અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિહર ભટ્ટ/એક જ દે ચિનગારી: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> એક જ દે ચિનગારી મહાનલ! {{space}}{{space}}એક જ દે ચિનગારી, ચકમક લોઢું ઘસતાં ઘ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|એક જ દે ચિનગારી| હરિહર ભટ્ટ}} | |||
<poem> | <poem> | ||
એક જ દે ચિનગારી મહાનલ! | એક જ દે ચિનગારી મહાનલ! |
Revision as of 11:17, 9 July 2021
એક જ દે ચિનગારી
હરિહર ભટ્ટ
એક જ દે ચિનગારી મહાનલ!
એક જ દે ચિનગારી,
ચકમક લોઢું ઘસતાં ઘસતાં
ખરચી જિંદગી સારી;
જામગરીમાં તણખો ન પડ્યો,
ન ફળી મહેનત મારી... મહાનલ.
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
સળગી આભ-અટારી;
ના સળગી એક સગડી મારી,
વાત વિપતની ભારી... મહાનલ.
ઠંડીમાં મુજ કાયા થથરે,
ખૂટી ધીરજ મારી;
વિશ્વાનલ! હું અધિક ન માગું,
માગું એક ચિનગારી... મહાનલ.
(હૃદયરંગ, ૧૯૩૪, પૃ. ૧૧)