રમણીક સોમેશ્વરની કવિતા/કોણે તોડ્યાં મેઘધનુષ્યો: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 16:54, 21 August 2024
૫૯. કોણે તોડ્યાં મેઘધનુષ્યો
ટીપેટીપે
સમુદ્રો ભરીને
અને પછી
ધીમી આંચે
એ સમુદ્રોને
આકાશે લઈ જઈને
વનરાજીના અંધારામાં
ઠાલવીને
પહાડોની ટોચે
ઘસી ઘસીને
આંસુ પ્રસ્વેદ અને
લોહીના રંગોમાં ઝબોળીને
રચ્યાં હતાં
જે અમે
એ મેઘધનુષ્યો
કોણે તોડ્યાં!