રમણીક સોમેશ્વરની કવિતા/છાપાની કોલમના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૫. નિશાચર|}}
{{Heading|૫. છાપાની કૉલમના...|}}


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 15:45, 9 September 2024

૫. છાપાની કૉલમના...

છાપાની કૉલમના કહેવાતા લોકોની
કહેવાતી ઘટના તે આપણે
નથી સહેવાતી ઘટના તે આપણે!

હોનારત હોનારત રમતા સૌ લૌક
અહીં છાપાની આસપાસ ફરતા,
પોતાની જાતના અકસ્માતો ભૂલીને
છાપાની કૉલમમાં મરતા
છાપેલા ફોટામાં મોઢે મલકાટ
અને પોક પોક રડતા તે આપણે
રોજ આપણને નડતા તે આપણે!

ઊડતી નજરથી જ આપણને વાંચીને
આપણે જગવીએ ચકચાર
આપણું આકાશ સદા કોરું કટાક
અને આગાહી હોય ધોધમાર;
બીબામાં ઢાળેલા અક્ષરની જેમ
રોજ જિવાતી ઘટના તે આપણે
આમ કહેવાતી ઘટના તે આપણે
નથી સહેવાતી ઘટના તે આપણે!