સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/સાર્વત્રિક મૂલ્ય ધરાવતા કાવ્યવિચારો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 15:20, 4 July 2024

અલંકારવિચાર

સાર્વત્રિક મૂલ્ય ધરાવતા કાવ્યવિચારો

ધ્વનિકાર આનંદવર્ધન, ખરે જ એક ઘણા વિચારસમૃદ્ધ કાવ્યશાસ્ત્રી છે ને એમના ઘણા વિચારો આજેયે પ્રસ્તુત બની શકે તેમ છે. જેમને આનંદવર્ધને ઉદાહૃત કરેલાં કાવ્યખંડો એના દેશકાળથી ઊંચું – સાર્વત્રિક – મૂલ્ય ધરાવતાં લાગ્યાં નથી, એમનેયે એમણે પ્રસ્તુત કરેલા પરિષ્કૃત અને સૂક્ષ્મ-તીક્ષ્ણ કાવ્યવિચારો સાર્વત્રિક મૂલ્ય ધરાવતા લાગ્યા છે. [1]


  1. ૧૮. “In reading through the Dhvanyaloka, one is struck by the disparity between the theory and the literature to which it is applied. The poems themselves do not represent values more universal than their time. But the refined and subtle theories which Anandavardhana employs clearly do” મॅસન અને પટવર્ધન, શાંતરસ ઍન્ડ અભિનવગુપ્તઝ ફિલૉસફી ઑફ ઇસ્થેટિક્સ, પ્રવેશક પૃ. IX)