રમણીક સોમેશ્વરની કવિતા/ખારવણ માદળિયે દરિયાને –: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૧. ખારવણ માદળિયે દરિયાને –|}} {{block center| align=right|<poem> ખારવણ માદળિયે દરિયાને બાંધે ખારવાની સાતસાત પેઢીનાં સપનાંઓ સૂરજનાં કિરણોથી સાંધે ખારવણ માદળિયે દરિયાને બાંધે છાતી પર માદળિયું...")
 
(પ્રૂફ)
 
(One intermediate revision by the same user not shown)
Line 25: Line 25:
માદળિયું સપનામાં આવેલું ગામ
માદળિયું સપનામાં આવેલું ગામ
માદળિયું ખારવો ને માદળિયું રામ
માદળિયું ખારવો ને માદળિયું રામ
ધોધમાર વરસાદે ઉઘાડો ડિલ સાવ
ધોધમાર વરસાદે ઉઘાડે ડિલ સાવ
માદળિયું ભીંજાતું યાદે
માદળિયું ભીંજાતું યાદે
ખારવણ માદળિયે દરિયાને બાંધે
ખારવણ માદળિયે દરિયાને બાંધે
Line 32: Line 32:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = રણકાંધીનો સૂરજ
|previous = ધગધગતું રણ મળ્યું
|next = બિલાડીનું બચ્ચું
|next = આછું પીળું પતંગિયું આ
}}
}}

Latest revision as of 16:01, 9 September 2024

૪૧. ખારવણ માદળિયે દરિયાને –

ખારવણ માદળિયે દરિયાને બાંધે
ખારવાની સાતસાત પેઢીનાં સપનાંઓ
સૂરજનાં કિરણોથી સાંધે
ખારવણ માદળિયે દરિયાને બાંધે

છાતી પર માદળિયું લટકાવી લહેરે
ભરતી ને ઓટના ઝાંઝરને પહેરે
માદળિયે બાંધેલા દરિયાને હેરે
કાછોટો વાળીને હલ્લેસાં જેમ રોજ
દરિયાને ઊંચકતી કાંધે
ખારવણ માદળિયે દરિયાને બાંધે

માદળિયે બાંધેલું પરદેશી પાન
માદળિયે ઓળઘોળ શાન અને ભાન
માદળિયું જીવતરને માથે વિતાન
કરગઠિયાં બાળીને દરિયાની દોણીમાં
વીતેલા દિવસોને રાંધે
ખારવણ માદળિયે દરિયાને બાંધે

માદળિયું ઉછળતા મોજાંનું નામ
માદળિયું સપનામાં આવેલું ગામ
માદળિયું ખારવો ને માદળિયું રામ
ધોધમાર વરસાદે ઉઘાડે ડિલ સાવ
માદળિયું ભીંજાતું યાદે
ખારવણ માદળિયે દરિયાને બાંધે