અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કલાપી/શિકારીને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> રહેવા દે! રહેવા દે આ સંહાર યુવાન તું; ઘટે ના ક્રૂરતા આવી; વિશ્વ આશ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|શિકારીને| કલાપી}}
<poem>
<poem>
રહેવા દે! રહેવા દે આ સંહાર યુવાન તું;
રહેવા દે! રહેવા દે આ સંહાર યુવાન તું;

Revision as of 10:26, 9 July 2021

શિકારીને

કલાપી

રહેવા દે! રહેવા દે આ સંહાર યુવાન તું;
ઘટે ના ક્રૂરતા આવી; વિશ્વ આશ્રમ સંતનું.

પંખીડાં, ફૂલડાં રૂડાં, લતા આ, ઝરણાં તરુ,
ઘટા ના ક્રૂર દૃષ્ટિ ત્યાંઃ વિશ્વ સૌંદર્ય કુમળું.

તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે;
તીરથી પક્ષી તો ના ના કિન્તુ સ્થૂલ મળી શકે.

પક્ષીને પમાવાને તો છાનો તું સુણ ગીતને
પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને.

સૌંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે;
સૌંદર્યો પામતાં પ્હેલાં સૌંદર્ય બનવું પડે.

સૌંદર્યે ખેલવું, એ તો પ્રભુનો ઉપયોગ છે;
પોષવું, પૂજવું એને એ એનો ઉપભોગ છે.

રહેવા દે! રહેવા દે આ સંહાર, યુવાન! તું;
બધે છે આર્દ્રતા છાઈ તેમાં કૈં ભળવું ભલું.