અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/અનંતદર્શન: Difference between revisions
HardikSoni (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|અનંતદર્શન|ન્હાનાલાલ દ. કવિ}} | |||
<poem> | <poem> | ||
આવો, આવો, વીરા રે! આ આંખડી પરોવો અંતમાં હો જી! | આવો, આવો, વીરા રે! આ આંખડી પરોવો અંતમાં હો જી! |
Revision as of 10:45, 9 July 2021
ન્હાનાલાલ દ. કવિ
આવો, આવો, વીરા રે! આ આંખડી પરોવો અંતમાં હો જી!
ગિરિવરને ઝરૂખે રે, ઊભો’તો હું એકલો હો જી!
જોતો’તો એ પાથર્યા જગતના પગથાર,
સાગરના સીમાડા રે, વનની ઝૂલતી વેલીઓ હો જી!
આથમતાં કંઈ જહાજો એ ક્ષિતિજની પાર. આવો આવો.
આભને ઝરૂખે રે, ઊભો’તો હું એકલો હો જી!
જોતો’તો એ નવલખ તારલિયાની માળ;
તેજ તેજના ગોળા રે, ગગનોમાં ઘૂમતા હો જી!
દીઠા મેં ત્યાં રૂમઝૂમતા દીનદયાળ : આવો આવો.
અંતરને ઝરૂખે રે, ઊભો’તો હું એકલો હો જી!
જોતો’તો એ ઊંડા ઊંડા વિશ્વનાં ઉર,
દિશ દિશ ભરતાં પ્રગટ્યાં રે કંઈ કિરણો આતમદેશમાં હો જી!
ભાસ્યાં મુજને સૂનાં બ્રહ્માંડો ભરપૂર : આવો આવો.
(નાનાલાલ-મધુકોષ, સંપા. અનંતરાય રાવળ, ૧૯૫૯, પૃ. ૧૧૨)