32,519
edits
No edit summary |
m (Meghdhanu moved page નવલરામ પંડ્યા/સુબોધચિંતામણિ to સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા/સુબોધચિંતામણિ without leaving a redirect) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 11: | Line 11: | ||
ઈ. સ. ૧૮૬૦-૬૫માં જેવો સુધારાનો જુસ્સો ગુજરાતમાં ચાલી રહ્યો હતો તેવો હાલ કાઠિયાવાડમાં ઊઠેલો દેખાયછે. ગુજરાતમાં જેમ તે જુવાનિયામાં હતો તેમ અહીંયાં પણ નવલોહિયા નિશાળ છોડીને તુર્ત જ બહાર પડેલા જુવાનિયાઓમાં તે ઊછળી રહ્યો છે. ત્યાં જેમ તે સુધારો અંતઃકરણપૂર્વક, પણ ઊછંકળ અને અભિમાન મસ્ત હતો, તેમ અહીંયાં પણ તેવી જ પ્રતિનો દેખાય છે. ત્યાંના અને અહીંયાના સુધારામાં ફેર એટલો છે કે તે સુધારકો ઇંગ્રેજી ભણેલા જુવાનિયા હતા, અને આ માત્ર ઘણાખરા ગુજરાતી સાત ચોપડીના જોર ઉપર જ કૂદનારા જણાય છે. આ કારણથી બંનેના વિદ્યાબળમાં કેટલોક તફાવત માલમ પડે છે ખરો, તથાપિ એ બંને સુધારાનું સ્વરૂપ તો એક જ છે, અને લખાણ પઢાણની શૈલીમાં પણ ધારીએ તેટલો ફરક નથી કેમકે પાછલા સુધારાનાં લખાણ આ સુધારાને નકલ કરવા સારુ ભાષામાં તૈયાર છે. | ઈ. સ. ૧૮૬૦-૬૫માં જેવો સુધારાનો જુસ્સો ગુજરાતમાં ચાલી રહ્યો હતો તેવો હાલ કાઠિયાવાડમાં ઊઠેલો દેખાયછે. ગુજરાતમાં જેમ તે જુવાનિયામાં હતો તેમ અહીંયાં પણ નવલોહિયા નિશાળ છોડીને તુર્ત જ બહાર પડેલા જુવાનિયાઓમાં તે ઊછળી રહ્યો છે. ત્યાં જેમ તે સુધારો અંતઃકરણપૂર્વક, પણ ઊછંકળ અને અભિમાન મસ્ત હતો, તેમ અહીંયાં પણ તેવી જ પ્રતિનો દેખાય છે. ત્યાંના અને અહીંયાના સુધારામાં ફેર એટલો છે કે તે સુધારકો ઇંગ્રેજી ભણેલા જુવાનિયા હતા, અને આ માત્ર ઘણાખરા ગુજરાતી સાત ચોપડીના જોર ઉપર જ કૂદનારા જણાય છે. આ કારણથી બંનેના વિદ્યાબળમાં કેટલોક તફાવત માલમ પડે છે ખરો, તથાપિ એ બંને સુધારાનું સ્વરૂપ તો એક જ છે, અને લખાણ પઢાણની શૈલીમાં પણ ધારીએ તેટલો ફરક નથી કેમકે પાછલા સુધારાનાં લખાણ આ સુધારાને નકલ કરવા સારુ ભાષામાં તૈયાર છે. | ||
જેમ ૬૦-૬૫ ના ગુજરાતી સુધારાની સમયમૂર્તિ કવિ નર્મદાશંકર હતા, તેમ આ કાઠિયાવાડી સુધારાનો કવિ ભવાનીશંકર ગદ્યપદ્ય બંને લખવામાં કાઠિયાવાડ ખાતે પ્રથમ છે, પણ તેને ‘સુધારા’નો જ કવિ કહી શકાય એમ નથી. ‘સુધારા’ કરતાં સાક્ષરતા તરફ તેનું વલણ વધારે છે, અને વળી તેણે તો કાઠિયાવાડમાં આ ચાંચલ્ય આવ્યું તે પહેલાં ઘણાં વર્ષથી લખવા માંડ્યું છે. પહેલાં નર્મદાશંકર પોતાની નર્મકવિતાના મોટા ચોપડાને કોઈ કોઈ વખત ‘સુધારાનું બૈબલ’ કરીને કહેતા, પણ તે કરતાં એ આ ‘વણિક વલ્લભદાસ’નો સુબોધ ચિંતામણિ ગ્રંથ અમને તો કાઠિયાવાડના આધુનિક સુધારાનું બૈબલ કહેવડાવવાને વધારે લાયક દેખાય છે, અને એ ભાઈના જુવાન સાથીઓમાં તે એવી રીતેની જ વાહવાહ પામશે એમાં અમને કાંઈ શક નથી. | જેમ ૬૦-૬૫ ના ગુજરાતી સુધારાની સમયમૂર્તિ કવિ નર્મદાશંકર હતા, તેમ આ કાઠિયાવાડી સુધારાનો કવિ ભવાનીશંકર ગદ્યપદ્ય બંને લખવામાં કાઠિયાવાડ ખાતે પ્રથમ છે, પણ તેને ‘સુધારા’નો જ કવિ કહી શકાય એમ નથી. ‘સુધારા’ કરતાં સાક્ષરતા તરફ તેનું વલણ વધારે છે, અને વળી તેણે તો કાઠિયાવાડમાં આ ચાંચલ્ય આવ્યું તે પહેલાં ઘણાં વર્ષથી લખવા માંડ્યું છે. પહેલાં નર્મદાશંકર પોતાની નર્મકવિતાના મોટા ચોપડાને કોઈ કોઈ વખત ‘સુધારાનું બૈબલ’ કરીને કહેતા, પણ તે કરતાં એ આ ‘વણિક વલ્લભદાસ’નો સુબોધ ચિંતામણિ ગ્રંથ અમને તો કાઠિયાવાડના આધુનિક સુધારાનું બૈબલ કહેવડાવવાને વધારે લાયક દેખાય છે, અને એ ભાઈના જુવાન સાથીઓમાં તે એવી રીતેની જ વાહવાહ પામશે એમાં અમને કાંઈ શક નથી. | ||
