રમણીક અગ્રાવતની કવિતા/ઘેર જતાં: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 03:21, 18 August 2024
૨૪. ઘેર જતાં
ગામના નિસ્તબ્ધ પડછાયા ઉપર
એકાકી પંખીની જેમ ઊડતું ગીત
સરુની ઝાડીમાં ગાજતો ડોળઘાલુ દરિયો
તડકાના લાંબા લાંબા સળિયા
ખખડયા વિના ખડકાતા
અદ્ધર પગે ઊભેલું ફળિયું
હજી પેસું ન પેસું ત્યાં
ઘેરી વળે
ગળું ખંખાળીને ઘરવાળીનાં હેતને
ઘટક ઘટક પીઉં છું એક શ્વાસે
અડધો થાક ગળે પરસાળનો હીંચકો
પડઘો થાક ગૂમ કાલીધેલી પૂછતાછમાં
વધ્યો ઘટયો થાક ભેગો આવે
સપનામાં.