રમણીક અગ્રાવતની કવિતા/સાદ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 03:17, 18 August 2024

૨૧. સાદ

પવનનાં મેદાન હર્યાંભર્યાં
લીલાલીલા જળલોઢ ઉછળતા અઢળક

ક્ષીણ ચંદ્રની કલગી નમ્યું આકાશ મુલાયમ
ખેડેલી માટીનો ઊછળત ગંધહિલ્લોળ
મોઢું ઢાંકી પડ્યો તડકો સીમ સોંસરો

ઊગતી વિલાતી સિસોટી
ઝીણી ઝીણી ઝીણી ઘૂંટાય ત્રમત્રમતી..