અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત દેસાઈ/સંતની દૃષ્ટિ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> આણી પારે પેલી પારે અમને સર્વ રૂપાળું, શિશિર હોય કે ગ્રીષ્મ ભલે હ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
ગાત્ર અમારાં અકળ શૂળીએ આરપાર વીંધાણાં; | ગાત્ર અમારાં અકળ શૂળીએ આરપાર વીંધાણાં; | ||
પીઢ થયા સતધારે ઝાઝાં ખેલીને ધિંગાણાં, — | પીઢ થયા સતધારે ઝાઝાં ખેલીને ધિંગાણાં, — | ||
::::અમને ખરબચડું ના કંઈયે, | |||
::::અમને સર્વ સુંવાળું... આણી પારે. | |||
પળમાં કંટક પળમાં ફૂલડાંની કેડીએ ભમવું, | પળમાં કંટક પળમાં ફૂલડાંની કેડીએ ભમવું, |
Revision as of 04:42, 9 July 2021
આણી પારે પેલી પારે અમને સર્વ રૂપાળું,
શિશિર હોય કે ગ્રીષ્મ ભલે હો અમને સૌ રઢિયાળું —
ગાત્ર અમારાં અકળ શૂળીએ આરપાર વીંધાણાં;
પીઢ થયા સતધારે ઝાઝાં ખેલીને ધિંગાણાં, —
અમને ખરબચડું ના કંઈયે,
અમને સર્વ સુંવાળું... આણી પારે.
પળમાં કંટક પળમાં ફૂલડાંની કેડીએ ભમવું,
પળમાં ઊંચે ઊડવું, પળમાં ગહન પાણીડે ડૂબવું;
આમ ઉરમાં સુખદુઃખ સંપીને
જીવતર જીવતાં ન્યારું... આણી પારે.
મૃગલાં શાં મનમસ્ત બનીને ભરીએ અનહદ ફાળો,
આજ હિમાલય કાલ ગિરિતલ નિત નિત નવ રહેઠાણો;
અમ કાજે પથરાયું ચોગમ
વ્હાલું વિશ્વ વિશાળું... આણી પારે.
ધખધખ લાગે લ્હાય ભલે ને આગળ પાછળ ઉપર,
વરસે તાતાં તીર ભલે ને વ્યોમ થકી આ તન પર;
અલક તોય ના ચળે, અમારે
રામ તણું રખવાળું... આણી પારે.
(ઊર્ધ્વોન્મેષ, ૨૦૦૧, પૃ. ૪૪)