અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જુગતરામ દવે/અંતરપટ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> અંતરપટ આ અદીઠ! અરેરે! આડું અંતરપટ આ અદીઠ!<br> અહીં મેં માંડી, તહીં તે...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|અંતરપટ| જુગતરામ દવે}}
<poem>
<poem>
અંતરપટ આ અદીઠ! અરેરે!
અંતરપટ આ અદીઠ! અરેરે!

Revision as of 11:08, 9 July 2021

અંતરપટ

જુગતરામ દવે

અંતરપટ આ અદીઠ! અરેરે!
આડું અંતરપટ આ અદીઠ!

અહીં મેં માંડી, તહીં તેં માંડી,
         આંખની આતુર મીટ;
પળ ઊપડી પટ તુરત બિડાયું,
         વા વાયો વિપરીત.
                  અરેરે!

તું મારાં હું તારાં ઝીલું
         વિરહે વ્યાકુળ ગીત;
રાગ સુણ્યો પણ રંગ ન રેલ્યો,
         વસમું એ સંગીત.
                   અરેરે!

આ પા ઊછળે, તે પા ઊછળે,
         હૃદયો ભરી ભરી પ્રીત;
આકર્ષણ, પણ સ્પર્શ નહીં ક્ષણ,
         ચેન પડે નહિ ચિત્ત.
                  અરેરે!

ખીણ કે ખાડી, નદી નથી આડી,
         વંડી, વાડ કે ભીંત;
હાથ ચડે નહીં, તોય નડે
         આ ઝાકળઝીણું ચીર.
                  અરેરે!

(નિજાનંદે, સંપા. કીકુભાઈ ર. દેસાઈ, ૧૯૮૮, પૃ. ૫)