રમણીક સોમેશ્વરની કવિતા/પર્વત ઉપર ખીણ ઝળુંબે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 4: Line 4:
{{Block center|<poem>
{{Block center|<poem>
પર્વત ઉપર ખીણ ઝળુંબે
પર્વત ઉપર ખીણ ઝળુંબે
{{gap|3em}}ખીણોમાં નામ પડઘાતું
{{gap|3em}}ખીણોમાં નભ પડઘાતું
{{gap|3em}}આજે આ કેવું થાતું!
{{gap|3em}}આજે આ કેવું થાતું!


Line 19: Line 19:
{{gap|3em}}પંખીને પણ એમ થતું કે  
{{gap|3em}}પંખીને પણ એમ થતું કે  
{{gap|6em}}ક્યાં જઈ ચાંચ ઝબોળું
{{gap|6em}}ક્યાં જઈ ચાંચ ઝબોળું
વૃક્ષો ખળખળ વધ્યા કરે ને
વૃક્ષો ખળખળ વહ્યા કરે ને
{{gap|6em}}તળાવ ઊભું મૂંઝાતું
{{gap|6em}}તળાવ ઊભું મૂંઝાતું
{{gap|6em}}આજે આ કેવું થાતું
{{gap|6em}}આજે આ કેવું થાતું

Latest revision as of 16:02, 9 September 2024

૪૩. પર્વત ઉપર ખીણ ઝળુંબે

પર્વત ઉપર ખીણ ઝળુંબે
ખીણોમાં નભ પડઘાતું
આજે આ કેવું થાતું!

હલ્લેસાંની પાંખે ઊડે
હાલક ડોલક હોડી
મધદરિયે જઈ ડૂબકી મારે
કાંઠા પરની કોડી
એક તણખલું પાંખ પ્રસારી
આકાશે ઊડી જાતું
આજે આ કેવું થાતું!

માછલીઓની માફક લસરે
ટેકરીઓનું ટોળું
પંખીને પણ એમ થતું કે
ક્યાં જઈ ચાંચ ઝબોળું
વૃક્ષો ખળખળ વહ્યા કરે ને
તળાવ ઊભું મૂંઝાતું
આજે આ કેવું થાતું