આ ઉપરથી જણાશે કે આ ગ્રંથના વિચારોનું સ્વરૂપ કેવું છે. એ ગ્રંથ ખરેખરું કહીએ તો હડહડતા સુધારાનો, દરિયા પારના સુધારાનો, કેવળ ઉચ્છેદક સુધારાનો છે. એમાં સુબોધ ચિંતામણિએ નામ સિવાય બીજું કાંઈ પણ જૂનું સ્વીકાર્યું નથી, અને એ જૂનું નામ રાખતાં પણ શેઠ વલ્લભદાસનો સુધરેલો જીવ બહુ જ કચવાયો હોય એમ જણાય છે, કેમ કે એ બાબત માફી માગવામાં આશરે દશ બાર લીટીઓ રોકી છે. તોપણ એ માફી ન આપતાં અમે તો કહીએ છીએ કે એવું વહેમી નામ નહોતું જ રાખવું, અને તેને બદલે ‘સુધારા બોધ’ કે એવું જ કાંઈ નવું પાડવું હતું. એ શબ્દ કપોલકલ્પિત, કઢંગો, ભાષાની પ્રૌઢિ વિરુદ્ધ થાત ખરો, પણ નવા વિચારના સુધારાવાળા જવાનો કાંઈ માન્યમાન્ય રૂઢિની પરવાહ રાખતા નથી, અને એ શેઠને તો તે નથી જ એ પોતે અહીંયાં જે લખ્યુંછે તે ઉપરથી સાફ જણાઈ આવે છે. આવું સીધું નામ રાખવાનો મોટો ફાયદો તો એ જ થાય કે લોકો ઠગાત નહિ અને એમાં શો વિષય છે તે નામ વાંચતાં જ તુર્ત જ સમજી જાત. | |||
નવું તેટલું બધું સારું જ, જૂનું તે ખોટું જ – જો વિલાયતી મતને મળતું આવે નહિ, બ્રાહ્મણો પર ગાળોનો વરસાદ, તેમણે પોતાના સ્વાર્થને માટે જ શાસ્ત્રો બાંધ્યાં છે એવો આરોપ, ને કદાપિ તેઓ ગમે એવા વિદ્વાન તે કાળે હશે પણ હાલ હું જે સમજું છું અને બોધું છું તે કરતાં તો બેહદ ઊતરતા જ એવો અંતરનો ભાવ, વગેરે કેટલીક વાતો તો આવા ગ્રંથમાં હશે એમ આપણે અગાઉથી જાણવું જ જોઈએ, એ એવાં વેણો તો સુધારાવાળાનું મન ધરાય ને વળી વધે (એટલે સુધી બોલતાં આ જુવાનિયાએ જરા પણ આંચકો ખાધો નથી. મુખપૃષ્ઠ ઉપર જે શ્લોક મૂક્યો છે તેમાં વાંચનારને સાફ કહે છે, કે આવો મારા હાથનો (ગાળોરૂપી) તમાચો ખાવા કે તેથી તમારું કલ્યાણ થાય. શી ફક્કડાઈ! શેઠ વલ્લભદાસ તો પૂર્વ કાળના નર્મદાશંકરને પણ એક કોરે બેસાડે એવા જણાય છે. પ્રસ્તાવનાને આરંભે જ એક દોહરામાં શો ઝપાટો માર્યો છે. | નવું તેટલું બધું સારું જ, જૂનું તે ખોટું જ – જો વિલાયતી મતને મળતું આવે નહિ, બ્રાહ્મણો પર ગાળોનો વરસાદ, તેમણે પોતાના સ્વાર્થને માટે જ શાસ્ત્રો બાંધ્યાં છે એવો આરોપ, ને કદાપિ તેઓ ગમે એવા વિદ્વાન તે કાળે હશે પણ હાલ હું જે સમજું છું અને બોધું છું તે કરતાં તો બેહદ ઊતરતા જ એવો અંતરનો ભાવ, વગેરે કેટલીક વાતો તો આવા ગ્રંથમાં હશે એમ આપણે અગાઉથી જાણવું જ જોઈએ, એ એવાં વેણો તો સુધારાવાળાનું મન ધરાય ને વળી વધે (એટલે સુધી બોલતાં આ જુવાનિયાએ જરા પણ આંચકો ખાધો નથી. મુખપૃષ્ઠ ઉપર જે શ્લોક મૂક્યો છે તેમાં વાંચનારને સાફ કહે છે, કે આવો મારા હાથનો (ગાળોરૂપી) તમાચો ખાવા કે તેથી તમારું કલ્યાણ થાય. શી ફક્કડાઈ! શેઠ વલ્લભદાસ તો પૂર્વ કાળના નર્મદાશંકરને પણ એક કોરે બેસાડે એવા જણાય છે. પ્રસ્તાવનાને આરંભે જ એક દોહરામાં શો ઝપાટો માર્યો છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||