અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/રેતપંખી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|રેતપંખી | નલિન રાવળ }} <poem> સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં...")
(No difference)

Revision as of 04:48, 9 July 2021

રેતપંખી

નલિન રાવળ

સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં સ્વપ્નો
નીચે
રેત રેતનાં રડતાં નગરો
ઉપર
રેત રેત ને રેત રેતનું રણ
રેતીની આંધી
વચ્ચે
ઊભું
રેતીનું એ ખરતું પંખી

રેતપંખીની રેતીની બે — દિવસરાતની — ખરતી પાંખો.

રેતપંખીની રેતીની બે — સૂર્યચંદ્રની — ખરતી આંખો.

રેતપંખીનાં ખરખર ખરતાં પીંછાંમાંથી ખરખર
ખરતી રેત રેતની વર્ષા
નીચે
સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં સ્વપ્નો
નીચે
રેત રેતનાં રડતાં નગરો.
(અવકાશ, પૃ. ૫૩)