંદર બેસીએ!’ ‘હા... હા... જરૂર!’ એમ કહેતાં બંને અંદરના ઓરડામાં આવીને બેઠા. રાઘવજીભાઈએ વાત શરૂ કરી. ‘આ વખતે ધારાસભાનું કામ કાઠું છે! માસ્તર તમે ગમ્ભાને સમજાવો કે વઢવાણ કંઈ ખોટું નથી. આ તો બધાં રાજકીય સીમાંકન! પણ, વઢવાણમાંય એમને કોણ નથી ઓળખતું? આખો જિલ્લો એમને માને છે....’ ‘પણ એવું શા માટે?’ ‘ગિરધરભાઈ માનતા નથી! એ કહે છે કે વાંકાનેરમાં જયેશને ન આપો તો અમારે કૌટુંબિક માથાકૂટ ઊભી થાય એમ છે!’ ‘ઓહો! જયેશ... તો ભાઈ.... ભારે! એટલું બધું માથું કાઢી ગ્યો છે એમ?’ ‘બીજી કઈ કઈ બેઠકોમાં ફેરફાર કરવાના છો?’ ‘કદાચ લીંબડી અને સાયલામાં પણ ઉમેદવારોનો ફેરબદલો કરવો પડે...’ ‘કોઈનીયે વિરુદ્ધ, સ્થાનિક ફરિયાદો આવી છે ખરી?’ ‘ના. એવું હોય તો તો તમને જ પે’લ્લી ખબર પડે ને? પણ, આ તો મોવડીમંડળનો આદેશ થાય તો...’ ‘અરે ભાઈ! મોવડીમંડળેય કોનું? આપડે જ બનાવેલું ને? બધાનો મત જાણીને પછી જ કરાય!’ ‘—આદેશ આવે તો?’ ‘તમને પ્રમુખપદાંનો મોહ હોય તો આદેશ માનજો! પણ રાજનીતિ તો નીચેથી ઉપર જાય કે ઉપરથી નીચે આવે?’ માસ્તર જરા કઠોર બની ગયા. ‘માસ્તર! હવે રાજકારણનાં સમીકરણો બદલાવા માંડ્યાં છે! મોવડીમંડળ જ માબાપ! એવું થઈ ગયું છે!’ રાઘવજીભાઈએ લાચારીભર્યો અવાજ કાઢ્યો! ‘તો તો પછી કોઈ પણ જગ્યાએ ગમે તે માણસ બેસે! કંઈ ફેર નહીં પડે! મને લાગે છે કે તમને બધાંને પૂતળાં જોઈએ છે પૂતળાં!’ ‘તમે એકલા ગમ્ભાને સંભાળી લ્યો એટલે ઘણું! બાકીનું અમે કરી લેશું!’ હવે માસ્તરનો અવાજ બદલાયો! એમણે રાઘવજીભાઈને ચોખ્ખું સંભળાવવાનું શરૂ કર્યું : ‘જુઓ રાઘવજીભાઈ! મને ભણાવવાની કોશિશ ન કરો! ઝાલાવાડની સાતેય બેઠકના ઉમેદવારો ઝાલાવાડની જનતા નક્કી કરશે. તમને એ સ્વીકાર્ય ન હોય ને ઉપરથી નબળા ઉમેદવારો થોપવા હોય તો અખતરો કરી જોવો! એક વાર બધું ડહોળાશે તો પચીસ વર્ષેય પાટે નહીં ચડે! છતાં જેવી તમારી મરજી!’ રાઘવજીભાઈમાં બેઠેલો પ્રમુખ એકદમ અક્કડ થઈ ગયો. એ સત્તાવાહી અવાજે બોલ્યા : ‘હું તો ખાલી ગમ્ભાના પ્રશ્નને જ પ્રશ્ન માનતો હતો, પણ તમે તો સાતેસાતની વાત કરો છો માસ્તર! તમારે શું જોઈએ છે બોલો?’ ‘રાઘવજીભાઈ! રૂપિયાનો બરો તમને ક્યારેય સાચું સમજવા નહીં દે! તમે કદાચ એવું માનતા થયા છો કે કોઈ પણ માણસને ખરીદી શકાય! ખરું ને?’ ‘કરુણાશંકર! તમે જિદ ન કરો! યાદ રાખો કે તમે સરકારી શાળાના હેડમાસ્તર છો. કોઈ પણ વખતે તમારી બદલી થઈ શકે!’ ‘નોકરીમાં તો બદલીઓ થયા કરે, એનો હરખશોક ન હોય! ને બહુ થશે તો રાજીનામું દેતાં કેટલી વાર?’ ‘પછી શું કરશો?’ ‘અત્યારે બસો છોકરાંઓને ભણાવું છું, પછી એકસામટા બાવીશ હજારને લોકશાહીના પાઠ ભણાવીશ! એક માસ્તર બીજું તો શું કરે?’ રાઘવજીભાઈ જરા ખસીને માસ્તરની નજીક આવ્યા. પ્રેમથી એમના હાથ પકડી લીધા. સાવ ધીમા અને વિવેકપૂર્ણ અવાજે બોલ્યા : ‘તમે સ્નેહી છો, મારી એક વાત માનશો? તમે માગો એ બેઠક તમારી! ચૂંટાયા પછી પાધરુંક જ કેળવણીખાતુંય તમારું! મેલોને આ બધી પઈડ! થાશે જીનું જે થવાનું હશે ઈ! તમે સંમત થતા હો તો પ્રમુખશ્રીએ કહ્યું છે કે— કરુણાશંકર પ્રધાનમંડળમાં હોય તો અમારીયે શોભા વધે!’ માસ્તરે એક ઝટકા સાથે રાઘવજીભાઈના હાથ છોડાવી દીધા અને ઊભા થઈ ગયા. એમનો ચહેરોમહોરો ફરી ગયો! ધીમા પણ એકદમ મક્કમ સ્વરે કહી દીધું : ‘પોપટલાલને કહેજો કે તમે મોવડીમંડળ કહે એમ કર્યા કરો! અહીંના લોકો એમની રીતે ફોડી ખાશે!’ માસ્તર ઊભા થયા પછી બેઠા જ નહીં, એટલે રાઘવજીભાઈને પણ ઊઠવું પડ્યું! મહિનોમાસ વીત્યો નહોતો ને રાજકારણે પોત પ્રકાશ્યું! ઝાલાવાડની બધી જ બેઠકો ઉપર વીણી વીણીને એવા માણસો મૂક્યા કે ઢોલનગારાં અને રૂપિયાનો ઘોંઘાટ વધી ગયો! પરિવર્તનના નામે, જિલ્લામાં જેને કોઈ સરખી રીતે ઓળખતુંય નહોતું કે નહોતી જેમની કોઈ પ્રામાણિક છાપ, લાયકાત તો એટલી જ કે હામાં હા ભણે એવા માણસોને સત્તાવાર ઉમેદવારો બનાવવામાં આવ્યા. યોજના મુજબ સાચા કાર્યકરોને બધી બેઠકો પર અપક્ષ લડવાનો વારો આવ્યો! પણ, શાણી પ્રજાએ ધીંગો માર્ગ અપનાવ્યો. કોઈનેય કશું કહ્યા વિના જ ચોખ્ખું પરિણામ લાવી દીધું. પક્ષના સત્તાવાર ઉમેદવારો બૂરી રીતે હાર્યા. સાતેસાત અપક્ષોને પ્રજાએ વિજયમાળા પહેરાવીને પોતાનું ખમીર બતાવી દીધું હતું! રેડિયો ઉપર વસુભાઈ આચાર્યના અવાજમાં સમાચાર વહેતા થયા કે ‘પક્ષના પ્રમુખ પોપટલાલ અને મહામંત્રી રાઘવજીભાઈએ રાજીનામાં આપી દીધાં છે અને રાષ્ટ્રીય પ્રમુખે જાહેર કર્યું છે કે સ્થાનિક રાજકારણનો ભોગ બનેલા છતાં ચૂંટાયા હોય એવા જૂના કાર્યકરોને પક્ષમાં યોગ્ય માનસન્માન સાથે આવકાર આપવામાં આવશે!’

***