અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રામનારાયણ વિ. પાઠક 'શેષ'/છેલ્લું દર્શન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|છેલ્લું દર્શન|રામનારાયણ વિ. પાઠક 'શેષ'}}
<poem>
<poem>
ધમાલ ન કરો, — જરાય નહિ નેન ભીનાં થશો,—
ધમાલ ન કરો, — જરાય નહિ નેન ભીનાં થશો,—

Revision as of 10:59, 9 July 2021

છેલ્લું દર્શન

રામનારાયણ વિ. પાઠક 'શેષ'

ધમાલ ન કરો, — જરાય નહિ નેન ભીનાં થશો,—
ઘડી બ ઘડી જે મળી — નયનવારિ થંભો જરા,—
કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!

ધમાલ ન કરો, ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની,
ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;
ધરો કુસુમ શ્રીફલો, ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!

ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
અખંડ જ ભલે રહ્યું, હૃદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.

મળ્યાં તુજ સમીપ અગ્નિ! તુજ પાસ જુદાં થિંયેં,
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?

(શેષનાં કાવ્યો, પૃ. ૩૪)