અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચાંપશી વિ. ઉદ્દેશી/ચંદરોજ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> આ મુસાફિર! ઠાઠ તારો ચંદરોજ; જિંદગીનો આ ગુજારો ચંદરોજ.<br> કેમ પોતાન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ચંદરોજ|ચાંપશી વિ. ઉદ્દેશી}} | |||
<poem> | <poem> | ||
આ મુસાફિર! ઠાઠ તારો ચંદરોજ; | આ મુસાફિર! ઠાઠ તારો ચંદરોજ; |
Revision as of 11:14, 9 July 2021
ચંદરોજ
ચાંપશી વિ. ઉદ્દેશી
આ મુસાફિર! ઠાઠ તારો ચંદરોજ;
જિંદગીનો આ ગુજારો ચંદરોજ.
કેમ પોતાને ગણે સરદાર તું?
કાફલો તારો બિચારો ચંદરોજ.
છોડી દે, તું છોડી દે તારા દગા;
જીતવાના સૌ વિચારો ચંદરોજ.
થાય નેકી તેટલી લે ને કરી;
સર્વ બીજા મદદગારો ચંદરોજ.
‘કોણ હું? ક્યાં છે જવું?’ વિચાર એ;
આંહીં તો તું ઠેરનારો ચંદરોજ.
વખત ઓછો, કામ તારે છે ઘણું;
આવીને ચાલ્યા હજારો ચંદરોજ.
(હૈયું અને શબદ, ૧૯૭૩, પૃ. ૧૫)