કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૯. મુંબઈનગરી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૯. મુંબઈનગરી| નિરંજન ભગત}} <poem> ચલ મન મુંબઈનગરી, જોવા પુચ્છ વ...")
 
No edit summary
Line 4: Line 4:
ચલ મન મુંબઈનગરી,
ચલ મન મુંબઈનગરી,
જોવા પુચ્છ વિનાની મગરી!
જોવા પુચ્છ વિનાની મગરી!
જ્યાં માનવ સૌ ચિત્રો જેવાં,
જ્યાં માનવ સૌ ચિત્રો જેવાં,
વગર પિછાને મિત્રો જેવાં;
વગર પિછાને મિત્રો જેવાં;
નહીં પેટી, નહીં બિસ્ત્રો લેવાં,
નહીં પેટી, નહીં બિસ્ત્રો લેવાં,
આ તીરથની જાત્રા છે ના અઘરી!
આ તીરથની જાત્રા છે ના અઘરી!
સિમેન્ટ, કૉંક્રીટ, કાચ, શિલા,
સિમેન્ટ, કૉંક્રીટ, કાચ, શિલા,
તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલા;
તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલા;
ઇન્દ્રજાલની ભૂલવે લીલા
ઇન્દ્રજાલની ભૂલવે લીલા
એવી આ શું હોય સ્વર્ગની સામગ્રી!
એવી આ શું હોય સ્વર્ગની સામગ્રી!
રસ્તે રસ્તે ઊગે ઘાસ
રસ્તે રસ્તે ઊગે ઘાસ
કે પરવાળાં બાંધે વાસ
કે પરવાળાં બાંધે વાસ

Revision as of 04:30, 9 July 2021

૨૯. મુંબઈનગરી

નિરંજન ભગત

ચલ મન મુંબઈનગરી,
જોવા પુચ્છ વિનાની મગરી!

જ્યાં માનવ સૌ ચિત્રો જેવાં,
વગર પિછાને મિત્રો જેવાં;
નહીં પેટી, નહીં બિસ્ત્રો લેવાં,
આ તીરથની જાત્રા છે ના અઘરી!

સિમેન્ટ, કૉંક્રીટ, કાચ, શિલા,
તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલા;
ઇન્દ્રજાલની ભૂલવે લીલા
એવી આ શું હોય સ્વર્ગની સામગ્રી!

રસ્તે રસ્તે ઊગે ઘાસ
કે પરવાળાં બાંધે વાસ
તે પ્હેલાં જોવાની આશ
હોય તને તો કાળ રહ્યો છે કગરી!

(બૃહદ છંદોલય, પૃ. ૨૦૧)