ભારતીય કાવ્યસિદ્ધાંત/રસનિષ્પત્તિની પ્રક્રિયા: Difference between revisions
(+૧) |
No edit summary |
||
Line 5: | Line 5: | ||
રસનિષ્પત્તિની પ્રક્રિયાની આ ચર્ચા કાવ્યશાસ્ત્રીઓએ ભરત મુનિના ‘विभावानुभावव्यभिचारिसंयोगात् रसनिष्पत्तिः ।’ એ સૂત્રના વિવરણરૂપે કરેલી છે. આ સૂત્રમાં સ્થાયી ભાવનો ઉલ્લેખ નથી. પણ ભરત મુનિને વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ સાથે સ્થાયી ભાવનો જ સંયોગ ઉદ્દિષ્ટ હશે એમાં શંકા નથી. સ્થાયી ભાવ અને વિભાવાદિનો સંયોગ થવાથી રસનિષ્પત્તિ થાય એ ખરું. પણ એ સંયોગ કેવા પ્રકારનો હોય અને એમાંથી રસ કેવી રીતે નિષ્પન્ન થાય એ મતભેદનો વિષય છે. વળી રસનિષ્પત્તિની આ ચર્ચા નાટકને અનુલક્ષીને થયેલી છે અને એમાં એક છેડે કવિ અને બીજે છેડે ભાવક એ બે વ્યક્તિઓ ઉપરાંત મૂળ પાત્ર અને નટ એમ બીજી બે વ્યક્તિઓ પણ સંકળાયેલી છે. એટલે આમાંથી કોને સ્થાયી ભાવ – મૂળ પાત્રનો, નટનો કે ભાવકનો રસરૂપે પરિણમે છે એ પણ ચર્ચાનો મુદ્દો છે. આમાંથી જ રસનિષ્પત્તિ અંગેના ચાર વાદ જન્મ્યા છે. | રસનિષ્પત્તિની પ્રક્રિયાની આ ચર્ચા કાવ્યશાસ્ત્રીઓએ ભરત મુનિના ‘विभावानुभावव्यभिचारिसंयोगात् रसनिष्पत्तिः ।’ એ સૂત્રના વિવરણરૂપે કરેલી છે. આ સૂત્રમાં સ્થાયી ભાવનો ઉલ્લેખ નથી. પણ ભરત મુનિને વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ સાથે સ્થાયી ભાવનો જ સંયોગ ઉદ્દિષ્ટ હશે એમાં શંકા નથી. સ્થાયી ભાવ અને વિભાવાદિનો સંયોગ થવાથી રસનિષ્પત્તિ થાય એ ખરું. પણ એ સંયોગ કેવા પ્રકારનો હોય અને એમાંથી રસ કેવી રીતે નિષ્પન્ન થાય એ મતભેદનો વિષય છે. વળી રસનિષ્પત્તિની આ ચર્ચા નાટકને અનુલક્ષીને થયેલી છે અને એમાં એક છેડે કવિ અને બીજે છેડે ભાવક એ બે વ્યક્તિઓ ઉપરાંત મૂળ પાત્ર અને નટ એમ બીજી બે વ્યક્તિઓ પણ સંકળાયેલી છે. એટલે આમાંથી કોને સ્થાયી ભાવ – મૂળ પાત્રનો, નટનો કે ભાવકનો રસરૂપે પરિણમે છે એ પણ ચર્ચાનો મુદ્દો છે. આમાંથી જ રસનિષ્પત્તિ અંગેના ચાર વાદ જન્મ્યા છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 03:04, 27 August 2024
સ્થાયી ભાવ, વિભાવ, અનુભવ, વ્યભિચારી ભાવ આદિને રસની કાચી સામગ્રી કહી શકાય. એમના કોઈક પ્રકારના સંયોજનથી રસાનુભવ થાય છે. પણ આ સંયોજન કેવા પ્રકારનું હોય છે, રસનિષ્પતિમાં કારણભૂત આ ભિન્નભિન્ન તત્ત્વોનો પરસ્પર કઈ જાતનો સંબંધ હોય છે. રસાસ્વાદ એટલે ખરેખર શું – એ બધા પ્રશ્નો વિચારવાના રહે છે. રસનિષ્પત્તિની સમગ્ર પ્રક્રિયા – એટલે કે કાવ્યસામગ્રી ભાવકના ચિત્ત પર કઈ રીતે અસર કરે છે તેનો વિચાર કાવ્યશાસ્ત્રીઓએ કર્યો છે; પણ એ બાબત તેઓમાં થોડો મતભેદ છે. રસનિષ્પત્તિની પ્રક્રિયાની આ ચર્ચા કાવ્યશાસ્ત્રીઓએ ભરત મુનિના ‘विभावानुभावव्यभिचारिसंयोगात् रसनिष्पत्तिः ।’ એ સૂત્રના વિવરણરૂપે કરેલી છે. આ સૂત્રમાં સ્થાયી ભાવનો ઉલ્લેખ નથી. પણ ભરત મુનિને વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ સાથે સ્થાયી ભાવનો જ સંયોગ ઉદ્દિષ્ટ હશે એમાં શંકા નથી. સ્થાયી ભાવ અને વિભાવાદિનો સંયોગ થવાથી રસનિષ્પત્તિ થાય એ ખરું. પણ એ સંયોગ કેવા પ્રકારનો હોય અને એમાંથી રસ કેવી રીતે નિષ્પન્ન થાય એ મતભેદનો વિષય છે. વળી રસનિષ્પત્તિની આ ચર્ચા નાટકને અનુલક્ષીને થયેલી છે અને એમાં એક છેડે કવિ અને બીજે છેડે ભાવક એ બે વ્યક્તિઓ ઉપરાંત મૂળ પાત્ર અને નટ એમ બીજી બે વ્યક્તિઓ પણ સંકળાયેલી છે. એટલે આમાંથી કોને સ્થાયી ભાવ – મૂળ પાત્રનો, નટનો કે ભાવકનો રસરૂપે પરિણમે છે એ પણ ચર્ચાનો મુદ્દો છે. આમાંથી જ રસનિષ્પત્તિ અંગેના ચાર વાદ જન્મ્યા છે.