અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/આપણી રાત: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> શરદ પૂનમની રઢિયાળી સદા {{space}}મને સાંભરે આપણી રાત, સખી! હસે આકાશે ચં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|આપણી રાત| 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ}} | |||
<poem> | <poem> | ||
શરદ પૂનમની રઢિયાળી સદા | શરદ પૂનમની રઢિયાળી સદા | ||
Revision as of 10:01, 9 July 2021
‘કાન્ત’ — મણિશંકર રત્નજી ભટ્ટ
શરદ પૂનમની રઢિયાળી સદા
મને સાંભરે આપણી રાત, સખી!
હસે આકાશે ચંદ્રમા, તારા લસે;
મને સાંભરે આપણી રાત, સખી!
વદને નવજીવન નૂર હતું,
નયને પ્રણયામૃત પૂર હતું;
હૃદયે રસમાં ચકચૂર હતું;
મને સાંભરે આપણી રાત, સખી!
ન્હાતાં ન્હાતાં પ્રકાશમાં, પ્રેમ તણી
કીધી વિશ્રબ્ધ વાતો રસીલી ઘણી;
કલ્પનાની ઇમારત કૈંક ચણી,
મને સાંભરે આપણી રાત, સખી!
તારું સ્વાર્પણ અંતરમાં જ લહું,
કથા અદ્ભુત એ જઈ કોને કહું?
સ્મરનાં જલ માંહી નિમગ્ન રહું;
મને સાંભરે આપણી રાત, સખી!
રાત રૂપાળી, રૂડી, રસાળી હતી;
આશકોની અપૂર્વ દિવાળી હતી;
આખી ઉત્સવ માફક ગાળી હતી!
મને સાંભરે આપણી રાત, સખી!
પ્રાણો આપણાનો ત્યારે યોગ થયો,
અંગેઅંગનો ઉત્તમ ભોગ થયો;
અને આખર આમ વિયોગ થયો!
મને સાંભરે આપણી રાત, સખી!
હસે આકાશે ચંદ્રમા, તારા લસે,
મને સાંભરે આપણી રાત, સખી!
શરદ પૂનમની રઢિયાળી સદા,
મને સાંભરે આપણી રાત, સખી!