અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/મનોહર મૂર્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|મનોહર મૂર્તિ| 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ}} | |||
<poem> | <poem> | ||
દેવે દીધી દયા કરી કેવી મને, | દેવે દીધી દયા કરી કેવી મને, |
Revision as of 10:00, 9 July 2021
મનોહર મૂર્તિ
'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ
દેવે દીધી દયા કરી કેવી મને,
અહા! મૂર્તિ મનોહર માશૂકની!
નવરંગ, પ્રફુલ્લ, ગુલાબ સમી,
મૃદુ, મૂર્તિ મનોહર માશૂકની!
નયને કંઈ નૂર નવું ચમકે,
વદને નવી વત્સલતા ઝળકે;
સખી! એક જ તું ગમતી ખલકે
મને, મૂર્તિ મનોહર માશૂકની!
શિરકેશ સુકોમલ સોહી રહ્યા,
સ્મિત જોઈને તારક મોહી રહ્યા;
કામધેનુ શી બાલક દોહી રહ્યા
તને, મૂર્તિ મનોહર માશૂકની!
હૃદયે શુભ, ઉજ્જ્વલ ભાવ ભરો :
પ્રણયામૃતની પ્રિય ધાર ધરો :
સહચાર મહીં ભવ પાર તરો,
સખી! મૂર્તિ મનોહર માશૂકની!
નવરંગ, પ્રફુલ્લ, ગુલાબ સમી
મૃદુ, મૂર્તિ મનોહર માશૂકની!
દેવે દીધી દયા કરી કેવી મને,
અહા! મૂર્તિ મનોહર માશૂકની!
(પૂર્વાલાપ, પૃ. ૧૨૫)